ભાગ - ૧૪
વાચક મિત્રો,
સૌ પ્રથમ તો ક્ષમા ચાહું છું, કે મારા બીજા એક અનિવાર્ય કામને લીધે,
આ વાર્તામાં બે મહિના જેટલો અંતરાલ આવ્યો.
હવે આગળ
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
સરપંચના પત્ની, જે ગામનીજ સ્કૂલમાં શિક્ષિકા છે, અને ગઈકાલે રાત્રેજ તેઓ સ્કૂલનાં બાળકો અને સ્કૂલના સ્ટાફ સાથે, મુંબઈ પ્રવાસે જવા નીકળ્યા છે.
વહેલી સવારે સરપંચ શીવાભાઈના મિત્ર એવા,
ભીખાભાઈ, મોર્નિંગ વોક માટે સરપંચના ઘરે આવી,
સરપંચને જગાડવા ને બોલાવવા માટે, બે ત્રણવાર મોટેથી સરપંચના નામથી બૂમ પાડે છે.
ભીખાભાઈના અવાજથી, ઘરમાં સૂતા સરપંચ તો નહીં, પરંતુ
ઓસરીમાં સૂઈ રહેલ તેમનો દીકરો જીગ્નેશ જાગી જાય છે, ને પછી જીગ્નેશ, તેના પપ્પાને જગાડવા ઘરમાં જાય છે.
જીગ્નેશ પપ્પાને જગાડવા જેવો ઘરમાં જાય છે, ને ચીસ પાડે છે.
કેમકે,
રોજ રાત્રે અંદરથી બંધ રહેતો, ઘરનો દરવાજો અડધો ખુલ્લો હતો.
સામે તિજોરી પણ, ખુલ્લી અને ખાલી હતી,
હમણાજ આવેલ રૂપિયા પચાસ લાખ તિજોરીમાં ન હતા.
ને રૂમની વચ્ચોવચ તેના પપ્પાની, એટલેકે
સરપંચ શીવાભાઈની લાશ પડી હતી.
આ બધું જોઈને/ગભરાઈને, જીગ્નેશ એક મોટી ચીસ પાડે છે.
જીગ્નેશની આમ અચાનક ચીસ સાંભળી,
આંગણામાં ઊભેલ ભીખાભાઈ, દોડીને ઘરમાં આવે છે, ને આજુબાજુવાળા સરપંચના આંગણામાં ભેગા થવા લાગે છે.
થોડીવાર તો, ભીખાભાઈ પણ,
શું કરવું ? શું ના કરવું ?
જેવી પરિસ્થિતિમાં આવી જાય છે, પરંતુ બનાવની ગંભીરતા જોતા, ભીખાભાઈ જીગ્નેશને પહેલો ફોન જીગ્નેશની મમ્મી પાર્વતીબહેન,
એટલે કે,
મૃતક શિવાભાઈ સરપંચના પત્નીને, આ બનાવની જાણ કરવા, તેમજ એ લોકો જેટલે પહોંચ્યા હોય, ત્યાંથી પાછા આવી જવા જણાવે છે.
જીગ્નેશ તુરંત તેની મમ્મીને ફોન લગાવે છે.
પાર્વતીબહેન ફોન ઉઠાવે છે.
ફોન ઉપાડી, તેઓ હેલો તો બોલે છે, પરંતુ......
આ બાજુ જીગ્નેશમાં કંઈ પણ બોલવાની હિંમત રહી નથી, અને જીગ્નેશ ફોનમાં જ રોવા લાગે છે.
ફોનમાં જીગ્નેશના રોવાનો અવાજ સાંભળતાજ,
પાર્વતીબહેન :- હેલો બેટા જીગ્નેશ
શું થયું ?
તુ કેમ રુવે છે.
બોલ બેટા, શું વાત છે ?
ભીખાભાઈ જીગ્નેશનેના હાથમાંથી ફોન લઈ લે છે, ને પછી
ભીખાભાઈ :- હેલો પાર્વતી ભાભી, તમે જ્યાં પહોંચ્યા હોવ, ત્યાંથી ફટાફટ પાછા આવી જાવ.
પાર્વતીબહેન :- કેમ, શું થયું ભીખાભાઈ ?
આ જીગ્નેશ કેમ રોઈ રહ્યો છે ?
ભીખાભાઈ :- ભાભી, તમે કોઈજ સવાલ કર્યા સિવાય, જેટલે પહોંચ્યા હોવ, ત્યાંથી પાછા આવી જાવ, એક્વાર અહી આવી જાવ, પછી બધું જણાવું છું તમને.
પાર્વતી બહેન :- ના ભાઈ ,
તમે મને અત્યારેજ જણાવો, કે વાત શું છે ?
ભીખાભાઈ, જો તમે અત્યારે ના જણાવોને, તો તમને તમારા ભાઈના સૌગંદ.
