વિષ રમત - 13 Mrugesh desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ રમત - 13

13

ઇન્સ્પેક્ટર રણજીત દેશમુખ , સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા , વિશાખા બજાજ અને અનિકેત ચારેય જણા અત્યારે પોલીસે સ્ટેશન માં બેસીને ગુડ્ડુ શાસ્ત્રી ના ખૂન ની કડિયો ઉકેલી રહ્યા હતા ..કેસ પણ જરા વિચિત્ર બની ગયો હતો .. અનિકેત જયારે પહેલી વાર વિશાખા ને મળે છે ત્યારે જ ગુડ્ડુ અનિકેત ને વિશાખા થી દૂર રહેવાની સલાહ આપે છે અનિકેત તેને ગણકારતો નથી ને ગુડ્ડુ મારી ગયો તેની આગલી રાતે ફરીથી અનિકેત ને વિશાખા થી દૂર રહેવાની સલાહ આપે છે .એનો મતલબ એમ થયો કે એવી કોઈ વ્યક્તિ છે કે જે ને અનિકેત વિશાખા ને મળે એ ગમતું નથી ..અને જયારે પ્રથમ વખત અનિકેત અને વિશાખા મળવાના હતા એ પણ એ વ્યક્તિ ને ખબર હતી અને એટલે જ પ્રથમ દિવસથી જેતે અજ્ઞાત વ્યક્તિ એ ગુડ્ડુ ને અનિકેત ની પાછળ લગાડ્યો હતો. ગુડ્ડુ અનિકેત નો પીછો કરી રહ્યો હતો તે દરમ્યાન જ કદાચ ગુડ્ડુ ને વિશાખા ની કોઈ રહસ્યમય વાત ખબર પડી હદે અને એને લાગ્યું હશે કે જો આ વાત વિષશખા બજાજ જનસે તો એને ફાયદો થશે અને ગુડ્ડુ ના કામકાજ પરથી એટલું તો નક્કી જ હતું કે ગુડ્ડુ પહેલી નજરે ભલે પત્રકાર હતો પણ એ પૈસા માટે ગમેતે કરી શકે તેમ હતો ..હવે આમ વિચારવાનું એ છે કે કઈ વ્યક્તિ એ ગુડ્ડુ ને અનિકેત ની પાછળ મોકલ્યો હતો અને ગુડ્ડુ એવી કઈ વાત જાણતો હતો કે જેના વિશાખા પૈસા આપી શકે આ બધું રણજિતે વિચારી લીધું હતું ..

"મિસ વિશાખા તમારા ધ્યાન માં આવી કોઈ વ્યક્તિ છે કે જેને તમે મી અનિકેત ને મળો તેમાં કોઈ પ્રોબ્લેમ હોય ?" રણજિતે વિશાખા ને પૂછ્યું

" મને નથી લાગતું કે હું અનિકેત ને મળું એમાં કોઈને પ્રોબ્લેમ હોય ...મારા પાપા છે પણ એ આવું ના કરી શકે " વિશાખા સપાટ સ્વરે બોલી

." ચાલો એ વાત જવાદો ..અને હવે એ વાત નો જવાબ આપો કે તમને અનિકેત માટે ફોટો શૂટ કરાવવા નું કોને કહ્યું હતું ?" રણજિત નું મગજ ઝડપથી કામ કરતી હતું .

." ઇન્સ્પેક્ટર હું ફેશન ની દુનિયા માં છું અને એ રીતે હું અનિકેત ને ઓળખતી હતી મને એ પણ ખબર હતી કે અનિકેત જે પણ મોડેલ ના સંપર્ક માં આવે છે એ હિરોઈન જરૂર થી બને છે એટલેજ મેં અનિકેત નો કોન્ટાક્ટ કરવાનું વિચાર્યું અને મારા મેનેજર ઉલ્લાસ તાવડે એ અનિકેત નો કોન્ટાક્ટ કર્યો ને અમે શૂટ ની ડેટ નક્કી કરી " વિશાખા એ નિખાલસ પણે કહ્યું

