Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-61


(કિઆરાએ કર્યો મોટો ધમાકો.તે એલ્વિસ સાથે સગાઇ કર્યા પછી રહેશે તેની સાથે લિવ ઇનમાં.જાનકીવીલાંમા આવી ગયો ભુકંપ શિના અને જાનકીદેવી બંને છે આ નિર્ણયથી નાખુશ.કેવી રીતે મનાવશે કિઆરા?શાંતિનાનીએ મોકલ્યો વીડિયો પણ તેમનો પ્લાન પડ્યો ઊંધો.કિઆરાએ તેમને બધાં સામે બેનકાબ કરીને તેમને મોકલ્યા અમદાવાદ)

કિઆરાએ ઊંડો શ્વાસ લીધો અને પહેલા સામે ચાલી રહેલા વીડિયોકોલ તરફ આગળ વધી.

"મોમ,નાની હતીને ત્યારથી જ જોતી આવી છું કે તું રડયા કરે,ઉદાસ રહે અને તારા પપ્પા વચ્ચે જોરજોરથી વાતો થાય.ત્યારે કશુંજ ખબર નહતી પડતી કે આવું કેમ થાય છે?જેમ જેમ મોટી થઇ તેમ ખબર પડી કે તમારા લગ્નજીવનમાં પતિ,પત્ની અને વોહ એક મોટી પ્રોબ્લેમ હતી.

તારા લગ્નજીવનમાંથી મે શીખ લીધી કે હું ક્યારેય પ્રેમ નહીં કરું અને લગ્ન પણ નહીં કરું પણ એલ્વિસે મારી તે શીખ અને પ્રણ બદલી નાખ્યો.ના કરે નારાયણ કે તારા લગ્નજીવન જેવી તકલીફ મારા લગ્નજીવનમાં આવે તો.પપ્પા તો બદલાઇ ગયા.તમારા લગ્નજીવનમાંથી વોહ જતી રહી અને તમારું જીવન સુખી થઇ ગયું.

જો મારા લગ્નજીવનમાં બધું સરખું ના ચાલ્યું તો?અમારા બંને વચ્ચે પ્રેમ તો અતુટ છે પણ સમજદારી અને એકબીનાને અનુકૂળ થઇને ના રહી શક્યાં તો?પછી ડિવોર્સ લેવા અને દુઃખી થવું કે તેના કરતા આ નિર્ણય બરાબર છે.

મોમ,પ્લીઝ મારા પર વિશ્વાસ કરો.તમને તો આશા હતી જ નહીં ને કે હું ક્યારેય લગ્ન નહીં કરું કે પ્રેમમાં નહીં પડું.તો તમારે ખુશ થવું જોઇએ કે હું પ્રેમમાં પણ પડી અને બધું ઠીક ચાલ્યું તો ભવિષ્યમાં લગ્ન પણ કરીશ."કિઆરાની સટિક વાત શિનાને અંદર સુધી હચમચાવી ગઇ પોતાનો ભૂતકાળ નજર સમક્ષ આવી ગયો.લગ્નનું બંધન તુટવાની બદનામી અને ડર તેને તે વખતે લવ શેખાવતને ડિવોર્સ દેતા ડરાવી દેતી.

"સારું,મને મંજૂર છે પણ મને વચન આપો કે લગ્ન નહીં થાય ત્યાંસુધી તમે શારીરિક સંબંધ નહીં બનાવો.એલ્વિસ-કિઆરા,આ વચન આપતા પહેલા ખૂબજ વિચારી લેજો કેમકે તમે એકસાથે રહેશો અને એકબીજાથી દૂર રહેવું ખૂબજ તકલીફભર્યુ થશે.શારીરિક આકર્ષણ ખૂબજ તીવ્ર હોય છે.અમુક વખતે નબળી ક્ષણો આવી જતી હોય છે અને તે સમયે પોતાની લાગણી પર કાબુ રાખવાનું અઘરું થશે."શિનાએ બંનેને કહ્યું.

"મોમ,ટ્રસ્ટ મી.ગમે તેવી નબળી ક્ષણો આવે પણ આ નિયમ ના તુટે તેનું ધ્યાન રાખીશું."કિઆરાએ કહ્યું.

"મોમ,તમે ચિંતા ના કરો.લગ્ન પહેલા તે સંબંધ નહીં બને."એલ્વિસે કહ્યું.

એલ્વિસ કિઆરાના નિર્ણયને સાંભળીને પહેલા શોક્ડ થઇ ગયો હતો પણ કિઆરાથી અલગ થવું તેના માટે કોઇ ડરામણા સપના જેવું હતું.તેને પણ કિઆરાનું આ સોલ્યુશન ઠીક લાગ્યું.

"આ તો બધી કહેવાની વાત છે.તમે એકસાથે એક ઘરમાં રહેતા હોય તો શારીરિક સંબંધ તો બની જાય અને સગાસંબંધી શું કહેશે કે લગ્ન વગર સાથે રહે છે?"જાનકીદેવીએ પૂછ્યું.

"દાદી,આ નિર્ણય આજના જમાના પ્રમાણેનો છે.આજે લિવ ઇન રિલેશનમાં રહેવું સામાન્ય છે.કપલ્સ તો લિવ ઇનમાં બિલકુલ પતિ પત્નીની જેમ જ રહે.સમજો છોને દાદી?પણ અમે તમને વચન આપીએ છીએ કે અમારી વચ્ચે સંબંધ નહીં બને જ્ય‍ાંસુધી લગ્ન નહીં થાય.

માનો દાદી કે મમ્મીએ કહ્યું તે પ્રમાણે કોઇ નબળી ક્ષણ આવી ગઇ અને અમારી વચ્ચે શારીરિક સંબંધ બની ગયો તો વધારેમાં વધારે શું થશે?હું પ્રેગન્નટ થઇ જઈશ.મરી નહીં જઉં.આમપણ એલ્વિસના બાળકની મા બનવું મારા માટે સૌભાગ્યની વાત હશે.તમે એકવાર કહ્યું હતું કે એલ મને મારશે.હું માર્શલ આર્ટ્સ ચેમ્પીયન છું તો આ ડર તેને લાગવો જોઇએ.રહી સગાસંબંધીની તો જ્યારે દાદા અને પપ્પાને રોમિયો કિડનેપ કરીને લઇ ગયા ત્યારે તે બધાં ક્ય‍ાં હતાં?
કુશડેડુ,તમારા અને કિનારામોમ વચ્ચે તો લગ્ન પહેલા શારીરિક સંબંધ બન્યો હતો.કિનારામોમ લગ્ન પહેલા મા બનવાના હતા.અહીં એવું કશુંજ નહીં થાય."કિઆરા બધાને સમજાવતા સમજાવાત થાકી.

કુશ તેની પાસે ગયો અને તેના માથે હાથ મુકીને જાનકીદેવી સામવ જોઇને બોલ્યો,"માસાહેબ,કિઆરાને તેનું જીવન જીવવાનો અને સુખી થવાનો અધિકાર છે.તે ખૂબજ સમજદાર છોકરી છે.તે ખોટો નિર્ણય નહીં લે."

"જાનકીદેવી,મને કિઆરાનો આ નિર્ણય મંજૂર છે.મારે વધુ કશુંજ નથી કહેવું બસ એટલું જ કહેવું છે કે મને એલ અને કિઆરા પર પૂરો વિશ્વાસ છે."શ્રીરામ શેખાવતે પણ લિવ ઇન રિલેશન માટે મંજૂરી આપી.

"ઠીક છે ત્યારે બધાંએ નિર્ણય લઇ લીધો છે તો હું ના કહેવાવાળી કોણ?"જાનકીદેવીએ કહ્યું.

કિઆરા જાનકીદેવીને ગળે લાગી અને બોલી,"દાદી,આવી રીતે નહીં હસીને હા કહો."પોતાની લાડલી પૌત્રીની ખુશી માટે પરાણે હસીને હામી તો ભરાવી પણ જાનકીદેવીને એક અજાણ ડર મનમાં પરેશાન કરી રહ્યો હતો.તે પ્રેમલગ્નના વિરોધી નહતા કે નવા જમાનાના વિરોધી નહતા પણ તેમને એલ્વિસની મોટી ઊંમર અને ખાસ તો તેનું પ્રોફેશન તેને ખૂબજ ખલતી હતી.આ ઇન્ડસ્ટ્રીના વિશે તેમણે એટલું સાંભળ્યું હતું કે તેને ડર હતો કે તેમની પૌત્રી સાથે આ ના થાય.

તેમણે ચહેરા પર પરાણે હાસ્ય તો લાવ્યું અને મનોમન શિવજીને પ્રાર્થના કરી.શ્રીરામ શેખાવતે આ ખુશીને સૌનું મોઢું મીઠું કરાવીને વધાવી.એલ્વિસ અને વિન્સેન્ટ એકતરફ જઇને કઇંક વિચારવિમર્શ કરીને આવ્યાં.
"દાદા-દાદી,અમને એક અઠવાડિયાનો સમય જોઇએ છે.કિઆરાનો બેડરૂમ તૈયાર કરાવવાનો છે.હું અમારી એગેંજમેન્ટની એક ગ્રાન્ડ પાર્ટી આપવા માંગુ હું તો મને તેની તૈયારી માટે પણ સમય જોઈશે.

મોમ-ડેડ,દાદા-દાદી,આ પાર્ટીમાં હું તમામ મીડિયાકર્મી અને પાપારાઝીને બોલાવીને તેમને ખાસ વિનંતી કરીશ સ્પેશિયલ ગિફ્ટ સાથે કે તે કિઆરાને સેલિબ્રીટી ના બનાવે.અમારી અંગત લાઇફને અંગત રાખે.આ મારું વચન છે કે મારું સ્ટેટ્સ અને પ્રસિદ્ધિ કિઆરાને નહીં નડે.હું તેનું ધ્યાન રાખીશ,તેના સ્ટડીનું ધ્યાન રાખીસ અને તેને આઇ.પી.એસ માટે તૈયાર કરીશ."એલ્વિસે કહ્યું.

એલ્વિસની વાત સાંભળીને બધાં ખૂબજ ખુશ હતાં.અંતે કિઆરાની જવાની તૈયારી શરૂ થઇ ગઇ હતી.બરાબર એક અઠવાડિયા પછીનું મુહૂર્ત નિકળ્યું હતું.એલ્વિસ અને કિઆરા તૈયારીમાં ખૂબજ વ્યસ્ત થઇ ગયા હતાં.કિઆરાએ પોતાનો સામાન ધીમેધીમે પેક કરવાનો શરૂ કરી દીધો હતો.જાનકીદેવી કિઆરાને થોડો વધુ પ્રેમ કરતા હતાં.શરૂઆતમાં થોડી નારાજગી દર્શાવી પણ પછી તે હોશથી ખરીદી અને પેકીંગ કરાવવા લાગ્યા હતાં.

લવ શેખાવતને કિઆરા સાથે થયેલી વાત યાદ આવી.જ્યારે શિનાએ લવ શેખાવતને ફોન આપ્યો ત્યારે તે ખૂબજ નર્વસ હતો.તેણે ફોન લીધો બે મિનિટ માટે બંને વચ્ચે એક મૌન છવાઈને રહ્યું.સમજણી થયા પછી કિઆરા પોતાના અનૈતિક સંબંધના કારણે પોતાની સાથે માત્ર ખપ પૂરતી વાત કરતી

"પપ્પા,કેમ છો?"
"હું ઠીક છું.તું કેમ છે પ્રિન્સેસ?"
"પપ્પા,હું તમને કઇંક કહેવા માંગુ છું."
"કિઆરા,હું પણ તને કઇંક કહેવા માંગુ છું."
"પહેલા હું કહું?"
"ના,આજે મને કહેવા દે.મને માફ કરી દે.મારા અનૈતિક સંબંધના કારણે તને અને તારી મમ્મીને ઘણું સહન કરવું પડ્યું.હું બદલાઇ ગયો છું.મને મારી ભુલ સમજાઇ ગઇ છે.આપણા વડિલો કહે છે ને જાગ્યા ત્યારથી સવાર.મને એક તક નહીં આપે?"લવે બે હાથ જોડીને કહ્યું.

"પપ્પા,હું તમને માફી કેવીરીતે આપી શકું?હું ઇચ્છવા છતા પણ તમારાથી નારાજ ના થઇ શકું.મારે તમને કઇંક કહેવું હતું કે હું પ્રેમમાં છું."કિઆરાએ ખૂબજ સરળતાથી લવને માફ કરી દીધો.તેણે પોતાના અને એલ્વિસ વિશે બધું જ જણાવ્યું.

