રાજુ બન ગયા જેન્ટલમેન - 3 PRATIK PATHAK દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

રાજુ બન ગયા જેન્ટલમેન - 3

સત્ય ઘટના પર આધારિત આ વાર્તા નો ત્રીજો ભાગ પ્રસ્તુત છે,વાર્તા સત્ય ઘટના પર વર્ણવેલી છે પરંતુ કેટલાક પાત્રો અને સ્થળ કાલ્પનિક છે. તો માણીયે ભાગ 3.

તો પહેલા આપણે મોહનભાઈ ને વાત કરીએ કારણ કે તેમને અંધારામાં રાખીને આપણે આગળના વધી શકીએ. લોકો કેટલા મોઢે તેમની ખોટી વાતો કરશે અને એમની ખોટી બદનામી થાય એવું આપણે ના કરાય દીપુ ના પપ્પા એ દીપુ ને સમજાવતા કહ્યું.

તો ઠીક પપ્પા તો ચાલો આપણે મામા ને વાત કરીએ અને નાના મામા પણ હજી ભાવનગર નથી ગયા તો બધા વચ્ચે વાત થઈ જાય તો સારું બધા બહાર હોલમાં જ બેઠા છે.દીપુએ ઉતાવળે કહ્યું .
દીપુ અને તેના મમ્મી-પપ્પા હોલમાં આવે છે
મોહનભાઈ તથા તેમની પત્ની સોફા પર લાલો અને તેની પત્ની હોલના મધ્યમાં આવેલા હિંચકા પર બેઠા હતા. મહેશભાઈ અને તેના પત્ની સોફા પર ઉપર પગ ચડાવી દ્રાક્ષ ખાતા હતા .બધા લાલા ના લગ્ન ની વાતો કરતા હતા એવામાં અમિત કુમાર, દીપુ અને દીપુ ના મમ્મી હોલમાં આવી પહોંચ્યા

બીજું બધું તો ઠીક લગ્નમાં મજા બહુ આવી ખાસ કરી સંગીત સંધ્યામાં મજા આવી.આવી સંગીત સંધ્યા આપડા પરિવારમાં ક્યારેય નથી થઈ. બધાએ ખરેખર ખુબ સરસ પર્ફોર્મન્સ આપ્યું. મોહન કાકા એ કહ્યું.
પેલી એન્કર તો બહુજ ઓવર હતી નઈ, એના કરતાં તો લાલા તું સારું એન્કરીંગ કરે છે.
કાકી મારા લગન માં હું કઈ રીતે એન્કરીંગ કરી શકું!?લાલા એ કહ્યું.
એલા પણ રાજુ સખત નાખ્યો આપણે તો ધાર્યું ન હતું મોહન કાકા બોલ્યા અને બધા લાગ્યા .

અરે આવો આવો બનેવી અહીં બેસો. કેમ રહ્યું બધુ બરોબરને ?તમને લોકોને મજા આવી ને ?

મોહનભાઈ ખરેખર મજા આવી કેટલાય વર્ષો પછી હું વતનમાં આવ્યો અને એમાં આપણું હળવદ અને શરણેશ્વર મહાદેવ નું સાંનિધ્ય હૃદય એકદમ ખુશ થઈ ગયું
દીપુ ના પપ્પા અમિતકુમાર વ્યાસ બોલ્યા.
સાચી વાત છે એ વતન ની તો વાત જ ના થાય

કાનુડાએ છોડ્યું ગોકુળ મૂકીને હૃદયે ભાર
એમ કેમ ભૂલાય વતનનો પેલો એ આભાર.
બન્યા જ્યાં છોડમાંથી એક ઘટાદાર ઝાડ,
એ માતૃભૂમિ ના વંદન માટે ઝૂકે જ્યાં પહાડ.
જ્યાં બાપદાદા ની સંપત્તિનું ગવાતું સદાય ગાન.
સંસ્કારો ના સીંચનથી મેળવ્યા જ્યાં માન-સન્માન,
મળે ક્યારેક વતની તો દિલ થી પૂછે હાલચાલ,
હજુ ક્યારેક લાગી જાય મારા એ નાના વતનનો ગુલાલ....”

હવે દીપુ ના લગ્ન થઈ જાય એટલે બસ આપણે દીપુ ના લગ્ન પણ હળવદમાં કરવા છે દીપુ ના મમ્મી બોલ્યા.

આ તમારી દિપુડી ફઈબા હળવદમાં થોડી લગ્ન કરવા આવશે લાલા હસતા હસતા કહ્યું અને બધા હસવા લાગ્યા સિવાય દીપુ અને દીપુ ના મમ્મી પપ્પા.

કેમ મોટીબેન આટલા ગંભીર લાગો છો કંઈ થયું છે અમારાથી તમને રાખવામાં કે કઈ સુવિધા માં તકલીફ પડી છે અમિતકુમાર કંઈ થયું નથી ને? મોહન કાકા એ પૂછ્યું
અરે મોહન એવી કોઈ વાત નથી પણ ......

એટલું કહીને દીપુ ના મમ્મી અટક્યા

પણ શું મોટા બેન મોહન કાકા એ પૂછ્યું

મોહનભાઈ એક મહત્વની વાત કરવી છે દીપુ ના મમ્મી બોલ્યા

હા કહો ને શું વાત છે

“રાજુ “

શું ?રાજુ બેન ?

એમકે દીપુ ને રાજુ બહુ પસંદ આવી ગયો છે અને તેની સાથે જ લગ્ન કરવા માંગે છે દીપુ ના મમ્મી એ ચિંતાથી કહ્યું

જોયું મોટાભાઈ તમે તમારા રાજુ ના બહુ વખાણ કરતા હતા ને મારો રાજુ આમને મારો રાજુ તેમ. રાજુ મારી શેરી ની જાન છે શાન છે એ હોય તો શેર ની છોકરીઓ સુરક્ષિત છે દેખાઈ આવ્યો ને જેવો હતો એવો.ફોસલાવીને ફસાવી નાખીને આપણી બિચારી દીપુ ને હું તો કહેતો હતો બહારના લોકોને ઘરની વાત માં દખલગીરી ન કરવા દેવાય મોહન કાકા ના ભાવનગર વાળા મહેશભાઈ ચા કરતાં કીટલી ગરમ હોય તે રીતે બોલ્યા .

ના ભાઈ ના રાજુ એવુ કરે એવો નથી એ બહુ સીધો સાદો છોકરો છે એ દીપુ ને ફસાવે કે ફોસલાવે આવે એમ નથી. મોહનકાકાએ રાજુ નો બચાવ કરતાં કહ્યું


હા કાકા રાજુ અને હું નાનપણથી સાથે છીએ એના મોઢે મેં ક્યારેય કોઈ છોકરી નું નામ હજી સુધી સાંભળ્યું નથી એ સાવ ભગત માણસ છે, લાલા એ કહ્યું

મામા તમે અને લાલો સાચા છો આમાં રાજુનો કોઇ જ વાંક નથી ઇનફેક્ટ એને આ વાતની ખબર પણ નથી કે હું તને પસંદ કરું છું દીપુ બોલી.

પણ ક્યાં તુ ને ક્યા એ રાજુ? ક્યાં આપણો પરિવાર અને ક્યાં એનો ?તું ભણેલી ગણેલી અને એ સાવ અભણ જેવો. તમારા બંનેનો ક્યાંથી મેળ આવે નાના મામા એ કટાક્ષમાં કહ્યું.

એ અભણ નથી ભલે ઓછું ભણ્યો હશે પણ ગણ્યો તો આપણા બધા કરતાં વધારે છે. લાલા એ કહ્યું
અમિતકુમાર તમે જ કહો આ કાંઈ યોગ્ય છે? રાજુ કરતાંતો ઘણા સારા છોકરા મળે. જો દીપુ ને લગ્ન જ કરવા હોય તો મારા સાળા નો છોકરો છે એમબીએ થયેલો છે અને અમેરિકા આવવા પણ તૈયાર છે. એ પણ એના માટે છોકરી ગોતે છે અને પાછા એ લોકો હળવદના છે તમને તમારા વતનના લોકો મળી રહેશે. નાના મામા લાઈફ ઇન્સ્યોરન્સ વેંચતા એજન્ટની જેમ સમજાવતા કહ્યું .

(હમ...... તો વાત એ છે ચા કરતાં કીટલી વધારે ગરમ પોતાના સાળા માટે થાય છે દીપુ ને મનોમન કહ્યું)

જો હું લગ્ન કરીશ તો રાજુ સાથે જ કરીશ બાકી કોઇની સાથે નહીં કરું. હું બધાને છેલ્લી વાર કહી દઉં છું .મોહન મામા તમે સમજો તમને તમારા રાજુ ઉપર તો વિશ્વાસ છે ને તમે જ કહેતા રહેતા હોય છે ને મને મારા લાલા કરતા રાજુ પર વધારે વિશ્વાસ છે અને હક છે દીપુ એ મોહન મામાના પગ પાસે આવીને સમજાવવા લાગી
પણ બેટા રાજુ .......
પણ બણ કંઈ મામા પ્લીઝ તમે મને સમજો.દીપુએ આજીજી કરતા ભાવમાં કહ્યું.
ઠીક છે તો કાલે રાજૂને બોલાવો .એના મનની પણ વાત જાણવી પડે ને આપણે.
કાલે શું અત્યારે જ બોલો હરામ ખોર ને આવે એટલે ટાંટિયા ભાંગી નાખું. નાના મામા મહેશભાઈ બોલ્યા

ભાઈ મહેશ અત્યારે રાતના અગિયાર વાગ્યા છે કાલે આપણે તેને બોલાવું છું અને તેના માટે હરામ ખોર એવા શબ્દો ના વાપર .

હા મહેશ મામા રાજુ એવો માણસ નથી આટલા દિવસમાં હું તેને ઓળખી ગઇ છું દીપુ એ કહ્યું.

તમને જે યોગ્ય લાગે તેમ કરો. બધા મોત પોતાની મનમાની કરો પરિવારની આબરૂની કોઈને પડી જ નથી મહેશભાઈ પોતાનો પગ પછાડીને ઊભા થઈને બેડરૂમમાં જતા રહ્યા.

બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા પરંતુ દીપુ હજી ત્યાં જ સોફા પર બેઠી કઈક વિચારતી હતી અને અચાનક પાછળથી આવીને કોઈ બોલ્યું.
હૂંહ..
તું ખોટી નથી અરે તારી પસંદ પણ ખોટી નથી બસ અંતર બે વિચારોનું છે અંતર બે અલગ વ્યક્તિત્વનું છે અંતર એક મોર્ડન છોકરી અને એક સીધાસાદા છોકરાનું છે પણ બંનેમાં સામ્યતા શું છે ખબર? બંનેને માણસો બહુ સારા ઓળખતા આવડે છે, બંને પોતાના કરતાં બીજાનું વધારે વિચારે . રાજુ સો ટકા તને ખુશ રાખશે પણ તું તેની સાથે ખુશ રહી શકીશ? એકના એક દિવસે એવી પરિસ્થિતિ આવશે ત્યારે તને એની સાથે બહાર જવામાં સંકોચ થશે. એની બોલી એનું નોલેજ તું ન્યૂયોર્કમાં તારા ગ્રુપ, ફ્રેન્ડ્સ સાથે જઈશ ત્યારે તને આગળ જતાં અડચણરૂપ નઇ થાય ને ? મને કાંઈ જ વાંધો નથી જો તમારો સંબંધ થાય તો એવા પણ આગળ જતાં તમારા બંનેના સંબંધોમાં કઈ તકલીફ થવી જોઈએ નહીં. લાલાએ દીપુ પાસે બેસી તેને શાંતિથી સમજાવતા કહ્યું.
લાલા પહેલા તો તને થેન્ક્યુ કે તું મને સમજી શક્યો મેં આ બધું વિચાર્યું જ છે પછી જ આ નિર્ણય લીધો છે પણ હવે ખાલી એ જ ડર લાગે છે કે રાજુ હા પાડશે કે નહીં દીપુ એ કહ્યું .

એના હા પાડવાના કારણો હશે તો માત્ર બે-ચાર પણ ના પાડવાના તો છે અઢળક” લાલાએ ચિંતાથી કહ્યું.
જોઈએ હવે શું થાય છે મારી flight take off થશે કે ક્રેશ થશે એ તો હવે કેપ્ટન રાજુ ના હાથમાં છે પણ લાલા આ મહેશ મામા કંઈક વધારે પડતું બોલે છે કંઈક કરવું પડશે એમનું. દીપુ એ નટખટ અંદાજમાં કહ્યું

એમની બળતરાના ત્રણ કારણો છે એક તો એમને તારા લગ્ન એમના સાળા ના દિકરા સાથે કરાવવા છે અને બીજુ પપ્પાએ આ વખતે મારા લગ્નની વધુ પડતી જવાબદારી રાજુને આપી હતી એ એમને ગમ્યું ન હતું અને ત્રીજું કારણ હું તને પછી કહીશ એટલે એમને રાજુ ખટકે છે બાકી તારી પસંદગીના નિર્ણયમાં હું તારી સાથે છું.
લાલા you are Best Brother , Generally આવા કેસ માં કોઈ કઝીન એની બેન નો આવી રીતે સાથ ના આપે અને આટલો સપોર્ટ ના કરે.But U R awesome bhai. દીપુ થોડા મૂડ આવી હોય એવું લાગ્યું.
વાત રાજુની છે એટલે હું તને આટલો સપોર્ટ કરું છું એ ખરેખર મસ્ત માણસ છે. રાજુ તો કંઈ પણ મહેનત કરીને આગળ આવે એવો માણસ છે પણ બધું હવે રાજુ ઉપર આધાર રાખે છે ચાલ હવે વધારે પડતું વિચાર્યા વગર સુઈ જા તુ બકા.
હા ભાઈ ગુડ નાઈટ
દીપુ લાલાને ભેટીને તેના રૂમમાં જાય છે


બીજા દિવસે રાજુ ના સ્વાગત માટે તૈયાર હશે મહેશભાઈ ,શું થશે રાજુ નું આખી વાત જાણી.?? જોડાયેલા રહો.આ રાજુ દીપુ ની સત્ય ઘટના પર આધારિત Love Story સાથે.
ક્રમશઃ