આ સાંભળી ભીખાભાઈ પણ બિલકુલ ઢીલાં પડી જાય છે, ને પછી ફોનમાં પાર્વતી ભાભીને.....
ભીખાભાઈ :- ભાભી, સૌગંદ જીવતા વ્યક્તિના અપાય.
આટલું સાંભળતાજ, પાર્વતીબહેનનાં મોંઢેથી પણ,
એક મોટી આક્રંદભરી ચીસ નીકળી જાય છે, તેમની ચીસ સાંભળી,
લકઝરીમાં બેઠેલાં ને સુતેલા, સ્કૂલનાં તમામ બાળકો, અને સ્કૂલનો પૂરો સ્ટાફ જાગી જાય છે.
ફોન હજી ચાલુ છે, પરંતુ પાર્વતી બહેનના ગળામાં, ડૂમો ભરાઈ ગયો હોવાથી, તેમનાથી પણ કંઈ બોલાઈ રહ્યું નથી.
ત્યાંજ, લક્ઝરી ઊભી રાખવામાં આવે છે.
ભીખાભાઈના ચાલુ ફોનમાં, બાકીની વાત અવિનાશ કરી રહ્યો છે, વાત પૂરી થતાંજ.....
અવિનાશ લક્ઝરી તેજપુર પાછી વાળવા જણાવે છે.
આ બાજુ......
ફોન પૂરો થતાં, ભીખાભાઈ જીગ્નેશને થોડો શાંત પાડી, પોલિસ સ્ટેશન ફોન કરી, આ બનાવની જાણ કરવા જણાવે છે.
જીગ્નેશ પોલીસ સ્ટેશન ફોન લગાવે છે.
ઈન્સ્પેકટર ACP પોલીસ સ્ટેશનમાં બેઠા છે, ને વહેલી પરોઢે,
નજીકનાજ ગામ તેજપુરથી,
ગામના સરપંચ એવા શિવાભાઈના દીકરા, જીગ્નેશનો ફોન આવે છે.
AC ફોન ઉપાડે છે.
( જીગ્નેશ, હમણાજ પોતાના ઘરમાં બનેલ અઘટિત બનાવની, ગભરાહટને કારણે
ડર, ચિંતા અને ગળગળા અવાજના મિશ્ર પ્રતિસાદ સાથે )
જીગ્નેશ :- હલો,
AC :- હેલો,
હું તાલુકા પોલીસ સ્ટેશનથી ઈન્સ્પેકટર AC બોલું છું, તમે કોણ ?
જીગ્નેશ :- સાહેબ, હું તેજપુર ગામનાં સરપંચ, શિવભાઈનો દિકરો જીગ્નેશ બોલું છું.
AC :- હા બોલો,
જીગ્નેશ :- સાહેબ, મારા પપ્પાનું ખૂન થઈ ગયું છે, ને ઘરમાં ચોરી પણ થઈ છે.
AC :- જીગ્નેશભાઈ, ક્યારે બન્યો આ બનાવ ?
જીગ્નેશ :- સાહેબ, એ તો ખબર નથી, ગઈકાલે રાત્રે પપ્પા ઘરમાં સૂતા હતા, અને હું બહાર ઓસરીમાં સૂતો હતો,
સવારે પપ્પાના મિત્ર, રોજની જેમ ચાલવા માટે, ઘરની બહારથીજ પપ્પાને બૂમ મારી જગાડી રહ્યા હતા, પાપોને બે ત્રણ બૂમ એમને મારી, એટલે
એમના અવાજથી, હું જાગી ગયો, અને પપ્પાને બોલાવવા ઘરમાં ગયો, ને ને....
( જીગ્નેશ ફરી રોવા લાગે છે )
AC :- તમે ચિંતા ના કરો જીગ્નેશ ભાઈ,
અમે હમણાંજ તેજપૂર આવવા નીકળીએ છીએ, ત્યાં સુધી બનાવની જગ્યાએ કોઈને જવા ના દેતા, અને પ્લીઝ, કોઈપણ વસ્તુ, જરા સરખી પણ આઘી પાછી ના કરતા.
( આટલું કહી, AC ફટાફટ બે હવાલદાર, અને ડ્રાઈવર સાથે તેજપુર જવા નીકળે છે.
જેનું ખૂન થયું છે, એવા સરપંચ શિવાભાઈ,
દરેક ક્ષેત્રે આગળ પડતા, અને ભલા માણસ, સમાજના આગેવાન તેમજ રાજકીય પણ બહુ મોટા આગેવાનો સાથે જોડાયેલ હોવાથી,
આ કેસમાં, બને તેટલા ઝડપી પરિણામ, અને ગુનેગારને વહેલામાં વહેલી તકે પકડવા માટે, ACને તેજપુર પહોંચતાં પહેલાજ, રસ્તામાંજ કમિશનર, મંત્રી અને શહેરના નામી લોકોના ફોન આવે છે.
વધુ આગળ ભાગ ૧૫ માં