Sangharsh - 5 - LAST PART books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ - પ્રકરણ:-૫. - આખરે મહેનત રંગ લાવી - છેલ્લો ભાગ

ગયા પ્રકરણમાં આપણે જોયું કે નરેશભાઈ અને નયનાબેન અલગ થઈને કઈ રીતે પોતાના વિરહના દિવસો કાઢે છે. પ્રણય અને નિરાલી હોસ્ટેલમાં ભણવા જાય છે.અને સમય કઈ રીતે ઘરને સાચવે છે હવે આગળ જોઈએ કે પોતાના મમ્મી પપ્પાની અથાગ મહેનતનું ત્રણેય બાળકો શું પરિણામ લાવે છે....


આમ ત્રણેય ભાઈ બહેન ખૂબ મહેનત કરીને ભણે છે અને અને મમ્મી પપ્પા પણ એટલી મહેનત કરે. કહેવાય છે ને એમ કે પેટે પાટા બાંધીને ભણાવે છે.નયનાબેન સખત મહેનત કરે છે બપોરનો તડકો પણ નથી જોતા.

હવે દાદાને બીડી નું વ્યસન હતું.છોકરાઓ અને બીજા સભ્યો દ્વારા ઘણી વખત તે છોડવા કહેવામાં આવ્યું.પણ છૂટે તો તેને વ્યસન ના કહેવાય ને! આખા દિવસમાં લગભગ એક આખી જૂડી પી જાય. વૃદ્ધ થતા જાય છે તેમ ફેફસાં નબળા પડતા જાય છે.જેના કારણે જીવરાજભાઈ અસ્થમા ના રોગ માં સંપડાય છે. એટલે હવે ભારે કામ કરી પણ ન શકે. જરા થોડો વજન ઉપાડે એટલે શ્વાસ ચડવા લાગે.શ્વાસ ચડે એટલે તરત ઈન્જેકશન દેવું જ પડે.ઘણીવાર તો રાત્રે પણ શ્વાસ ચડે તો રાતે પણ ડોક્ટર પાસે લઈ જવા પડે.

હવે ઘરમાં બીજું કોઈ પુરુષ સભ્ય મળે નહિ.સમય ધોરણ 10th માં આવે છે એટલે થોડો મોટો થઈ ગયો.એટલે પપ્પાની ગહાજરી અને દાદા તો હવે બહુ કામ ન કરી શકે એટલે ઘરનું નાનું મોટું કામ તેની માથે આવે છે.મમ્મી નયનાબેન માથે આખી ખેતીનો કારભાર આવે છે.સમય પણ તેની સાથે મદદ કરે છે. પોતે સવારથી બપોર સુધી ભણવા જાય છે અને આવીને વાડીએ મમ્મીને મદદ કરવા જાય છે.નયનાબેન પણ એવા જબરા કે પોતે એકલા હાથે જમીન સાચવી લે છે.કોઈક દિવસ રાતે પણ પાણી વાળવાનું થાય છતાં ડરે નહિ.સમય ને પણ પોતાની મમ્મી પર દયા આવે છે કે ભગવાન ગયા જનમ માં શું ગુનો કર્યો હશે!સમય આટલી નાની ઉંમર હોવા છતાં ખેતીનું પણ બધું કામ આવડે છે.ઘણા અનુભવ કરે છે.અને પોતાના દાદાને પણ સાચવતો જાય છે.

હવે સમય ને ધોરણ 10th અને પ્રણયને ધોરણ 12th ની પરીક્ષા આવે છે. બંનેના પેપર સારા જાય છે. હવે પરિણામનો દિવસ આવે છે. સમયને આગલી રાતે ઊંઘ પણ નથી આવતી. પ્રણયને 82 pr આવે છે અને સમયને 98 pr આવે છે. સમય સવારના પહોરમાં પોતાના પપ્પાને ફોન કરીને ખુશ ખબર આપે છે.નરેશભાઈ ખૂબ ખુશ થાય છે.જાણે અંદરથી ટાઢક નો અનુભવ થાય છે અને અહેસાસ થાય છે કે પોતે જે મહેનત કરે છે તે વ્યર્થ જતી નથી.