" મને એવું લાગે છે કે તમે અનિકેત ને ચોક્કસ તારીખે દીવ માં મળવાના છો એવી ત્રીજી કોઈ વ્યક્તિ ને ખબર હતી અને એટલેજ એને ગુડ્ડુ ને તમારી પાછળ દીવ માં મોકલ્યો હશે ..અથવા તો એવું બની શકે કે ગુડ્ડુ ઘણા દિવસો થી તમારો પીછો કરતો હોય અને એ દિવસે પણ તમારો ઓઈચ્છઓ કરતો કરતો તમારી પાછળ આવ્યો હોય ..અને એ દિવસે અનિકેત ને તમારી સાથે જોઈને અને જેતે વ્યક્તિ ને ફોન કર્યો હોય અને એ વ્યક્તિ એ ગુડ્ડુ શાસ્ત્રી પાસે અનિકેત ને Tamara થી દૂર રહેવાની ધમકી અપાવી હોય " રંજીતે ફટાફટ બધી કડીઓ ખોલી નાખી

" વેલ ઇન્સ્પેક્ટર ગમે તે બન્યું હશે પણ આ બધું મારા માટે સારું નથી " વિશાખા એ ધીમા અવાજે કહ્યું વિશાખા ની બાજુ માં અનિકેત શાંતિ થી બેસીને બધી વાત સાંભળતો હતો એને તો સમજાતું જ નાતુ કે આ બધું શું બની રહ્યું છે .

" મારુ એવું માનવું છે કે ગુડ્ડુ ને તમારો ઓઈચ્છઓ કરતા કરતા એવી કોઈ ઇન્ફોરમેશન મળી કે જે તમારા માટે બહુ અગત્ય ની હતી ..એટલી અગત્ય ની હતી કે તમે એના માટે એને પૈસા આપી શકો એટલે જ પૈસા લેવા માટે એને તમને ફોન કર્યો “;રણજીત એકદમ ભાર દઈને બોલ્યો હતો કેસ બહુ જટિલ હતો ..રણજિત એના પોલિસ વાળા દિમાગ થી વિચારતો હતો ..વિશાખા નું મન ગુંચવણ માં હતું .અને. અનિકેત ને હાજી ખબર નાતી પડી કે શું બની ગયું હતું કોઈ અજ્ઞાત માણસે શા માટે ગુડ્ડુ ને પોતાની પાછળ લગાડ્યો હતો પોતે વિશાખા થી દૂર રહે તેમ કોઈ શા માટે ઇચ્છતું હતું વિશાખા અને અનિકેત ઇન્સપેક્ટર રણજિત દેશમુખ ની સામે ની ખુરશી માં બેઠા હતા સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા તેમની પાછળ અટેન્શન માં ઉભો હતો એટલા માં એક હવાલદાર બહારથી આયો અને સેલ્યુટ કરી પછી હરિ શર્મા ના કાં માં કૈક કહ્યું ..હરિ શર્મા સહેજ ડોકું હલાવ્યું અને હવાલદાર ને બાર જવા ઈશારો કર્યો ને હવાલદાર બહાર જતો રહ્યો

હવાલદાર બહાર ગયો હવાલદારે હરિ શર્મા ને કામમાં કૈક કીધું એ દરમ્યાન રણજિત વિશાખા ના ચહેરા નું નિરીક્ષણ કરી રહ્યો હતો ..એને ઊંડે ઊંડે એમ લાગતું હતું કે વિશાખા બજાજ ખોટું બોલે છે અથવા કૈક છુપાવે છે ..

" સર ગુડ્ડુ શાસ્ત્રી નું ખૂન થયું એના આગળ ના દિવસે એને ચાર જણ ને ફોન કાર્ય હતા એનાથી બે જ્ણ અત્યારે હાજર છે અને ત્રીજી વ્યક્તિ બહાર આવી છે " હરિ શર્મા એ હવાલદાર કીધેલી વાત કીધી .

" હરિ એ વ્યક્તિ ને અંદર બોલાય " રણજિતે ઓર્ડર આપ્યો હરિ શર્મા ઝડપથી બહાર ગયો અને ગુડ્ડુ સાથે તેના ખુન પહેલા વાત કરનાર એ ત્રીજી વ્યક્તિ ને અંદર લઈને આવ્યો ..અને વાચક મિત્રો એ ત્રીજી વ્યક્તિ નું નામ જાણી ને તમારા હાથ માંથી મોબાઈલ પડી જશે ..એ ત્રીજી વ્યક્તિ હતી જનહિત પાર્ટી ના યુવા પ્રમુખ સુદીપ ચૌધરી !!!!

