Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 13

વાચક મિત્રો,
આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,
સરપંચ શીવાભાઈ,
મુંબઈ જવા નીકળેલ વિનોદ, અધવચ્ચેજ લકઝરમાંથી કેમ ઉતરી ગયો ?
એ જાણવા માટે, તેમનાં દીકરા જીગ્નેશને, અવિનાશને ફોન કરવા જણાવે છે.
જીગ્નેશ અવિનાશને ફોન લગાવે છે. સામે અવિનાશ ફોન ઉઠાવતા.....
અવિનાશ :- હા કાકા, બોલો
શીવાભાઈ :- અરે અવિનાશ,
હમણાં પાર્વતી સાથે મારે વાત થઈ, તો પાર્વતી કહેતી હતી કે,
આ વિનોદ નથી આવ્યો તમારી સાથે ?
અવિનાશ :- હા કાકા, એમની વાત સાચી છે.
ગામમાંથી અમારી બંને લક્ઝરી ઉપડી, ત્યારે તો એ અમારી સાથે હતો, પરંતુ,
અમારી ગાડી ગામમાંથી બહાર નીકળતા જ,
એને ગાડી ઊભી રખાવી, અને મારે મુંબઈ નથી આવવું,
આટલું કહીને, એ ત્યાજ એની બેગ લઈને ઉતરી ગયો.
અમે ઘણું સમજાવ્યો, પરંતુ એ અમારા કોઈની વાત સમજવા તો દૂર, પરંતુ સાંભળવા પણ તૈયાર ન હતો.
શીવાભાઈ :- કેમ, આમ અચાનક એને એવુ શું થઈ ગયું ?
કે,
એ વચ્ચેજ ગાડી ઊભી રખાવી ને ઉતરી ગયો ?
અવિનાશ :- કાકા, જો હું સાચું કહું તો, આમાં અચાનક જેવું, કંઈ છે જ નહીં.
હમણાંથી હું જોઈ રહ્યો છું કે,
જ્યારથી વિનોદને હાથમાં પૈસા મળવાના બંધ થઈ ગયા ત્યારથી, એટલે કે.....
છેલ્લા છ મહિનાથી, છ મહિનાથી એનું કોઈ કામમાં, કે પછી કોઈ વાતમાં દિલ લાગતું જ નથી.
આખો દિવસ, ચોવીસે કલાક, ઉખડેલો ઊખડેલો, ને મૂંઝાયેલો ફરે છે એ.
જો કોઈ એને, કોઈ પણ વાતમાં,
કંઈ કહેવા, કે પૂછવા જાય,
તો એ ઉશ્કેરાઈ, ગુસ્સે થઈ, મનમાં જે આવે તે બોલી નાખે છે.
શીવાભાઈ :- કેમ, પૈસા મળવાના બંધ થઈ ગયા, એટલે ?
હું કંઈ સમજ્યો નહીં, અવિનાશ ?
અવિનાશ :- કાકા, છેલ્લા છ મહિનાથી, વિનોદનો પગાર, વિનોદના હાથમાં નહીં આપતા,
રમણીકભાઈ શેઠ, વિનોદને ખાલી હાથ-ખર્ચ જેટલા પૈસા આપી, વિનોદનો બાકીનો પગાર સીધો, અહીં ગામડે વિનોદના ઘરે મોકલી આપે છે, અને ત્યારથીજ વિનોદનો સ્વભાવ બદલાઈ ગયો છે.
શીવાભાઈ :- અવિનાશ, વિનોદને હાથ-ખર્ચ કરવા જેટલા પૈસા મળે છે, અને એનો બાકીનો પગાર એનાં ઘરવાળાને મળે છે, તો એમાં એને વાંધો ક્યાં પડ્યો ?
અવિનાશ :- કાકા, વિનોદ અહી મુંબઈ આવી, ખૂબ બગડી ગયો છે,
હરવું ફરવું, મોજશોખ કરવા, ને પૈસા ઉડાવવા, એ એનું રોજનું કામ થઈ ગયું છે, એ ખૂબજ રંગીન મિજાજ, અને અવળે રસ્તે, પૈસા ઉડાવતો થઈ ગયો છે, એટલે હમણાંથી રમણીકભાઈ, વિનોદને મળતો પગાર ડાયરેક્ટ, ગામડે મોકલતા, અને વિનોદને માત્ર હાથ-ખર્ચ જેટલાં જ પૈસા આપતા, એટલે ભાઈના મોજ-શોખ પર પાબંદી આવી ગઈ હતી. ને એટલેજ.....
એટલેજ, એ ભાઈને અહી મુંબઈ ગમતું ન હતું, ને, એટલેજ લકઝરીમાંથી એ ભાઈ રસ્તામાં જ ઉતરી ગયા.
શીવાભાઈ :- ભલે અવિનાશ, ચલ તારી વાત સાચી,
પરંતુ,
એ મુંબઈ નહીં આવી, અહી ગામડે રહેશે,
તો એને જે હાથ-ખર્ચ જેટલા પણ પૈસા મળતા હતા,
એ પણ બંધ થઈ જશેને ?
અહી એને કોણ પૈસા આપવાનું છે ?
અવિનાશ :- હશે કાકા, મુકોને એની વાત,
આમે જ્યારે હવે એ, કોઈની વાત સાંભળવા જ તૈયાર નથી,
તો આપણે શું કરી શકીએ ?
અને હા, અત્યારે બધા જમીને લકઝરીમાં બેસી ગયા છે, તો અમારે નીકળવું છે, બાકી બધી વાતો અમે મુંબઈથી પાછા આવીએ, ત્યારે કરીશું.
આટલું કહી,
સરપંચ શીવાભાઈ, અને અવિનાશની ફોન પરની વાત પૂરી થાય છે.
બંને લક્ઝરી બરોડાથી મુંબઈ જવા રવાના થાય છે.
મોડી રાત થઈ ગઈ હોવાથી,
આ બાજુ સરપંચ શીવાભાઈ, અને તેમનો દીકરો જીગ્નેશ પણ સૂવાની તૈયારી કરે છે.
રાબેતા મુજબ,
વહેલી સવારે, સરપંચ શીવાભાઈના મિત્ર ભીખાભાઈ,
મોર્નિંગ વોક માટે, સરપંચના ઘર પાસે આવી ગયા છે,
ને તેઓ મોર્નિંગ વોક માટે, બહારથી જ સરપંચને સાદ પાડે છે.
ભીખાભાઈ :- સરપંચ સાહેબ, ઓ સરપંચ સાહેબ......
આમ, ચાર-પાંચ વાર સરપંચના નામના સાદથી,
સરપંચ શીવાભાઈનો તો, કોઈ જવાબ આવતો નથી, પરંતુ ભીખાભાઈના વારંવાર સાદ પાડવાના અવાજથી,
સરપંચ શીવાભાઈનો જુગારી દીકરો જીગ્નેશ,
જે બહાર ઓસરીમાં સૂઈ રહ્યો હતો, તે જાગી જાય છે, ને પછી જીગ્નેશ જાગી જતાં, ભીખાભાઈ ને,
જીગ્નેશ :- સવાર સવારમાં શું છે, ભીખાકાકા ?
તમેય આમ ધીરે બૂમો પાડો ને,
મારી ઊંઘ શું કામ બગાડો છો ?
ભીખાભાઈ :- અરે જીગ્નેશ, રાત્રે મોડા સુઈ ગયા હતા કે શું ?
ક્યારનોય બૂમો પાડું છું, સરપંચ કોઈ જવાબ જ આપતા નથી, કાલે દીકરીને જમાઈ આવ્યા હતાં, તો એમના સપના જુએ છે તારા પપ્પા કે પછી,
ઘણા સમય પછી, પાર્વતી ભાભી મુંબઈ ગયા, એટલે એમને નિરાંતે ઊંઘ લેવી છે ?
જીગ્નેશ ઊંઘમાં હોવાને કારણે, કોઈ જવાબ આપતો નથી.
એટલે ફરી, ભીખાભાઈ જીગ્નેશને.....
ભીખાભાઈ :- જીગ્નેશ, હવે તું જાગી ગયો છે, તો તારા પપ્પાને ઉઠાડીને મોકલને ભાઈ જલ્દીથી.
જીગ્નેશ ના છૂટકે, ને મહાપરાણે,
કાચી ઊંઘમાં ઉભો થઈ, પપ્પાને જગાડવા ઘરમાં જાય છે, ને ઘરમાં જતાજ.....
જીગ્નેશ જુએ છે તો,
ઘરનો દરવાજો અડધો ખુલ્લો છે.
તિજોરી પૂરી ખુલ્લી પણ, ખાલી છે, ને
સરપંચ શીવાભાઈ,
મતલબ જીગ્નેશના પપ્પા,
રૂમની વચ્ચોવચ, તેમની ગળે ટૂંપો દીધેલી હાલતમાં લાશ પડી છે.
આટલું જોતાજ, જીગ્નેશ કાળજું કંપાવતી એક ચીસ પાડે છે, ને જીગ્નેશની એ ચીસથી,
બહાર ઉભેલ ભીખાભાઈ, ઘરમાં ને, આજુ બાજુવાળા, સરપંચના ઘર તરફ દોડી આવે છે.
આગળ વધુ, ભાગ ચૌદમાં.

લેખક નોંધ - વાચક મિત્રો,
મારે એક પ્રોજેક્ટ પર જરૂરી કામ આવ્યું હોવાથી,
કદાચ એક બે અઠવાડિયા સુધી, આ વાર્તાના આગળના પ્રકરણ પ્રકાશિત કરવામાં વિલંબ આવી શકે તેમ હોવાથી, ક્ષમા ચાહું છું.
સહકાર આપતા રહેશો.
એજ
શૈલેશ જોષી.