Ek Kahaani School - 2 books and stories free download online pdf in Gujarati

એક કહાની સ્કૂલની... એક અનોખી પ્રેમ કહાની... - 2

"એક કહાની સ્કૂલની,એક અનોખી પ્રેમ કહાની"

મને વિશ્વાસ છે કે તમે મારી પ્રથમ લખેલી પુસ્તક વાંચી હશે.. તો તે પુસ્તક ની સાફળતા બાદ આ પાર્ટ 2 તૈયાર કર્યો છે..

તો થોડાક પ્રથમ પુસ્તક ને થોડું યાદ કરીએ..

ગમેતે કરી ને અમે નવ પાસ કરી ધોરણ દસમાં આવ્યાં.,
અને તમામ અમારી મસ્તીનો અંત આવી ગયો.ના અમને ધોરણ દસમાં ના મળી વિદાય કે ના ભણવાનું બરાબર મળ્યું.!

ક્યાં એ અમારી સ્કૂલના હસતાં-ખેલ્તા દિવસો અને જાને લાગે કે ભાઈબંધો સાથે ની આ છેલ્લી મુલાકાત હોય.!

અમે ધોરણ દસમા જાને કે બે મહિના ઓફલાઈન ભણ્યાં અને જાને આવી ગયો કોરોના..

ત્યાર પછીતો સ્કૂલમાં ના ભણવા જવાનું કે ના જોવા જેવું કઈ રહ્યુંં.

ચીનથી આવેલો કોરોના આમતો ધોરણ દસ પાસ થવા માટે સારો અને અમારા વિદાયનો જાણે કે કોરોરના જ લાગે કે કોરોરના એજ વિદાય આપી હોય..

સ્કૂલમાં બે મહિના ભણ્યાં પછી અમારું શિક્ષણ ઑફલાઈન થઈ ગયું..હવે તો અમને એમ કે હવે ખાલી સ્કૂલમાં રિજલ્ટ લેવા જ જવાનું જ છે.

પછી અમારું શિક્ષણ ઓનલાઇન થઈ ગયું.. ના આવે એવી મજા કે જે કલાસમાં કરેલી મસ્તી,ભાઈબંધોની મજાક અને લેશનના લખેલું હોય તો કંઈક બનાવેલું બહાનું..

ઓફલાઇનમા ના કદી સરખું ના ભણ્યાં હોય તો પછી ઓનલાઇન માં કોન સારું ભણવાના હોય.!

અમારી સ્કૂલ બંધ થયાં બાદ અમે ઓનલાઇન કલાસમાં જોડાયાં. ના શિક્ષક ભણાવે તેમાં દયાન હોય કે ના પુસ્તકમાં.બધા ભાઈઓ ઓનલાઇન ક્લાસમાં ભેગા થયાં હોય ત્યારે તો ના ભણવામાં દયાન હોય એટલું ભાઈબંધો સાથે મજાક મસ્તીમાં દયાન હોય..

ધરે પેપર લખવાનું હોય તો યૂટ્યૂબ માંથી જોઈને લખવાનું હોય આપડે વડી એટલા પણ ક્યાં હોશિયાર કે જોયા વગર પેપર લખીયે..,!

ત્યાર પછી મને એક યૂટ્યૂબ પર મને એક ચેનલ સારી લાગી અને ટેલિગ્રામ માં અનેક એવા ગ્રૂપમાં જોડતો ગયો.! ઓનલાઇન ક્લાસ હોવાના કારણે હું ટેલિગ્રામ માં જોડાયો.

ત્યાર પછી તો કેટલાય પેપર યૂટ્યૂબ પર થી કોપી કરીને લખ્યાં. પછી તો કેટલીયે ચેનલ ગમવા લાગી ગઈ અને હું ટેલિગ્રામમા જોડાતો રહ્યો..!

પછી મે ટેલિગ્રામ માં મેસેજ જોવાનું ચાલુ કર્યું.. ત્યાર પછી તો તે ગ્રૂપમાં બાર હજાર કે તેનાથી વધારે બાળકો હતાં..

પછી મેં એક છોકરી ને મેસેજ કર્યો " હેલ્લો" , પેલા તો તે છોકરીએ મારા મેસેજ નો જવાબ ના આપ્યો,પછી બે દિવસ પછી મેસેજ આવ્યો,

"હેલ્લો" કરીને પછી બે મિનિટ વાત થઈ પછી ઑફલાઇન થઈ ગઈ..
મે તેને બે- ત્રણ દિવસ મેસેજ કર્યા પણ ના કઈ પ્રેમ વાળી ફિલિંગ મળી.. પછી મે ટેલિગ્રામ એક અઠવાડિયાં સુધી નાં ખોલ્યુ..,

પછી મેં એક અઠવાડિયાં પછી મે ટેલિગ્રામ ખોલ્યું તો તે છોકરીનાં મેસેજ આવ્યાં હતાં,

પેલા તો ફ્રેંડ જેવી રીતે વાત થઈ તેની સાથે, ના ઓળખાણ કે ના કોઈ પહેચાન.., પછી મને ધિરે- ધિરે તેનાથી પ્રેમ થવા લાગ્યો..

એક કે બે મહિના જેવી તેની સાથે ટાઈમ ટૂ ટાઈમ વાત થવા લાગી..પછી તો મે તેને હિંમત કરી ને તેને પ્રપ્રોસ કર્યું..
દિલના ધબકારા જાણે કે કોઈ આભ ફાટ્યો હોય તે રીતે ડરતું હતું..

તેની " હા " હશે, કે "ના" આ વાતને લઈને મે બે દિવસ ટેલિગ્રામ ના ખોલ્યું,

પછી મે હિંમત કરીને પાંચ દિવસ પછી મે ટેલિગ્રામ ખોલ્યું..:

ના તેને કરેલા મેસેજ નો જવાબ ની રાહ જોવામાં દિલ ધડકેના એટલુંતો એના એક મેસેજ થી દિલ ડરતું હતું.. પછી તેનો મેસેજ " હા" કહીને આવ્યો હતો..

પછી તો હરોજ તેની સાથે વાત થવા લાગી અને ક્યારે તેનાથી પ્રેમ થઈ ગયો કઈ ખબર જ ના પડી..!

પહેલા તો આખી આખી રાત વાત થવા લાગી.પ્રેમ ભરી વાતો એવી થવા લાગી કે જાણે હવે તો તેની સાથે જ લગન થશે.!

પછી પ્રેમ ભરી શું થોડા દિવસ વાત કરી અને તેના ધરે તેના ભાઈને ખબર પડી ગઈ.
.
ના તેને ફોન વાપરવા મળે કે તેને મારી સાથે વાત થઈ શકે..!!
ના અમારો પ્રેમ વધારે રહ્યો કે ના હદ થી વધારે થઈ શક્યો..!

ક્યાં એ કોરોના ના કેસો ઓછા થવા લાગ્યાં અને ત્યાર પછી અમે બંને રિલેશનમાં થી અલગ થઈ ગયાં..

પછી તો સ્કૂલ થઈ ગઈ ચાલું અને અમે બંને થઈ ગયાં અલગ..

તે તેના સ્કૂલ અને હું મારા સ્કૂલમાં જવા લાગ્યાં..

અહીં જ આમારી રહી ગઈ અધૂરી પ્રેમ કહાની..
એક અનોખી સ્કૂલની, એક અનોખી પ્રેમ કહાની નો પાર્ટ 2
પૂર્ણ થાય છે..

આ પુસ્તક સારી લાગી હોય તો શેર, કરો..
અને તમારો આ પુસ્તક પરનો અભિપ્રાય જણાવો..

લેખક: યુવરાજ મકવાણા.( બામોસણા)
કોલ નો.6355231021

બીજા રસપ્રદ વિકલ્પો