satmu aasman - 2 books and stories free download online pdf in Gujarati

સાતમું અસમાન - 2

જો મેડમ , તમે કામ કરવામાં જેટલી વધારે વાર લગાડશો એટલું જ વધુ એણે સહન કરવું પડશે." - વિરાટે પોતાના અવાજમાં બને એટલી સલૂકાઇ દાખવીને તોછડા અંગ્રેજી અવાજમાં કહ્યું અને નોકિયાનાં જુનવાણી ફોનનું લાલ બટન દબાવીને ફોન કાપી નાખ્યો.આ ફોન એની પર્સનાલીટીથી જરા પણ મેચ કરતો ન હતો.

"જુનેદ , આ બૈરાઓની બુદ્ધિ ખરેખર ઘૂટણીંયે હોય છે . કેટલી સમજાવીને મોકલી હતી એને , છતાં એક નાનકડું કામ કરવામાં આટલી વાર લગાડે છે શાલી .."
લાકડાનાં સડી ગયેલા ટેબલ પર નોકિયાનો ફોન પછાડતાં એના મોઢે ગંદી ગાળ આવી ગઈ.

વિરાટની વાતોથી બેધ્યાન જુનેદ એની અમીરાઈનો તાગ લગાવવા મથી રહ્યો હતો. વિરાટનાં પાતળા નાક અને ખડબચડા હોઠની વચ્ચે સિમ્પલ ફ્રેન્ચકટ દાઢી પરફેક્ટ લગતી હતી. ચહેરો સહેજ ભરાવદાર અને લંબગોળ હતો જેના પર અંગ્રેજી સલૂકાઈ અને અમિર હોવાનો ગર્વ જુનેદને સ્પષ્ટ દેખાઈ આવ્યો. એનાં ડાબા કાનમાં પહેરેલો બ્લેક રીયલ ડાયન્ડ આંખોની કીકીઓના રંગ સાથે
એનાં જમણા હાથનાં બાવડાં પર ઉડતાં બાજ પક્ષીનું બ્લેક એન્ડ વ્હાઇટ ટેટૂ ચીતરેલું હતું, જે કદાચ એના બુલંદ ઈરાદાઓનું પ્રતીક હશે, કે પછી મેલા ઈરાદાઓનું ....? એ જુનેદ કળી ન શક્યો .
કારણકે એ તો માત્ર બે દિવસથી જ આ વિચિત્ર લગતા માણસને ઓળખતો હતો અને પેલાએ વિરાટ સરનાં નામથી પોતાની ટૂંકી ઓળખાણ કરાવેલી , પણ જુનેદને ક્યાં ખબર હતી કે એ લોકો જે જાળ બિછાવીને બેઠા હતાં એમાં જ ફસાવા જઈ રહ્યા હતા.


વિરાટ સાથેની પહેલી મુલાકાત અત્યારે જુનેદની નજર સામે તરવરી ઉઠી...
બે દિવસ પહેલાં મુંબઈ એરપોર્ટ પર જુનેદ જયારે વિરાટ સરને લેવા માટે ગયો ત્યારે તેને એમનું નામ પણ ખબર ન હતું. જુનેદને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે દુબઇથી આવનાર એ વ્યક્તિ સામેથી જ તેને ઓળખી જશે અને જાતે જ પોતાની ઓળખાણ કરાવશે.
જયારે વિરાટ એરઇન્ડિયાની ફ્લાઇટમાંથી ઉતરીને બહાર આવ્યો ત્યારે અડધી ઊંઘમાંથી ઊઠવાને કારણે થોડો અનફ્રૅશ લાગતો હતો. બ્લેક હાલ્ફ સ્લીવ ટીશર્ટમાંથી એના મજબૂત બાવડાં આકર્ષક લાગી રહ્યા હતા અને નીચે લિવાઈઝનું ડેનિમ એની પર્સનાલિટીને વધારે નિખારી રહ્યું હતું.

" હેલો, આઈ એમ વિરાટ.... વિરાટ જૈન, બટ યુ કેન ટેલ મી વિરાટ સર." વિરાટે જુનેદની નજીક પહોંચી ગુચીની હેન્ડબેગ બીજા હાથમાં સરકાવતાં જમણો હાથ હેન્ડ શેક કરવા માટે આગળ કર્યો.
અંદાજે 26 વર્ષનાં લાગતા હેન્ડસમ કહી શકાય એવા આ છોકરાને જોઈને જુનેદને પોતાની અનુભવી આંખો પર વિશ્વાસ ના થયો.એ પોતાના અડતાલીસ વર્ષનાં મગજમાં ટિપિકલ ડોનની છબી લઈને આવ્યો હતો, અને જે પ્રમાણે આખા પ્લાનની માહિતી જુનેદને આપવામાં આવી હતી, એ પ્લાનનો માસ્ટરમાઈન્ડ આ અલ્લડ છોકરો હોય એ વાત એનાં ગળે ઉતરી નહિ.

" ડોન્ટ બી કન્ફયુઝડ મિસ્ટર , તમે જેને લેવા આવ્યા છો એ હું જ છું." જાણે જુનેદનાં વિચારોને વાંચી લીધા હોઈ એમ એણે પોતાનો હાથ વધુ આગળ લંબાવતા કહ્યું અને જુનેદે પકડાઈ ગયાનાં ભાવ સાથે એની સાથે હાથ મિલાવવો પડયો .

************
" પણ આ ઈશાના ક્યાં સુધી ભાગશે આપણાંથી ! એની નબળી કડી તો આપણી પાસે કેદ છે જુનેદ." વિરાટે તીરછી નજરથી લાકડાની ખુરસી પર બંધાયેલા અભિમન્યુ દાસ તરફ જોયું અને ફરી જુનેદ સામે જોઈને આગળ ચલાવ્યું .
"હવે મંઝિલ બહુ દૂર નથી દોસ્ત. કાલ સવારનાં અખબારની સનસનીખેજ ખબર માત્ર મુંબઈને જ નહિ ,આખા દેશને હચમચાવીને રાખી દેશે." એણે પોતાની આંગળીથી હવામાં અખબારનું નિશાન કરતા કહ્યું અને લાઇફકેર હોસ્પિટલની સામેની સેટર્ન પ્લાઝા બિલ્ડીંગનું બેઝમેન્ટ બે શેતાની હાસ્યોથી ધ્રુજી ઉઠ્યું

એ હાસ્યોની સાથે તાલ મિલાવતું હોય એમ એક હાસ્ય અભિમન્યુ દાસનાં મનમાં પણ ગુંજી ઉઠ્યું અને દુસ્મનોને માટે આપતો હોય એવી અદાથી એણે દોરડાથી બાંધેલા પોતાના હાથની મુઠ્ઠી વાળી આવનારી જીતનો જસ્ન ચુપચાપ મનાવી લીધો.

" જ્યાં સુધી સંપૂર્ણ સફળતા ના મળે ત્યાં સુધી જીતનું જસ્ન મનાવવું એ મૂર્ખાઈ છે, અને દુસ્મનને શિકસ્ત મળ્યા પહેલાં આપણી વ્યૂહરચના એને ખબર પડી જાય તો એ આપણી નબળાઈ છે. " અભિમન્યુને લેફટનન્ટ જનરલ અને પોતાના મોટી ઉંમરના દોસ્ત અખિલ ઉપાધ્યાયનાં વાક્યો યાદ આવ્યા તેથી એણે પોતાની જાતને ટપારીને આગળનાં પ્લાનને અમલમાં મુકવા માટે પોતાના મગજને કામે લગાડ્યું.

"જુહૂથી એરપોર્ટ રોડ..... અંદાજે 30 મિનીટ " એનું મગજ ગણતરીઓ માંડી રહ્યું હતું અને એ ગણતરીઓ નો ફાઇનલ જવાબ અભિમન્યુનાં આત્મવિશ્વાસ અને કદી ન હારવાના તેના ઈરાદાઓને ટેકો આપી રહ્યો હતો. આ આત્મવિશ્વાસ અને બુદ્ધિચાતુર્ય અભિમન્યુને એના પિતા અને રિટાયર્ડ આર્મી ઓફિસર શાંતનુ દાસ પાસેથી મળ્યા હતા.


પિતાનાં નકશા કદમ પર ચાલીને જ્યારથી એણે એક આર્મી ઓફિસર તરીકે સપથ ગ્રહણ કરી તે જ ક્ષણથી દેશ માટે કંઈક કરી છૂટવાની ચાહ એને સતત પોતાના કામ માટે સજાગ રાખતી અને એટલે જ જે મિશન અઘરા કે અશકય જેવા હોય એને પુરા કરવા માટે ઇન્ડિયન આર્મી એ જે ઓફિસર્સ ની યાદી બનાવી હતી એમાં અભિમન્યુ દાસનું નામ મોખરે હતું.

આ વખતે પણ જયારે ઇન્ડિયન આર્મીના અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક થઇ ત્યારે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા, દસ માંથી છ અધિકારીઓએ ઓપેરશન " 7th સ્કાય - (સાતમું આસમાન ) " નાં લીડીંગ ઓફિસર ચુનવા માટે અભિમન્યુ દાસને વોટ આપ્યા હતા, જેમાંથી એક અધિકારી અખિલ ઉપાધ્યાય પણ હતા.

એ તેમનો અભિમન્યુ પરનો સ્નેહ હતો કે વિશ્વાસ એતો ખબર નહીં પણ એમના એ નિર્ણયની પાછળ દેશ પ્રત્યેની વફાદારી જરૂર હતી. કારણકે ઇન્ડિયન આર્મી પર એક એવી જવાબદારી આવી પડી હતી કે જે આવનારા સમયમાં ભારતનું ભવિષ્ય નક્કી કરવાની હતી.

to be continued......

please like and comment to show your love.

બીજા રસપ્રદ વિકલ્પો