satmu asman - 3 books and stories free download online pdf in Gujarati

સાતમું આસમાન - 3

ગુલમહોરનાં વૃક્ષો અને થોડાં -થોડાં અંતરે લગાવેલી લાકડાંની સફેદ રંગની બેંચિસથી ઘેરાયેલા સાફ-સુથરાં અને હંમેશા શાંત રહેતા 'લાઇફ-કેર' હૉસ્પિટલનાં પ્રાંગણમાં આજે દોડાદોડીનો માહોલ હતો.

સિક્યુરિટી અને હાઇજિનને સૌથી વધારે પ્રાયોરિટી આપતી લાઈફ-કેર હૉસ્પિટલની સિક્યુરિટીનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું કારણકે, ભારતના પ્રધાનમંત્રી અમરનાથ ત્રિવેદીને મોડી રાત્રે હાર્ટ અટેકની અસર જણાતાં એમને સવાર થતાં મીડિયા રીપોર્ટર્સ ખાંડની માથે કીડીઓ ઉભરાય તેમ હોસ્પિટલના પ્રાંગણમાં આવી પહોંચ્યા હતાં.


બધાને પોતાના ન્યૂઝપેપર અને ચેનલ ન્યૂઝ ચેનલ માટે કંઈક મસાલેદાર મળવાની આશા હતી અને એ પ્રમાણે ભાત -ભાતનાં પ્રશ્નો પણ એ લોકો પાસે તૈયાર હતાં.
"પ્રધાનમંત્રીને એઇમ્સ જેવી મોટી હોસ્પિટલની જગ્યાએ લાઇફ-કેરમાં શા માટે એડમિટ કરવામાં આવ્યા છે?"
"શું પ્રધાનમંત્રીને આવેલો અટેક નોર્મલ હતો કે પહેલેથી નક્કી કરેલો?"
"પ્રધાનમંત્રી આલોકનાથે આવતી કાલે કોઈ મહત્વની જાહેરાત કરવાનું જાહેરનામું બહાર પાડયું હતું અને એના આગલે દિવસે એમને આવેલો હાર્ટ અટેક?
શું આ યોગાનુયોગ છે કે પછી કોઈ કાવતરું?"

પ્રધાનમંત્રીના પર્સનલ આસિસ્ટન્ટ મિસ અનુપ્રિયા જોશી ઉપર આ બધા જ પ્રશ્નો એક પછી એક રીતસર ફેંકવામાં આવી રહયાં હતાં પરંતુ,અનુપ્રિયા પોતે 15 વર્ષથી મીડિયા રેપોર્ટર હતા અને બીજા 8 વર્ષ તેમણે રાજકારણમાં કાઢ્યા હતા એટલે રાજકારણના તાણાંવાણાં અને તેની સારી અને ખરાબ બાજુઓથી એ સારી રીતે વાકેફ હતા. એટલે ચુપકીદી સાધી અને બે હાથને ક્રોસ કરી બધા રિપોર્ટર્સ ના પ્રશ્નોને ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

અનુપ્રિયા જોશી સાદાઈમાં માનનારા એક સિદ્ધાંતવાદી સ્ત્રી હતા. જીવન જીવવાના એના પોતાના નિયમો હતા અને એ નિયમોમાં દખલ અંદાજી એમને બિલકુલ પસંદ ન હતી. કદાચ એટલે જ એ અપરણિત રહ્યા અને પોતાના જીવનને પોતાની શરતોથી કંડાર્યું હતું.
અત્યારે લાઇફ-કેર હોસ્પિટલમાં લહેરાતી મંદ હવાની સાથે તેમના સફેદ ટૂંકા વાળ લહેરાઈ રહ્યા હતા જે એમના ઠસ્સાદાર વ્યક્તિત્વની શોભા વધારી રહયાં હતાં.

"મેડમ, ક્યાંક એવું તો નથીને કે અમરસરને પરલોક પહોંચાડવા માટે તમે જ આ કાવતરું રચ્યું હોય? આફ્ટર ઑલ...તમે એમના પર્સનલ આસિસ્ટન્ટ છો."એક દોઢડાહ્યા રિપોર્ટરે અનુપ્રિયાનું મોઢું ખોલાવવા માટે ઉટપટાંગ આક્ષેપ કરતાં કહ્યું. અને એનો તુક્કો કામ કરી ગયો હોય એમ અનુપ્રિયાના ચહેરા પરની રેખાઓ થોડી તંગ થઇ અને ગોલ્ડન ફ્રેમના ચશ્માની પાછળની અનુભવી આંખો થોડી તરલ થઇ ગઈ પરંતુ, એક જ ઝાટકે એ બધી જ લાગણીઓ પર કાબુ મેળવીને ઓફિશ્યિલ સ્ટેટમેન્ટ આપવા માટે એમણે પોતાનું મુખ માઈકની નજીક કર્યું.

"લૂક, ધીસ ઇસ નોટ જસ્ટ અ સિલી મેટર, અવર પ્રાઈમમિનિસ્ટર જસ્ટ ગેટ આઉટ ફ્રોમ ડેન્જર. વી આર રિકવેસ્ટિંગ યુ ટૂ કીપ પીસ એન્ડ નોટ ટૂ સ્પ્રેડ રુમર્સ. હમ લોગ જલ્દ હી પ્રેસ કોન્ફરન્સ બુલાયેંગે ઓર આપ લોગો કો આપકે જવાબ ભી મીલ જાયેંગે. ફિલહાલ અમર સર ડેન્જર સે બહાર હૈ યહી ઇન્ડિયા કે લિયે રાહત કી બાત હૈ." આટલું કહી અનુપ્રિયા એ પોતાની ઑફ વ્હાઇટ રંગની ખાદીની સાળીનો છૂટો છેડો આગળની તરફ લઇ જઈ હોસ્પિટલની મુખ્ય બિલ્ડીંગ તરફ ચાલવાનું શરુ કર્યું.ખાદીની કડક સાડીમાં એનું વ્યક્તિત્વ અસરદાર લાગી રહ્યું હતું.

"મિસ્ટર નાથવાણી , પ્લીઝ ચેક હોસ્પિટલ સીક્યુરીટી અગેઇન એન્ડ ડુ સમથિંગ અબાઉટ ધોઝ રિપોર્ટર્સ." એમણે ઇન્સ્પેક્ટર નાથવાણીને લગભગ આદેશ આપવાના લહેકાથી કહ્યું. અમર હજુ હમણાં જ ડેન્જરમાંથી બહાર આવ્યો છે અને હું નથી ચાહતી કે એની સાથે બીજી કોઈ અજુગતી વસ્તુ બને.

* * *

"આઈ એમ ગોઈંગ ટૂ લાઈફ-કેર હોસ્પિટલ." ઇશાનાએ ધ્રુજતા અવાજે કહ્યું.

"તો એમાં નવું શું છે? એ તો મને ખબર જ છે, જે કામ કહ્યું છે તે ક્યારે થશે?" સામે છેડેથી વિરાટનો કરડાકી ભર્યો અને તોછડો અવાજ ઇશાનાને પજવતો હોય એમ એના કાને અથડાયો.

"ડોન્ટ વરી, હું આ રોળ ક્રોસ કરીને ત્યાં જ જઈ રહી છું,બટ પ્લીઝ તમે એમને કંઈ જ ન કરતા. મારા કરતા તમને એમની વધારે જરૂર છે કારણકે તમારા મિશનનાં વણઉકેલ્યાં કોયડાનો જવાબ એ જ આપી શકે તેમ છે." ઇશાનાએ પોતાના પતિ અભિમન્યુનો પક્ષ તાણતા કહ્યું.

"હજુ તારા ડેનિમ પર લગાવેલો બટન કેમેરા ચાલુ કેમ નથી કર્યો?" વિરાટે પોતના લેપટોપ ને સિક્રેટ નેટવર્ક સાથે કનેક્ટ કરીને કેમેરાનું ઍક્સેસ ચેક કર્યું.
કોઈ જ જવાબ આપ્યા વગર ઈશાનાએ કેમેરા ચાલુ કર્યો અને વિરાટે જીતના હાસ્ય સાથે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.

સામે છેડેથી ફોન ડિસકનેક્ટ થઇ ગયો હોવા છતાં હજુ તે થથરી રહી હતી. એને સમજાતું ન હતું કે છેલ્લા ત્રણ દિવસથી એની સાથે શું થઇ રહ્યું છે.
લાઈફ-કેરથી માત્ર 50 મીટર જ દૂર હોવા છતાં એ ત્યાં પહોંચવામાં વાર લગાડી રહી હતી. જે કામ એણે ક્યારેય કર્યું ન હતું તેવું અઘરું કામ તેને પરાણે સોંપી દેવામાં આવ્યું હતું. જેનું ભયાનક પરિણામ વિચારીને એને પાછું વળી જવાનું મન થઇ રહ્યું હતું પણ એ મજબૂર હતી, પોતાની લાગણીઓને કારણે.

"લાઈફ કેર" હોસ્પિટલમાં રીપોર્ટર્સનો કાફલો મિસ. અનુપ્રિયાને ઘેરીને ઉભેલો હતો અને એના પર સવાલોની ઝડી વરસી રહી હતી. એક પળ માટે ઈશાના અનુપ્રિયાને જોઈ રહી , એણે આ પ્રૌઢ સ્ત્રી વિશે ઘણું બધું વાંચ્યું હતું અખબારોમાં - એની ક્રૂરતા વિશે , એના મુત્સદીપણા વિશે અને એના ત્યાગ વિશે પણ.

ઈશાના એની કરચલી વાળી આંખોમાં એ ક્રૂરતા શોધી રહી હતી , પણ અત્યારે એને અનુપ્રિયાની આંખોમાં માત્ર લાગણી અને ચિંતા જ દેખાઈ રહ્યા હતા.

શું એ મીડિયામાં ખોટી લાગણીઓ દેખાડીને પોતાના ગુનાને છુપાવવા માંગતી હશે? કારણકે પોતાના સ્વાર્થ માટે કોઈકનો જીવ લેવાવાળી વ્યક્તિ નિરઅપરાધી કેવી રીતે હોઈ શકે?
શું અમરને એની સચ્ચાઈની ખબર નહિ હોય? કે પછી એ પણ રાજકારણમાં પડી ને ગંદી માનસિકતાવાળો થઇ ગયો હશે!!!!
અને જો અનુપ્રિયાએ પ્રધાનમંત્રીના પદ માટે ગુનાહ કર્યા તો પછી અમરને શા માટે પ્રધાનમંત્રી પદે બેસાડ્યો?

ઇશાનાને ત્રણ વર્ષ પહેલા ટીવી પર જોયેલી અમરના પ્રધાનમંત્રી પદની સપથ ગ્રહણ વિધિ યાદ આવી. એ દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ હતો. માનવ સેવા પાર્ટીનાં ઉમેદવાર મિસ. અનુપ્રિયાનું નામ પ્રધાનમંત્રી પદના ઠોસ દાવેદાર તરીકે લેવાઈ રહ્યું હતું. બધી જ ન્યૂઝ ચેનલ્સમાં અનુપ્રિયાનો કાર્યકાલ , એની મેહનત , પ્રધાનમંત્રી પદ સુધી પહોંચવાની મહત્વાકાંક્ષા વગેરે વર્ણવાઈ રહ્યું હતું અને છેલ્લી ઘડી એ - બધી જ ઇન્ટર પોલને ખોટી પડતાં મિસ્ટર અમરનાથ ત્રિવેદીએ પ્રધાનમંત્રી પદે સપથ ગ્રહણ કર્યા હતા.
અને બીજા દિવસે બધા અખબારોમાં ભારતના ઇતિહાસના સૌથી યુવાન વડાપ્રધાન અમરનાથ ત્રિવેદીની સારી ખરાબ વાતોથી પન્નાઓ ભરવામાં આવ્યા હતા.

* * *

લાઈફ કેર હોસ્પિટલના પ્રાંગણમાં થઇ રહેલો થોડી વાર પહેલાનો કોલાહલ હવે ઓછો થઇ ગયો હતો કારણકે અનુપ્રિયાએ રીપોર્ટર્સને પી.એમ.ની તબિયત વિશે ટુંકો જવાબ આપીને ત્યાંથી જવાનું મુનાસીબ માન્યું. અને ઇશાનાએ પણ એની પાછળ - પાછળ હોસ્પિટલના ફોયરમાં જવા માટે પગ ઉપાડ્યા.

મિસ અનુપ્રિયા ઇન્સ્પેક્ટર નથવાણીને હોસ્પિટલની અને અમરના રૂમની સિક્યુરીટી ચેક કરવા માટે કડક આદેશ આપી રહ્યા હતાં. એના અવાજમાં એક લાગણી હતી, કોઈ સ્વજનની સુરક્ષાની ચિંતા હતી કદાચ.

ઈશાનાએ દૂર થી એ વાતો સાંભળી. એને મિસ અનુપ્રિયા પર માન થઇ આવ્યું અને સાથે સાથે એને પકડાઈ જવાની બીક પણ લાગી. વિરાટે તેને આ સ્ત્રીથી સતર્ક રહેવા માટે ચેતવી હતી અને જરૂર પડે તો ગન યુસ કરવાની સલાહ આપી હતી.

