ધુળો - ૧ Sandeep Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

ધુળો - ૧

એક જોદાર નોટ. બીજાના ફાટેલામાં ટોટ્યો નાખવાની ટેવ ઘણી અને સેલ્લે એવું કેવાનું કે આપડે તો ચાણીયે પારકી પંચાયત ના કરીએ. આપડે બીજાની વાતમાં હું લેવા પડવાનું.
ધુળાની એક ટેવ. ટેવ તો ખરી પણ ખબર ની એને એવું ચ્યમ, હવાર હવાર માં જો હુધી બે તૈણ જણની પંચાયત ના કરલે તો હુધી એની સંતોષ ના થાય.
એની વાતો હોભળવા જેવી વોય સે. એનું ઘર મારા ઘર થી નજીક જ. ગોમ મો પેહતાની હાથે પેલું મારુ ઘર આવે, પસી ડાબા આથે વળીને ગોમ મો જઈએ એટલે પેલું જમણા આથે ભનુ રયજી, પસી અંબાલાલ સોમા, પસી જયંતિ લાલા (બોલાડો વાળા – એમની પાહે બોલેરો ગાડી સે એટલે), પસી એની બાજુમાં દેવા નોના, એનાથી આગળ ચંપક ગલ્લાવાળાનું ઘર સે. એની હોમેં ધુળા નું ઘર સે.
ધુળો હવાર માં ઘેરથી નેકરે એટલે રસ્તામાં જોતો જોતો જાય. કોઈ બાયણે ઉભું વોય એટલે એની હાથે વાતે વળગે. આદમી વોય તો થોડી વાર વાતે વળગે, જો હુધી હોમાવાળો પોતરીનો મસાલો ના મેહળે તો હુધી. પાસો જાણે મસાલાને સોળતો વોય એમ દબાઈન લઈલે. જેનો મસાલો વોય એના ભાગમાં તો સપટી જ આવે.
ઓમ તો ધુળો અમારા ગોમનો મુખી. એના બાપો અમારા ગોમના મુખી અતા. અને અવે એય મુખી સે. ગોમની ગમે તેવી ભોજગેડ વોય તો આખું ગોમ ભેગું થાય. એમો ગોમના વડીલો વોય અને આ ધુળો મુખીએ વોય.
એકવાર કહેવું થયેલું કે અમારા ગોમ મો વરહોથી મંદિર નઈ. અને મોડ ઉણ મેળ પડ્યો મંદિર બોધવાનો. તોય એમો લોસા પડ્યા. થ્યુ એવું કે ગોમના બધા ડોહા એક બાજુ અને ગોમના બધા સોરા એક બાજુ. સોરાઓ ચોકથી મંદિરની ડિઝાયન લઈ આયેલા. એમો ખરસો બૌ થાય એવો અતો. અને ડોહા ચોક હાદુ મંદિર જોઈ આયેલા. તો એ સસ્તામો પટે એવું અતુ. તે બે ભાગ પડી જ્યાં. આવે મૂળ વાત તો આપડે ધુળાની અતિ. તે એમો એક કમિટી બનાઈ. અને ધુળો એમો સભ્ય. ગોમના સોરા ધુળાની ઓહે જ પડી જેલા. ગમે તે થાય તો ધુળા ને માથે જ.
પાસો ધુળો ઓમ કોઈને મોને એવો નઈ. આખા ગોમના મોટા મોણહો જોડે જઈને બધી પંચાયત કરી આવે. પણ જાણી બેઠક થાય તાણી કશુંયે ના બોલે . અને બીજાને ઓળીનું નારિયેળ બનાવે. બચારો જે બોલે એનું કોમ ગોમના સોરાઓ લેય નાખે.
જોકે મંદિર નું કોમ તો અવે પૂરું થવાયું. પણ એ માથાકૂટ અજુ સાલે સે. એના ઘરમોએ બધી નોટો જ ભરેલી સે. એમોય એનો સોરો ભેમો. ભેમો તો એનોય જુત્યો લઈને જાય એવો. ભેમો ઘણી વાર એવું જ કરે . ટોળામો હળી કરી ન આઘો ખહી જાય. પસી એમ કેહે કે ઉ તો કસું જોણતો થી.
આ તો તમને ધુળાની અને એના સોરા ભેમાની ઓળખોણ આલી. આવી તો ઘણી વાતો સી. એક પોનમાં પૂરું થાય એવું નઈ. તોય આપડે દરેક પોને થોડી થોડી વાતો કરહુ. જોવો અમણો તો મંદિર ની વાત સે એટલે કઉ કે થોડા દન પેલો મંદિરમો મૂર્તિઓ લાવાની વેટ થઈ. એના હારું આખું ગોમ ભેગું કર્યું. બધા ચર્ચા કરતાતા જ, તો મેં કયું કે મારે એક અનુમોનજી (હનુમાનજી) ની મૂર્તિ આલવીસે. ટાણે ધુળો એની બાજુમાં એક ભઈ બેઠેલો એને હળી કરે. પસી ધુળાની બાજુમો બેઠેલા ભઈએ કેયું કે મૂર્તિ તો ગોમના બધાને ફાળો કરીને જ લાવી પડે. અવે એને મારે હું કેવું. મોડ મોડ ફાળો ઉઘારાયીને મંદિર બનાયુ. ખૂટતા પૈસા ભેગા કરીને બધું હિસાબનું પતાયુ. ગોમ મો અવે કોઈ ફાળો અલવા તૈયાર નઈ. અને ધુળો કેવડાવે કે મૂર્તિઓ તો ગોમને જ લાવી પડે. એવું કોમ સે ધૂળાનું.

નવી વાત તો બીજા પોનામાં કે.. હા.. ને...