Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-63


સગાઇ સ્પેશિયલ ભાગ-૨

પ્રાઇવેટ પ્લેનમાંથી ઉતરેલા યુવાને ગાડીમાં બેસતા પહેલા એરપોર્ટના વોશરૂમમાં જઇને કપડાં બદલ્યાં.તેણે બ્રાન્ડેડ ગ્રે બ્લેઝર,લાઇટ બ્લુ શર્ટ અને નીચે જીન્સ પહેર્યુ.તેની મોંઘી સ્પોર્ટ્સ કાર મુંબઇના રસ્તા પર એકદમ સ્પિડમાં હાઇવે તરફ ભાગી.જેનું ડેસ્ટીનેશન એલ્વિસનું ફાર્મહાઉસ હતું.

અહીં એલ્વિસના ફાર્મહાઉસ પર સગાઇનો રંગ બરાબર જામ્યો હતો.એલ્વિસ અને કિઆરા તેમના માટે સજાવવામાં આવેલા સ્પેશિયલ રજવાડી સ્ટેજ પર બેસેલા હતાં.તેમના હાથોમાં એકબીજાનો હાથ હતો અને હૈયામાં આનંદ હતો.તેમના પ્રેમની અડધી જીત થઇ ચુકી હતી.

અહીં અકીરા પણ આ સગાઇમાં આવી હતી.તે કિઆરા અને એલ્વિસને સ્ટેજ પર મળવા ગઇ.તેમને ખૂબજ મોંઘી ભેંટ આપી અને બંનેને ગળે મળીને તેમને અભિનંદન પણ આપ્યાં.આજે અકીરાના ચહેરા પર એક જીત્યા બાદ આવેને તેવી સ્માઇલ હતી.જે કિઆરાના હ્રદયમાં ફડકો બેસાડી ગઇ.એલ્વિસ સહેજ આઘોપાછો થતાં જ તેણે અકીરાને કહ્યું,"જોયું તે?અમારો પ્રેમ જીતી ગયો અને તારી ચાલબાજી હારી ગઇ?તું હવે ચાહીને પણ અમને અલગ નહીં કરી શકે."

"કિઆરા,સ્વિટહાર્ટ.ઓલ ધ વેરી બેસ્ટ.આ તારું નવું જીવન છે અને નવા જીવનમાં ઘણીબધી અડચણો આવશે,તકલીફો આવશે.તે પણ ધાર્યા બહારની,જોઇએ તે પછી તારો પ્રેમ કેવીરીતે ટકી રહે છે.ફરીથી એક વાર અભિનંદન."અકીરા આટલું કહીને જતી રહે.તે તેના ભાઇની મદદથી એલ્વિસના ભૂતકાળ વિશે ઘણુંબધું જાણી ચુકી હતી.

અકીરાની વાત સાંભળીને તેને ખૂબજ ગુસ્સો આવ્યો પણ તે કઇ કરે અથવા બોલે તે પહેલા લાઇટ્સ બંધ થઇ એલ્વિસ અને કિઆરા માટે એલ્વિસના બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીના કોચીસ અને સ્ટુડન્ટ્સ પરફોર્મન્સ માટે તૈયાર હતાં.

ફાર્મહાઉસમાં લાઇટ બંધ થઇ અને સ્પોટલાઇટ બંને સ્ટેજ પર હતી.એલ્વિસ અને કિઆરા પરફોર્મન્સ જોવા ખૂબજ આતુર હતાં.

અંતે મ્યુઝિક શરૂ થયું અને એક છોકરી આવી જેણે બિલકુલ કિઆરા જેવા કપડાં પહેર્યા હતા.જ્યારે તે બંને પહેલી વાર મળ્યા હતાં.તેમણે ડાન્સની સાથે કિઆરા અને એલ્વિસની લવસ્ટોરી બતાવવાનું નક્કી કર્યું હતું.

એક આવારા નદી છલકે વો
ખુલકે સનસનાતી સનન સનન
ઓર વો હૈ ઝીલ સા
ખામોશિયોં કી એક તરંગ લીએ તરંગ
રિશ્તા યૈ કેસા જલતી રેત પાઓ સા
રિશ્તા યૈ કેસા જિલમિલ ધુપછાઓં કા બોલો..
ઓ..ઓ.. અધૂરે હમ અધુરે તુમ બિન તુમ્હારે

કિઆરા અને એલ્વિસની જાનકીવિલામાં થયેલી પહેલી મુલાકાત..એલ્વિસનું કિઆરાને ગાડીમાં લિફ્ટ આપવું...પોતાના ઘરે બેસ્ટ લાઇબ્રેરી છે તેવું ગપ્પું મારવું...

મુઠ્ઠિયોં મે બાદલો કો લે કે વો નિચોડ દે.
વો રાત કી ચુપ્પી મેં શોર નટખટ છોડ દે.
બેબાક હૈ,બિંદ‍ાસ હેૈ
ઉસે જિંદગી કી પ્યાસ હૈ.
પાસ હૈ,પર દૂરિયાં
મખમલી મજબુરીયા હૈ
ઓ..ઓ.. અધૂરે હમ અધુરે તુમ બિન તુમ્હારે

રાતોરાત લાઇબ્રેરી તૈયાર કરાવવી....કિઆરાનું એલ્વિસના ઘરે આવીને ધમાચકડી મચાવવી...અકીરાની બેન્ડ બજાવવી ...

મન કે કમરોં મેં વો ખોલે ખુશ્બુઓ કી શીશીયાં.
વો સાહિલો પે ઢુંઢતા હૈ ઇશ્ક વાલી સીપિયાં.
પ્યાર હૈ રોમાન્સ હૈ
બસ યહી સારાશં હૈ
દો દિલો કે દરમિયાં
ખ્વાહિશો કી કશ્તીયા હૈ.

તેમની દૂરી અને વિન્સેન્ટની બર્થડે પર દરિયાકિનારે પ્રેમનો એકરાર... બધું જ એક નાનકડા સ્ટેજ પર સરસ રીતે બતાવ્યું.

ખૂબજ સુંદર અને મન જીતી લેવા વાળા પરફોર્મન્સ પછી તાળીઓ અને ચિચિયારીઓ તથા વન્સ મોર થયું.તે લોકોએ સ્પેશિયલ આ સોંગ કિઆરા અને એલ્વિસ માટે પસંદ કર્યું હતું.જેના એક એક શબ્દો જાણે તેમના માટે લખાયેલા હતાં.

પાર્ટી ખૂબજ સરસ રીતે આગળ વધી રહી હતી.કિઆરા અને એલ્વિસે પણ સોફ્ટ રોમેન્ટિક મ્યુઝિક પર ડાન્સ કર્યો.કિઆરા અને એલ્વિસ બધાને મળીને તેમને અભિવાદન કરી રહ્યા હતાં.અહીં વિન્સેન્ટ કિઆરાના પરિવારનું ખૂબજ ખાસ રીતે સતત તેમની સાથે રહીને ધ્યાન રાખી રહ્યો હતો.આયાન જે ક્યારેય દારૂને હાથ નહતો લગાવતો.તેના કદમ અચાનક બાર તરફ વધ્યાં.તેણે વ્હિસ્કીનો એક લાર્જ,નીટ પેગ બનાવડાવ્યો.

તે દારૂનો ગ્લાસ લઇને તે એક એવા ખુણા તરફ આગળ વધ્યો જ્યાં એકાંત હતું.પોતાની તકલીફને તે દારૂના નશામાં અને એકલતામાં વહાવી દેવા માંગતો હતો.તે દારૂનો ગ્લાસ પોતાના મોઢે માંડે તે પહેલા જ કોઇના હાથોએ તે ગ્લાસ નીચે ફેંકી દીધો.તે હાથે આયાનના હાથ પકડ્યા અને તેને પાછળ એકાંત વાળી જગ્યાએ લઇ ગયાં.તે હાથ અહાનાના હતાં.આયાનનો હાથ પકડીને તેને એકાંતમા લઇ જતી અહાના પર વિન્સેન્ટનું ધ્યાન ગયું.તે શ્રીરામ શેખાવતને એક્સક્યુઝ મી કહીને તેમની પાછળ ગયો
"આયાન,આ શું હતું?તું તો ક્યારેય દારૂ નથી પીતો તો હવે શું થયું?બસ કર કિઆરા વિશે વિચારવાનું છોડી દે હવે તે આ જન્મમાં એલ્વિસ સિવાય કોઇની નહીં થઇ શકે.તેના માટે તું તારું જીવન બરબાદ ના કર."અહાના જોરથી બોલી.

વિન્સેન્ટ આ બધું છુપાઇને સાંભળી રહ્યો હતો.આયાન પહેલા તો અહાના પર ખૂબજ ગુસ્સે થયો.

"તારી હિંમત કેવીરીતે થઇ મારો ગ્લાસ ફેંકવાની?તું છે કોણ મને કિઆરાથી દૂર રહેવાનું કહેવાવાળી?તને શું ખબર કે પ્રેમમાં દિલ તુટે તો કેવી તકલીફ થાય?"આયાને ચિસ પાડીને કહ્યું.

"મારાથી વધુ સારી રીતે કોણ જાણી શકે કે દિલ તુટે તો કેવું લાગે.ખબર છે તને પહેલી વાર જ્યારે જેને જોઇને દિલ જોરથી ધબક્યું હતું.તે બીજા કોઇને પ્રેમ કરે છે તે વાત તે જ દિવસે ખબર પડી ગઇ હતી.છતાં પણ આજસુધી તે તકલીફ એકલા જ સહન કરી.તારા પ્રેમને તો કિઆરા જાણે છે પણ હું જેને પ્રેમ કરું છું તેને તો ખબર પણ નથી કે તે મારો પ્રેમ છે."અહાનાએ દુઃખી સ્વરમ‍ાં કહ્યું.

"છતાં પણ તને કોઇ હક નથી કે તું મારો ગ્લાસ ફેંકે કે મારા માટે કોઇ નિર્ણય લે."આયાને ગુસ્સામાં કહ્યું.

"છે મને હક.કેમ કે હું તને પ્રેમ કરું છું.જેમ તું કિઆરાને પ્રેમ કરે છે અને તેની રક્ષા કરે છે તેમ હું પણ તને પ્રેમ કરું છું અને તારું ધ્યાન રાખીશ."આટલું બોલીને અહાના રડવા લાગી.વિન્સેન્ટ અત્યંત આઘાત પામ્યો આ સાંભળીને અને તેની હાલત જોઇને તેને તકલીફ થઇ.જ્યારે આયાન આ શું થઇ રહ્યું હતું તે સમજી નહતો શકતો પણ અહાનાના આંસુ તેને પોતાના લાગ્યાં.તેની જાણ બહાર જ તેના હાથોએ અહાનાને ખેંચી અને પોતાના ગળે જોરથી લગાવી દીધી.તેનો હાથ અહાનાના માથે ફરી રહ્યો હતો.તે પણ રડી રહ્યો હતો.વિન્સેન્ટ પણ રડી રહ્યો હતો.આજે કદાચ તેના માતાપિતાના ગયા પછી પહેલી વાર તે રડ્યો હતો.

અહીં મહેમાનોનું ડિનર લગભગ પતી ગયું હતું.એલ્વિસે કિઆરાની વિદાય અને પોતા ઘરે પ્રવેશ માટે શુભ મુહૂર્ત કઢાવ્યું હતું.જે લગભગ પંદર મિનિટ પછીનો હતો.કિઆરા સૌથી પહેલા લવ શેખાવત અને શિના પાસે ગઇ.તેમણે પોતાની લાડલીને ગળે લગાવીને તેના કપાળને ચુમ્યું.

"ખૂબજ ખુશ રહેજે.તારા જીવનના સૌથી સુંદર અને અનોખા સમયગાળામાં તું પ્રવેશી રહી છો."લવ શેખાવતે કહ્યું.

"ગાડીમાં થયેલી આપણી વાત યાદ છેને?"શિનાએ કહ્યું.કિઆરાએ માથું હકારમાં હલાવ્યું.

ત્યારબાદ તે જાનકીદેવી અને શ્રીરામ શેખાવત પાસે અાવી.તેમને ગળે મલીને ખૂબજ રડી.શ્રીરામ શેખાવતે તેના આંસુ લુછીને કહ્યું,"બસ,હવે આના પછી મને તારી આંખમાં આંસુ ના જોઇએ.તું પણ ખુશ રહેજે અને એલ્વિસને પણ ખુશ રાખજે."

"મારી લાડલી,મને સૌથી વધારે વહાલી છે તું.એટલે જ કદાચ તારા આગળ મારું કશુંજ ના ચાલ્યું.તારું ધ્યાન રાખજે.સમયસર ખાઇ લેજે,ભુખ્યા પેટે તને ઊંઘ નથી આવતી.ભણવામાં પણ ધ્યાન આપજે,આ છેલ્લું વર્ષ છે અને પાછી આઇ.પી.એસની પણ તૈયારી કરવાની છે અને હા રાત્રે પેલા શોર્ટસ પહેરીને પછી તલના તેલથી પગે માલિશ જરૂર કરજે.આખો દિવસ જીમ અને માર્શલ આર્ટસ કર્યા પછી પગ થાકી ગયા હોયને.જો વાળમાં તેલ નાખવાનું ના ભુલતી.તારા વાળ લાંબા કરવાના છેને.ભાવે કે ના ભાવે દૂધ તો પીવુ જ પડશે.એલ્વિસ કુમાર,જો જો કે તે દૂધ પીધા વગર ના સુવે અને હા તેને મેગી બહુ ભાવે છે પણ તેને મેગી બહુ ના ખાવા દેતા.બહુ મેગી ખાય છે તો પેટમા દુખે છે તેને."જાનકીદેવી હજીપણ સુચના આપવા માંગતા હતા.ત્યાં એલ્વિસ તેમને ગળે લાગી ગયો અને બોલ્યો,
"દાદી,તમે બિલકુલ ચિંતા ના કરો.કિઆરાને બિલકુલ તકલીફ નહીં પહોંચે.હું તેનું ધ્યાન રાખીશ." સૌના આશ્ચર્યસહ જાનકીદેવીના હાથ પણ તેના ફરતે વીટળાઇ ગયાં.

"એ રામ,હું મારી કિઆરા વગર કેવી રીતે રહીશ.હવે મારી સવાર તેનો ચહેરો જોયા વગર કેવીરીતે થશે?"જાનકીદેવી શ્રીરામ શેખાવતને ગળે લાગીને રડી પડ્યાં.

"જાનકી,આ દિકરીઓ આટલી જલ્દી મોટી કેમ થઇ જાય છે?"શ્રીરામ શેખાવતની આંખમાં પણ પાણી હતાં.

કિઆરા,કુશ,કાયના,કિઆન,અદ્વિકા,અહાના,અર્ચિત,કિયા અને શિવાનીને મળી.
તે લોકો બહાર ગેટ પાસે આવ્યાં.ત્યાં પાછળ કાચનું એક મોટું પોસ્ટર હતું.જેમા એલ્વિસ અને કિઆરાનો ફોટો હતો.
"હેય જીજુ,એક ફેમિલી ફોટો થઇ જાય.તમારા બંનેના આ મોટા પોસ્ટર પાસે."કિયાએ ભારેખમ થયેલા વાતાવરણને હળવું કરવા કહ્યું.

તેની વાત પર બધાના ચહેરા પર સ્માઇલ આવ્યું.કિઆરા,એલ્વિસ અને તેમનો પરિવાર ગોઠવાઇ ગયો.ફોટોગ્રાફરે ખૂબજ સુંદર ફોટોગ્રાફ્સ પાડ્યાં.બધા વિખરાઇ રહ્યા હતાં.કિઆરા તે પોસ્ટર પાસે ઊભી રહીને પોતાનો દુપટ્ટો ઠીક કરી રહી હતી.અચાનક તે સ્પોર્ટ્સ કાર એકદમ ફુલ સ્પીડમાં આવી.બધાનું ધ્યાન એક જ ઝાટકે તે તરફ ગયું.તે ગાડી ફુલ સ્પીડમાં અને આઉટ ઓફ કંટ્રોલ હતી.કિઆરાનું ધ્યાન તે તરફ ગયું.તેની આંખો આઘાતથી પહોળી થઇ ગઇ અને તે ગાડી આવીને તેની પાછળ રહેલા કાચના પોસ્ટરને જોરથી અથડાઇ.કિઆરા કઇ સમજે અને ખસે તે પહેલા આ બધું થઇ ગયું.બધો કાચ તુટીને કિઆરા પર પડ્યો.એલ્વિસે સમયસર તેને ખેંચીને પોતાના ગળે લગાવી.કિઆરા ખૂબજ ડરેલી હતી અચાનક જ તેનો ડર ગુસ્સામાં ફેરવાઇ ગયો.તે સાઇડમાં પડેલા એક ડંડાને લઇને તે ગાડીના ડ્રાઇવર પાસે ગઇ.સિક્યુરિટી ગાર્ડસ પણ ત્યાં આવી ગયાં.

ગાડીનો દરવાજો ખુલ્યો અને એક હેન્ડસમ યુવાન તેમાંથી બહાર નીકળ્યો.જેણે ગ્રે બ્લેઝર,લાઇટ બ્લુ શર્ટ અને જીન્સ પહેર્યું હતું.તેના ચહેરા પર સ્માઇલ હતી.આ બધું થયું તેનો બિલકુલ અફસોસ નહતો.કિઆરા તેને મારવા ડંડો ઉગામ્યો.જે તેણે પકડી લીધો.

"ભાભી,તમારા એકમાત્ર દેવરને મારશો?"તે બોલ્યો.કિઆરાના હાથમાંથી ડંડ પડી ગયો.કિઆરાને જયાંસુધી ખબર હતી એલ્વિસને કોઇ ભાઇ નહતો.તેણે પ્રશ્નાર્થ સાથે એલ્વિસ સામે જોયું.

"રિયાન માર્ટિન."એલ્વિસ અત્યંત આઘાતમાં બોલ્યો.
"બડે ભૈયા.ખૂબ ખૂબ કોન્ગ્રેચ્યુલેશન્સ."આટલું કહીને રિઆન એલ્વિસના ગળે મળ્યો.એલ્વિસે તેને મળવામાં સહેજ પણ ઉમળકો ના બતાવ્યો.

"થેંક યુ.તું અહીંયા?"એલ્વિસે પૂછ્યું.

"બડે ભૈયા.તમારા જીવનની કહાની,તમારા પ્રેમની કહાની કે તમારી કોઇપણ કહાનીનો અંત મારા વગર શક્ય નથી.મારે તો આવવાનું જ હતું."તેણે ખૂબજ ગંભીરતાથી એલ્વિસ સામે જોઇને કહ્યું.એલ્વિસનું ગળું સુકાતું હતું.તે વિન્સેન્ટને શોધી રહ્યો હતો.જે ક્યાંય નહતો.

કોણ છે રિયાન?
શું તોફાન લાવશે તે કિઆરાના જીવનમાં?
કેવું રહેશે કિઆરાનું તેના ઘરમાં સ્વાગત?
જાણવા વાંચતા રહો.
વાર્તા આપને કેવી લાગે છે તે પ્રતિભાવ આપીને જણાવવાનું ના ભુલતા.