"અરે વાહ,મારી દિકરીને પ્રેમ થઇ ગયો.સાચું કહું તો હું સરપ્રાઇઝ નથી થયો કેમકે આ વિશે મને ખબર હતી.તારી મમ્મી અને દાદાએ મને બધું જણાવ્યું હતું પણ મારે તારા મોઢેથી સાંભળવું હતું.હું આ સંબંધથી ખૂબજ ખુશ છું.તે મને અહીં એકલો બોલાવ્યો કઇ ખાસ વાત કહેવી છે?"લવ શેખાવતે પૂછ્યું.

"પપ્પા,મે નિર્ણય લીધો છે કે હું એલ્વિસ સાથે લિવ ઇન રિલેશનમાં રહેવા માંગુ છું.હું હાલના સમયમાં શારીરિક અને માનસિક રીતે લગ્ન કરવા તૈયાર નથી પણ હું લગ્ન જરૂર કરીશ.મને આ નિર્ણયમાં તમારો સપોર્ટ જોઇએ છે.બધાને મનાવવા માટે મને તમારી મદદ પણ જોઈશે."કિઆરાની વાત સાંભળીને લવ શેખાવત આઘાત પામ્યો.થોડીક ક્ષણ તેમની વચ્ચે ચુપકીદી છવાઇ ગઇ.

"કિઆરા,તને પ્રેમ અને લગ્ન પર વિશ્વાસ થયો તે જ મારા માટે આનંદની વાત છે.હું તને સંપૂર્ણપણે આઝાદીથી નિર્ણય લેવાની મંજૂરી આપું છું.તું તારા જીવનમાં આગળ વધવા માટે અને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા આઝાદ છે.આમપણ પછી દુઃખી થવું તેના કરતા આ નિર્ણય બરાબર છે.

પણ ઘરે બધાને મનાવવા ખૂબજ અઘરા થશે.મારી પાસે એક ઉપાય છે કે તું અને એલ્વિસ સગાઇ કરી લો અને પછી તમે સાથે રહો.તો કદાચ બધાને વાંધો નહીં આવે." લવ શેખાવતે ઉપાય સુઝ્વ્યો.

"હા પપ્પા,મને સગાઇ કરવામાં કોઇ વાંધો નથી.હું એલ્વિસને પણ આ વાત માટે મનાવી લઇશ.પપ્પા,હું એલ્વિસને ખૂબજ પ્રેમ કરું છું.તેના વગર નહીં જીવી શકું."કિઆરાએ કહ્યું.

"તેના વગર જીવવાની જરૂર પણ નથી.તે અકિરા હોય કે નમિતા કોઇ તમારા વચ્ચે નહીં આવી શકે.બેટા,એક સલાહ આપું.તારી સગાઇ પછી થઇ શકે તો આયાનથી દૂર રહેજે.હું નથી ઇચ્છતો કે તમારા વચ્ચે આયાન નામની ગેરસમજ આવે."લવ શેખાવતે કહ્યું.

અંતે તે સમય આવી ગયો.આજે કિઆરા અને એલ્વિસની સગાઇ હતી.લવ શેખાવત અને શિના માત્ર એક દિવસ માટે મુંબઇ આવ્ય‍ા હતાં.(રોમિયો માંડવીની હવેલીમા બંદી બનાવે છે તે પહેલાની વાત છે.)કિઆરાને તૈયાર કરવા માટે શિના અને લવ શેખાવતે સ્પેશિયલ ડિઝાઇનરની એક ટિમ તૈયાર કરાવી હતી.એલ્વિસને આપવા ખૂબજ મોંઘી મોંઘી ભેંટ તૈયાર હતી.

લવ શેખાવત નેવી બ્લુ કલરની શેરવાનીમાં ખૂબજ હેન્ડસમ લાગી રહ્યો હતો.તેના ગોરા ચહેરા પર મરોડદાર મૂંછો અને ગાઢ ભાવવાહી આંખો તેને વધુ સુંદર બનાવતી.તે કિઆરાને લેવા તેના રૂમમાં ગયો.દરવાજો નોક કરીને અંદર ગયો.તે કિઆરાને જોઇને પલક ઝપકાવવાનું ભુલી ગયો.

તો તૈયાર થઇ જાઓ.તમારા વહાલા કિઆરા અને એલ્વિસના જીવનની નવી સફર માટે.એલ્વિસ અને કિઆરાની સગાઇની ધમાલ સાથે તેમના લિવ ઇન રિલેશનના સંબંધની શરૂઆત.કેવો રહેશે તેમના જીવનનો આ નવો મોડ?
જાણવા વાંચતા રહો.