Dashing Superstar - 66 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-66


(વિન્સેન્ટે કર્યું કિઆરા અને એલ્વિસના બેડરૂમનું ખાસ મેકઓવર.કિઆરા અને એલ્વિસે પોતાના ખાસ દિવસને ખાસ અંદાજમાં મનાવ્યો.અકીરાએ કિઆરાને તકલીફ આપવા ખાસ પ્લાન બનાવ્યો.આયાન અને અહાના વચ્ચે આવી એક એવી ક્ષણ જ્યાં આયાને કરી અહાનાને કિસ.)

અહાના કઇ જ સમજે કે કરે તે પહેલા આયાને તેના ભરાવદાર ગુલાબી હોઠોનો રસ પી લીધો.અાયાનને અચાનક જાણે સમય,સ્થળ અને વ્યક્તિનું ભાન થયું.તે ફટાફટ કઇપણ બોલ્યા વગર કે અહાના સામે જોયા વગર ત્યાંથી જતો રહ્યો.અહાના કશુંજ સમજી શકી નહી.

તેનું મન વિચારોમાં અટવાઇ ગયું.
"શું આ સ્વપ્ન હતું?જો આ સપનું હોય તો હું હંમેશાં આ સપનામાં જ રહેવા માંગીશ.આયાને મને કિસ કરી?હે ભગવાન,શું ખરેખર!"અહાના સ્વગત પાગલોની માફક બબડી રહી હતી.તેણે આ વાતની ખાત્રી કરવા કે આ સ્વપ્ન નહતું પોતાની જાતને જોરદાર ચુટલી ખણી.

"આઉચ.માય ગોડ,આ સપનું નથી.આયાને મને કિસ કરી.શું તેણે મારા પ્રેમપ્રસ્તાવ પર વિચારવાનું અને મને એક તક આપવાનું નક્કી કર્યું હશે?હા,એવું જ હશે."અહાના ખુશ થઇને આ વિચારતા ઘરે ગઇ.

અહીં ગાડી ચલાવતા ચલાવતા આયાન ખૂબજ ગુસ્સામાં હતો.તેને પોતાની જાત પર ખૂબજ ગુસ્સો આવી રહ્યો હતો.

તેણે બે ત્રણ ગાળ બોલીને પોતાના હાથ સ્ટિયરીંગ પર માર્યાં.
"હું આવું કેવીરીતે કરી શકું?મારો પ્રેમ,મારું જીવન અને મારી લાગણીઓ માત્ર કિઆરા માટે જ છે.મે મારા જીવનની પહેલી કિસ કરી તો પણ કોને તે જાડીને?તે કિઆરાની સરખામણીમાં કશુંજ નથી.મે આવું કેમ કર્યું?"તે પોતાની જાત પર ગુસ્સે થતાં બોલ્યો.

આજનો દિવસ તેના માટે સૌથી ખરાબમાં ખરાબ દિવસ હતો.તેનો પ્રેમ કોઇ અન્યનો થઇ ચુક્યો હતો.

"હે ભગવાન,શું એલ્વિસ અને કિઆરા એકબીજાને .....ના ના એવું નહીં થાય.કિઆરા પોતાના નિર્ણય પર અડગ રહેશે.તે એલ્વિસની સાથે પોતાના સંબંધને તે રીતે આગળ નહીં વધારે અને હું કાલે જ અહાનાને કહી દઈશ કે તે આ કિસનો કોઇ ખોટો અર્થ ના કાઢે.તેને એમ ના લાગે કે હવે કિઆરાની સગાઇ થઇ ચુકી છે તો હું તેને મારા જીવનમાં સ્થાન આપીશ.

કાલે સવારે જ હું તેને સમજાવી દઈશ કે જે થયું તે ભુલથી થયું.હું તેને પ્રેમ નથી કરતો.એ તો બસ એક નબળી ક્ષણ આવી ગઇ અને હું ખૂબજ ડિસ્ટર્બ હતો એટલે તે ખોટું પગલું ઉઠાવ્યું."આયાને સ્વગત બોલ્યો.

આયાન અને અહાના એકબીજા માટે એકબીજાથી તદ્દન વિરુદ્ધ વિચારી રહ્યા હતાં.એક પ્રેમના અનોખા અને પહેલા અહેસાસને માણી રહી હતી જ્યારે બીજી તરફ પોતાની ભુલ માટે પોતાની જાતને દોષ આપી રહ્યો હતો.

*********

આજની સોનેરી સવાર કિઆરા માટે ખૂબજ અલગ હતી.તેનું જીવન બદલાઇ ગયું હતું.તે તેના માતાપિતાનું ઘર છોડીને એલ્વિસના એટલે કે હવે તેના પોતાના ઘરે આવી ગઇ હતી.તેની આંખો ખુલી અને એક સુંદર સ્મિત તેના ચહેરા પર અનાયાસે જ આવી ગયું.

તે આળસ મરડીને ઊભી થઇ અને આશ્ચર્ય પામી કેમકે તે તેના બેડરૂમમાં સુઇ રહી હતી.તે સમજી ગઇ કે એલ્વિસે જ તેને અહીં સુવાડી હશે.તેણે હાથ જોડીને ભગવાનને યાદ કર્યા અને મોબાઇલ હાથમાં લીધો.જે જોઈને તે ભડકી.

"હે ભગવાન,હું આટલી મોડી કેવીરીતે ઉઠી શકું?મારે જીમ જવાનું હતું અને કોલેજ પણ બધી ફોર્માલીટી પતાવવા જવાનું છે."કિઆરા આટલું બોલીને બાથરૂમમાં ભાગી તે આજે ખૂબજ મોડી હતી.તે કોલેજ જવા તૈયાર થઇ ગઇ.બ્લુ જીન્સ અને તેની પર ચેક્સવાળો બ્લુ શર્ટ પહેરીને તે તેના રોજના અંદાજમાં કોલેજબેગ લઇને તે નીચે ભાગી.તેને હતું એલ્વિસ તેની બ્રેકફાસ્ટ ટેબલ પર રાહ જોઇને બેસેલો હતો પણ એલ્વિસ ઘરે નહતો.

તે નીચે ગઇ ત્યારે હાઉસ મેનેજર,મહારાજ તથાં નોકર જ હતાં.

"એ જયશ્રી ક્રિષ્ના બુન,એ હાલો ચા નાસ્તો કરી લ્યો.એલ્વિસ સાહેબ તો શુટીંગ પર જતા રયા.આજે તમારો ભાવતો નાસ્તો બનાવ્યો છે.તમારી ભાવતી આદુવાળી ચા અને આલુપરોઠા."મહારાજ તેમની સ્વદેશી ભાષામાં બોલ્યાં.

કિઆરા એલ્વિસને ના દેખતા થોડી ઉદાસ થઇ ગઇ.આજ પહેલા તેણે ક્યારેય આવી રીતે એકલા ચા નાસ્તો નહતો કર્યો.જાનકીવીલામાં ભોજન હંમેશાં એકસાથે બેસીને લેવાનો નિયમ હતો.ડાઇનીંગ ટેબલ પર અલકમલકની વાતો અને મજાકમસ્તી કરતા ના ભાવતું ભોજન પણ ક્યાં પતી જતું તે ખબર જ ના પડતી.આજે તેનું ભાવતું ભોજન પણ એકલા એકલા તેના ગળે નહતું ઉતરતું.

અચાનક તેના મોબાઇલમાં મેસેજ આવ્યો અને તેમા એલ્વિસનું નામ ફ્લેશ થયું.

"સોરી સ્વિટહાર્ટ,આજે તારો આ ઘરમાં પહેલો દિવસ છે અને તને આમ એકલી છોડીને જતા મારું મન નહતું માનતું પણ મારી મેગા બજેટ મુવીનું ખૂબજ અગત્યનું શુટીંગ હતું.વર્ક કમીટમેન્ટ કમ્સ ફર્સ્ટ.તું પણ તારી કોલેજમાં ફોર્માલીટી પતાવવા સમયસર જતી રહેજે અને હા સવારે જીમ ના જઇ શકી તો સાંજે ખાસ જજે.માર્શલ આર્ટ્સના ક્લાસ પણ ફરીથી જોઇન કરી લેજે."

એલ્વિસના મેસેજે કિઆરાની અંદર એક હકારાત્મક ઉર્જા ભરી દીધી.તેણે ફટ‍ાફટ નાસ્તો કર્યો અને કોલેજ જવા નીકળી ગઇ.થોડીક વારમાં તે કોલેજ પહોંચી પણ આજે તેના આશ્ચર્યસહ ગેટ પર અહાના તેની રાહ જોઇને નહતી ઊભી.

અહીં અહાના ક્યારની કોલેજ આવી ગઇ હતી પણ તે પોતાની એક અલગ જ દુનિયામાં હતી.તે આયાનની રાહ જોઇ રહી હતી.કિઆરા અહાનાને શોધતી અને તેને ફોન કરતી કરતી અંદર આવી.અહાનાએ કિઆરાનો ફોન ના ઉપાડ્યો.તેની નજર તો માત્ર આયાનને શોધી રહી હતી.

અચાનક બ્લુ જીન્સ અને હાફ સ્લિવની યલો ટીશર્ટમાં તેને આયાન આવતો દેખાયો.તેના ચહેરા પર ખૂબજ તંગ ભાવો હતાં.અહાનાના ચહેરા પર બગીચામાં તાજા ખિલેલા ગુલાબ જેવી તાજગી હતી.જે આયાનને જોઈને બમણી થઇ ગઇ.આયાન તેની જ તરફ આગળ વધી રહ્યો હતો.તેનું હ્રદય ખૂબજ જોરજોરથી ધડકી રહ્યું હતું.

અંતે આયાન તેની સામે આવીને ઊભો રહ્યો.અહાના આજે તેને કઇંક ખાસ વાત કહેવા માંગતી હતી.
"અહાના,મારે તારી સાથે ખાસ વાત કરવી છે."
"આયાન,મારે તને કઇંક કહેવું છે."
લગભગ બંને એકસાથે જ બોલ્યા.અહાના હસી પડી.
આયાને આસપાસ જોઇને કહ્યું,"અહીં નહીં.બાજુમાં ગાર્ડન છે ત્યાં જઇને વાત કરીએ.અહીં કોઇ જોઇ જશે તો ઉપાધી થશે."

અહાના અને આયાન કોલેજની બાજુમાં આવેલા ગાર્ડનમાં ગયાં.
"તું બોલ પહેલા, તારે શું કહેવું હતું?"અહાનાએ કહ્યું.

"ના, તું બોલ પહેલા."આયાન થોડો સમય લેવા માંગતો હતો કારણકે તેની વાત અહાનાનું હ્રદય તોડવાની હતી.

"સારું પહેલા હું જ કહી દઉં."અહાનાએ હસીને કહ્યું.આયાને માથું હકારમાં હલાવ્યું.

"આયાન,આઇ લવ યુ.આજસુધી મે મારા એકતરફી પ્રેમને મારા હ્રદયમાં ધરબાવીને રાખ્યો પણ કાલે જે થયું ત્યારબાદ હું મારા પ્રેમનો એકરાર કરતા પોતાની જાતને નહીં રોકી શકું.આયાન,શું તું કિઆરાને ભુલીને મને એક તક આપી શકે?કાલે તે મને કિસ કરી, તે મારા જીવનની સૌથી અમુલ્ય ક્ષણો હતી.જેને હું ક્યારેય નહીં ભુલી શકું."અહાના શરમાતા શરમાતા બોલી.

"તારી લાગણીઓ પર લગામ રાખ કેમકે હું તને પ્રેમ નથી કરતો.હું માત્ર કિઆરાને જ પ્રેમ કરું છું.જો તે મારા જીવનમાં નહીં આવી તો હું આજીવન કુંવારો રહીશ.હું તેને ક્યારેય તકલીફ નહીં પહોંચાડુ અને તને પણ તકલીફ નહીં પહોંચાડું કારણકે તું કિઆરાની ખાસ સહેલી છો.જો તને તકલીફ થઇ તો મારી કિઆરા પણ દુઃખી થશે.કાલે જે કિસ થઇ તે મારી ભુલ હતી.એક નબળી ક્ષણનું પરિણામ હતી.હું દુઃખી હતો પણ તું તો મને રોકી શકતી હતીને.તે મને કેમ ના રોક્યો?"અાયાને સ્પષ્ટપણે કહ્યું.

"આયાન,તું મને એક તક તો આપ.હું તને વચન આપું છું કે તને એટલો પ્રેમ કરીશ કે તું કિઆરાને ભુલી જઈશ.એવું તો શું છે કિઆરામા જે મારામાં નથી?હું પણ સુંદર છું.હા થોડી ભરાવદાર છું પણ ક્યુટ છું.હું ભણવામાં સ્માર્ટ છું.મારે પણ પોલીસ ઓફિસર બનવું છે.પ્લીઝ આયાન, હું તને ખૂબજ પ્રેમ કરું છું અને કાલે આપણી કિસ પછી તો મારું મન સતત તારા જ વિચારો કરે છે."અહાનાનું ગળું ભરાઇ ગયું.તે આયાન સામે હાથ જોડીને ઊભી રહી.

આયાન ગુસ્સામાં ઊભો થયો અને બોલ્યો,"અહાના,ઇનફ.તારી અને કિઆરાની સરખામણી શક્ય નથી.કિઆરા માત્ર એક જ છે અને મારા મનમાં,હ્રદયમાં અને જીવનમાં તેનું સ્થાન તારા જેવી જાડી કયારેય નહીં લઇ શકે.મે કહ્યુંને કે કાલે જે કિસ થઇ તે મારી ભુલ હતી.મારા જીવનની ખરાબ ક્ષણો.આજપછી મારા રસ્તામાં ના આવતી.મહેરબાની કરીને મારાથી દૂર રહેજે."આયાને ખૂબજ ગુસ્સામાં ચિસ પાડીને કહ્યું.ગાર્ડનમાં હાજર બધાં તેમની તરફ જોઇ રહ્યા હતાં.અહાનાને જાણે કોઇએ ચહેરા પર લપડાક માર્યો હોય તેમ તે જમીન પર ફસડાઇ ગઇ.તે ખૂબજ દુઃખી અને આઘાતમાં હતી.તેની આંખમાં આંસુ અવિરત વહી રહ્યા હતાં.આયાન ગુસ્સામાં જતો રહ્યો.આજે અહાનાનું દિલ તુટી ગયું હતું.

*****

રિયાનને તેના મેનેજરે રાત્રે શહેરની જાણીતી હોસ્પિટલમાં દાખલ કર્યો.કિઆરાએ તેને જે ખાસ જગ્યાએ કિક મારી હતી.તે એટલી જોરદાર હતી કે તેને ત્યાં ખૂબજ ઈજા પહોંચી હતી.ડોક્ટરે તેની સારવાર કરી દીધી હતી.તે ખૂબજ ગુસ્સામાં હતો.

એક સ્ત્રી તેને મળવા આવી જેણે તેના માથાથી લઇને પગ ઢંકાય તેવો બુરખો પહેર્યો હતો.તેના બુરખામાંથી તેની સુંદર અણિયાળી આંખો દેખાઇ રહી હતી.તે એટલી મારકણી હતી કે તે જેને ધારી ધારીને જોવે તેના હોશ ઊડી જાય.તે પોતાની જાતને લોકોની નજરથી બચાવતી બચાવતી રિયાનના રૂમ સુધી પહોંચી.તે ખૂબજ ગુસ્સામાં હતી.

રિયાન તેને જોઇને ખુશ થઇ ગયો.
"ઓહ આવી ગયા તમે મેડમ?"તેણે પૂછ્યું.

"ના,મારું ભૂત આવ્યું છે.શું જરૂર હતી તે પાગલ છોકરી સાથે ઉલઝવાની?"તેણે કહ્યું.

**********

કિઆરાના નવા જીવનનો પહેલો દિવસ આજે ખૂબજ અલગ રીતે વિત્યો.તે તેના જીવનમાં સૌથી વધુ મહત્વ ધરાવતા એલ્વિસ,તેના દાદાદાદી,તેના ભાઇ-બહેન કે ખાસ ફ્રેન્ડ અહાનાને ના મળી શકી.કોલેજમાં ફોર્માલીટી પતાવીને તે જીમ ગઇ અને સાંજે માર્શલ આર્ટસના ક્લાસમાં ગઇ.

આયાને તેની સાથે વાત કરવાની અને તેની સાથે સમય વિતાવવાનો ખૂબજ પ્રયાસ કર્યો પણ કિઆરા પોતાના પિતાની સલાહ માનીને તેને અવગણી રહી હતી.

સાંજે આઠ વાગ્યે ઘરે આવીને તેણે મહારાજ સાથે મળીને ખાસ ડિનર બનાવ્યું.તેણે એલ્વિસને મેસેજ કર્યો કે તે ડિનર માટે તેની રાહ જોશે.ડિનર રેડી કરીને તે શોર્ટ પિંક ફ્રોકમાં રેડી થઇને એલ્વિસની રાહ જોવા લાગી.તેને મોડું થયું.હાઉસ મેનેજર ,મહારાજ અને બાકીનો સ્ટાફ ઘરે જતો રહ્યો.કિઆરા ડાઇનીંગ ટેબલ પર જ તેની રાહ જોતા જોતા સુઇ ગઇ.

એલ્વિસ અને કિઆરાનો લિવ ઈન રિલેશનશીપનો સફર કેવો રહેશે?
કોણ મળવા આવ્યું હશે રિયાનને?
રિયાન શું ઇચ્છે છે?
અહાના આયાનના રીજેક્શન પછી શું કરશે?

જાણવા વાંચતા રહો.

આવતા અઠવાડિયામાં વાંચો એલ્વિસનો ભૂતકાળ,અહાનાનું નેક્સ્ટ સ્ટેપ અને વિન્સેન્ટના પ્રયાસ.ત્યાંસુધી વાંચતા રહો અને પ્રતિભાવ આપતા રહો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED