તુ મેરા દિલ.. - 5 અમી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તુ મેરા દિલ.. - 5

લાગણીઓને પ્રેમના સરોવરમાં તરતી રાખી હતી,
અવિશ્વાસનો મગરમચ્છ આવીને ગળી ગયો.

અનાયા બોલી આરવ આટલું દેવું કરવાની તને કેમ જરૂરત પડી? સરસ રીતે જિંદગી વહી રહી હતી. થોડું ઓછું હોત તો ચલાવી લેત હું, તે મને વાત પણ ના કરી ? શું હું એટલી દુર થઈ ગઈ છું તારાથી? તારી ને મારી વાતો એક હશે નક્કી તો થયું હતું તો આ શું બધું? તારું ને મારું તો આપણું બન્યું હતું તો તારું કેમ બનાવી દીધું? તે મારા પ્રેમ પર વિશ્વાસ ના કરી મારો વિશ્વાસ તોડયો છે.

આરવ બોલ્યો અનાયા હોસ્પિટલનું અધધધ બિલ, તારી કમાણી બંધ થઈ જવી, ચેમ્પિયનનો મેડિસિન, ડઈપાર, કેર ટેકરનો ખર્ચો, તારી મેડિસિન, રીપોર્ટનો ખર્ચો. આવકની સામે જાવક વધારે. શું કરું ખર્ચાને પહોંચી વળવા તો હું વ્યાજે લઇ આવ્યો. એમાં હું ખુપાતો ગયો. મારી સ્ક્રિપ્ટ તો ક્યારેક જ કોઈને ગમે છે. મારી આવક તો નથી જ બરાબર છે. તને ખબર જ છે કે પહેલાં પણ તારી આવક પર ઘર ચાલતું હતું. તું જ કહેતી હતી મને, આ આપણું જ કહેવાય. તારા, તારા પણ ક્યારેક ચમકશે. તારી તબિયત સારી નહોતી, તો તને હું ક્યા સ્ટ્રેસ આપું જાન!!!

અનાયા આજથી ટોક શોમાં ફરી જવા લાગી. હજી શરીર સાથ ન્હોતું આપતું પણ કામ જરૂરી હતું. દેવાને પહોંચી વળવા આરવ ચેમ્પને સાચવવા ઘરે રહેવા લાગ્યો અને સ્ક્રિપ્ટ અતિ ઉત્સાહિત થઈ ચેમ્પના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી ઓતપ્રોત થઈ કલમ અને કાગળને એકરસ બનાવી સુંદર કહાનીની શરૂઆત કરી.

અનાયા થાકીને આવતી તો ચેમ્પને આરવ જ રાખતો. એક પરિસ્થિતિ કાયમી નથી બનતી. દરેકને અલગ અલગ મોડ હોય છે. અનાયા પહેલાં કરતાં હવે ચીડચીડી થઈ હતી. સ્ટ્રેસ ને કારણે, હું જ કમાવું છું નો ઈગો પણ હવે આવ્યો હતો.

ચેમ્પ પણ તેનાથી દૂર થતો જતો હતો. બાળક પ્રેમનું ભૂખ્યું હોય છે જે એની કેર કરે તેનું હેવાયું બને. આરવ અને ચેમ્પ આખો દિવસ મસ્તી કરતાં. જુદી જુદી રમતો રમતો. સતત આંખો સામે ચેમ્પને રાખતો, કદી ઓઝલ ન થવા દેતો. સૂઈ જાય ત્યારે ઘરમાં બધા કામ પતાવી એની સાથે આવીને બેસી જતો. આરવના દિલનો તારો હતો ચેમ્પ.

આજે આરવ સ્ક્રિપ્ટ લઈને મળવા ગયો હતો. ઉદાસી સાથે પાછો ફર્યો. અનાયાને લડવાનો મોકો મળી ગયો. હવે આરવ પર રતિભર વિશ્વાસ રહ્યો ન્હોતો.
પ્રેમ હતો કે ન્હોતો?
ધડકન કેમ અટકી ?
લાગણીઓ લીલી હતી?
સંવેદનાઓ ક્યાં ગઈ?
જીવનમાં જીવ આપવાના કૉલના કરારનું શું?
પ્રેમી પંખીડાના બિરુદનું શું?
શું માયલો અવિશ્વાસમાં મરી પરવાર્યો?

અનાયાએ જણાવ્યું કે હવે આરવ સાથે રહી નહીં શકે. હું આયુષને લઈને એના સારા ભવિષ્ય માટે મારા પિતાને ત્યાં રહીશ. ત્યાં આયુષ સચવાઈ પણ જશે. અનાયા એના નિર્ણયમા મક્કમ હતી.

મક્કમતાનો આંચળ ઓઢી,
છોડી ગઈ છે ઘર,
બાળક રહેશે એકના પ્રેમ વગર,
શું થશે મનમાં અસર?

આરવ જાણતો હતો કે અનાયા દિમાગથી વિચારે છે, આ છેલ્લો નિર્ણય હશે એટલે જશે જ.

પ્રેમની દિવાલ સામે નફરતની દીવાલ ઊંચી જઈ રહી હતી. આખોમાંથી પણ હવે આગ ઝરતી હતી, શબ્દોનાં તો તીક્ષ્ણ બાણ છૂટતાં હતાં. ચાહત હવે સીસકારા ભરી આહ બની હતી. અવરોધ પ્રેમને રહેંસી રહ્યા હતા. સાથે જીવનભર રહેવું અશ્કય હતું.

આરવ દિલથી જ હમેશા વિચારતો. અનાયા દિમાગથી. દિલ અને દિમાગનું યુધ્ધ છેડાયું હતું. જેમાં આયુષ પીસાતો હતો. આરવ ના પાડતો રહ્યો અને અનાયા, આયુષ સાથે ઘર છોડીને ગઈ પાછા કદી નહીં આવવાની શરતે..

ક્રમશ:...