Dashing Superstar - 43 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-43


(કિઆરા ફસાઇ જાય છે મોટી મુસીબતમાં,એલ્વિસના ભૂતકાળમાંથી કોઇ આવ્યું છે એલ્વિસને અને કિઆરાને બરબાદ કરવા.આયાને તેને હાલ પુરતી તો બચાવી લીધી પણ કિઆરાએ સામનો કરવો પડયો આયાનના ગુસ્સાનો.એલ્વિસે રાખ્યો કિઆરા માટે પસર્નલ બોડીગાર્ડ એલ અને કિઆરા હજીસુધી એકબીજાને મળી નથી શક્યાં.આયાન લઇ જાય છે કિઆરાને મુવી જોવા જ્યાં તેને પગમાં વાગ્યું.આયાન કિઆરાનો હાથ પકડીને તેને મદદ કરી રહ્યો હતો બરાબર તે જ સમયે એલ્વિસે તેમને જોઇ લીધાં.)

આયાને કિઆરાના કમર ફરતે હાથ રાખ્યો હતો અને બીજા હાથથી તેનો હાથ પકડ્યો હતો.કિઆરા ચાલતા ચાલતા નજીકમાં રહેલી બેંચ પર બેસી ગઇ.

"આયાન,મને બહું દુઃખે છે.હવે હું નહીં ચાલી શકું.મારે રીલીફસ્પ્રે લગાવવું પડશે."કિઆરા બોલી.

"હા,તારો બોડીગાર્ડ લેવા ગયો છે,ખબર નહીં ક્યાં રહી ગયો?"આયાને આમતેમ જોતા કહ્યું.

"બાકી કહેવું પડે કિઆરા,એલ બહુ જ પઝેસીવ છે તારા માટે.સારું છે તેમણે આપણને આમ નથી જોયા નહીંતર તેમને ચિંતા થઈ જાત."આયાને કહ્યું.
તેના જવાબમાં કિઆરા હસી પડી બરાબર તે જ સમયે કિઆરાનો બોડીગાર્ડ સ્પ્રે લઇને આવ્યો.આયાને તે સ્પ્રે તેના પગ પર છાટ્યું તેને હવે ઘણું સારું લાગી રહ્યું હતું.

દુરથી આ જોઈ રહેલા એલ્વિસને થોડી બેચેની થઇ.
"આ આયાન આખો દિવસ કિઆરાની આસપાસ કેમ ફર્યા કરે છે?મને નથી ગમતું.જે સમય મારે કિઆરા સાથે પસાર કરવાનો હોય તે તેને પસાર કરવા મળી રહ્યો છે."એલ્વિસ બોલ્યો.તે અને કિઆરા એકદમ ઓપોઝીટ તરફ હતા અને વચ્ચે ખાસી ભીડ હતી.સામાન્ય રીતે ત્યાં પહોંચવા માટે ૧૦ મિનિટનો સમય લાગે પણ ભીડના કારણે આ સમય વધી જાય એમ હતો.તે સિવાય તે કિઆરા પર મીડિયાનું ફોકસ ના પડે તે ઇચ્છતો હતો.

"એલ્વિસ,આ સમય તમારા પ્રેમની પરીક્ષાનો છે.આ સમય જ બતાવશે કે તમારો પ્રેમ કેટલો સાચો અને પાક્કો છે.રહી વાત આયાનની તો ફરીથી એ જ કહીશ કે એ તો ગોડની ગિફ્ટ છે તારા માટે.જો તે કિઆરા પાસે ના હોત તો તે દિવસે બારમાં શું થાત વિચાર તો ખરાં."વિન્સેન્ટે કહ્યું.તેણે આહનાને ફોન લગાવીને પુછ્યું અને જાણવા મળ્યું કે આયાને કિઆરાનો મુડ ઠીક કરવા તેને મુવી માટે લઇને આવ્યો હતો.વિન્સેન્ટે આ વાત એલ્વિસને કહી.

"જોયું,અત્યારે પણ તે કિઆરાનો મુડ ઠીક કરવા તેને પરાણે મુવી માટે લઇને આવ્યો છે."વિન્સેન્ટે કહ્યું.

એલ્વિસ અને વિન્સેન્ટ ત્યાંથી નીકળી ગયા.એલ્વિસ ખૂબજ ગંભીર વિચારોમાં હતો.

ગાડીમાં પણ ઘર સુધીના રસ્તામાં તે ખૂબજ વિચારોમાં હતો.

"વિન્સેન્ટ,કિઆરા માટે હું ખૂબજ ગંભીર છું.તે મારું જીવન છે.મારું ભવિષ્ય છે.મે ઘણાબધા સપનાં તેની સાથે મળીને જોયા છે.મારું શેડ્યુલ આવતા અમુક મહિના સુધી હજી આમ જ રહેશે.કઇંક તો કરવું પડશે કે હું તેની સાથે વધુ સમય વિતાવી શકું.

તે સિવાય પણ આપણો ભૂતકાળ કે જે પાછો આવી ગયો છે.કિઆરા મારી પાસે હશે તો મને ધરપત થશે.હું નિશ્ચિત થઇને કામ પર જઇ શકીશ.મારે તેને જલ્દી જ મારા ભૂતકાળ વિશે જણાવવું છે.વિન,કઇંક વચ્ચેનો રસ્તો કાઢને?"એલ્વિસે કહ્યું.તેની વાત પર વિન્સેન્ટ વિચારમાં પડી ગયો.તે સોશિયલ મીડિયામાં કઇંક જોઇ રહ્યો હતો.એક પોસ્ટ જોઇ તેને કઇંક વિચાર આવ્યો.

"એલ,એક આઇડિયા છે પણ તેના માટે મને થોડો સમય આપ.જલ્દી જ તું તારી કિઆરા સાથે વધુ સમય ગાળી શકીશ." વિન્સેન્ટે કહ્યું.

"વિન્સેન્ટ,આજે સાંજે એક ચેરિટી ફંકશન માટે અનાથાશ્રમ જવાનું છેને.હું કિઆરાને ત્યાં બોલાવી લઉં?" એલ્વિસે પુછ્યું.

"ગ્રેટ આઇડિયા,બોલાવી લે."વિન્સેન્ટે કહ્યું.

એલ્વિસે કિઆરાને સાંજે ચેરિટી ફંકશનના સ્થળે બોલાવી.કિઆરા ખૂબજ ખુશ હતી.તે ફંકશનને અનુરૂપ સુંદર તૈયાર થઇને ગઇ હતી.સુંદર સલવાર-કમીઝ અને દુપટ્ટામાં તે વહાલી લાગી રહી હતી.સમયસર સ્થળ પર પહોંચી પોતાના પ્રેમીની રાહ જોઇ રહી હતી.અંતે તેની પ્રતીક્ષાનો અંત આવ્યો.એલ્વિસ અને વિન્સેન્ટ આવી ગયાં.એલ્વિસે અનાથાશ્રમના બાળકો માટે ખાસ કોમ્પ્યુટર રૂમ બનાવી આપ્યો હતો.આજે તે તેને ઇનોગ્રેટ કરવાનો હતો.

કિઆરા તે બાળકો માટે સ્પેશિયલ નાસ્તો લઇને આવી હતી.કિઆરા અને એલ્વિસ લોકોની હાજરીમાં એકબીજાને ઔપચારિક રીતે મળ્યાં.એલ્વિસે કિઆરા સાથે હાથ મીલાવ્યો અને તેને જોરથી દબાવ્યો.

કિઆરા એલ્વિસને ગળે લગાવવા માંગતી હતી પણ એલ્વિસને જોવા માટે અને તેને મળવા એટલા બધાં લોકો આવ્યાં હતાં કે કિઆરા માટે તે અશક્ય હતું.છતાં પણ તે આ બાળકો સાથે વિતાવવા મળી રહેલો સમય અને એલ્વિસની સાથે એક જ જગ્યાએ હોવાનો અહેસાસ માણી રહી હતી.

કિઆરા તેના બોડીગાર્ડ અને ડ્રાઇવરની મદદથી તે બાળકો માટે લાવેલો સ્પેશિયલ નાસ્તો તેમને આપી રહી હતી.તે વોશરૂમમાં હાથ ધોવા જઇ રહી હતી અને અચાનક કોઇએ તેનો હાથ ખેંચ્યો.તેનો બોડીગાર્ડ નાસ્તો આપવા રોકાયેલો હતો.કિઆરા ડરી ગઇ.તે વ્યક્તિએ તેના મોઢે હાથ મુકી દીધો હતો અને તેને આશ્રમના પાછળના અવાવરા ભાગે લઇ ગયો.કિઆરા તેના માર્શલ આર્ટસના મુવ અજમાવે તે પહેલા તેનું ધ્યાન તે વ્યક્તિ પર ગયું અને તેના ચહેરા પર સ્માઇલ આવી ગયું.તે એલ્વિસ હતો તેણે કિઆરાને જુનુનપૂર્વક ગળે લગાવી લીધી.એકદમ કસીને તેને આલિંગનમાં જકડી તેના ગાલ પર અને કપાળ પર કિસ કરી.

"ફાઇનલી આપણે મળ્યાં.કિઅારા,આઇ મિસ્ડ યુ સો મચ.તારા વગર હું કામ કરતો હતો પણ મને કશુંજ ગમતું નહતું."એલ્વિસે તેને પોતાના આલિંગનમાં રાખતા જ કહ્યું.

"મે પણ તમને ખૂબજ મિસ કર્યા.હા,હુ થોડી અપસેટ હતી પણ આયાન અને અહાના છેને તે લોકો હંમેશા મને ખુશ રાખવા કોશિશ કરે છે.એલ,આ પળ આમજ રહે અને હું આમજ તમારી બાંહોમાં રહું તો કેવું સારું!"કિઆરાએ કહ્યું.તે પણ એલ્વિસના આલિંગનમાં જ રહેવા માંગતી હતી.

"બસ થોડોક સમય આપ હું કઇંક એવું વિચારું છું કે આપણે એકબીજા સાથે વધુ સમય વિતાવી શકીએ.કિઆરા,હું ખરેખર આયાનનો આભારી છું કે તેણે સમયસર તને બચાવી લીધી.કિઆરા,મારો એક ભૂતકાળ છે જેના વિશે મારે તને જણાવવું છે.જલ્દી જ હું કઇંક એવું કરીશ કે આપણે સાથે વધુ સમય વિતાવી શકીએ પછી તને બધું જ જણાવીશ.ત્યાંસુધી મને વચન આપ કે તું કોઇ બહાદુરી નહીં દેખાડે અને હંમેશાં બોડીગાર્ડને સાથે રાખીશ."એલ્વિસે કહ્યું.

કિઆરાએ હકારમાં માથું હલાવ્યું.થોડો ઘણો સમય જે તેમણે સાથે વિતાવ્યો તે તેમના માટે ખૂબજ કિંમતી હતો.કિઆરા અને એલ્વિસ છુટા પડ્યાં.તે વીકેન્ડ એલ્વિસ તેના કામમાં વ્યસ્ત હતો જ્યારે કિઆરા આયાન સાથે એક ટ્રેકિંગ અને ટ્રેનિંગ કેમ્પમાં ગઇ હતી.આયાનનું કિઆરાની સતત આસપાસ રહેવું એલ્વિસને ખૂબજ ખટકતું હતું પણ તે હાલમાં તે વિષય પર કશુંજ કરી શકે તેમ નહતો.

કિઆરા એલ્વિસને ખૂબજ મિસ કરી રહી હતી.એક દિવસ તેના લેકચર્સ કેન્સલ થયા.તો તેણે એલ્વિસને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું.
લગભગ એક કલાકથી તે રસોડામાં ધુસેલી હતી.
"કિઆરા,આટલી બધી મહેનતથી ગાજરનો હલવો કોના માટે બનાવે છે?"જાનકીદેવીએ પુછ્યું.

"દાદી,કોઇ ખાસ માટે."આટલું કહીને તેણે તે ગાજરનો હલવો ટીફીનમાં ભર્યો અને સરસ તૈયાર થઇને આવી. તેણે લોંગ સ્કર્ટ,સ્લિવલેસ ટોપ અને દુપટ્ટો ઓઢ્યો હતો.

તે પોતાની કારમાં બહાર જતી હતી કે તેને દાદુ ચિંતામાં દેખાયા.
"દાદુ,શું થયું?"તેણે પુછ્યું.

"કિઆરા,ટેક્સીની હડતાલ છે આજે અને મારે બહાર જવાનું છે.બીજી બધી ગાડીઓ બહાર છે."દાદુએ કહ્યું.

"એક કામ કરો દાદુ,હું એલ્વિસને મળવા તેમની શુટીંગ પર જઇ રહી છું.તેમને સરપ્રાઇઝ આપવા એ પણ ગાજરના હલવા સાથે.તો તમે મારી કાર અને ડ્રાઇવર લઇ જાઓ.મને ત્યાં ઉતારી દો.એલ્વિસ મને પાછા મુકી જશે."કિઆરાએ કહ્યું.દાદુ કિઅારા સાથે સહમત થયાં.

