સમી સાંજનું સ્વપ્ન.. - 3 અમી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમી સાંજનું સ્વપ્ન.. - 3

(ભાગ -૩)

વ્યોમેશ આજે ગરિમા સામે જોયા વગર કામ કરતો હતો. ગરિમાને જે પૂછવાનું હોય તે એનાં દેખતાં બીજાને પૂછતો. ગરિમા મનોમંથનમાં હતી કે એક રાતમાં શું થયું આને ? જોતો નથી, વાત કરતો નથી. ગરિમાએ સામેથી બોલવાની કોશિશ કરી તો ઉડાઉ જવાબ આપ્યો.

ગરિમા : અરે !!! કંઇક બોલીશ કે હું જવું ?

વ્યોમેશ : આ સવાલ તો ક્યારનો હું પૂછું છું ?

ગરિમા : શું જવાબ સાંભળવો છે ?

વ્યોમેશ : તારા દિલમાં જે છે એ !!!

ગરિમા : આ જગ્યા યોગ્ય નથી ( શરમાઈને )

વ્યોમેશ : હા, તો સાંજે છ વાગે તૈયાર રહેજે, જ્યાં તું કહે ત્યાં !!!

સાંજે છ વાગે ગરિમા તૈયાર હતી, વ્યોમેશ સાથે દિલની વાત કરવા જવા, યોગ્ય જગ્યાની તલાશમાં..

વ્યોમેશ બાઈક લઈને આવી ગયો તો ગરિમા મૂંઝાઈ કે રોજ તો કારમાં આવે છે આજે કેમ બાઈક ? મને કોઈ જોઈ જશે તો એની બીક ? કાર હોત તો સારું રહેત.
મન મક્કમ કર્યું અને બાઇક પાછળ બેસી ગઇ. બાઈક ઉડ્યું હવામાં પ્રેમીઓની સંગ..

વ્યોમેશ આજે ફૂલ મસ્તીના મૂડમાં હતો, સિટી મારીને ગાવા લાગ્યો, જિંદગી એક સફર હે સુહાના...., મેડમ આપણે ક્યાં જવાનું છે ? ગરિમાની મનપસંદ જગ્યાએ બાઈક ઊભું રહ્યું.

દરિયા કિનારે ભીની ભીની રેતીમાં બંને બેઠા. સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હતો. આભે રંગ છોડ્યા હતા, રંગબેરંગી સાંજ હતી, સૂર્ય સાગરને આલિંગીન આપી સંધ્યા રાણીને મળવા નીસર્યો. સંધ્યા પુર બહારમાં ખીલી હતી. આકાશ સપ્તરંગી બન્યું હતું. સૂર્યનાં પ્રેમનું અસ્તિત્વ સંધ્યામાં સમાયું.

ગરિમાએ પણ વ્યોમેશનો હાથ, પોતાનાં હાથમાં લીધો, આંખોમાં આંખો નાંખી કહ્યું, હું મારું ને મારાં પ્રેમનું અસ્તિત્વ તારામાં સમાવી દેવા તૈયાર છું, જો તારું દિલ હા પાડતું હોય. મારાં દિલમાં સંવેદનાઓ જાગી છે તારા પ્રેમની, રાતદિવસ બસ તું જ મ્હેક્યા કરે છે મારાં શ્વાસમાં, દિલમાં પણ તારીજ ધડકન ધબકે છે. તું ક્યારે મારામાં સમાયો ? કેમ સમાયો ? પ્રેમથી હું પરિપૂર્ણ હતી, તો તારી દીવાની બની, અને એ પણ પાનખરની હદ પર, મારી વસંત બની તું આવ્યો, મારામાં નવાં પ્રાણ પુરાયા, હું ફરી જીવી ઉઠી તારા પ્રેમથી !!!

""મારાં શ્વાસમાં તારી સુવાસ,
તારાં શબ્દો, મારી તરસ,
તારો પ્રેમ, અણમોલ મારો,
તારી લાગણી, હું વહેતી નદી,
તારી સંવેદના, દિલમાં સુવાસ,
તારું દિલ, મારામાં સમાયું.""

ગરિમાની, ગરિમાને ઊંચ સ્થાન આપવા વ્યોમેશ દિલનાં અહેસાસ વ્યક્ત નહોતો કરતો, આજે જ્યારે ગરિમા હાલે દિલની વાતો, એના પ્રેમને વ્યક્ત કર્યો છે તો હું દીવાનો દિલની મારી લાગણીઓ વ્યક્ત કરીશ.

વ્યોમેશે હલકેથી ગરિમાનાં હાથને પંપાળ્યો, નજરોથી નજરમાં જોતો રહી ગયો, સ્પર્શની અનુભૂતિથી દિલમાં પ્રેમનાં સંવેદનો ઊછળતાં હતાં. જે આંખને ભીની કરતાં હતાં. બંને વચ્ચે તારામૈત્રક રચાયું જાણે. વિજાતીય સ્પર્શ માણે કેટલાય વર્ષો વહી ગયાં હતાં. આ તો પ્રેમનો સ્પર્શ હતો જેમાં ભરપૂર લાગણીઓ, હુંફ, એકબીજાનું માન સમાયેલું હતું. દરિયાલાલ પણ મોજમાં ઘુઘવતા હતાં. નદી જેમ સાગરમાં આવી અસ્તિત્વ પોતાનું સમાવી દે, એમ વ્યોમેશને ગરિમાનું અસ્તિત્વ પોતાનામાં સમાવું હતું.

વ્યોમેશે નજરો અને સ્પર્શથી જ મૌનમાં પ્રેમની વાતો કરી લીધી. ગરિમા એના મુખમાંથી કંઇક સાંભળવા ઉત્સુક હતી, વ્યોમેશે કહ્યું હું તને ખુબજ ચાહું છું. ચાહત મારી કેમ કરીને બતાવું ? જો દિલ ચીરીને બતાવાય તો એમાં તું જ છે. મારાં રોમરોમમાં તું વસેલી છે. તું જ મારી જાન છે. આજથી હવે હું તને જાનું જ કહીશ. બસ તારા ઈશારાની રાહ હતી. એ રાહ પર તો હું ક્યારનો ઊભો છું. તારો ઈશારો મળી ગયો મને, તારી રાહમાં ફૂલોની જાજમ હશે, હું પડછાયો બની તારે સાથે જ રહીશ.

બંનેની ખુશીનો આનંદ અકલ્પનીય હતો. વર્ષોથી એકલતા ભોગવી ચૂકેલા હતાં. હુંફનો અહેસાસ મળ્યો તો દુનિયા સ્વર્ગમયી લાગી. મારું કોઈ છે એવો દ્રઢ વિશ્વાસ. વિશ્વાસથી જ જંગ જીતી જવાય, જો સાથે પ્રેમ ભળે તો સોનામાં સુગંધ થઇ જાય. જીંદગીના હસીન પળની શુભ શરૂઆત થઈ ચૂકી. જેની રાહ પર બંને સામસામે હતાં, આજે એક રસ્તા પર સાથેસાથે હતાં. અજાણી રાહ હવે જાણીતી બની.

""અમી""

ક્રમશ :.....

(આવતા અંકમાં જોઈએ મેચયોર્ડ પ્રેમીઓની હરકતો.. )