ઈશાનાને અનુપ્રિયા સાથેની 1 કલાક પેહલાની વાતચીત યાદ આવી ગઈ....
હેલો મિસ અનુપ્રિયા જોશી ..... ઈશાનાએ ધીમા અવાજે કહ્યું,''યસ. આઈ એમ પર્સનલ આસિસ્ટન્ટ ઓફ P.M. સર, હાવ કેન આઈ હેલ્પ યુ?"

"આઈ વોન્ટ ટુ મીટ P.M. આઈ એમ..." એ આગળ કાંઈ કેહવા જાય એ પેહલા એના ધાર્યા પ્રમાણેનો જ જવાબ અનુપ્રિયા પાસેથી સાંભળવા મળ્યો.

જુઓ, તમે જે પણ હોય, અત્યારે સર કોઈને મળી શકે તેમ નથી. જો કોઈ ઈમ્પોર્ટન્ટ મેસેજ હોય તો તમે મને આપી શકો છો. હું એમના સુધી પહોંચાડી દઈશ.

હજુ ઇશાના કંઈ કહેવા જાય એ પહેલા જ અનુપ્રિયાએ મળવા માટે નનૈયો ભણી દીધો, જો કે ઈશાના એ માટે પહેલેથી જ તૈયાર હતી.

"મારી પાસે એક મહત્વની માહિતી છે. પ્રધાનમંત્રીજીની ઝીંદગી ખતરામાં છે અને હું ફોન પર એ વાત ન કરી શકું." એણે પોતાનો તુરુપનો એક્કો બહાર કાઢ્યો અને એની ધારી અસર થઇ હોય એમ સામે છેડે એક પળ માટે ચુપકીદી છવાઈ ગઈ.

અનુપ્રિયાનું શાતીર દિમાગ ઝડપથી ગણતરીઓ કરી રહ્યું હતું....
આ ફોન નંબર માત્ર એવા ગણ્યા-ગાંઠ્યા વ્યક્તિઓ પાસે જ છે, જેને અમર સાથે બહુ મહત્વપૂર્ણ સંબંધ હોય અને જેઓ તાત્કાલિક ધોરણે કોઈ વાતચીત કરવા માંગતા હોઈ, તો પછી કોઈ અજાણી વ્યક્તિ પાસે આ નંબર કઈ રીતે આવી શકે!!! - એણે બ્લેકબેરી ફોનની સ્ક્રીન પર અનનોન નંબરનો ટેગ વાંચીને વિચાર્યું અને અમરને ઈશારાથી કંઈક સમજાવીને ફોન સ્પીકર પર કર્યો અને સાવધાનીથી વાત આગળ વધારી.

કેન આઈ આસ્ક યોર ગુડ નેમ પ્લીઝ?(શું હું તમારું શુભ નામ જાણી શકું?)"

"આઈ એમ ઈશાના પંચાલ દાસ, વાઈફ ઓફ સીનીઅર આર્મી ઓફિસર અભિમન્યુ દાસ"

ઈશાનાનું નામ સાંભળતા જ P.M. અમરનાથના ચહેરા પરના ભાવો બદલાયા. એક ક્ષણ માટે એ દસ વર્ષ પહેલાનો અમર બની ગયો હોય એવું એમને લાગ્યું. પણ મિસ જોશીની હાજરીનો ભાસ થતા એમણે પોતાની જાતને સાંભળી લીધી.

અનુપ્રિયાએ કંઈક વિચારીને અમર સામે ઈશારો કર્યો અને એની મૂક સંમતિ માંગી.
"ઓકે. યુ કેન કમ. પણ એક શરત છે, મળવા માટે તમે એકલા જ આવી શકશો અને એ પણ સાવ ખાલી હાથે.તમે એક કલાક પછી લાઇફ કેર હોસ્પિટલ પર આવી શકો છો મેમ.

લાઈફ કેર હોસ્પિટલનો એ આઈ .સી.યુ. રૂમ બે માણસના અજંપાથી છવાઈ ગયો. બન્નેના મગજ અલગ-અલગ દિશામાં ચાલી રહ્યા હતા.પણ રાહ જોવા સિવાય બંને માટે કોઈ વિકલ્પ ન હતો..

to be continued.........
a story by hetaxi soni_ashka...
you can email me at hetaxisoni8620@gmail.com for any conversation

બીજા રસપ્રદ વિકલ્પો