સમી સાંજનું સ્વપ્ન.. - 8 અમી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમી સાંજનું સ્વપ્ન.. - 8

(ભાગ -૮ )

ગરિમાનાં મોબાઈલ પર બીજો નંબર પણ ફ્લેશ થઇ રહ્યો હતો પણ બીજા ફોન ચાલુને કારણે સ્ટેન્ડ બાયમાં ઊભું રહેવું પડ્યું, ક્યારે હવે મારો વારો લાગશે, એવું વિચારતો હતો ને જ સામેથી નોટીફિકેશન જોઈ કોલ બેક કર્યો પરમે.

મનન, ગરિમાનો દીકરો જેની સાથે બીજો દીકરો પરમ વાત કરતો હતો. બાકીનાં ત્રણે શું વાત થશેની રાહ જોતા હતાં. પરમ આજે વારેવારે મીઠા આનંદના ધોધ વહાવતો હતો. હવે એનાં મનમાં ગરિમા માટે માન હતું. પણ પહેલાં એને જે વર્તન કર્યું એનાં કારણે પોતાની છબી સુધારવી હતીને પસ્તાવાના સ્વરૂપે મનન સાથે વાત કરી દિલ હળવું કરવા માંગતો હતો.

પરમ - મનન કેમ છે તું ? એક આનંદના સમાચાર છે, આર્યા માં બનવાની છે. મને ખબર છે તું અને આર્યા પણ ક્યારેક વાતો કરો છો. મને બધું એ કહેતી પણ મારાં આંખ પર પટ્ટી બંધાઇ હતી. હું બંનેની ખુશી ન્હોતો જોઈ શકતો, આ ઉંમરે શું આ શોભે ? જુનવાણી વિચાર ગણો કે મારો પોતાનો પપ્પાને ખોવાનો ડર. મમ્મીનો પ્રેમ તો બહુ મળ્યો નથી એક પપ્પા પ્રેમ કરે છે એમાં આંટી ભાગ પડાવવા આવ્યા, હવે મારું કોણ ? આંટીને મળ્યો, એમને સમજ્યા, પપ્પાની નિખાલસતાથી સેવા કરતાં જોયા, એક મિત્ર તરીકે પોતાની મિત્રતા જતાવી આંટીએ.

મને માફ કરી દેજે, મારી બાલિશ હરકતોને દિલથી નાં લઈશ. તું અને હું આપણા મમ્મી - પપ્પાને સાથે જ રાખીશું.

મનન - પરમ તે તારા દિલની વાત સરસ રીતે કરી, એકલો સ્વીકાર કરવો અને મનથી સ્વીકાર કરવો બંને ભીન્ન છે, તે મનથી સ્વીકૃતિ આપી છે, દિલથી સ્વીકાર કર્યો તેનો ઘણો આભાર. બંને સમજુ છે પોતાનો રોલ કેવી રીતે નિભાવવો ખુબ સારી રીતે જાણે છે. આપણને તેમના આશીર્વાદ મળતાં રહે.

પરમ મેં મમ્મીને ખુબ સંઘર્ષ કરતાં જોઈ છે. મારાં પપ્પા ગયા ત્યારે મમ્મી ચાલીશ વર્ષનાં જ હતાં. લોકોનાં મેણા સાંભળ્યા. મનથી અડગ રહી, મારી જરૂરિયાતો પોષી છે. હું કોલેજના પહેલાં વર્ષમાં હતો. ત્યારે મે નક્કી કર્યું કે હું ભણવા માટે અમેરિકા જતો રહીશ અને જોબ શોધી ત્યાંજ સેટલ થઈશ. મમ્મીને અહી બોલાવીશ. માં દીકરો લહેરથી રહીશું. લોકોનાં મેણા અને અજુગતી વાતોથી દુર.



મનન, બોસ્ટન એમ. આઇ. ટી. માં પી. એચ. ડી કરતો હતો. તેનું છેલ્લું વર્ષ પુરું થઈ ગયું હતું. હવે એનું કોનવોકેશન હતુ.

મનને વ્યોમેશ સાથે વાત કરી, તબિયતની ખબર પૂછી. હા, અંકલ હું મજામાં છું, પગે લાગું છું, આશીર્વાદ આપો. બોલો તમારી તબિયત કેમ છે હવે ? મમ્મીએ તમારી તબિયત વિષે જણાવ્યું હતું. મમ્મી તમારું ધ્યાન રાખે છે ને બરાબર ?

મનનને તેની મમ્મી દિલની વાત બધી કહેતી, દીકરો દોસ્ત જેવો હતો, મનન પણ બધી વાત શેર કરતો.
દુનિયા આગળ પાગલ ગણાવું તેનાં કરતાં દીકરા પાસે પાગલ રહેવું વધારે સારું. આપણે ક્યાંક અટકિયા તો દીકરો માર્ગ સુજાડે. મનન તો હમેંશા કહેતો જીવનસાથી શોધી લો તમે !!!

ગરિમાને જ્યારથી વ્યોમેશ સાથે દોસ્તીની શરુઆત થઈ ત્યારથી બધી ખબર હતી. વ્યોમેશનો દિલથી સ્વીકાર કર્યો હતો, ક્યારેક વાત પણ કરતો.

અંકલ મારું કોનવોકેશન છે તો હું મમ્મીને અહીંયા બોલાવું છું તો તમે પણ સાથે આવો. તમને હવાફેર થશે ને સારું લાગશે. અહી અત્યારે સમર સીઝન છે એટલે ફરવાની પણ મજા આવશે. તમે રિલેક્ષ થશો.
હું અત્યારે ફ્રી છું, મારી જોબ પણ આવતા મહિનાથી ચાલુ થવાની છે.

પરમ તો સાંભળીને ચક્કર ખાઈ ગયો. નથી પપ્પાને જોયા કે મળ્યો, મમ્મીએ કહ્યું, માની પણ ગયો. પપ્પાને પણ સાથે બોલાવે છે. કેટલી આત્મીયતાથી વાત કરે છે. અરે ! હું તો પપ્પા સાથે પણ આટલો નજીક ક્યારે નથી થયો કે દિલની વાત કરી શકુ. આર્યા પપ્પા સાથે આટલી જ નજદીક છે એટલે તો એમના મનની વાત જાણી શકે. મનન પર પરમને ખુબજ માન ઉપજ્યું.

પરમે પણ મનન સાથે ખુલ્લા દિલથી વાત કરી, હું પપ્પાને ચોક્કસ મોકલીશ બોસ્ટન. આંટી અને પપ્પા સાથે જ આવશે. તમે ફરજો ત્યાં, હવે પપ્પાની ખુશી એ મારી ખુશી, મારા માટે આખી જિંદગી ત્યાગજ કર્યો છે, હવે મારો વારો છે એમની જિંદગીને આનંદિત કરવાનો.

આખરે અમેરિકા જવાનો દિવસ આવી ગયો, આર્યા અને પરમ આનંદમાં પણ હતા અને વિરહ ખુબ સાલશે એની ભીતિ હતી. પપ્પા વગર ઘર સુનું બની જશે કોની સાથે વાતો કર્યા કરીશ. મેરેજ કરીને આવી ત્યારથી કોઈ દિવસ એકલા રહ્યા નથી એમ આંસુ વહાવતી બોલતી હતી. વ્યોમેશે કહ્યું કેમ આવું બોલે છે, તને કંપની મળી ગઇ છે ને !! એની સાથે વાતો કરતી રહેજે. આરામ કરજે. સારું વાંચન કરજે. સારું વિચારજે જેથી સંસ્કાર મૂળથી જ સારા પડે. હવે તારે બે જીવ નું ધ્યાન રાખવાનું. તને પૂરતો સમય મળશે. પરમ તો છે તારો ખ્યાલ રાખવા, હું જઈશ તો એ જવાબદારી સમજશે. હું તો ત્રણ મહિના માટેજ જવું છું, બાળકના સ્વાગત માટે તો હું અહી હાજર થઈ જઈશ. તું હંમેશા ખુશ રહે.

પરમે કહ્યું હા, પપ્પા હું તમારી જેવો જ બનીશ પપ્પા, ખુબ પ્રેમ આપીશ, તમારાં ચરણોમાં જ અમારું સ્વર્ગ છે. એકબીજાના દિલમાં વસીએ છે. આર્યાનો હું પૂરેપૂરો ખ્યાલ રાખીશ.

ત્યાંજ મનનનો ફોન આવ્યો કે મેં તમને બંનેને કહ્યું હતું એ લીગલ ડોક્યુમન્ટ કર્યા ? મારે એ જોઈશે જ ?

ક્રમશ :.....

"" અમી ""

(મનન કયા લીગલ ડોક્યુમન્ટની વાત કરતો હશે ?)