હવે નિરાલી કોલેજના ત્રીજા વર્ષમાં આવે છે.પ્રણય પણ હવે કૉલેજમાં આવશે.હવે એડમિશન પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી તો હતી જ. થાય છે એવું કે પ્રણયને સરકારી નર્સિંગ કૉલેજમાં સીટ ફાળવવામાં આવે છે.પણ પ્રણય જ્યારે ત્યાં એડમિશન લેવા જાય છે ત્યારે ત્યાનુ અજાણ્યું વાતાવરણ જોઈને તેને વિચાર આવે છે કે મારે અહીંયા નથી ભણવું.તો ત્યાં એડમિશન લીધું નહિ.અને હવે જો સરકારી કૉલેજ માં એડમીશન તો જ મળે જો એડમિશન પ્રક્રિયાના અંતે સીટ ખાલી રહે પણ ત્યાં સુધી વાટ ન જોઈ શકાય તેથી પ્રાઇવેટ માં એડમીશન લેવામાં આવે છે.એટલે એની ફી ખૂબ વધારે હતી. છતાં એક આશ હતી કે હજુ સરકારી કૉલેજમાં મળી જશે.

આ બાજુ નરેશભાઈ સમયને ડોક્ટર બનાવવાનું સપનું સેવે છે.તેથી ગામના સાહેબે સમયને હોસ્ટેલમાં મોકલવા નરેશભાઈ ને કહે છે. પણ નયનાબેન અને સમય પોતાની આર્થિક પરિસ્થિતિ જોઇને ના પાડે છે એક તો પેલેથી જ બે જણાનો હોસ્ટેલનો ખર્ચો તો છે.છતાં ગામના સાહેબના બે છોકરાઓ સમયના મિત્રો હતા એટલે સમયને એવું કહ્યું કે તું માત્ર અમારી સાથે સ્કૂલ જોવા ચાલ.એટલે નયનાબેન પણ જોવા જવા હા પાડે છે.તેથી બીજા દિવસે સ્કૂલની શોધમાં શહેરમાં જાય છે.બે ત્રણ સ્કૂલો જોઈ પણ ક્યાંક ફી વધારે હોય તો ક્યાંક ભણવાનું સારું ન હોય.એક સ્કૂલ મળે છે ત્યાં જઈને જુએ છે. જ્યાં એવી સ્કીમ હતી કે ધોરણ 10th ના માર્કસ ઉપર સ્કોલરશીપ મળે.અને સમયને તો સારા માર્કસ હતા તે મુજબ સમયને તો માત્ર અડધી જ ફી ભરવી પડે એમ હતી અને જો સમયને માત્ર પાંચ માર્કસ વધુ હોત તો સાવ ફી માફ થઈ જાત.ત્યારે સમયને પાંચ માર્કસની કિંમત સમજાય છે.અલબત્ત સમય તો માત્ર સ્કૂલ જોવા જ આવ્યો હતો છતાં સાહેબે નરેશભાઈ ને ફોન કરીને ઘણા સમજાવે છે કે આવી સ્કૂલ નહિ મળે.એટલે નરેશભાઈ પણ માની ગયા અને સમય અને તેના મિત્રોનું ત્યાં એડમિશન કરાવે છે. જો કે આ વાત હજી નયનાબેન ને ખબર નહોતી. હવે તેઓ ઘરે આવે છે અને વાત કરે છે તો નયનાબેન તો ના જ પાડે છે.સ્કૂલ 15 દિવસ પછી ચાલુ થવાની હતી.સમયને આમ તો મન હતું કે હોસ્ટેલમાં જવું. પણ સાથે સાથે આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી એટલે તેનું મન નહોતું માનતું.તેથી તે બાજુના ગામમાં જ ભણવાનું નક્કી કરે છે15 દિવસ થવા આવ્યા સમયના બીજા મિત્રો તો હોસ્ટેલ જતા રહ્યા.અને સમય હવે બાજુના ગામમાં ભણવા જાય છે.પણ સમયને બોવ ફાવે નહિ.એટલે દરરોજ ઘરે આવીને ફરિયાદ કરે.અને એમાં ત્યારે નરેશભાઈ ને ત્યારે વેકેશન હતું એટલે તેઓ ઘરે આવેલા.એમનાથી રહેવાયું નહિ એટલે કહ્યું કે હવે હોસ્ટેલમાં જ મૂકી આવીએ.પછી ભલે ફી નું જે થવું હોય એ થાય બધું માતાજી ઉપર છોડી દીધું અને બધું થઈ જશે એમ કરીને તેને બીજે દિવસે હોસ્ટેલમાં મૂકવા જાય છે.સમય પહેલીવાર હોસ્ટેલ માં જાય છે. એડમિશન ની બધી પ્રક્રિયા પૂરી કરીને હવે નરેશભાઈ "હાલો હવે હું જાવ" આટલા શબ્દો બોલ્યા ત્યાં તો સમય અંદરને અંદર રડવા લાગે છે પણ બહાર દેખાવા દેતો નથી.પછી નરેશભાઈ ઘરે આવે છે.હવે સમય પોતાના ગામના મિત્રો સાથે હોસ્ટેલમાં ભણે છે. શરૂઆતમાં તો નવું નવું હોય એટલે ફાવે નહિ ક્યારેક રડવું પણ આવે અને ઉપરથી ભણવામાં પણ શરૂઆતમાં અઘરું લાગે છે. પણ ત્યાં ના સાહેબ એ સમજાવ્યો અને પછી તો બસ એ જ સપનું કે બસ હવે ગમે તેમ કરીને ડોક્ટર બનવું છે.દિન રાત એક કરીને મહેનત કરવા લાગે છે.કોઈ મૂંઝવણ હોય તો સાહેબ પણ તેની મદદ કરે છે અને પોતાની સફરમાં સાથ આપે છે.સાહેબ પણ સમયની પરિસ્થિતિ જાણતા હતા એટલે તેને છોકરાની જેમ સાચવતા અને ક્યારેક ક્યારેક ટકોર પણ કરતા રહે.

આ બાજુ પ્રણય પણ સમય જ્યાં ભણે છે તે જ શહેરમાં પ્રાઇવેટ કૉલેજમાં નર્સિંગ કરે છે.પણ હજુ તેની પેલી સરકારી કૉલેજમાં જવાની આશ જીવતી છે.ઘરે મમ્મી નયનાબેન દરરોજ માતાજીને પ્રાર્થના કરે,માનતા કરે કે પ્રણયને સરકારી કોલેજમાં મળી જાય અને આ બાજુ સમય પણ પ્રાર્થના કરે.

નરેશભાઈ પણ હવે શહેર જતા રહ્યા.હવે ઘરે તો માત્ર ત્રણ જ વ્યક્તિ રહ્યા જીવરાજભાઈ, રાણી બેન અને નયનાબેન.
નયનાબેન તો હવે સાવ એકલા થઈ ગયા. છોકરાઓ થી સાવ અલગ થઈ ગયા. કેમ કરીને દિવસો કાઢવા. ક્યારેક રડવું પણ આવી જાય.એકલા રે ઉપરથી જીવરાજભાઈ પણ બીમાર રહે એટલે એ પણ ચિંતા કોરી ખાય.પણ પછી રડવું પણ કેટલુંક.હવે નયનાબેન કઠોર બની જાય છે પોતાનું બધું દુઃખ માતાજીને આપી દે છે.

કદાચ એકાદ મહિનો વીત્યો હશે ત્યાં પ્રણયને મેસેજ આવે છે કે તેને અમદાવાદની સરકારી કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં એડમિશન મળે છે.આ સમાચાર જ્યારે તે નયનાબેન ને સંભળાવે છે ત્યારે તેની આંખમાંથી દડ દડ આંસુઓ પડવા લાગે છે પોતે મતાજીનો આભાર માને છે.નરેશભાઈ પણ ખૂબ થઈ જાય છે એટલે તેનો એટલો ખર્ચ ઓછો થશે એટલે એટલું ટેન્શન ઓછું.હવે પ્રણય એડમિશન લેવા અમદાવાદ જાય છે અને ત્યાં ભણવા લાગે છે. જો કે ત્યાં હોસ્ટેલ તો નહોતી છતાં રૂમ રાખીને ભાડે રહે છે.
બીજી બાજુ હવે સમય ધોરણ 11th માં ત્રીજો નંબર લાવે છે. અને સ્કૂલના વાર્ષિક ફંકશન માં તેના મમ્મીની સામે સમયનું સમ્માન કરવામાં આવે છે. આ જોઈને નયનાબેન ખૂબ ખુશ થાય છે.પરંતુ નરેશભાઈ અભાગ્યા કે ત્યારે પણ તેઓ હાજર ન રહી શક્યા. જો કે તેની મજબૂરી હતી.
હવે તે વધુને વધુ મહેનત કરે છે અને 12th આવે છે.

આ બાજુ નિરાલી નું કોલેજનું છેલ્લું વર્ષની પરીક્ષા આવે છે અને તેમાં પાસ થાય છે અને ડિગ્રી પૂરી કરે છે.
સમય પણ 12th ની પરીક્ષામાં 95 pr સાથે પાસ થાય છે. પણ હવે ડોક્ટર માટેની મુખ્ય પરીક્ષા હજુ બાકી છે. તેમાં પોતાની 2 વર્ષની સખત મહેનત અને મમ્મી અને પપ્પા એ સેવેલા સપનાની કસોટી થવાની છે.સમય તે પરીક્ષા દે છે અને સારા એવા માર્કસ સાથે પાસ થાય છે મમ્મી પપ્પા ખૂબ એટલે ખૂબ ખુશ થાય છે પોતાની આટલી મહેનત રંગ લાવી એટલે ખુશીના આંસુ સરવા લાગ્યા.

પ્રણયને પણ કોલેજનું છેલ્લું વર્ષ પુરું થાય છે.


એક વર્ષ પછી..
નિરાલી બાજુના ગામની સારી એવી હોસ્પિટલમાં ફાર્મસીસ્ટ તરીકે નોકરી કરે છે

પ્રણય અમદાવાદ સિવિલમાં નર્સ તરીકે ઈન્ટરશિપ કરે છે

અને સમય સરકારી મેડિકલ કૉલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે.

અત્યારે નરેશભાઈ અને નયનાબેન ખૂબ ખુશ છે અને પોતાને સંતોષ છે. કે તેમણે જે દુઃખ વેઠ્યું એ લેખે જાય છે.

નિરાલી,પ્રણય અને સમય આજે પોતાની જાતને ભાગયશાળી સમજે છે કે તેમને આવા મમ્મી પપ્પા મળ્યા.પોતે ભણી શક્યા નહિ એટલે ગમે તેમ કરીને પોતાના બાળકોને ભણાવ્યા. પોતે ભલે ઘસાયા,આર્થિક રીતે અચકાયા છતાં જેમ તેમ કરીને ભણાવ્યા અને અહીં સુધી પહોંચાડયા.

આજ પોતે જે કંઈ પણ છે એનો શ્રેય માત્રને માત્ર મમ્મી અને પપ્પા ને જ જાય છે.જેમના થકી જ પોતે અહીં છે.

પાત્રો કાલ્પનિક છે પણ આ ધારાવાહિક સત્ય ઘટના ઉપર આધારિત છે.

જો આપને આ ધારાવાહિક ગમી હોય તો આપના પ્રતિભાવ ચોક્કસ જણાવજો.😊

(સમાપ્ત)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED