કહી અનકહી લાગણીઓ - 1 Sneha Padsumbiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કહી અનકહી લાગણીઓ - 1

"પ્રેમ"... પ્રેમ શબ્દ સાંભળતાની સાથે જ આપણા બધાનાં મન માં સુખની, દુઃખની, અલગ અલગ લાગણીઓ ફરી વળે છે.
કેટલાક માટે પ્રેમ સુખની લાગણી હશે તો કેટલાક માટે દુઃખની લાગણી હશે.
પણ આ પ્રેમ શું ખરેખર દુઃખની લાગણી છે?... મારાં મત મુજબ તો નથી!!!
કારણકે પ્રેમ તો એક અવિરત પ્રવાહ છે એમાં શું દુઃખ?.... દુઃખ તો માત્ર આપણી આશાઓ અને ધારણાઓ જ આપે છે.... આપણે આપણી આશાઓ અને ધારણાઓ વડેજ સ્વાર્થી થઇ જઈએ છીએ... જો આશાઓ અને ધારણાઓનું પ્રમાણ ઘટવાનું ચાલુ થઇ જાય તો નિસ્વાર્થ પ્રેમનું આગમન ચાલુ થઇ જાય છે... પછી પ્રેમમાં ક્યારેય દુઃખ આવતું જ નથી.... પછી પ્રેમમાં માત્ર ને માત્ર સુખ જ દેખાય છે... નિસ્વાર્થ પ્રેમ હોય ને તો આ જગત માં જ સ્વર્ગ મળી જાય છે... પછી એ જરૂરી નથી કે આપણે જે વ્યક્તિ ને નિસ્વાર્થ પ્રેમ કરીએ એ પણ સામે આપણને એટલો જ અને એવો જ પ્રેમ કરે... બસ આપણે એ વ્યક્તિ ને પ્રેમ કરીએ છીએ તો નિસ્વાર્થ ભાવે કરીએ અને જેટલું સમર્પણ થઇ શકે એટલું કરીએ....
આ મારાં મત મુજબ "પ્રેમ" શબ્દની વ્યાખ્યા હતી... પ્રેમ શબ્દની વ્યાખ્યા તો નાં હોય એ અવ્યાખ્યાયીત છે... પણ આ તો ખાલી મારાં મત મુજબ "પ્રેમ" શું છે એનું શબ્દો માં વર્ણન હતું એમ કહેવાય........
તો મિત્રો,..... હવે આપણે ચાલુ કરીએ આપણી ધારાવાહિક કહી અનકહી લાગણીઓ......
આ ધારાવાહિક કાલ્પનિક છે તથા તેમાં આવતા બધા પાત્રો પણ કલ્પનિક છે.
મુખ્ય પાત્રો.....
1) શિવ
2) શિવાની
અન્ય પાત્રો........
1) ભરતભાઈ :- શિવના પપ્પા
2) શકુંતલાબેન :- શિવના મમ્મી
3) મહેશભાઈ :- શિવાનીનાં પપ્પા
4) પાર્વતીબેન :- શિવાનીના મમ્મી
7) અનાયા, આરુષિ :- શિવાનીની ફ્રેન્ડ્સ
8) દેવ, વ્યોમ :- શિવના ફ્રેન્ડ્સ
9) વત્સલ :- શિવાનીનો નાનો ભાઈ

શિવાની..... એક બિન્દાસ છોકરી.....10 માં ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યો....રાજકોટ માં તેના મમ્મી પપ્પા અને તેના ભાઈ સાથે રહે.... શિવાનીનો ભાઈ તેના કરતા છ વર્ષ નાનો ચોથું ભણે.....
શિવ.... તેણે પણ તેના 10માં ધોરણ નો અભ્યાસ પૂર્ણ કર્યો..... સુરત માં રહે તેના મમ્મી પપ્પા સાથે......
રાજકોટ માં રાજ્યકક્ષાની કોમ્પિટિશન યોજાવાની હતી.... રાજ્યનાં ઘણા બધા શહેરોનાં સારા - સારા વિદ્યાર્થીઓ ડાન્સ કોમ્પિટિશન માટે રાજકોટ આવવાના હતા.....
આપણી શિવાની ને ડાન્સનો ખુબ શોખ...અને ભણવામાં પણ ખુબ કુશળ..... તેની સ્કૂલ તરફથી ડાન્સ કોમ્પિટિશનમાં શિવાનીનું ગ્રુપ પાર્ટ કરવાનું હતું... જયારે શિવનાં ફ્રેન્ડ્ વ્યોમને ડાન્સનો ખુબ શોખ....આ બાજુ સુરત થી વ્યોમનું ગ્રુપ પાર્ટ લેવાનું હતું.......
ડાન્સ કોમ્પિટિશનનો દિવસ નજીક આવતો હતો તેમજ 10માં ધોરણ નાં પરિણામનો દિવસ પણ નજીક આવતો હતો... સૌ પોત-પોતાના ગ્રુપ સાથે ડાન્સ પ્રેકટીસ મશગુલ હતા સૌને પોતાની સ્કૂલનું નામ મોખરે લાવવું હતું......
શિવાનીનાં ગ્રુપમાં 7 સભ્ય :- શિવાની, હિયા, ધ્યાની, તેજશ્રી, માયરા જેની, આકાંક્ષા
શિવાનીના ગ્રૂપનું નામ હતું 7 સ્ટાર્સ.......
જયારે વ્યોમના ગ્રૂપમાં 8 સભ્ય :- વ્યોમ, ધૈર્ય, યશ, હિત, મિહિર, વંશ, રવિ, તમસ
વ્યોમના ગ્રુપનું નામ હતું :- 8 કાઉન્ટ
આ ડાન્સ કોમ્પિટિશન 3 રાઉન્ડમાં થવાની હતી.....
પેહલો રાઉન્ડ :- બધી સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાનું પર્ફોર્મન્સ આપશે.
બીજો રાઉન્ડ :- પેહલા ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ વચ્ચે
ત્રીજો રાઉન્ડ :- પેહલા બે ક્રમાંક પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ વચ્ચે.....
આથી, આ કોમ્પિટિશન માટે બધા જ ગ્રૂપને ત્રણ પર્ફોર્મન્સ તૈયાર કરવાનાં હતા.
હવે આગળ જોઈએ કે શું આવે છે 10માં ધોરણનું પરિણામ અને શું થાય છે ડાન્સ કોમ્પિટિશનમાં મસ્તી અને કોણ બને છે વિજેતા.....



મિત્રો આ મારી પ્રથમ ધારાવાહિક છે... કોઈ ભૂલ થઇ હોય તો માફ કરજો..... આશા છે કે સૌ સહકાર આપશો અને તમારા અમૂલ્ય પ્રતિભાવ થી મને પ્રોત્સાહિત કરશો..... 🌹🌹🌹🌹