kalank books and stories free download online pdf in Gujarati

કલંક

`` અરે પણ એમાં મારો શું વાંક? " જીનલ પોતાની માતા આગળ આજીજી કરતા બોલી.

``વાંક તો બસ એટલો જ કે બેટા તું એક સ્ત્રી છો.હવૅ વધુ લવારો નાં કરીશ માંડ માંડ પેલા કપિલાબેનને મનાવ્યા છે. એ ફરી જશે તો કોણ જાલશે તારો હાથ!"

``તું કંઈ પણ ક્હે મમ્મી હું એ કપિલા માસીના છોકરા સાથે પરણવાની નથી!"

``ચૂપ કર છોકરી આજુબાજુનાં ગામમાં ધજાગરા થયા છે. કોઈ પણ ખાનદાની છોકરો તારી સાથે પરણવા તૈયાર નહીં થાય.!"

``તો ન પરણે! હું કોઈ માટે મરી નથી જતી. અને તું જે સમાજની વાતો કરે છે. તો એ ત્યારે ક્યાં હતી જયારે મારી આબરૂ લેવાતી હતી!. અને મને ન્યાય ની જરૂર હતી! અને તુંય મને ન્યાય અપાવવાની જગ્યાએ મારું મોં મૂંઝવી રહી છે."

``હેં ભગવાન! આવી વેજા આપી એના કરતા મને વાંજણી રાખી હોત તો! એક તો સમાજમાં ક્યાય મોં બતાવવા લાયક નથી છોડ્યા અને હવૅ માંડ ઠેકાણે પાડેલું બગાડવા મથી રહી છે!" શોભા બેને બળાપો કાઢ્યો.

જીનલ એમની મમ્મીનાં શબ્દો પર આસું સારી રહી હતી! આખરે એનો વાંક શું હતો? કોઈની હવસનો શિકાર બની હતી.

જીનલ કોલેજ પતાવીને પોતાના ઘરે આવી રહી હતી. પણ આવારા તત્વો કે, જેની નજરમાં જીનલ વસી ગઈ હતી.. તેઓ એમનો પીછો કરતા કરતા જીનલની પાછળ આવી પહોંચ્યા અને મોકાનો ફાયદો ઉઠાવી. પારેવડીને પિંખી નાખી. જીનલ રડતી રહી આજીજી કરતી રહી પોતાને બક્ષી દેય તે માટે વિનંતી કરતી રહી પણ હવસનાં પૂજારીઓએ એક વાત નાં સાંભળી. ખોબા જેવડાં ગામમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ ફલાણાની દીકરીનો ફલાણા દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો.

ગામની દોશીઓ. નવરી મહિલાઓ સાડલાનાં છેડા ખેંચતી જાય અને. વાતને મમરો મૂકતી જાય છોકરી હવૅ ચોખી નથી રહી. હવૅ કોઈ સારા ઘરનો છોકરો હાથ નાં જાલે! આવી છોકરીઓ જોડે આપણી નાનકીને ક્યાય મોકલવી નહીં સમાજમાં આપણી શું વેલ્યુ!!

આ બધાંની વાત જીનલનાં જીવનમાં આગ હોમી રહ્યું હતું. જીનલ બહાર નીકળી થતી નહોતી. તેણે બહુ વિચારો કર્યા. એમની ખુદની માતા એમનાથી મુખ ફેરવીને બેઠી હતી. જીનલે કંઈક વિચાર કર્યો ફિકું હસી અને આરામથી સુઈ ગઈ.સવાર થાય વહેલી!!

ગામના બધાં અંદરો અંદર વાત કરી રહ્યા હતા `` છોકરી સારી હતી બસ ચોખી નહોતી!" ડોશીઓ ચીકણી લેતી જતી હતી ને જીનલનાં શબ પર આંગળી ચીંધીને ´´વખાણ ´´ કરી રહી હતી!

જીનલે આખી રાત વિચાર કર્યો પણ એમના માથા પર કાળી ટીલી ચોંટી ગઈ હતી. સમાજની નજરમાં ઉતરેલ છોકરી હતી. આખરે તેણે પોતાનું કલંક ભર્યું જીવન ટૂંકાવી નાખવાનું મન મનાવી લીધું. અને સવાર થતાની સાથે જ ગામના કુવામાં જંપલાવી દીધું..

.............. @@@@@@@@@@@@@@.......... @@@@@@@@@@@@@@@@

સ્ત્રી સાથે બળાત્કાર એકવાર જ થાય છે પણ લોકો એ ઘટના યાદ કરાવી કરાવીને વારંવાર એમનો બળાત્કાર કરે છે.

કોઈ સ્ત્રી બળાત્કારનો ભોગ બંને એમાં સ્ત્રીનો શું વાંક!!
તો તરત લોકો ક્હે બહુ હોશિયારી મારતી હતી, ટૂંકા કપડાં પહેરી છોકરાને લલચાવી રહી હતી. આધુનિકતાનાં નામે અંગોનું પ્રસદણ કરી રહી હતી!

હવૅ તો 6 મહિનાની છોકરીઓ પણ સુરક્ષિત નથી. એમના વિશે શું કહેવું? નાની બાળકીઓને સાડીમાં રાખવી હવૅ??

છોકરીઓની રહેણી પર ખરાબ દ્રષ્ટિનાં કરતા. પોતાની દ્રષ્ટિને સુધારીએ તો કોઈ સ્ત્રી પટાખો નહીં લાગે..

બીજાની બહેનની રિસ્પેક્ટ કરશુ તો પોતાની બહેન સુરક્ષિત રહેશે!

કોઈની લાગણી દુભાણી હૉય તો માફી ચાહું છું..

બેઘડી રમવાનું કોઈ રમકડું નથી.. હું એક સ્ત્રી છું

જે પુરુષ ને પણ નવ મહિના ઉદરમાં સમાવી શકે!

-ચંદ્રા


બીજા રસપ્રદ વિકલ્પો