ચડતા ચડી ગયો રંગ.... Ridj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચડતા ચડી ગયો રંગ....

જેનાં પડીકાં ના હોય બજારમાં...
બલમુકુંદ દવે આમ તો ઠાવકા કવિ.પણ એમની કલમ ની કારીગરી છુપી ના રહે. વર્ણન ના લપેડા કર્યા વગર સીધે સીધા વાત.. રાત નું વર્ણન કોઈક એ રીતે કરે કે રાત યમુના ના પાણી જેવી કે વિષ્ણુ ના વપુ જેવી કાળી...
જ્યારે બલમુકુંદ બે પંકિતમાં જ રાતને માંસલ અને જીવતી કરી શકે છે..
રમણે ચડેલ આજ ભાળી,
મધરાતે મેં તો, રમણે ચડેલ આજ ભાળી
-- જાણે ભીલડી જુવાનજોધ કાળી
મધરાતે મેં તો............આજ ભાળી.

આ કવિ ને એક ખંડ કાવ્ય લખ્યું છે, કાવ્યું નું મથાળું છે બેવડો રંગ...
કથા અને કવિતા એક બીજા માં પરસ્પર થઈ ગયા છે..
વાત માત્ર આટલી જ છે પણ સંપુર્ણ માર્મિક છે...

શાહી મહેલ ના ઝરૂખે રાજા જહાંગીર હુકાની નેહ ગગડાવતા બેઠા હોય છે. સવાર નો સમય છે.હવા ની ભીનાશ એ વાતાવરણમાં માં સુગંધ પ્રસરી છે.જમુના જળ ના સ્પર્શ થી.
દિલ્હી શહેર ની રોનક ને જહાંગીર ની આંખો જલસા થી પીવે છે.
ત્યાં એમની નજરે એક પંચ કલ્યાણી અશ્વ ને પલાણ્તો ફેટાળો અસવાર દેખાય છે.સવાર નો સમય, હવાની તાજગી રાજમાર્ગ પાર દોડતો અશ્વ, ફેટાળો ઘોડેસવાર, છ ટા થી ઉડતું ફેટા નું છોગુ, ફેટા નો ફિરોઝ રંગને એમાં દેખાતી છાંય. ફેંટો પણ એવો બંધબેસતો..કવિ ની ભાષા માં કહી એ તો કોઈ ના મુગ્ધ હૈયા ને કસકાસી ને બાંધ્યું હોય તેવો ફફળો ફેંટો....
રાજા તો જુવાન ને એકીટશે જોય જ રહ્યા. બાદશાહી નજરે આજ લગી આવી રંગ છટા કદી જોઈ નહતી.
રાજા એ કહ્યું આ ઘોડે સવાર ને અહીં હજાર કરો.લાખ લાખ ગડમથલ વચ્ચે અસવાર હજાર થયો.
રાજા ને માત્ર સ્મિત સાથે એટલું જ પૂછ્યું કે , તારા માથા પણ આ ફેંટો છે એનો આ અધભૂત રંગ કોને આપ્યો???
અસ્વરે જવાબ આપ્યો, આ તો મામુલી રંગરેજ છે.મારી પોતાની ઓરતે આ ફેંટો રંગયો છે.એ કસબી છે.
રાજા કહે:; 'એને મામુલી તો કહેવાય જ નહીં.મારે એને રૂબરૂ જોવી છે.. સેવકો એ ફેટની રંગનારી ને ક્ષણ માં રાજા સામે હજાર કરી.
એ હતી રૂપ ની પૂતળી.ઇશ્વરનામી રંગરા ને એને રંગ ચડાવ્યો હતો.અનન્ય અને અપૂર્વ હતું એનું લાવણ્ય..
રાજા એ કહ્યું : 'સુંદરી ! મને બીજી કોઈ નિસ્બત નથી.તું મને આવો આબેહૂબ આટલો જ રૂડો ફેંટો રંગી આપ..
અન્નદાતા !! તમને તો હું કેમ ના પાંડુ! તમે કેહી છો એમ હમણાં જ રંગી આપું. મને જીણી મલમાલ મંગાવી આપો...પણ.............
મારી બેઅડબી માફ કરજો, અન્નદાતા! પણ અસવાર ના ફેંટો પાર નો રંગ ચડતા તો ચડી ગ્યો છૅ. આવો આબેહૂબ રંગ તો બીજા વસ્ત્ર પાર કદી ના ચડી શકે..
આ સાંભળી તો બાદશાહ ક્રોધ ભરાયો..એને કહ્યું કે, ' તું આ જવાબ કોને આપે છે એની તને કાઈ ભાન છે ખરી???
રાજા ના આંખ માં પ્રશ્નો તા ખલા ની જેમ જારતા હતા.
બાઈ ની ખુમારી અને ગુંજાશ પણ એવી જ હતી.
એને કહ્યું કે, ' મારી લાચારી માફ કરજો,અમે ઘરાક ના વત્ર ને રંગવા માટે જે માપ થી રંગ વાપરી એ છે એના કરતાં આ અસવાર ના ફેંટો માં ઉતાવળે ભૂલ માં બેવડો રંગ ચડી ગયો છે, મલિક!
રાજા તરત જ બાઈ ના કહેવાનો મર્મ પામી ગયા.
એને મીઠી ટકોર કરી કે એમાં કઈ મોટી વાત છે! મારી માટે ના ફેંટો માં તું બેવડો રંગ નાખજે. મારો ફેંટો પણ આવો જ રોનાકદર થઈ જશે.તને જરૂર પડે તો ચાર ગણો રંગ નાખ, પણ મને આવો જ ફેંટો બનાવી આપ.
બાઈ પણ બોલવામાં મજબૂત હતી, સત્ય એનું બળ હતું.
એને કહ્યું કે , અહીંયા ઓછા કે વધુ રંગ ની વાત નથી.આ બેવડો રંગચાડયો છે એમાં એક રંગ દેખાય છે અને બીજો રંગ દેખાતો નથી એ તો પાછળ લાપયેલો છે..આમાં પ્રેમ નો રંગ ભળેલો છે અને ફેંટો નો ઉઠાવ એને કારણે જ આવે છે..આ રંગ ઇવો છે કે એના પડીકા બજાર માં મળતા નથી. આ તો એકે હાજરા જેવો રંગ છે.
જહાંગીર પ્રેમપરાખું હતો.બાઈ ના ખુમારીભર્યા જવાબ થી ખુશ થઈ ગયો.ઉઘડતા પ્રભાતે બાઈ ની આંખ માં અને ફેંટો. માં રંગમાં પ્રેમ ની પૂર્ણિમા ના દર્શન થયાં...
કહેવાય છે ને પ્રેમ નો રંગ ચડ્યો પછી ઓસરે નાઈ જો એ પ્રેમ માં સત્ય મન સન્માન ને ગેહરાય છુપાયેલી હોઈ છે.આ તો આપણા ઇતિહાસ ના દાખલા છે જો ચાહે તો આવા રંગ તો કોઈ પણ કાળ માં.ચડી શકે...