Kahi Ankahi lagnio - 2 books and stories free download online pdf in Gujarati

કહી અનકહી લાગણીઓ - 2

ધીરે ધીરે પ્રેકટીસમાં દિવસો વીતવા લાગ્યા અને જોત - જોતા માં ધોરણ 10 નું પરિણામ આવી ગયું. શિવાનીને 87.16%, આરુષિને 72%, અનાયાને 78%, ટકા આવ્યા.
જયારે શિવને 76%, વ્યોમને 82%, દેવને 85% આવ્યા... સૌને પોતાની મેહનત પ્રમાણેનું પરિણામ મળી ગયું હતું..... સૌ પોત - પોતાના પરિણામ થી ખુશ હતા... હવે તેઓ પાછા ડાન્સ કોમ્પિટિશનની પ્રેકટીસમાં લાગી ગયા. ધીરે - ધીરે દિવસો વીતવા લાગ્યા અને ડાન્સ કોમ્પિટિશનનો દિવસ નજીક આવતો ગયો.... આખરે એ દિવસ આવી જ ગયો જેની સૌને રાહ હતી...... બે દિવસ પછી જ ડાન્સ કોમ્પિટિશન હતું... ડાન્સ કોમ્પિટિશનનાં આગલા દિવસે એટલે કે કાલે તેઓ રાજકોટ જવા નીકળવાનાં હતા.
વહેલી સવારે સૌ ઉઠીને સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવેલ વાહનમાં બેસી રાજકોટ જવા રવાના થયા તથા શિવાનીનું ગ્રુપ બપોર પછી કોમ્પિટિશનનાં સ્થળે પોંહચવાનું હતું.
પોતાના જીગરી યારોએ કોમ્પિટિશનમાં ભાગ લીધો હોય અને યારો ને ચીઅર - અપ કરવા ન જાય એવું બને!!!!!!!! એટલે શિવાનીની ફ્રેન્ડ્સ અનાયા અને આરુષિ તથા વ્યોમના ફ્રેન્ડ્સ શિવ અને દેવ પણ ડાન્સ કોમ્પિટિશનમાં આવવાના હતા.
સાંજે બધા જ ગ્રૂપ્સ રાજકોટ કોમ્પિટિશનનાં સ્થળે પહોંચી જાય છે તથા બધા જ ગ્રૂપ્સ ને રૂમ ફાળવી દેવામાં આવે છે. સૌ મુસાફરી કરીને થાકી ગયા હોવાથી જમીને રાત્રે સુઈ જાય છે.... ત્યારબાદ સવારે વેહલા ઉઠીને સૌ એક ગ્રાઉન્ડમાં ભેગા થયા હોય છે ત્યારે તેઓને ડાન્સ પ્રેકટીસ માટે પ્રેકટીસ હોલ નો જુદો - જુદો સમય ફાળવી દેવામાં આવે છે....
શિવાનીના ગ્રૂપની પ્રેકટીસનો સમય બપોરે જમ્યા પછીનો હોવાથી સવારે તેઓ રાજકોટમાં ફરવાનો પ્લાન બનાવે છે અને વ્યોમના ગ્રૂપની પ્રેકટીસનો સમય સાંજનો હોવાથી તેઓ રાજકોટ ફરવાનો અને મૂવી જોવાનો પ્લાન બનાવે છે.
શિવાનીનું ગ્રુપ અને તેની ફ્રેન્ડ્સ તૈયાર થઇને રંગીલું રાજકોટ ફરવા નીકળી જાય છે અને વ્યોમનું ગ્રુપ અને તેના ફ્રેન્ડ્સ સૌથી પહેલા નાસ્તો કરવાનો પ્રોગ્રામ બનાવે છે.
શિવાનીનું ગ્રુપ અને તેની ફ્રેન્ડ્સ સૌથી પહેલા ક્રિસ્ટલ મોલમાં જઈ શોપિંગ કરે છે અને વ્યોમના ફ્રેન્ડ્સ અને તેનું ગ્રુપ રાજકોટના ફેમસ કોફી શોપ સેનશોમાં કોફીની મજા માણવા ગયું......
શિવાનીના ગ્રુપ અને ફ્રેન્ડસે શોપિંગ કર્યાબાદ ફન વર્લ્ડમાં જવાનુ નક્કી કર્યું અને ત્યારબાદ તેઓ ફન વર્લ્ડમાં ગયા અને વ્યોમના ફ્રેન્ડ્સ અને ગ્રૂપે નાસ્તો કર્યાબાદ મોલમાં ફરવાનું વિચાર્યું એટલે તેઓ R- world મોલમાં ગયા...
શિવાનીના ગ્રુપ અને ફ્રેન્ડસે ફન વર્લ્ડમાં ખુબ જ મસ્તી કરી અને કેટલીય રાઇડ માં પણ બેઠા અને વ્યોમ અને તેના ગ્રુપ અને ફ્રેન્ડસે પણ મોલ માંથી ખુબ શોપિંગ કરી....
ફન વર્લ્ડ ની મજા માણ્યા બાદ બપોરનો જમવાનો સમય થયો એટલે તેઓ હોટેલમાં જમ્યા અને ત્યારબાદ કોમ્પિટિશનનાં સ્થળે પહોંચ્યા... અને ફ્રેશ થઈને તેઓની પ્રેકટીસમાં લાગી ગયા... આ બાજુ વ્યોમ અને તેના ફ્રેન્ડસે પણ ખુબ મજા માણી ત્યારબાદ તેઓએ મૂવી જોવાનું નક્કી કર્યું અને cusmoxમાં 12:00 થી 3:00 નાં શો માં મૂવી જોવા ગયા. મૂવી જોવાય ગયા બાદ કોઈને જમવાની ઈચ્છા ન હોવાથી નાસ્તો કરવા ક્રિસ્ટલ મોલમાં ગયા ત્યાંથી નાસ્તો કર્યાબાદ તેઓની પ્રેકટીસનો સમય થઇ ગયો હોવાથી કોમ્પિટિશનનાં સ્થળે ગયા અને ફ્રેશ થઈને પ્રેકટીસમાં લાગી ગયા....
અનાયા અને આરુષિ ને કંટાળો આવતો હોવાથી તેઓ બહાર ચક્કર મારવા નીકળે છે...અને દેવ અને શિવને પણ કંટાળો આવતો હોવાથી તેઓ પણ બહાર ચક્કર મારવા નીકળે છે...
દેવ અને શિવ બંને મિત્રો વાતો કરતા કરતા જતા હોય છે અને અચાનક વાતો કરતા કરતા દેવ શિવને માથામાં ટાપલી મારીને ભાગવા જાય છે સામેથી અનાયા અને આરુષિ આવતા હોય છે અને દેવ અનાયા સાથે અથડાય જાય છે... અનાયાને દેવનું માથું નાક પર વાગે છે અને તેનું બેલેન્સ ખોરવાય છે પણ દેવ તેને કમર થી પકડી લઈને પડતા બચાવે છે... ત્યાં શિવ આવી પહોંચે છે અને અનાયાને સોરી કહે છે અને દેવને કહે છે, હવે સરખી ઉભી કરી દે આ ગર્લ ને ક્યારની તારી સામે જુએ છે... દેવ સપનાની દુનિયા માંથી પાછો આવે છે અને અનાયાને સરખી ઉભી કરે છે.
આરુષિ ( દેવને ) :- આંખો નથી આપી ભગવાને!!?? ક્યાં ધ્યાન હતું?
દેવ :- સોરી... મારું ધ્યાન નહતું.....

આરુષિ દેવ સાથે ઝઘડો કરવા જાય છે પણ અનાયા તેણે રોકી લે છે... અને દેવ સામે ફ્રેન્ડશીપનો હાથ લંબાવે છે....

અનાયા :- hi.. I am અનાયા..
દેવ :- સોરી.. I am દેવ...
અનાયા :- દેવ છો એની માટે સોરી?....
દેવ :-ના.... ભૂલ થઇ એની માટે સોરી..
અનાયા :- it's ok....
શિવ :- hi અનાયા... I am શિવ..
અનાયા :- hi... આ મારી ફ્રેન્ડ આરુષિ..
શિવ, દેવ :- હેલો.
દેવ :- સોરી once again અનાયા અને આરુષિ..
અનાયા :- it's ok... ફ્રેન્ડ્સમાં નો સોરી નો થૅન્ક યુ..
શિવ :- તમે પણ આ ડાન્સ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો છે?
આરુષિ :- ના...ના... આતો અમારી ફ્રેન્ડે પાર્ટ લીધો તો અમે એને ચીઅર - અપ કરવા આવ્યા છીએ...
અનાયા :- તમે પાર્ટ લીધો છે?
દેવ :- ના ના અમે પણ તમારી જેમ અમારા ફ્રેન્ડને ચીઅર - અપ કરવા આવ્યા છીએ...
આરુષિ :- ઓહ!!! તો તમે ફ્રી જ હશો ને!?...
દેવ :- હા..... અમને કંટાળો આવતો હતો તો બહાર આંટો મારવા નીકળ્યા હતા....
અનાયા :- અમને પણ કંટાળો આવતો હતો એટલે બહાર આંટો મારવા નીકળ્યા....
આરુષિ :- if you don't mind.. અહીંયા પાસે એક ગાર્ડન છે ત્યાં જઈ આવીએ ત્યાં સુધી આપણા ફ્રેન્ડ્સની ડાન્સ પ્રેકટીસ પણ થઇ જશે અને જમવાનો ટાઈમ પણ થઇ જશે..
શિવ :- ઓહ!! અહીંયા નજીકમાં ગાર્ડન પણ છે!?...... તમને રાજકોટના બધા સ્થળોની ખબર લાગે...
અનાયા :- હા તો... ખબર જ હોયને... રંગીલા રાજકોટનાં રંગીલા માણસો રાજકોટને ન ઓળખે એવું થોડી બને!....
દેવ :- ઓહ!! તમે રાજકોટના જ છો!!!?
આરુષિ :- yes!!!... કોઈ શક?!!!
અનાયા :- તમે લોકો ક્યાંથી છો?
શિવ :- અમે તો સુરતના સુરતીલાલા છીએ....
આરુષિ :- ઓહ!! સરસ કહેવાય...
અનાયા :- ચાલો આપણે ચાલતા ચાલતા વાતો કરીએ નહીંતર જમવાનો સમય અહીંયા જ થઇ જશે....
ચારેય જણા વાતો કરતા કરતા ગાર્ડનમાં પહોંચે છે... ત્યાં બેસીને વાતો નાં ગપાટા મારે છે અને એકબીજાનો સરખી રીતે પરિચય મેળવે છે... અને આઈસ્ક્રીમ ની મજા માણે છે અને જમવાનો સમય થતા પાછા કોમ્પિટિશનનાં સ્થળે પહોંચે છે અને ફરી મળીશુ એમ કહીને છુટા પડે છે અને પોત - પોતાના ફ્રેન્ડ્સ પાસે પહોંચી જાય છે.
સૌ પોતાના ફ્રેન્ડ્સ સાથે જમીને રૂમમાં સુવા માટે જાય છે. સૌ ફરીને અને પ્રેકટીસ કરીને થાકી ગયા હોવાથી ફ્રેશ થઈને સુઈ જાય છે... પણ આપણા આરુષિ બેન તો કોઈક બીજાના જ વિચારોમાં હોય છે.... તેણે ઊંઘ નથી આવતી.... તેથી,

આરુષિ :- અનાયા... એ અનુ.. ઉઠને એક વાત કહેવી છે...
અનાયા :- શું છે?... આરુ સુવા દેને યાર ઊંઘ આવે છે...
આરુષિ :- અનુ મારી વાત સાંભળી લેને પછી સુઈ જજે....
અને આ બાજુ વ્યોમ, શિવ, દેવ રૂમની બાલ્કનીમાં બેઠા હોય છે... દેવને કોઈકના વિચારોમાં ખોવાયેલો જોઈને....

વ્યોમ :- ઓહો!! શિવલા જો તો આપણો દેવલો કોના વિચારોમાં આટલો હરખાય છે...
શિવ :- હા.. ભાઈ.. હા.. દેવ કોના વિચારો આવે છે..
દેવ :- અબે સાલાઓ સુઈ જાઓ ને ગોદડા ઓઢીને ચૂપ-ચાપ...
વ્યોમ :- નાં ભાઈ તું બોલ ભાભી ગોતી લીધા કે શું?!
દેવ :- અબે ભાભી વાળી સુવા ભેગો થા ને નહીંતર હમણાં બતાવું... ભાભી વાળી થઇ ગઈ તે બઉં...
વ્યોમ :- ચાલ... ચાલ.. શિવ જો આને ભાભી મળી ગયા તો કેવો રોબ જમાવે છે.... આપણી તો કાંઈ વૅલ્યુ જ નાં રહી....
શિવ :- દોસ્ત... દોસ્ત.. નાં.. રહા...
આ બાજુ અનાયા અને આરુષિ....

અનાયા :- હા ભાઈ હા.... સાંભળી લઉં પણ તું અહીંયા બક બક નાં કર શિવુ થાકી ગઈ હશે એને સુવા દે આપણે બાલ્કનીમાં જઈને વાત કરીએ....
આરુષિ :- હા.. ચલ...
હવે વાંચક મિત્રો જોઈએ આગળ દેવ અને આરુષિ કોના વિચારોમાં ખોવાયેલા છે.. અને શું શું ધમાલ મસ્તી થાય છે કોમ્પિટિશનમાં..... આશા છે કે તમે તમારા પ્રતિભાવ થી મને પ્રોત્સાહિત કરશો 🌹🌹🌹🌹🌹

બીજા રસપ્રદ વિકલ્પો