Tસુદીપ એક મોટો નેતા હતો ઉપરથી મંત્રી જી નો છોકરો હતો એટલે એ એના અંદાજ માં જ અંદર આવ્યો હતો ..તે અંદર આવ્યો ત્યારે તેની નજર ત્યાં બેઠેલા તમામ વ્યક્તિ પર પડી ..એ ઇન્સ્પેક્ટર રણજિત ને ઓળખતો હતો ..અનિકેત ને પણ ઓળખતો હતો અને ત્યાં વિશાખા ને જોઈને એ ખંધા રાજનીતિ ના ખેલાડી નું હૃદય પણ એક ધબકારો ચુકી ગયું ..એને પોતાને ખબર ન હતી કે તેને પોલીસે સ્ટેશન કેમ બોલાવવા માં આવ્યો છે ..અને ઉપરથી અહીં વિશાખા ને જોઈને તેના મગજ ના ઘોડા દોડવા લાગ્યા ..ક્યાંક વિશાખા એ તો પોતાની વિરુદ્ધ ફરિયાદ તો નહિ કરી હોય ને ?..પોલીસે સ્ટેશન થી તેના પર ફોન આવ્યો ત્યારે તે ગહફિલ ગુસ્સે થયો હતો ..એધરાત તો ઇન્સ્પેક્ટર રણજિત દેશ મુખ ને પોતાની ઓફિસ માં બોલાવો શકે તેમ હતો ..પણ એ રણજિત ના સ્વભાવ ને જાણતો હતો અને ઇલેકશન આવતા હોવાથી એ કોઈ નવો બખેડો ઉભો કરવા માંગતો ન હતો એટલે એ પોલીસે સ્ટેશન આવ્યો એ વાત અત્યંત ગુપ્ત રાખીને આવ્યો હતો અને એટલે એ સૂર્ય સીંગ ને પણ જોડે લાવ્યો ન હતો

" ઇન્સ્પેક્ટર સાહેબ તમે કદાચ મને નહિ ઓળખતા હોવ .." સુદીપે એક ખંધા રાજકારણી ની જેમ એકદમ મૃદુ ભાષા માં બોલવાનું શરુ કર્યું ." મારુ નામ સુદીપ ચૌધરી હું જનહિત પાર્ટી નો યુવા પ્રદેશ પ્રમુખ છું " સુદીપ એકદમ નરમાશ થી બોલતો હતો ..જો રણજિત ની જગ્યા એ બીજો કોઈ ઇન્સ્પેક્ટર હોત અને ઇલેકશન નજીક ના હોટ તો સુદીપ આટલી નરમાશ થી વર્તે એવો આદમી ન હતો

" વેલ તમને તો કોણ ના ઓળખે મી સુદીપ ચૌધરી ..પ્લીસ સીટ હિયર " રણજિત પણ આવા રાજકારણી થી ટેવાયેલો હતો અને એ આવા રાજકારણી સાથે વાત કેવી રીતે કરવી એ પણ જાણતો હતો ...સુદીપ બરાબર વિશાખા ની બાજુમાં બેઠો ..કેવો જોગાનુજીગ હતો સુદીપ વિશાખા ને બરાબર જાણતો હતો પણ વિશાખા એ બતથી બિલકુલ અજાણ હતી કે અત્યારે બરાબર તેની બાજુમાં બેઠેલો વ્યક્તિ તેની બધીજ મિલકર લેવા માટે તેની સાથે લગ્ન કરવા નું મોટું કાવતરું રચી રહ્યો હતો .." વેલ મી સુદીપ ચૌધરી હું તમારો ટાઈમ વેસ્ટ નહિ કરું. હું સીધી વાત કરું .." રણજિત બોલતા બોલતા સુદીપ ના ચહેરા ને નિરીક્ષણ કરી રહ્યો હતો સુદીપ પણ એકધારી નજરે રણજિત સામે જોઈ રહ્યો હતો .." મી સુદીપ કદાચ તમને ખબર હશે કે ગઈકાલે રાત્રેનહેરુ પાર્ક માં એક ગુડ્ડુ શાસ્ત્રી નામના પત્રકાર નું ખુન થયું છે ..અને એ ખુન ના અનુસંધાન માં તમને અહીં બોલાવ્યા છે ..વાત એમ છે કે ગઈકાલે એનું ખુન થયું એ જ દિવસે એને કુલ ચાર જન સાથે ફોન પર વાત કરી હતી અને એમાં તમારો પણ ફોન નંબર છે ..તમે આવીશે કઈ કહી શકો કે ગુડ્ડુ શાસ્ત્રી એ તમને ફોન શા માટે કર્યો હતો ?" રંજીતે સીધી વાત કરી સુદીપ કઈ વિચારતો હતો " ગુડ્ડુ શાસ્ત્રી. ..." એટલું બોલીને એ થોડીવાર રોકાયો .." ઓહ યસ હા મને યાદ આવ્યું ..એ નામના પત્રકાર નો બપોરે ફોન આવ્યો હતો અને એને મને આવનારા ઇલેકશન માટે ઇન્ટરવ્યૂ આપવા વિનંતી કરી હતી અને મેં એને બે ત્રણ દિવસ પછી ફોન કરવા કહ્યું હતું .." સુદીપે રણજિત ને જવાબ આપ્યો . રણજિત ની જગ્યા જો બીજો કોઈ ઇન્સ્પેક્ટર હોટ તો સુદીપ ની વાત શિરો ગળા માં ઉતરે એમ સુદીપ ની વાત ગળા માં ઉતારી દીધી હોટ પણ ના જાણે કેમ રણજિત ને ઊંડે ઊંડે લાગતું હતું કે તેની સામે બેઠેલા ત્રણેય જન માંથી વિશાખા અને સુદીપ બંને જન ગુડ્ડુ ના બારા માં કૈક છુપાવતો રહ્યા છે ..ફિલહાલ તો રંજીતે ત્રણેવને જરૂર પડે ત્યારે પાછા આવવાનું શરતે જવાનું કહ્યું ..રણજિત અને વિશાખા રાહત નો શ્વાસ લઈને જલ્દી પોલીસે સ્ટેશન ની બહાર નીકળ્યા સુદીપ ત્યાંજ બેસી રહ્યો ..એને ચિંતા હતી કે વિશાખા અહીં થી ક્યાં જશે કારણ કે એને અબ્દુલ ને વિશાખા ની પાછળ લગાવ્યો હતો " તમને શું લાગે છે ઇન્સ્પેક્ટર ગુડ્ડુ શાસ્ત્રી નું ખુન કોને કર્યું હશે? " સુદીપે કૈક જાણવા નો પ્રયાસ કર્યો ..રણજિત પણ એના પૂછવાનો ઇન્ટેસન સમજી ગયો .. સુદીપ ને ત્યાં થી ઝડપથી ભગાડવા ઈચ્છછતો હતો " જુવો મી સુદીપ ચૌધરી અમે તાપસ કરી રહ્યા છીએ ..અને ક્રાઇમ ની ભાષા માં કોઈ પણ ખુન થાય તો સૌપ્રથમ ખુન નો હેતુ શોધવો પડે પછી ખૂની મળે અને ગુડ્ડુ શાસ્ત્રી ના કેસ માં હાજી અમે ખૂન નો હેતુ શોધી શક્ય નથી " રંજીતે થોડા કડક અવાજે કહ્યું

સામે સુદીપ પણ સમજી ગયો કે અત્યારે રણજિત કઈ વાત કરવા ના મૂળ માં નથી સુદીપ બે હાથ જોડીને ઉભો થયો " મારુ ફરી કામ હોય તો ચોક્કસ ફોન કરજો જય હિન્દ " કહીને સુદીપ ત્યાં થી નીકળી ગયો ..સુદીપ ના ગયા પછી હરિ શર્મા અંદર આયો

" સર ત્રણ જાણ તો મળી ગયા ચો થી વ્યક્તિ નું નામ છે વિનોદ અગ્રવાલ તેમને આપણે ૨૦ ફોન કર્યા પણ ફોન રિસીવ થતો નથી " હરિ શર્મા કહ્યું

