Featured Books
શ્રેણી
શેયર કરો

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 1 - પ્રેમમાં ભગવાન - 4

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - ૧ પ્રેમમાં ભગવાન ભાગ-૪ (છેલ્લો ભાગ)

હમ્મ ... આતો કહું છું મારા પોતાના સાત બાળકો છે તેમાં માત્ર એક છોકરી છે., સ્ત્રી જણાવવા લાગી કે કેવી રીતે પોતાની દીકરી સાથે રહે છે . સ્ત્રીએ કહ્યું કે મેં તો મારું જીવન જીવી લીધું પરતું હવે બાળકો માટે કામ કરવું પડે છે. અને મારા બાળકો પણ બધા સારા છે એ લોકો સિવાય બીજા કોઈ મને પોતાનું લાગતું નથી. નાની દીકરી તો મને મુકીને બીજા કોઈ પાસે જતી પણ નથી. આવું વિચારતા જ સ્ત્રી નીઆંખો માં આંસુ ઉભરાઈ ગયા. પેલા છોકરા ને જોઈને કહ્યું સાચું છે. આ તો અનુ બાળપણ કહેવાય બીજું શું? ઈશ્વર હંમેશા એની સાથે રહે. આમ કહી એ ટોકરી ઉપાડવા લાગી. આ જોઈ છોકરો સામને આવ્યો અને એની પાસે આવી કહ્યું આ લાવો મૉ ! હું ઉપાડી લઈશ . હું એ તરફજ જવ છું. સ્ત્રીએ ટોકરી બાળકને આપી અને બંને સાથે ચાલવા લાગ્યા. માર્ટીન પાસે સફરજનનાં રૂપિયા માંગવાનું પણ સ્ત્રી ભૂલી ગઈ. બંને વાતો કરતા કરતા ત્યાંથી ગયા. અને જ્યાં સુધી દેખાતા બંધ ન થયા ત્યાં સુધી માર્ટીન બંને ને જોતો રહ્યો. જ્યારે દેખાતા બંધ થયા એટલે માર્ટીન ઘરે આવ્યો. અને પાછો કામમાં લાગી ગયો. થોડુક કામ કર્યું હશે અને એની ધ્યાને આવ્યું કે આંખોમાં ઝાખું દેખાય છે. બહાર અંધારું થઇ ગયું હતું. એને બહાર જોયું તો એક વ્યક્તિ બત્તી સળગાવવા માટે ગલીમાં આવ્યો હતો. રાત્રી નો સમય થઇ ગયેલ હતો એટલે એને પણ લેમ્પ બરાબર કર્યું અને કામ કરવાના સ્થળ ઉપર લગાડ્યો. અને એક જૂતો બનાવી એને ફેરવી ફેરવી જોઈ લીધો. જૂતો બરાબર બન્યો હતો. એટલે એને મૂકી દીધું. પછી લેમ્પ ઉતારીને ટેબલ ઉપર ગોઠવી દીધું. અને વિચાર્યું કે ઇન્ઝીલ પોથી લઇ વાંચવા બેસે. આગલા દિવસે જે નિશાની મૂકી હતી તે ખોલવા પ્રયત્ન કર્યો પરતું પુસ્તક બીજી જગ્યાએથી ખુલી . જેવી પુસ્તક ઉઘાડી અને આગળા દિવસનો સ્વપ્ન યાદ આવ્યું. એની સાથે જ માર્ટીન ને એવું લાગ્યું કે કોઈ એની પાછળ છે. ધીરી ધીરે કોઈ નાં પગ નાં અવાજ આવતા થયા. માર્ટીને ફરીને પાછળ જોયું, અંધારામાં એક ખૂણા માં કોઈ વ્યક્તિ ઉભી હોય એવું લાગ્યું. તે પૂચવા જતો હતો પરતું એ પહેલા એના કાન માં કોઈની અવાજ આવી. કોઈ માર્ટીન ને પૂછી રહ્યું છે કે માર્ટીન તે મને ઓળખ્યો નહિ? માર્ટીન ડરીને પૂછ્યું કોણ? જવાબ આવ્યો હું! અવાજ ની સાથે જ અંધારા માંથી સ્ટેપાન આગળ આવ્યો , હસ્યો અને અદશ્ય થઇ ગયો. બીજા કોણા માંથી પેલી સ્ત્રી બાળક સાથે બહાર આવી. સ્ત્રી હશે સાથે બાળક પણ હસ્યો. અને અદશ્ય થઇ ગયા. અને પછી ત્રીજી બાજુથી અવાજ આવ્યો અને હું ! અને પછી સફરજન વેંચનાર સ્ત્રી અને પેલો છોકરો આવ્યો અને હસ્યો પાછા એ પણ અદશ્ય થયા. માર્ટીનનો હ્રદય આંનદિત થઇ ગયો. એને પ્રભુ નું સ્મરણ કર્યો. ઇન્ઝીલ પોથીને આંખો ઉપર મૂકી અને વાંચવા લાગ્યો અને વાંચું ..હું ભૂખ્યો હતો તે મને જમવાનું આપ્યું .. હું તરસ્યો હતો તે મારી તરસ છીપાવી. હું અજાણ્યો હતો પરંતુ તે મને અપનાવ્યો. આગળ તેને વાંચ્યો આ બધા માટે ઉત્તમ થી અતિ ઉત્તમ તે જે કર્યું તે મારા માટે હતું. અને એ મને આપ્યું. એ વખતે માર્ટીનને સમજાવ્યું કે એનું દિવ્ય સ્વપ્ન સાચું પડ્યું. તેના ઘરે સાચેજ પ્રભુ આવ્યા હતા. અને માર્ટીને એમની સેવા કરી હતી. ....સમાપ્ત

હવે આગળના ભાગમાં આજ લેખક ની અન્ય એક વાર્તા નું અનુવાદ કરીશ. પ્લ્ઝ.. Read , and give your opinion