"કિઆરા તારો બોડીગાર્ડ પણ આજે રજા પર છે.કઇ પ્રોબ્લેમ થયો તો?"દાદુએ પુછ્યું.

"કશુંજ નહીં થાય."

કિઆરાને શુટીંગ પર ઉતારીને દાદુ જતાં રહ્યા.તે ગેટ પાસે ગઇ અને સિક્યુરિટીને કહ્યું,"મારે એલ્વિસને મળવું છે."

"તમારી પાસે કાર્ડ કે લેટર છે?કહેવાનો અર્થ છે મેડમ કે આ મેગા બજેટ મુવીનું શુટીંગ ચાલે છે.અહીં જેમને પણ અંદર જવાની પરવાનગી એટલે કે એક્સેસ કાર્ડ કે લેટર હોય તે જ જઇ શકે."સિક્યુરિટીએ કહ્યું.

"એ તો નથી પણ હું તેમને ફોન કરું છું.તમે તેમની સાથે વાત કરી લો."કિઆરાએ કહ્યું.

"ઓ મેડમ,નો મોબાઇલ પોલીસી છે.અહીં આવતા પહેલા મોબાઇલ લોકરમાં મુકવા પડે છે.મોટા સ્ટાર હોય કે નાના ટેક્નિશીયન.ફોન નહીં લાગે."સિક્યુરિટીએ કહ્યું.

"અરે પણ હું એલ્વિસને અને વિન્સેન્ટનેઓળખું છું.તમે એક વખત કહો કે કિઆરા આવી છે."કિઆરા થોડી નિરાશ થઇ ગઇ.

"ના કહ્યુંને.જાઓ અહીંથી તમારા જેવા કેટલાય ફ્રેન્સ કેટલીય પાગલ છોકરીઓ આવે છે.કહેશે કે એલ્વિસ મારો બોયફ્રેન્ડ છે,મારો પ્રેમિ છે.અમે બંને એકબીજાને ઓળખીએ છે.તે મારો થવાવાળો પતિ છે."સિક્યુરિટી ગાર્ડે કિઆરાની મજાક ઉડાવતા કહ્યું.

કિઆરાને ગુસ્સો આવ્યો અને કહ્યું,"એય પાગલ છોકરી કોને કહે છે.આ જો મારા મોબાઇલમાં તેમનો નંબર છે.તે સાચે મારા બોયફ્રેન્ડ છે.હું તેમના માટે તેમનો પ્રિય ગાજરનો હલવો લાવી છું.મને એક વાર તે આપી દેવા દો હું જતી રહીશ."

"એય,સમજાતું નથી તને?ગાંડી છોકરી તારા જેવી કેટલીય આવે બધાને જવા દઉં તો મારી નોકરી જાય.જા અહીંથી.નહીંતર દંડો મારીશ."તેણે કિઆરાના હાથમાંથી ટીફીન પકડીને ફેંક્યુ.કિઆરાને ગુસ્સો આવ્યો પણ તેને એલ્વિસની વાત યાદ આવી કે તે કોઈ માથાકુટમાં નહીં પડે.

"એક વાર તમે ફોન કરીને વિન્સેન્ટને વાત કરો પ્લીઝ."કિઆરાએ માંડમાંડ ગુસ્સો શાંત કરીને કહ્યું.

"લાગે છે તું એમ નહીં માને.તારા જેવા સો જણા આવે રોજ.જો હું દરેકની વાત માનીને ફોન લગાવું તો મારી નોકરી જાય.અમુક લોકો વાતોથી ના માને."આટલું કહીને તે સિક્યુરિટીએ કિઆરાના હાથ જોરથી પકડીને તેને બહાર ફેંકી.કિઆરા સિક્યુરિટી ગાર્ડના આ અમાનવીય વર્તનથી ડઘાઇ ગઇ.જોરથી પડવાના કારણે તેના હાથમાં જોરદાર વાગ્યું.જેમા ઘસરકો પડતા લોહી પણ નીકળ્યું.

કિઆરા હવે શું કરશે?શું તે શાંતિથી જતી રહેશે કે તેનો અસલી પરચો દેખાડશે?
વિન્સેન્ટે શું વિચાર્યું હશે?
જાણવા વાંચતા રહો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED