Patra - 4 books and stories free download online pdf in Gujarati

પત્ર - 4 - પુત્ર નો પિતાનો પત્ર

શાકુંત લલિતરાયની ઉંઘમાં ખલેલ  ન  પહોંચે રીતે એમનાં પગે લાગી કાયમ પાસે રહેતાં ચાવીનાં ઝુડા નીચે પરબીડીયું સરકાવીને નીકળી ગયો. મનની સ્થિતિ બીજા ગ્રહ પર જતાં અવકાશયાત્રી જેવી હતી,જવાનો મક્કમ નિર્ધાર અને નિર્ણય યોગ્ય ઠરશે કે નહી એની દૂવિધા કારણકે પાછા ફરવાની કોઈ ખાત્રી નહી.

લલિતરાય હંમેશની ટેવ મુજબ સવારે પાંચ વાગ્યે ઉઠ્યા,કરપૂજા કરીને લક્ષ્મીદર્શન કરવા ચાવી ઉઠાવી ત્યાં હાથ આવી ગયું પરબીડીયું.

......
આદરણીય પપ્પા,

દુનિયામાં મે કોઈનો સૌથી વધારે આદર કર્યો હોય તો તમે .તમે મારુ વિશ્ર્વ એવું કહું તો જરાય ખોટું નથી.તમારી આંગળીએ દુનિયા મે જોઈ,બલ્કે તમે ચિતરેલો દુનિયાનો ટુકડો જોયો.

મને ખબર નથી આજ પછી તમને ક્યારે માન આપી શકીશ કે નહી. મારા મનમાં અસંખ્ય સવાલો ધરબાયેલા છે.આજે મને એક તણખલું મળ્યુ છે.એના સહારે જાઉ છું, જવાબ મેળવવા.મારા પોતીકા કેનવાસમાં મારે દુનિયા દોરવી છે.

નિર્ણય સાવ અચાનક નથી,મનમાં તો ક્યારનો
ચાલતો હતો,આજની ઘટનાથી ખાલી ધક્કો  લાગ્યો.નાનીનાં તેરમાંની વિધી પછી એમનાં રૂમમાં ગયો ,તો મળ્યો ખજાનો. મારી માનાં પત્રોનો .એમનાં પટારામાં યાદો ગોતતા મને મારી મમ્મી મળી ગઈ શબ્દદેહે. એમાં મારી માની સુગંધ મને આકર્ષી ગઈ .જે સુગંધ સાથે  નાળથી જોડાયો હોય તે યાદ હોયને!

એક એક  પત્ર મારી ગેરસમજણનાં પડ ખોલતાં ગયાં.એ પત્રો જે મારી મમ્મીએ લખ્યા'તા ,મારા માટે દરેક નવા વર્ષે મારી દસ વર્ષની ઉંમરથી પણ પહોંચ્યા નહી.

મને હંમેશા સવાલ થતો કે મારી મમ્મી કેમ કઈ કીધા વિના ચાલી ગઈ.?પુછાયો નહીં ક્યારેય ,તમે મમ્મી માટે વણેલી વાર્તા અને ઘરમાં એનું નામ નહીં લેવાની શરત.
મારી જિંદગીતો તમારી પસંદગી પ્રમાણે ચાલતી.મિત્રો ,શાળા ,રમતો, સબંધો બધું તમારી પસંદગી.હું એટલે જાણે તમે.

છતાં કઈક  અલગ હતું જે તમે બદલી શક્યા, મારામાં બોલતું મારી મમ્મીનું  લોહી અને પુસ્તક-પ્રેમ જેણે મને તમારાં કુવાની બહારની દુનિયાથી જોડેલો રાખ્યો.

જતાં પે'લા મમ્મીએ લખ્યુ "આમ અચાનક છોડી જવાં માટે માફ કરજે.હું રહીશ તો તું પીસાતો રહીશ.હવે તારી ઉમર એવી છે કે તને માનાં લાડ વિના  ચાલે પણ 
બાપની ઓથ વગર નહી ચાલે .હું દક્ષિણ ભારત જઈશ ને ત્યાંનાં દરિયામાં  મારું વિસર્જન કરીશ જાતે,એટલે તમારી નાલોશી થાય..આવતા ભવે તું દિકરા રૂપે મળે."

તો  પે'લા પત્રમાં ,"તને થતું હશે હંમેશા વહાલ કરતી મમ્મી,વારેઘડીએ ગુસ્સે  કેમ થાય?આપણી વચ્ચેથી વાર્તાઓ ,હાસ્ય,રમત બધું ગાયબ પણ, વહાલ એટલું છે.હું પ્રયત્ન કરીશ પહેલાં જેવી થવાનો.તને અત્યારે નહી સમજાય.એક પંખીને પાંજરે પુરાતા તકલીફ થાય  એવી મને થાય છે..હું ચાહવા છતાં ખુશ નથી રહી શકતી.હું ખુશ હોય તો તને કેમ ખુશ રાખું ! "

હું નાનો હતો તોય ફેરફાર તો નોટિસ કર્યો તો , મને સમજાતું નહી કે ખુશ ને સુંદર લાગતી મમ્મી હવે તૈયાર કેમ નથી  થતી, બારી પાસે બેસી રે. એનાં કાળા ભમ્મર  વાળમાં  સફેદી લેપાઈ  ગઈ'તી રાતોરાત એની  હસતી આખો નીચે કાળાશ જામતી જતી'તી. 

એના ગયા પછી મને તરછોડી દીધો ગુસ્સો એનાં પ્રેમથી  વધી ગયો.

એના પત્ર મળ્યા હોત તો હજુ પણ અજાણ હોત એની સંવેદનાથી.તમે એની આત્મહત્યા પણ  છુપાવી
મારાથી.સમાજ સામે રહ્યા આદર્શ બાપ,મને એકલા હાથે ઉછેરનાર.મહાન પિતા જેણે મારા માટે જિંદગી કુરબાન કરી દીધી.

મારે હવે મારી રીતે દુનિયા જીવવી છે.મારી માને મન ભરી યાદ કરવી છે.તકલીફ વેઠીને પણ એવું જીવન જીવીશ જે મારું પોતાનું હોય.

તમને એકલાં છોડવા બદલ માફ કરજો.

                                        તમારો   ,
                                સદા આજ્ઞાંકિત.










   

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED