Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-52


(કિઆરાએ એલ્વિસ અને વિન્સેન્ટને જાનકીદેવીના શબ્દો કહ્યાં જેનો જવાબ એલ્વિસ અને વિન્સેન્ટે ખૂબજ નમ્રતાપૂર્વક જાનકીદેવીને આપ્યો.શાંતિપ્રિયાબેને જાનકીદેવીની ધારણા વિરુદ્ધ એલ્વિસ અને કિઆરાનો સાથ આપ્યો.અહીં પાર્ટીનો દિવસ આવી ગયો શિના અને શ્રીરામ શેખાવતે કઇંક વિચાર્યું જેના માટે તેમને આ વાત લવ શેખાવતને જણાવવી જરૂરી હતી.અહીં કિઆરાને મળવા કોઇ આવે છે.)

સામે ઊભેલા આયાનને જોઇને કિઆરા ખુશ થઇ ગઇ પણ બીજી જ ઘડીએ તે દિવસની વાત યાદ આવતા ખુશી દુધમાં આવેલા ઉભરા માફક શમી ગઇ.આયાન તેની મનોસ્થિતિ સમજી ગયો.

"કિઆરા,સોરી તે દિવસ માટે."આયાને ચુપ્પી તોડતા કહ્યું.

એલ્વિસને આયાન નાપસંદ હતો પણ એક હકીકત તે પણ હતી કે જ્યારે તે મુશ્કેલીમાં મુકાતી ત્યારે તેણે જ મદદ કરી હતી.તે તેનો ખૂબજ સારો દોસ્ત બની ગયો હતો.

"આયાન,તું કેમ સોરી કહે છે?સોરી તો મારે કહેવું જોઇએ.અજાણતા અને નશાની અસર હેઠળ તે દિવસે મે જે તારી સાથે કરવાની કોશિશ કરી તેનાથી તારી લાગણીઓ કેટલી હર્ટ થઇ હશે?

હું જાણું છું કે તું મને પસંદ કરે છે કદાચ મને પ્રેમ કરે છે.તારા માટે આ બધું જોવું કેટલું તકલીફભર્યું હશે?આયાન,તું મારાથી દૂર રહે તેમા જ તારી ભલાઇ છે.આ હું એટલે કહું છું કે હું તને તકલીફમાં જોઇને હંમેશાં એક ગિલ્ટ અનુભવીશ અને મને દુઃખ પણ થાય છે.તું કોઇ સારી છોકરીની સાથે દોસ્તી કરને.અહાના,તેની સાથે દોસ્તી કેમ નથી કરતો.કદાચ તે તને પસંદ કરે છે."કિઆરા નીચું જોઈને બોલી ગઇ.

આયાને કિઆરાનો હાથ પકડ્યો અને કહ્યું," એય કિઆરા,મારી સામે જો તો.હું તને પ્રેમ કરું છું તે મારો પ્રોબ્લેમ છે.તું કેમ ગિલ્ટમાં રહે છે?તે દિવસે જે થયું તે નશામાં થયું.આપણે દોસ્ત તો બની શકીએ ને?હું મારો પ્રેમ તારા પર હિન્દી ટીવી સિરિયલના વિલનની જેમ થોપવાની કોશિશ નહીં કરું.તે વાત એલ્વિસ સરને પણ કહી દેજે.

અહાના વિશે હું તેવું ના વિચારી શકું જેવું તારા માટે અનુભવું છું.તે પણ મારી દોસ્ત છે.કિઆરા,તે બધું છોડ.આજે પાર્ટી છેને હું કઇંક લાવ્યો છું તારા માટે."આટલું કહીને આયાન તેની ગાડીમાંથી એક બેગ લઇને આવ્યો.તે બેગ કિઆરાને આપી.

"ચલ બાય,પાર્ટીમાં મળીએ.હા મને પણ આમંત્રણ છે અને હું જરૂર આવીશ પાર્ટીમાં."આટલું કહી આયાન કિઆરાની વાત સાંભળવા પણ ના રોકાયો અને જતો રહ્યો.

આયાનના જતાં જ કિઆરાએ તે બેગ ખોલી તેમા એક ખૂબજ સુંદર ઇન્ડિયન ડ્રેસ હતો.
જેમા એક નોટ મુકેલી હતી.
"હાય કિઆરા,છેલ્લા સાત દિવસ હું ફ્રેશ થવા અને મન પરનો બોજ હટાવવા ઉદયપૂર અમારા ઘરે ગયો હતો.ત્યાં આ ડ્રેસ મને ખૂબજ ગમ્યો.જરૂરી નથી કે તને ગમે પણ જો આજની પાર્ટીમાં તું આ ડ્રેસ પહેરીશને તો મને ખૂબજ ખુશી થશે અને ગમશે."

"આયાન,આ ડ્રેસ ખૂબજ સરસ છે પણ આજે એલ્વિસે બોલીવુડના નંબર વન ડિઝાઇનર નમિતા ગરેવાલ જોડે મારા માટે સ્પેશિયલ ડ્રેસ ડિઝાઇન કરાવ્યો છે.સોરી,હું આ આજે નહીં પહેરી શકું."કિઆરા તે ડ્રેસને જોતા સ્વગત બોલી.

બરાબર તે જ સમયે એલ્વિસનો ફોન આવ્યો.
"હાય માય સ્વિટિ,તું પાર્લર ના જઇશ અને સીધી ફાર્મહાઉસ પર જ પહોંચ.નમિતા પૂરી ટીમ સાથે ત્યાં જ આવી ગઇ છે."

આજની આ ખાસ પાર્ટી એલ્વિસના બંગલે નહીં પરંતુ એલ્વિસના ફાર્મ હાઉસ પર હતી.કિઆરા એલ્વિસે મોકલેલા ડ્રાઇવર સાથે ફાર્મહાઉસ પર જવા નીકળી ગઇ.અનાયાસે તેણે આયાને આપેલો ડ્રેસ પણ સાથે લઇ લીધો.

લગભગ એક કલાક પછી કિઆરા એલ્વિસના ફાર્મહાઉસ પર પહોંચી.એલ્વિસનું ફાર્મહાઉસ ખૂબજ સુંદર હતું.બહાર કડક સિક્યુરિટીની વ્યવસ્થા હતી.પૂરા ફાર્મહાઉસને રંગબેરંગી લાઇટ અને મોંઘા વિદેશી ફુલોથી સજાવવામાં આવ્યું હતું.પાર્ટીની તૈયારી લગભગ થઇ ગઇ હતી.

ફાર્મહાઉસના વિશાળ ગાર્ડનમાં ટેબલ ખુરશીઓની વ્યવસ્થા હતી.અલગ અલગ કાઉન્ટર્સ,સુંદર ફાઉન્ટેન,એક નાનકડા તળાવમાં ખૂબજ સુંદર સ્ટેચ્યુ હતું.જેમાથી પાણી વહી રહ્યું હતું.સુંદર કમળ,માછલીઓ તળાવની શોભા વધારી દીધી.

કિઆરા ઉપર એલ્વિસના બેડરૂમમાં ગઇ.જ્યાં નમિતા એક મોટા સ્માઇલ સાથે ઊભેલી હતી.કિઆરાએ આયાને આપેલી બેગ અને મોબાઇલ એક તરફ રાખ્યો.બ્યુટીશ્યન કિઆરાનો હેયર અને મેકઅપ કરવા લાગી.લગભગ એક કલાક પછી કિઆરાનો મેકઅપ થઇ ગયો હતો.

"વાઉ,બ્યુટિફુલ.કિઆરા,મારી મેકઅપ આર્ટીસ્ટે તને ખૂબજ પ્રિટી મેકઅપકર્યો છે.કોઇ હોલિવુડની હિરોઈન જેવી લાગે છે.લે આ ડ્રેસ પહેરીને આવ."નમિતાએ કહ્યું.

થોડીક જ વારમાં કિઆરા ડ્રેસ પહેરીને આવી.તે ખૂબજ સંકોચ અનુભવી રહી હતી.તે ડ્રેસ એકદમ ચુસ્ત હતો.તેના શરીરના દરેક અંગ અને ઊભારો જાણે સાફ દેખાતા હતાં.તે ડ્રેસ બ્લેક કલરનો અને ઓફ શોલ્ડર હતો.જેનું ગળું ખૂબજ ડિપ હતું,એકદમ લો નેક.

"નમિતાજી,આ ડ્રેસ કેટલો ડિપ નેક વાળો છે.આવા અંગપ્રદર્શન વાળા કપડાં હું ક્યારેય નથી પહેરતી."કિઆરાએ સંકોચ સાથે કહ્યું.

"કમઓન સ્વિટિ,આ બોલીવુડ પાર્ટી છે.અહીં આમંત્રણ પામેલી દરેક સ્ત્રી આવા જ કપડાં પહેરશે.હવે તારે એલ્વિસના સ્ટેટ્સ પ્રમાણે રહેતા શીખવું પડશે.શું તું ઇચ્છે છે કે એલ્વિસને નીચું જોવું પડે?"નમિતા આટલું કહીને જતી રહી.

"પણ મારી વાત સાંભળો તમારી પાસે આના સિવાય કોઇ બીજો ડ્રેસ નથી?"કિઆરા સંકોચ સાથે બોલી.

"ના કિઆરા,આ ડ્રેસ એલ્વિસે સ્પેશિયલ ડિઝાઈન કરાવ્યો છે.તેને ખૂબજ ગમ્યો હતો.ચલ હું જઉં.હજી મારે પણ પાર્ટી માટે રેડી થવાનું છે."નમિતા આટલું કહીને જતી રહી.કિઆરા ચિંતામાં તે રૂમમાં જ બેસી રહી નીચે જવાની જગ્યાએ.અહીં એલ્વિસ અને વિન્સેન્ટ નીચે આવી ગયો હતો.

એલ્વિસ ડાર્ક બ્લુ કલરના શુટમાં ખૂબજ હેન્ડસમ લાગી રહ્યો હતો.આ ડ્રેસ હોલિવુડના સ્પેશિયલ ડિઝાઇનરે ખાસ એલ્વિસની પર્સનાલિટીને જોતા ડિઝાઇન કર્યો હતો.
વિન્સેન્ટ પણ ડાર્ક બ્રાઉન કલરના શુટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.વિન્સેન્ટે અહાનાને લેવા મુકવાની જવાબદારી લીધી હતી.તેણે સ્પેશિયલ અહાના માટે ગાડી મોકલી હતી.

એક પછી એક મહેમાન આવવાના શરૂ થઇ ગયા હતાં.જાનકીવીલામાંથી વ્યસ્તતાના કારણે બધા ના આવી શક્યા પણ જાનકીદેવી,શ્રીરામ શેખાવત,અદ્વિકા,કિઆન,કિયા,શાંતિપ્રિયા નાની અને શિવાની જ આવ્યાં હતાં.કાયના અને રનબીર થોડા લેટ આવવાના હતાં.તેમની ચેમ્પીયનશીપના ગ્રાન્ડ ફિનાલેનું રિહર્સલ પતાવીને.

(આ વાર્તા વોન્ટેડ લવ કરતા પાછળના સમયમાં છે.)

એલ્વિસે તે બધાનું સ્વાગત કર્યું.જાનકીદેવી થોડા નાખુશ હતા પણ પોતાના પતિને નારાજ નહતા કરવા માંગતા એટલે પરાણે મોઢું હસતું રાખ્યું.શ્રીરામ શેખાવત પાર્ટીની એરેન્જમેન્ટથી ખૂબજ પ્રભાવિત હતાં.આજે શાંતિપ્રિયા નાની ખૂબજ સુંદર લાગી રહ્યા હતાં.બ્લેક નેટની અને વર્કવાળી ડિઝાઇનર સાડીમાં,સ્લિવલેસ લો નેક બ્લાઉસ અને હાઇ હિલ્સ તે કોઇ જુના જમાનાના હિરોઇન જેવા લાગતા હતાં.

એલ્વિસ તેમને જોઇને બોલ્યો,"વાઉ,નાની આજે તો અહીં આવવાવાળી હિરોઇન પણ તમારી આગળ પાણી ભરશે."

નમિતા પણ તૈયાર થઇને પાર્ટીમાં આવી રહી હતી.તેના ચહેરા પર પોતાનો પ્લાન સફળ થવાની ખુશી હતી.
"એલ્વિસને હર કોઇ પામવા ઇચ્છે છે તે ભલે હું હોઉ કે અકીરા.તે દિવસે તે મારું અપમાન કર્યું.એલ્વિસને છિનવી લીધો મારાથી હવે તું એવી સજા ભોગવીશ કે આત્મહત્યા કરી લઇશ.હા હા હા.પણ તે આવી કેમ નહીં? જો તે નીચે નહીં આવે તો મારો પ્લાન બરબાદ થઇ જશે."નમિતા બોલી.

"એલ,આ કિઆરાનો ફોન સ્વિચઓફ આવે છે.તે ક્યાં છે?તે હજીસુધી નીચે કેમ નથી આવી?"વિન્સેન્ટે પુછ્યું.

"ખબર નહીં પણ તે તો ક્યારની તૈયાર થઇ ગઇ છે.હું તેને લેતો આવું."આટલું કહીને એલ્વિસ પોતાના બેડરૂમ તરફ ગયો.
બેડરૂમનો દરવાજો અંદરથી બંધ હતો.તેણે દરવાજો ખખડાવ્યો.
"કિઆરા,દરવાજો ખોલ.પાર્ટી શરૂ થઇ છે.તું નીચે કેમ નથી આવતી?"એલ્વિસે પુછ્યું.

દરવાજો ધીમેથી ખુલ્યો.એલ્વિસ અંદર ગયો કિઆરા પોતાના શરીરને પોતાના હાથ વળે ઢાંકીને ઊભી હતી.એલ્વિસ કિઆરાને જોઇને ચોંકી ગયો.
"એલ્વિસ,આઇ એમ સોરી પણ આવો ડ્રેસ જેમા મારું શરીર ઢંકાવવાની જગ્યાએ બધાની સામે ખુલ્લું પડી જાય તે પહેરીને હું નીચે ના આવી શકું.આટલા સમય અહીં બેસીને હું તે જ નિષ્કર્ષ પર પહોંચી છું.

હું તમને ખૂબજ પ્રેમ કરું છું પણ મારી ઈજ્જત અને સ્વાભિમાન મને વધુ વહાલું છે.મારા કારણે તમારી ઇજ્જત ઓછી થાય તે પણ નહીં ઇચ્છું.આ કપડાં સાથે હું નીચે નહીં આવું.નમિતાએ કહ્યું કે તમે મારા માટે આ ડ્રેસ પસંદ કર્યો.ખરેખર હું આજે નિરાશ થઇ કે તમે મારી પસંદગી ના સમજી શક્યાં."કિઆરા દુઃખી થઇને બોલી.

"કિઆરા,મે તારા માટે આ ડ્રેસ પસંદ નહતો કર્યો.નમિતાને કોઇ ગેરસમજ થઇ લાગે છે.મે તો ઇન્ડિયન ડ્રેસ પસંદ કર્યો હતો.જે ખૂબજ સુંદર અને જાજરમાન લાગે તેવો હતો.ટ્રસ્ટ મી."એલ્વિસે કહ્યું.

"તો હવે ,શું કરીશું?"કિઆરા બોલી.બરાબર તે જ સમયે કઇંક એવું થયું કે કિઆરા અને એલ્વિસ અત્યંત આઘાત પામ્યાં.

અહીં નીચે નમિતા બેચેન થઇ રહી હતી.તેણે કોઇને ફોન કર્યો અને પાછળ મળવા આવવા કહ્યું.તે કોઇનું ધ્યાન ના જાય તે રીતે પાછળ ગઇ.થોડીક વારમાં કોઇ ત્યાં આવ્યું.નમિતા તેને ગળે મળી.
તે બંને એકબીજાની સામે કપટભર્યું હસ્યા.
"હમણા જો એકવાર તે નીચે આવી અને થોડીક જ વારમાં બૂમ...."નમિતા બોલી.

પાર્ટીમાં શું ધમાલ થશે?
શું કિઆરા અને એલ્વિસ વચ્ચે ડ્રેસ બાબતે ખટરાગ થશે?
નમિતા કોની સાથે મળેલી છે?

જાણવા વાંચતા રહો.