વીર રાજપૂત અને ભૂતાવળનો ભેટો... - 1 Ankit K Trivedi - મેઘ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીર રાજપૂત અને ભૂતાવળનો ભેટો... - 1

મુસીબતમાં મહસેના બને,પોતાનો દાવ લગાવે એવા મહાવીર;
બહેન-દીકરીની હિમ્મત બને જે, અને રણસંગ્રામના એતો જાણે તિક્ષણ તીર;
રાજપૂત નામથી જેની ઓળખાણ બને,જેને દુનિયા સાચા દિલથી ઝુકાવે શિર.


" આ વાત છે એક બહાદુર અને વીર રાજા વિક્રમસિંહની અને તેની જોડે બની ગયેલા એક અનોખા પ્રસંગની......."

આમ તો નાનકડો ક્રિશિવ ઘણો બહાદુર હતો પરંતુ હજી નાની ઉંમરના કારણે તેને ક્યારેક અંધારામાં જતા ભય લાગતો અને જ્યારે એને આના માટે એના નાનાએ તેને પૂછ્યું તો તેને કહ્યું મને એવું લાગે કે અંધારામાં હમણાં કોઈક આવશે અને મને લઈ જશે.અને આવું સાંભળી એના નાનાને આખી વાત સમજાઈ ગઈ તેમણે કહ્યું બેટા કાલે રવિવાર છે અને હું તને અને તારા મિત્રોને કાલે એક વીર રાજપૂત રાજા વિક્રમસિંહની જિંદગીમાં બનેલી ઘટના કહીશ, તો બેટા કાલે સવારે હું તને વાર્તા કહીશ આવું કહી તેના નાના ત્યાંથી બહાર લટાર મારવા નીકળી ગયા. નાનકડો ક્રિશિવ વાર્તા સાંભળવાનો શોખીન હતો તે ખૂબ ખુશ થઈ ગયો તેણે તેના મિત્રોને ભેગા કરીને જેમ આપાતકાલીન મીટીંગ થાય તેમ બધાને ભેગા કર્યા અને વહેલી સવારનું નિમંત્રણ આપ્યું, બધા મિત્રો પણ તેના જેવાજ બધા મિત્રો જાણે મંડપ -મુહૂર્ત સાચવવાનુ હોય એમ સમયસર આવી જઈશું તુ ચિંતા ના કરીશ એવું વચન આપી મીટીંગ પૂરી કરી.
આખી રાત ભાઈને બીજો દિવસ ક્યારે પડે એની રાહ જોતા જ રાત વિતાવી , સવાર પડી અને તે અને તેના મિત્રો જેમ મામેરું ભરીને લઈને આવ્યા હોય એમ નાનાની રાહ જોઈને ઉભા હતા.ત્યાં જ નાના બોલ્યા બેટા આવ્યો બેસ હું પૂજા પતાવી અને આવ્યો હો. મિત્રો જોડે આવેલા ભાઈ બોલ્યા હા જરૂર પણ થોડું જલ્દી કરજો હો કે.
સારું બોલતા નાના પૂજા કરવા ગયા અને ભાઈ જેમ રાજસભા ભરાય એમ બધા મિત્રો ગોઠવાયા અને રાજાની જેમ ભાઈ બેઠા કેમ કે વાર્તા આજે ભાઈના નાના કહેવાના હતા એટલે ભાઈના માન વધારે.
ત્યાં નાના આવી ગયા તેમની જોડે બેઠા અને કહ્યું આજે હું જે વાર્તા કહું એ તમારા જીવનમાં એક નવો પ્રાણ પૂરશે કહી એમણે વાર્તા કહેવાની ચાલુ કરી.
બહુ વર્ષો પહેલાની વાત છે ; એક રાજનગર નામે એક વિશાળ નગર હતું, ત્યાંના રાજા પરાક્રમી,દયાળુ ,વીર અને દ્રઢ મનોબળ વાળા હતા.તેમની આંખોનુ તેજ એવું કે જાણે સવારનું સૂર્ય -કિરણ ,તેમનું લલાટ જાણે ચમકતો ધ્રુવનો તારો ,તેમની ભુજા જોતા એવું લાગે જાણે તે સદાય યુદ્ધ માટે ઉત્સુક છે ,એમની ચાલ એટલે જાણે ધરતી ગજવતો બળવાન ગજ,તેમની શક્તિ એટલે જો પર્વત ઉપર હાથ મારે તો પર્વતના પથ્થરના ટુકડા કરી દે,રોજ બંને હાથથી ઘોડાને દોડતા અટકાવી દે એવી એમની બાહુશક્તિ.
આવા મહાન રાજા જેમના રાજ્ય ઉપર દુશ્મન યુદ્ધનું કદી વિચારે પણ નહિ.
આ રાજનગરના પરાક્રમી રાજાનું નામ હતું "વિક્રમસિંહ "
તેઓ જન્મથી રાજપૂત હતા ( રાજપૂત એટલે ક્ષત્રિય એવું ક્રિશિવને સમજાવતા નાના બોલ્યા.)
હવે એક સમયની વાત છે રાજા વિક્રમસિંહને ત્યાં તેમના નગરના એક બ્રાહ્મણ તેમની રાજસભામાં આવ્યા તેમણે રાજાને પ્રણામ કર્યા અને બોલ્યા હે મહારાજ આપની સમક્ષ હું એક નિવેદન લાવ્યો છું અને આપને આમંત્રણ આપવા પણ આવ્યો છું,તો હે પ્રભુ આપ આજ્ઞા આપો તો હું આપની સમક્ષ નિવેદનનો પ્રસ્તાવ મૂકુ;
રાજા વિક્રમસિંહ બોલ્યા મારી પ્રજા માટે મારા દ્વાર સદાય ખુલ્લા હોય છે આપનું નિવેદન જણાવો હે બ્રાહ્મણ શ્રેષ્ટ .
બ્રાહ્મણ બોલ્યા મારું નામ દેવદત્ત છે હું આપના નગરમાં વર્ષોથી વસવાટ કરું છુ. મારે એક રૂપવતી નામની દીકરી છે અને તેના વિવાહ નક્કી કર્યા છે તો હું આપને તેનું નિમંત્રણ આપવા આવ્યો છું , તેમજ મારું એક નિવેદન છે કે તમે મારી દીકરીનું કન્યાદાન કરો એવુ બોલતા જ બ્રાહ્મણની સામે રાજભવનમાં બેઠેલા દરેક સભ્ય તેની સામે જોવા લાગ્યા અને અમુક તો તેની મજાક ઉડાડવા લાગ્યા. રાજાને દેવદત્તની વાત ગળેના ઉતરી તેઓ બોલ્યા હે બ્રાહ્મણ શ્રેષ્ટ મને સ્પષ્તાપૂર્વક કહો કે તમે શું કહો છો ? કેમ કે દીકરીનું કન્યાદાન કરવું એ એક પિતાનું સપનું હોય છે અને તે એક મહાપુણ્યનું કામ છે. તો તમે આમ કેમ ઈચ્છો છો.
દેવદત્તજી બોલ્યા હે મહારાજ હું પહેલા કેશવનગર રહેતો હતો અને વર્ષો પહેલા મારી પત્નીનું અવસાન થયું ત્યારે મે એ નગર છોડી આપના નગરમાં વસવાટ કરવાનું નક્કી કર્યું અને વર્ષો પહેલા હું જ્યારે આપના નગરમાં પ્રવેશતો હતો ત્યારે મને આ દિકરી નગરદ્વારેથી મળી હતી .
હવે મે એ કન્યાનું ભરણ પોષણ કરી અને મોટી કરી તેથી હું તેનો પિતા જરૂરથી છું પરંતુ મારી પત્ની નથી માટે મારાથી કન્યાદાન ના કરાય અને બીજું શાસ્ત્ર પ્રમાણે પ્રજાનો બીજો પિતા રાજા ગણાય તેથી હું આપને નિવેદન કરું છું.
રાજા દયાવાન હતા તેમને નિવેદનનો સ્વીકાર કર્યો અને કહ્યું હું આવીશ કન્યાદાન પણ કરીશ અને દેવદત્તજી
લગ્નમાં કોઈ ખામીના રહે કહી તેમના મંત્રીને કહું તમે દેવદત્તજી જોડે જાઓ અને તૈયારીઓ ચાલુ કરો.
રાજાએ કંકોત્રી જોઈ તો તેમાં જે દિવસ નક્કી હતો એના આગલા દિવસે રાજાને મામેરું કરવા એમના બહેનના ઘરે થીરપુર જવાનું હતું .સમય ઓછો હતો પણ રાજા જીભના પાકા હતા.
આ વાતની જાણ એમના બનેવીને થઈ તેઓ રાજાને મળ્યા કે હવે તમે શું કરશો ત્યારે રાજા બોલ્યા હું ત્યાં આવીશ મામેરું કરી અને પાછો નીકળી જઈશ અને મધ્યરાત્રિ સુધીમાં હું દેવરાજના સીમાડા સુધી આવીને આરામ કરીશ અને ત્યાંથી સવારે રાજનગર પહોંચી જઈશ.
રાજાના બનેવી કૃષ્ણકુમાર બોલ્યા એ રાત શરદપૂનમની છે અને એ રાત્રે દેવરાજ નગરની આજુબાજુ પણ ના ફરાય અને તમે સીમાડાની વાત કરો છો ; મને ખબર છે ત્યાં દર વર્ષે શરદ પૂનમની રાત્રે ત્યાં ભૂતાવળ ભેગી થાય છે અને જો તે ભૂતાવળ તમને વળગશે તો તમારા 'રામ બોલો ભાઈ રામ ' કેમ કે અત્યાર સુધીમાં જે કોઈ શરદ પૂનમની રાત્રે ત્યાં ગયું છે તે મળ્યું પણ નથી અને કદાચ આપ બચી જાઓ અને પાછા આવો તો આખી જિંદગી ડરતા -ડરતા વિતાવશો.
આ સાંભળતાજ વિક્રમસિંહ ગુસ્સાથી લાલ થઈ ગયા તેમણે કહ્યું કે હું એક રાજપૂત છું મારું લોહી એટલું ગરમ છે કે જો ભૂલથી પણ લાવામાં પડે તો તેમાં પણ દાવાનળ ફાટે અને વાત રહી ડરવાની તો કોઈ નો ડર દૂર કરવા માટે જો એમ કહેવામા આવે કે ડરશો નહિ રાજપૂતનો દીકરો પડખે છે તો ડર પોતે ડરીને જતો રહે એ રાજપૂત છું હું.
કૃષ્ણકુમારજી હવે મને એ દિવસનો નહિ પણ એ રાતની પ્રતીક્ષા છે કે ક્યારે હું ત્યાં જાઉં અને એ ભૂતાવળના ગામમાં રાતવાસો કરું એવું બોલતા વિક્રમસિંહએ પોતાની મૂછ પર હાથ ફેરવ્યો.
સમયને જતા ક્યાં વાર લાગે છે દિવસો વીતી ગયા અને શરદ પૂનમનો દિવસ આવી ગયો રાજા તેમની બહેનના ઘરે ગયા અને બીજા મંત્રી અને અમુક સાથીદારોને બ્રાહ્મણ દેવદત્તને ત્યાં આગલા દિવસથી જ તૈયારી માટે રાખ્યા હતા.
રાજાએ ધામધૂમથી મામેરું પૂર્ણ કર્યું અને સાંજે તેઓ બોલ્યા ચાલો કૃષ્ણકુમારજી હું રજા લઉ મારે હજુ કામ છે તેવું બોલતા ઉભા થયા ત્યારે તેમના બનેવી બોલ્યા આમ એકલાના જવાય હું તમારી જોડે મારા ઉત્તમ અંગરક્ષક મોકલું છું. રાજા વિક્રમસિંહ બોલ્યા રાજપૂતનો પહેલો ધર્મ છે કે તે લોકોની રક્ષા કરે અને હું કોઈનો જીવ જોખમમાં મૂકીને મારો સ્વાર્થ સાધુ તો મારો રાજપૂત ધર્મ લાજે હું એકલો જ જઈશ મારી જોડે પણ કોઈ જ નહિ આવે કે મારું ધ્યાન રાખવા પણ પાછળથી કોઈને પણ ના મોકલતા કહેતા ત્યાંથી રાજાએ વિદાય લીધી .
રાજા વિક્રમસિંહ ઘોડો લઈને એક્લા નીકળી પડ્યા છે જંગલ ,નદીઓ,ઉપવનને એક્લા ચિરતા -ચિરતા આગળ નીકળતા જાય છે અંધારું થઈ ગયું છે રાજાને બરોબરની ભૂખ લાગી છે ઘોડો પણ ભૂખ્યો થયો છે એવું રાજાને જણાય છે એટલે રાજા થોડો વિસામો ખાવા માટે સ્થાન શોધે છે ત્યાં તો દૂર એક નાનકડું ગામ જ્યાં ફાનસના
પ્રકાશ દેખાય છે રાજા ધીમે ધીમે ઘોડો તે ગામ તરફ લઈ જાય છે...........
ક્રમશ........
© - અંકિત કે ત્રિવેદી 'મેઘ'