ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 7 - છેલ્લો ભાગ Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 7 - છેલ્લો ભાગ

ઇન્સ્પેકટર પ્રતાપ

ભાગ-7

આઝાદી ઝિંદાબાદ


ગૃહમંત્રીની કેબીનમાં થોડી મિનિટો માટે સન્નાટો થઇ ગયો. ગૃહમંત્રીએ સાવંત સામે જોયું, સાવંતે આંખના ઇશારાથી વાત બરાબર છે એમ કહ્યું.
‘સારું ઇન્સ્પેકટર પ્રતાપ તમારી વાત મને મારા મગજમાં સેટ થઇ છે. તમે આજથી મારા અંગત માણસ છો અને તમારા પ્રમોશનને પાંચ વર્ષથી અટકાવીને રાખવામાં આવ્યું છે, એના બદલે હું બે દિવસમાં જ તમારા પ્રમોશનની ફાઈલ આગળ વધારું છું. અને તમે રીમા કપૂરને અને એની જોડે મળેલા પેલા સાગરીત બહેનને ગિરફ્તાર કરી લો. હું પોલીસ કમિશનરને હમણાં જ ફોન લાગવું છું.’ ઇન્સ્પેકટર પ્રતાપ સેલ્યુટ કરીને ગૃહમંત્રીની ઓફિસ માંથી બહાર નીકળ્યો હતો.
ઇન્સ્પેકટર પ્રતાપને આવા કાવાદાવા કરવા પસંદ ન હતા, પરંતુ રાજકારણીયો સાથે આ રીતે જ ડિલ કરી શકાય એની સમજણ ઇન્સ્પેકટર પ્રતાપને આટલાં વર્ષની નોકરી પછી આવી ગયી હતી.ઇન્સ્પેકટર પ્રતાપ સીધો પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યો. ત્યાં સુધી ગૃહમંત્રીએ પોલીસ કમિશનરને રીમા કપૂરને અને આશા બાઈને પકડવા માટેનો આદેશ આપી દીધો હતો.
'મને ખબર પડી છે કે તું ગૃહમંત્રાલય ગયો હતો અને આ બધા કારસ્તાન તારા છે?' પોલીસ કમિશનરે પ્રતાપ સામે જોઈને કહ્યું હતું.
'સર, મેં તો ખાલી હોમ મિનીસ્ટર સાહેબને સત્ય દેખાડયું અને હોમ મિનીસ્ટર સાહેબ સત્યથી પ્રભાવિત થઇ ગયા. અને એમણે તરત જ રીમા કપૂરને પકડવાનો આદેશ આપ્યો. એટલે હવે આપનો આદેશ હોય તો હું વોરંટ લઈ રીમા કપૂરને અને આશા બાઈને ગિરફ્તાર કરી લઉં અને મીરા સિંઘાનિયા ખૂન કેસ સોલ્વ કરી દઈએ. પરંતુ કાલની જે કોન્ફરન્સ થવાની છે એમાં સિક્યુરિટી થોડી વધારે મજબૂત રાખવી પડશે. કારણ કે આદિવાસીઓ ચૂપ રહે એવું મને લાગતું નથી.' ઇન્સ્પેકટર પ્રતાપે પોતાની શંકા પોલીસ કમિશનરને કહી હતી.
‘હવે આદિવાસીઓ શું કરવાના હતા? સિક્યુરિટી જેટલી જરૂર છે તેટલી તો આપડે કરી જ રહ્યા છીએ. પરંતુ વધારે સિક્યુરિટી કરીને પ્રેસ અને મીડિયાની નજરમાં આ કેસમાં કશુંક રંધાઈ રહ્યું છે અથવા તો આ પાવર પ્રોજેક્ટની જાહેરાતથી નુકસાન થઇ શકે તેમ છે. એવો હું કોઈ સંકેત હું પ્રેસ અને મીડિયાને આપવા માંગતો નથી. માટે ડોન્ટ વોરી, તમે તમારી રીતે સિક્યુરિટીની વ્યવસ્થા કરી દો. લાબું વિચારવાની જરૂર નથી.' પોલીસ કમિશનરે આદેશ આપતાં કહ્યું હતું.
ઇન્સ્પેકટર પ્રતાપે અને સબ ઇન્સ્પેકટર ગણેશ તલપડેએ રીમા કપૂરને એનાં ઘરેથી ગિરફ્તાર કરી લીધી હતી. અને જેલમાં નાખી દીધી હતી. આશા બાઈને પણ રીમા કપૂર સાથે જેલમાં પૂરવામાં આવી હતી. રીમા કપૂર પોતાની થયેલી ગિરફ્તારીથી રડીને અડધી થઇ ગઇ હતી.
‘રિમાજી મીરા સિંઘાનિયા જેવી સાચી મિત્રનું ખૂન કરી તમે બહુ ખોટું કર્યું છે. હવે આજીવન કારાવાસની સજા તમને મળશે અને તમે જેલમાં જ જિંદગી આખી વિતાવી પડશે. અને તમારા વગર પ્રેસ કોન્ફરન્સ પણ થશે અને પાવર પ્રોજેક્ટ પણ શરુ થઇ જશે. બધા જ પોલીસ ઓફિસરો બેઈમાન હોતા નથી. એની હવે તમને સમજણ પડી જવી જોઈએ.’આટલું બોલી ઇન્સ્પેકટર પ્રતાપ હવાલાતમાંથી બહાર નીકળી ગયો હતો.
બીજા દિવસે ઇન્સ્પેકટર પ્રતાપે પાવર પ્રોજેક્ટની કોન્ફરન્સમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ધીમંતાએ બધું બરાબર થઇ ગયું છે, એવું કહી એણે ઇન્સ્પેકટર પ્રતાપના મગજમાં કશું ખોટું થવાનું છે એવી શંકા નાખી દીધી હતી.
કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. સ્ટેજ ઉપર દિપક બિરલા, ધીરજ સિંઘાનિયા, હોમ મિનીસ્ટર ગોડબોલે આ ત્રણ જણ બેઠા હતા. મંચની સામે મહારાષ્ટ્રમાંથી અને દેશભરમાંથી આવેલા પત્રકારો પણ બેઠા હતા.
હોમ મિનીસ્ટરે ઉભા થઈ અને માઈક જે સ્ટેન્ડ ઉપર રાખવામાં આવ્યું હતું, ત્યાં પહોંચ્યા હતા. અને પોતાના ભાષણની શરૂઆત કરી હતી.
'પત્રકાર મિત્રો, પાવર પ્રોજેક્ટથી આદિવાસીઓનો અને મહારાષ્ટ્રનો વિકાસ થવાનો છે. કેટલાક અસંતુષ્ટ લોકો આદિવાસીને ભડકાવી આ પાવર પ્રોજેક્ટને રોકવાનો ખુબ પ્રયત્ન કરી રહ્યા હતા. પંરતુ અમે એ અસંતુષ્ટોને અને આ પાવર પ્રોજેક્ટમાં હવનમાં હાંડકા નાખવાની કોશિશ કરવાવાળાઓને સમજાવ્યા અને આ પાવર પ્રોજેક્ટથી કેટલો ફાયદો થશે એની માહિતી અમે આપી અને એના કારણે આદિવાસીઓ પણ હવે આ પાવર પ્રોજેક્ટમાં ઉદ્યોગપતિ દિપક બિરલા સાથે જોડાઈ એકજૂથ થઈ કામ કરશે. આદિવાસીઓના વકીલ મિ.ધીમંતા રાગે એ આ પાવર પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા તેઓ હવે આ પાવર પ્રોજેક્ટમાં સાથે જોડાઈ ગયા છે. બીજા ત્રણ આદિવાસી ભાઈઓ પણ આપડી જોડે જ નીચે બેઠેલા છે જેઓ આ પાવર પ્રોજેક્ટથી ઘણા ઉત્સાહમાં છે. તેમાંથી બે જણા આદિવાસીના સરપંચ અને ઉપસરપંચ છે. હું મિ.ધીમંતા રાગેને સ્ટેજ પર બોલાવી રહ્યો છું. ધીમંતા સ્ટેજની પાછળથી સ્ટેજ પર દાખલ થયો. પત્રકારો સામે બે હાથ જોડી અને પોતાની ખુરશીમાં બેસી ગયો. સૌથી પહેલા તો હું મિ.ધીમંતા રાગેને કહીશ કે પહેલા તમે માઈક પર આવો અને તમે જ પત્રકારોના સવાલના જવાબ આપો, જેથી કોઈએ કશું લાબું કહેવાનું રહે જ નહિ.’આટલું બોલી હોમ મિનીસ્ટર તેમની જગ્યાએ બેસી ગયા હતા.
ધીમંતા ઉભો થઈ અને માઈક પાસે આવ્યો હતો.
જંગલ એ અમારું જીવન છે. અમારા કુળદેવતા વનદેવતાનું રહેવાનું સ્થાન છે. અમે આદિવાસીઓ આ જંગલના અને વનદેવતાના સેવક છીએ. વનદેવતાએ અમને આદિવાસીઓને આ જંગલની રક્ષા કરવા માટે આ ધરતી ઉપર મોકલ્યા છે એવું અમે માનીએ છીએ, માટે જ્યાં સુધી એકપણ આદિવાસી જીવતો હશે ત્યાં સુધી કોઈપણ પ્રકારનો પાવર પ્રોજેક્ટ અમારા જંગલોમાં થઈ શકશે નહિ. જંગલોની આઝાદી આ પાવર પ્રોજેક્ટ છીનવી શકશે નહિ ! ‘આઝાદી ઝિંદાબાદ’
આટલું બોલી ધીમંતાએ પેન્ટમાંથી રિવોલ્વર કાઢી સીધી હોમ મિનિસ્ટર, દિપક બિરલા અને ધીરજ સિંઘાનિયા પર વારા ફરતી ગોળીઓ ચલાવી હતી.
ધીમંતાએ જેવી ગોળીઓ ચલાવી તેવું નીચે બેઠેલા ત્રણે ત્રણ આદિવાસીઓ હોલમાં ચોપાનિયા ઉછાળવા લાગ્યા હતા. ઇન્સ્પેક્ટર પ્રતાપે ધીમંતાનું નિશાન કરી ગોળી ધીમંતાના હાથમાં મારી હતી. ધીમંતાએ બંદૂક નીચે મૂકીને હાથ ઊંચા કરી લીધા હતા. ઇન્સ્પેક્ટર પ્રતાપે જઈ એને ગિરફ્તાર કરી લીધો હતો.
'ધીમંતા તે આ શું કર્યું?આ પ્રોજેક્ટને રોકવાનો બીજો પણ રસ્તો હતો. તે તારી જાતને ફાંસીના માંચડા સુધી પહોંચાડી દીધી.' ઇન્સ્પેક્ટર પ્રતાપે ધીમંતા પાસે જઈને કહ્યું.
'ઇન્સ્પેક્ટર મેં તમને કહ્યું હતુંને કે અમે જંગલના કાનૂનને અપનાવીશું. લાતો કે ભૂત હે બાતોં સે નહિ માનેંગે. એ વાત અમે સમજી ગયા હતા. ચોપાનિયામાં પણ લખ્યું છે અમે અમારી જમીન અને અમારા વનદેવતાનું ઘર કોઈને નહિ આપીએ. તમે અમને બધાને ગિરફ્તાર કરી શકો છો. અમે આજે શહીદ ભગતસિંહના માર્ગ પર ચાલી અમારી આઝાદી મેળવવાની તક અમારા વનદેવતાએ અમને આપી એનો આનંદ છે.' આટલું બોલી ધીમંતા બેભાન થઈ ગયો હતો.
સબ ઇન્સ્પેક્ટર ગણેશ તલપડે એ એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. ધીમંતાને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યો હતો.
હોમ મિનિસ્ટ, દિપક બિરલા અને ધીરજ સિંઘાનિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
ઇન્સ્પેક્ટર પ્રતાપ સ્થળ ઉપરથી બહાર નીકળ્યો ત્યારે પોતાની જાતને સવાલ પૂછી રહ્યો હતો. ધીમંતાએ આ સારું કર્યું કે ખોટું કર્યું? પરંતુ પ્રતાપને આ સવાલનો જવાબ મળી તો ગયો કે ધીમંતાએ સારું કર્યું. પરંતુ આ રસ્તો યોગ્ય છે ખરો? આ સવાલ પ્રતાપના મનને કાયમ ગૂંચવતો રહ્યો હતો.

સંપૂર્ણ.......

(આ ધારાવાહિક આપને કેવી લાગી તે આપના પ્રતિભાવથી અમને જરૂર જણાવશો.)

- ૐ ગુરુ


રેટ કરો અને રિવ્યુ આપો

Vadhavana Ramesh

Vadhavana Ramesh 4 માસ પહેલા

Vandana Parmar

Vandana Parmar 5 માસ પહેલા

Viral

Viral 5 માસ પહેલા

Mita Chandarana

Mita Chandarana 5 માસ પહેલા

Nishita

Nishita 5 માસ પહેલા