પ્રેમનો હિસાબ - ભાગ - ૧
રશ્મી એક મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવે છે. તેના પિતા કં૫નીમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે અને તેની માતા હાઉસ વાઇફ છે. રશ્મી ભણવામાં બહુ હોશિયાર અને એકદમ સાદી-સીધી ને બસ ભણવામાં જ ધ્યાન આપે. કોલેજના પ્રોફેસરો પણ તેણીને આગળ ભણવા માટે પ્રોત્સાહન આપતા. ત્યાં બીજી બાજુ અનિકેત એક મોટા શ્રીમંત કુટુંબમાંથી આવતો હતો અને તેના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો. એટલે તેને ઉછેરવામાં કે સગવડ આપવામાં કોઇ કસર બાકી ન હતી. તેના પિતા શહેરના બહુ મોટા ઝવેરી હતા અને તેની માતા પણ સોસાયટીના પ્રમુખ તરીકે સારી એવી નામના મેળવી ચૂકયા હતા. અનિકેત પણ બહુ જ સારો દેખાતો હતો.
કોલેજના એક ફંકશનમાં રશ્મી અને અનિકેતની એ પહેલી મુલાકાત હતી. પહેલી મુલાકાતમાં જ અનિકેતને રશ્મીની સાદગી બહુ જ ગમી ગઇ હતી. એ દિવસથી રોજ અનિકેત કોલેજના લેકચર બાદ તેની સાથે વાત કરવા માટે પ્રયત્ન કરતો. રશ્મી પણ તેને સામાન્ય રીતે જવાબ આપતી. ભણવામાં મદદ કરતી, કોઇ વિષયમાં તકલીફ પડતી તો તે ઘણી આસાનીથી તેનો હલ શોધી આપતી અને દિવસ જતાં તેમની મુલાકાતો વધતી ગઇ. રશ્મીની બહેનપણીઓને લાગવા માડયું કે, અનિકેત રશ્મીને પસંદ કરવા લાગ્યો છે અને રશ્મીને પણ આ બાબતની જાણ હતી અને તે બાબત બહુ સારી રીતે સમજતી હતી. એ મનમાં હરખાતી પણ હતી કે, કેવી રીતે અનિકેત તેની જ સાથે વાત કરે છે.
ફ્રેન્ડશીપ ડેના આગલા દિવસે બધી બહેનપણીઓ ચર્ચા કરતાં, કે કાલે ફ્રે્નડશીપ દિવસ છે આપણે બેલ્ટ લેવા જઇશું. રશ્મીએ પણ આવવા માટે હા કહ્યું અને તે બધા માર્કેટ ગયા. દુકાનમાં જતા રશ્મીએ બધા મિત્રો માટે બેલ્ટ ખરીદ્યો અને એક બેલ્ટ તેણીએ અલગથી ખરીદ્યો. તેની બહેનપણીની નજર તેની પર જ હતી. તેમણે તરત જ પૂછી નાખ્યું કે, ‘‘આ બેલ્ટ અનિકેત માટે છે ને?’’ તેના જવાબમાં રશ્મીએ શરમાઇને હા કહ્યું. એ પછી બીજા દિવસે રશ્મી બસમાં ચઢી અને તેના આશ્વર્યની વચ્ચે અનિકેત બસમાં તેની રાહ જોતો બેઠો હતો. કારણ કે, રશ્મીને તો બસ જ પોસાય તેમ હતી અને જયારે અનિકેત શ્રીમંત પરિવારમાંથી આવતો તેથી તે પોતાની કાર લઇને જ આવતો. આથી રશ્મીને બહુ નવાઇ લાગી તેને જોઇને. બધા બસમાં કોલેજના હતા અને આખી બસ ભરેલી હતી પણ અનિકેતની બાજુની શીટ ખાલી હતી. આથી રશ્મીની બહેનપણીઓએ તેને કહ્યું કે, જા આ શીટ તારા માટે જ ખાલી રાખી છે.’’ રશ્મી આ સાંભળીને હરખાઇ ગઇ. અનિકેત તેને જ જોઇ રહ્યો હતો. પછીથી ધીમેથી તેણે રશ્મીને તેની બાજુમાં બેસવા કહેવા. એને પહેલી વાર કોઇ છોકરા માટે એક ખૂણામાં લાગણી બંધાઇ હતી અને તે હતો અનિકેત. બસમાં બીજા કોલેજના વિચારી રહ્યા છે કે, ‘‘શું જોડી છે? એક દેખાવમાં સ્માર્ટ અને એક ભણવામાં અવવ્લ.’’ પણ એકપણ શબ્દ ના અનિકેત બોલ્યો અને ના રશ્મી. કોલજનું સ્ટેન્ડ આવ્યું. બધા બસમાંથી ઉતરતા હતા. રશ્મી પણ બસમાંથી ઉતરતી હતી અને કોલેજ તરફ આગળ વધી ત્યાં અનિકેતે તેનો હાથ પકડી લીધો. એ એકદમ ગભરાઇ ગઇ. અનિકેતે તેને કહ્યું કે, ‘‘ મારે તારી સાથે બે મિનિટ વાત કરવી છે?’’ રશ્મી કંઇ જવાબ આપે એ પહેલા જ તેની બહેનપણીઓએ કહ્યું કે, ‘‘ હા સારું જઇ આવ રશ્મી.’’રશ્મી સમજી ગઇ કે હવે આગળ શું થવાનું છે. એણે અનિકેતને કહ્યું કે, ‘‘ મારે લેકચર ભરવાનો છે એટલે વધારે સમય હું તમને નહિ આપી શકું. એટલે જે પણ કહેવું હોય એ જરા જલ્દીથી કહેજો. ’’ અનિકેત ખુશ થઇ ગયો.
ત્યારબાદ અનિકેત અને રશ્મી એક જગ્યાએ કોલેજ કંપાઉન્ડમાં બેઠા. રશ્મી એકદમ સૂમસામ બેઠી હતી. અનિકેતે વાતની શરૂઆત કરી,‘‘ રશ્મી, હું તને અહી એક મહત્તવની વાત કરવા આવ્યો છો. હું કોલેજમાં આવ્યો એ પછી પહેલી વાર હું તને મળ્યો ત્યારથી અત્યાર સુધી મને તારા સિવાય કોઇ સાથે વાત કરવામાં રસ નથી અને તે તું સારી રીતે જાણે છે. તે મને ભણવામાં બહુ મદદ કરી. એ માટે મને તારા પર માન છે.’’ પછી થોડા ડરતા-ડરતા તેણ રશ્મીની સામે આવીને તેની બાજુમાં બેસી ગયો. એટલે રશ્મીના દિલના ધબકારા વધી ગયા અને આ બધુ અનિકેતથી છૂપું ન રહ્યું અને તે સમજી ગયો હતો કે રશ્મી શું વિચારે છે. તેણે રશ્મીને કહ્યું કે, ‘‘હું આડી અવળી વાત નહિ કરું. તમને ડાયરેકટ જ પૂછું છું કે તમે મારી સાથે લગ્ન કરશો?’’ આ સાંભળી રશ્મી તેની સામે આશ્વર્ય સાથે જોઇ રહી ને મનમાં ખુશ પણ થતી હતી. તો અનિકેતે તેને કહ્યુ કે, તમને બહુ અજીબ લાગશે પણ હું ગર્લફ્રેન્ડ રાખવામાં માનતો નથી. તમે પસંદ આવ્યા એટલેક સીધું લગ્ન માટે જ પૂછી લીધું ? વાંધો નહિ તમે કાલે જવાબ આપશો તો પણ ચાલશે અને હું તમારા વિશે બધું જ જાણું છું. તમારા પરિવાર વિશે પણ. રશ્મીએ ખાલી ડોકું હલાવ્યું અને ત્યાંથી નીકળી ગઇ. તે જેવી લેકચર રૂમમાં પહોંચ ત્યાં જ તેની બહેનપણીઓએ તેને ઘેરી લીધી અને પૂછ્યું કે શું થયું હતું ત્યા? તેણે બધી જ વાત વિગતવાર જણાવી. બધા બહુ ખુશ થઇ ગયા કે, રશ્મીના નસીબ તો ચમકી ગયા. કેમ કે, અનિેકેત બહુ જ શ્રીમંત હતો.
ઘરે જતા રશ્મીને વિચાર આવ્યો કે પોતાના માતા-પિતા સાથે વાત કરે. પછી એમ બી લાગ્યું કે પહેલા અનિકેત તેના માતા-પિતા સાથે વાત કરી મંજૂરી મેળવી લે પછી મારા ઘરે વાત કરીએ તો સારું રહેશે. આથી તેણે સવારની રાહ જોવા માંડી. સવાર થતા જ સરસ તૈયાર થઇને તે કોલેજની બસમાં બેઠી. તે આજુબાજુ અનિકેતને શોધવા માંડી. ત્યાં જ અનિકેતે તેને ટપલી મારી. તેણીના દિલના ધબકારા વધી ગયા. પછી બંને જણ સીટમાં બેસી ગયા ને કોલેજ આવ્યું એટલે રશ્મીએ સામેથી અનિકેતને કહ્યું કે, મારે તને કંઇક કહેવું છે. તો જરા બહાર મળીશું? ’’ અનિકેતે મોટી સ્માઇલ સાથે ડોકું હલાવ્યું. કેમ કે, તે જાણતો હતો કે આજે તેને તેનો પ્રેમ મળવાનો છે.
રશ્મી અને અનિકેત કોઇ કોફી શોપમાં બેઠા. પછી અનિકેતે રશ્મીની સામે જોઇને કહ્યું કે, બોલો શું કહેવું છે? રશ્મી થોડી શરમાઇ ગઇ તેને ખ્યાલ ન આવ્યું કે, કંઇ રીતે તેના પ્રેમનો સ્વીકાર કરે. આ વાત અનિકેત સમજી ગયો. આથી અનિકેતે તેના હાથ પર હાથ મૂકયો અને ધીમેથી કહ્યું કે, આઇ લવ યુ’’ આ સાંભળી રશ્મીના તો હોશ જ ઉડી ગયા. તેણે અનિકેતની સામેથી લાગણીથી જોઇને કહ્યું કે, આઇ લવ યુ, ટુ’’ આ સાંભળી અનિકેત ખુરશી પરથી ઉભો થઇને રશ્મીને હગ કરવા જતો હતો. ત્યાં જ રશ્મીએ તેને આજુબાજુ કોઇ છે એમ સમજાવીને અટકાવી દીધો અને રશ્મી મનમાં મરક મરક હસવા લાગી. કોફી પીને એ લોકો બહાર નીકળ્યા ત્યારે અનિકેતે રશ્મીને કહ્યું કે, હું મારા પેરેન્ટસને આપણા વિશે આજે જ વાત કરીશ. પછી આપણે તારા ઘરે વાત કરીશું અને હા લગ્ન પછી તારે સરકારી જોબ કરવાની ઇચ્છા છે તો તું કરી શકે છે હું તારી સાથે છું.’’ રશ્મીએ હા કહી ડોકું હલાવ્યું.
- પાયલ ચાવડા પાલોદરા
(વધુ આવતા પ્રકરણે ભાગ-૨ માં)