" તો એનું સરનામું તો હશે ને ?" રંજીતે કહ્યું

" ઓફ કોર્સ સર આપણી પાસે અડ્રેસ્સ છે " હરિ શર્મા ના અવાજ માં કોન્ફ્યુડન્સ હતો

" ચાલો તાપસ કરીયે " રણજીત માથે ટોપી પહેરી ને ઉભો થયો

..બરાબર અડધો કલાક પછી રણજિત , હરિ શર્મા ને બીજા બે હવાલદાર વિનોદ અગ્રવાલ ના બાંગ્લા ની બહાર હતા .બંગલો ખાડો મોટો હતો ..બાંગ્લા પરથી ખબર પડતી હતી કે વિનોદ અગ્રવાલ ખુબ પૈસા વાળો વ્યક્તિ હતો ..પોલીસે જીપ જોઈને વોચમેને સલામ કરીને લોખંડ નો મોટો ઝાંપો ખોલી નાખ્યો જીપ સડસડાટ પોર્ચ માં આવી ને ઉભી રહી ...રણજિત , હરિશ્ર્મ ને બે હવાલદાર નીચે ઉતર્યા મેન ડોર તરફ ગયા ..હરિ શર્મા ડોરબેલ વગાડ્યો કોઈએ દરવાજો ખોલ્યો નહિ હરિ શર્મા એ ૩ થી ચાર વાર ડોરબેલ માર્યા લગભગ ૧૦ મિનિટ પછી બાંગ્લા નો તોતિંગ દરવાજો ખુલ્યો દરવાજો એક ઘરડી સ્ત્રી એ ખોલ્યો હતો કપડાં પરથી એ નોકરાણી લગતી હતી

" અમારે મી વિનોદ અગ્રવાલ ને મળવું છે " હરિ શર્મા એ કહ્યું

" આવો " એ ફક્ત એટલું જ બોલી ચારવ જન બાંગ્લા માં આવ્યા બાંગ્લા નો ડ્રોઈંગ રોમ વિશાલ હતો રૂમ માં બરાબર સામે સાગ ની કોતરણી વાળી સીડી હતી જેનાથી ઉપરના માળે જવાતું હતું ડ્રોઈંગ રોમ માં જુદી જુદી જગ્યાએ ત્રણ સોફાસેટ ની બેઠક હતી સિદી ની બરાબર પાછળ રસોડા માં જવાનો દરવાજો હતો જમણી બાજુમાં સોફા સેટ ની પાછળ પણ એક દરવાજો હતો ..બધીજ રાચરચીલું સાગના લાકડા માંથી બનાવેલું હતું ..ડાબી બાજુની દીવાલ પર લગભગ ૧૦ ફૂટ ઉંચી લોલક વાળી જુના જમાના ની ઘડિયાળ હતી ઘડિયાળ ની આજુ બાજુ રાજા મહા રાજાઓ ના પેઈન્ટિંગ્સ લગાડેલા હતા ..નોકરાણી એ ચારેય જન ને એક બેઠક તરફ ઈશારો કરીને બેસવાનું કહ્યું ને એ સીડી ની નીચેવાળા દરવાજા ની અંદર જતી રહી ..રણજિત અને હરિ શર્મા બાંગ્લા નું નિરીક્ષણ કરવા લાગ્યા ..થોડીવાર તો કોઈ આવ્યું નહિ ..પછી એકદમ જ વાતાવરણ માં સોરે ની ખુશ્બુ આવવા લાગી ..બધા ચોકી ગયા આ ખુશ્બુ ક્યાં થી આવે છે? ત્યાંજ રણજિત ની નજર સિદી ઉપરથી ઉતરતી એક ઓરત પર પડી તેનો રંગ એકદમ દૂધ જેવો ધોળો હતો તેની ઉમર ૨૭ થી વધારે નહિ હોય ..તેની કાળી આખો અને તેના કાળા વાળ તેની સુંદરતા માં વધારી કરતા હતા ..તેને એકદમ ધોળો દૂધ જેવો ડ્રેસ પહેર્યો હતો ..તે ધીમે ધીમે દાદરા ઉતરતી હતી તે જેમ જેમ નજીક આવતી હતી તેમ તેમ તેને છાંટેલા સ્પ્રે ની ખુશ્બુ વાતાવરણ માં પ્રસરતી જતી હતી ..તે આવીને બરાબર રણજિત અને હરિ શર્મા બેઠા હતા તે સોફા ની સામે આવી ને બેઠી રેને પગ પાર પગ ચડાવ્યા

" યસ " એટલું બોલી તેનો અવાજ મધુર હતો

" વેલ અમારે મી.વિનોદ અગ્રવાલ ને મળવું છે " હરિ શર્મા એ કહ્યું .

." હું પૂછી શકું તને એમને શા માટે મળવા માંગો છો? " પેલી યુવતી એ પૂછ્યું .

." વેલ ગુડ્ડુ શાસ્ત્રી નામના એક પત્રકાર નું ખૂન થયું છે અને ગુડ્ડુએ તેનું ખુન થયું એજ દિવસે મી વિનોદ અગ્રવાલ સાથે વાત કરી હતી ..એ માહિતી અમને કોલ ડીટેલ માંથી મળી છે ...અને અમે એમને ઘણા ફોન કર્યા પણ એ ફોન રિસીવ નથી કરતા " હરિ શર્મા એ ઝડપથી માહિતી આપી

" ઇન્સ્પેક્ટર તમે જે કહો છો એ ગુડ્ડુ શાસ્ત્રી ગઈ કાલે મી. વિનોદ અગ્રવાલ સાથે કોઈ વાત કરી જ ના શકે " પેલી યુવતી શાન અવાજે બોલી

" મેડમ આ વાત તમે આટલી ચોક્કસ રીતે કેવી રીતે કહી શકો ..અમારી જોડે રેકોર્ડ અને સાબૂત છે .." હરિ શર્મા એ કહ્યું

* વેલ તમે કોણ ? " રંજીતે હરિ શર્મા ની વાત વચ્ચે થી કાપતા કહ્યું

" ઇન્સ્પેક્ટર મારુ નામ મોનીશા અગ્રવાલ ..હું વિનોદ અગ્રવાલ ની બીજી પત્ની છું " મોનીશા એ ધીમા પણ દબાતા અવાજે કહ્યું ..મોનીશા એ જાણે બૉમ્બ ફોડ્યો હોય એમ બધા ચમકતા ૬૦વિનોદ અગ્રવાલ ની આટલી સુંદર ૨૭ વર્ષ ની પત્ની !!! એવું નથી કે આવા લગ્નો દુનિયા માં થતા નથી પણ અહીં કૈક વિચિત્ર હોવાની ગંધ રણજિત ને આવતી હતી ..

" મેડમ તમે એમની પત્ની છો ..પણ તમે એટલું ભાર દઈને કેવીરીતે કહી શકો કે વિનોદ અગ્રવાલ ગુડ્ડુ શાસ્ત્રી જોડે વાત કરી જ ના શકે ? " રણજિતે મૌન તોડ્યું .

." કારણ કે મારા પતિ વિનોદ અગ્રવાલ નું મૃત્યુ પંદર દિવસ પહેલા થઇ ગયું છે ..!!!" મોનીશા નો અવાજ ચારેય જણ ના કાન માં ગુંજતો હતો

••••••••••

વાચક મિત્રો ,

વિષ રમતએ હવે બરાબર ભરડો લીધો છે મને વિશ્વાસ છે કે વિષ રમત તમને જરૂર થી મનોરંજન પૂરું પડતી હશે . વિષ રમત ના તણા વાણા ગૂંથવામાં ખુબજ કાળજી રાખેલી છે .વેબ સેરીઝ ના જમાના માં પણ ધારાવાહિક નવલકથા માં આપણી આટલો સ્નેહ મળે એ એક લેખક માટે ગર્વ રૂપ છે ...આપણી અભિપ્રાય આપતા રહેશો તો હાજી પણ ઉતકૃષ્ટ લખાણ લખી શકું ..

સદાય આપણી આભારી -

મૃગેશ દેસાઈ

મોબાઈલ : 9904289819