માયરા નું જીવન (ભાગ-૨) Chavda Ji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માયરા નું જીવન (ભાગ-૨)

માયરા નું જીવન (ભાગ-૨)

મારૂં નામ માયરા છે. મેં આગળના ભાગમાં જણાવ્યા મુજબ જયારે પહેલીવાર મારે સ્કૂલ જવાનું હતું તો તે સમયે મને બવ જ બીક લાગતી હતી કેમ કે એ સમયે મારી કોઈ બહેનપણી ન હતી. પણ જે સમયે જાડી મારી ફ્રેન્ડ બની પછી તો બધી જ બીક જ ભાગી ગયી અને મને સ્કૂલ જવાની વધારે મજા આવાં આવવા લાગી. પહેલાં તો એવું લાગતું કે હું શું કરીશ સ્કૂલમાં જઇને કેવાં લોકો હશે કેવાં નહિં મને સ્કૂલમાં ભણવાની મજા આવશે કે નહિં પણ મને સંજના (જાડી) ની ફ્રેન્ડશીપ થયાં પછી મારી બધી જ પ્રોબ્લેમ દૂર થઈ ગયી. અને મને સ્કૂલમાં જવાની પણ મજા આવવા લાગી અને ધીમે-ધીમે મારી બધી જ બીક પણ દૂર થવાં લાગી. અને મને સ્કૂલમાં બવ જ મજા આવવા લાગી જેમ કે સ્કૂલમાં ભણવાનું, ફ્રેન્ડો જોડે વાતો કરવાનું, મસ્તી કરવાનું બવ જ મજા આવતી એમ તો સ્કૂલમાં મારી બીજી ગણી બધી બહેનપણીઓ હતી. તેમ છતાં પણ હું ને જાડી અમે બંને જોડે જ બેસતાં અને બંને એટલો ટાઈમ જોડે જ વિતાવતાં હતાં. અમારી સ્કૂલના ટીચરો પણ અમારી ફ્રેન્ડશીપની તારીફ કરતાં કે ફ્રેન્ડશીપ હોય તો આ બંને જેવી હોવી જોઇએ કે જે એકબીજા માટે જાન આપી દેવાં માટે પણ તૈયાર છે. પણ ગણીવાર તો ટીચર અમારાથી ગુસ્સે પણ થતાં કેમ કે અમે બંને ચાલુ ક્લાસે વાતો કરવા બેસી જતાં અને ટીચર અમને બંને ને એકબીજાથી દૂર બેસાડી દેતાં પછી થોડીકવાર રહીને પાછા જોડે પણ બેસવા દેતાં. હું અને જાડી અમે બંને એકબીજાના સુખ-દુ:ખમાં પણ સાથ આપતાં. અમે લોકો સુખમાં ભલે સાથે ના હોઇએ પણ દુ:ખમાં તો અમે જોડે જ હોઇએ. અમારૂં બંનેનું ઘર જોડે હોવાથી અમે લોકો સ્કૂલ સાથે જ જતાં અને ઘરે પણ સાથે જ આવતાં અને અમે બંને એક જ ટાઈમ પર બપોરે જમવા બેસતાં ત્યારબાદ જમ્યા પછી અમે લોકો સ્કૂલનું લેશન પણ જોડે જ લખવા બેસતાં હતાં.
મારી અને સંજના (જાડી) ની સ્કૂલમાં બેસ્ટ જોડી હતી. સ્કૂલમાં બધી છોકરીઓએ અમને અલગ કરવાની બવ જ કોશિશ કરી પણ અમારા બંનેના એકબીજા પરના વિશ્વાસના કારણે અમે અમારી ફ્રેન્ડશીપ તૂટવા ના દીધી. હું અને જાડી અમે બંને ધોરણ-૬ થી જોડે જ છીએ. સંજના (જાડી) એ મારે ઘરે સાંજે બેસવા આવતી તો અમે લોકો એ ટાઈમે વાતો અને બવ જ મસ્તી કરતાં હતાં.
“દોસ્તી કોઇ ખાસ લોકો જોડે થતી નથી, પણ જેમની
સાથે થાય છે એ લોકો જીવનમાં ખાસ બની જાય છે.”
હું અને જાડી અમે બંને શિયાળામાં સવારે અને સાંજે અમારા ઘર બાજુના ગાર્ડનમાં રોજે રોજ ચાલવા જતા હતાં. સવારે અમે લોકો ૬ વાગતાનાં અને સાંજે અમે ૦૫.૩૦ વાગતાનાં અમે લોકો ચાલવા જતાં અને અમને બવ જ મજા આવતી હતી.
સંજના (જાડી) એ મારી સારી એવી ફ્રેન્ડ તો હતી જ પણ સાથે સાથે એ મારી પર્સનલ બોડીગાર્ડ પણ હતી અને તે મારી રક્ષા પણ કરતી હતી. સંજના (જાડી) જે સમયે મારી જોડે હોય એ સમયે મારી સામે કોઇ ઉંચો અવાજ કરીને બોલી પણ ન શકતું. હું અને જાડી સ્કૂલમાં બવ જ મસ્તી કરતાં જેમ કે ટીચરને હેરાન કરવાના, ટીચરના અલગ-અલગ નામ પાડવાના, બધી ફ્રેન્ડોની પ્રોબ્લેમ શોલ કરી આપીએ, સ્કૂલમાં બધાં સામે દાદાગીરી કરીએ, ફ્રેન્ડો-ફ્રેન્ડો વચ્ચે ઝગડા કરાવતા અને ટીચરને બવ જ ચિડાવતાં હતાં.
એકવાર સ્કૂલમાં મારી પરીક્ષા હતી અને એ દિવસે હું કંઇપણ વાચ્યાં વગર પરીક્ષા આપવા ગઈ હતી અને એ દિવસે અમે લોકો એ ચોરી કરી હતી પણ તે દિવસ અમારો સારો ન હતો. જેથી ટીચરએ અમને લોકોને ચોરી કરતાં પકડી લીધા હતાં. ત્યારબાદ ટીચર અમને પકડીને પ્રિન્સીપાલ પાસે લઇ ગયાં અને અમે લોકો જતાં જતાં જ ભગવાનનું નામ લેતાં લેતાં પ્રિન્સીપાલની ઓફિસમાં પહોંચી ગયાં અને ત્યાં અમારી ટીચરએ અમારી ફરિયાદ પ્રિન્સીપાલની સામે કરી અને તેની પહેલાં તો ટીચરએ અમને ક્લાસ રૂમમાં ભાસણ આપ્યું એ ઓછું પડતું હતું તો પ્રિન્સીપાલ મેડમ પણ બોલવાં લાગ્યાં અને બોલ્યાં એનો તો કંઇ વાંધો ન હતો પણ પાછું પોતાનાં વાલીને પણ બોલાવાનું કહેવા લાગ્યાં. પ્રિન્સીપાલના આટલું બોલ્યાં પછી પણ ટીચરને ઓછું પડયું તો પાછું એમને અમારી લેશન ડાયરીમાં કમપ્લેન લખી આપી અને કીધું કે વાલીની સહી આમા લેતાં આવજો. પણ અમે લોકોએ તો વિચાર્યું જ હતું કે જે કંઇ પણ થાય પણ અમે લોકો તો ભેગા રહીને પ્રોબ્લેબને સોલ કરીશું...

(વધુ આવતા પ્રકરણે ભાગ-૩ માં)