Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-37



(એલ્વિસ અને કિઆરા દરિયાકિનારે ગયા,જ્યાં કિઆરાએ અહાનાની મદદવળે ખૂબજ સરસ ટેબલ સેટ કરાવ્યું હતું.કિઆરાએ પોતાના હાથે બનેલું ભોજન એલ્વિસને ખવડાવ્યું.આયાન,કિઆરા અને એલ્વિસની અનોખી દોસ્તીની શરૂઆત થઇ.કિઆરાએ બધું કેવીરીતે કર્યું તે કહ્યું.તેટલાંમાં વિન્સેન્ટ આવ્યો જેને જોઇ કિઆરા તોફાની હાસ્ય રેલાવવા લાગી.)

વિન્સેન્ટ કિઆરા અને એલ્વિસને આમ એકસાથે જોઇને ખૂબજ ખુશ થયો પણ બીજી જ ક્ષણે કિઆરાને અને તેના હાવભાવ જોઈને તેને શંકા ગઈ.

"તું મને આમ કેમ જોઇ રહી છે?મને ડર લાગી રહ્યો છે.એલ્વિસ,આ કેમ જોવે છે?"ડરેલા વિન્સેન્ટે પુછ્યું.

"વિન્સેન્ટ,તું તો હવે ગયો."આટલું કહીને કિઆરા વિન્સેન્ટ તરફ ભાગી.

"ભાગ વિન્સેન્ટ ભાગ."એલ્વિસ ચિસ પાડીને બોલ્યો.

વિન્સેન્ટ ભાગ્યો પણ કિઆરાએ તેના સ્વભાવ વિરુદ્ધ વર્તન કર્યું.તે બિચ ચેર પર બેસીને રડવા લાગી.બે ક્ષણ પહેલા જે કિઆરા તોફાની હાસ્ય રેલાવી રહી હતી તે હવે રડી રહી હતી.વિન્સેન્ટ અને એલ્વિસ ગભરાઈ ગયાં.તે કિઆરા પાસે ગયાં.

"કિઆરા,મારાથી કોઈ ભુલ થઈ છે? તો પ્લીઝ,મને મારી લે પણ રડીશ નહીં.શું થયું?"વિન્સેન્ટે કહ્યું.

"હેય કિઆરા,મારી જાન કેમ રડે છે?આજે કેટલો સારો દિવસ છે?"એલ્વિસે તેને પોતાના આલિંગનમાં લેતા કહ્યું.બરાબર તે સમયે અર્ચિત અને અહાના પણ ત્યાં આવ્યાં.કિઆરાએ તેમને આવવા કહ્યું હતું.તે લોકો કિઆરાને આમ રડતા જોઇને આઘાત પામ્યાં.

કિઆરાએ રડવાનું બંધ કર્યું અને બોલવાનું શરૂ કર્યું,
"મે નક્કી કર્યું હતું કે જીવનમાં ક્યારેય પ્રેમ નહીં કરું કેમકે પ્રેમમાં હંમેશાં દગો જ મળે.દાદી પાસેથી સાંભળ્યું કે પ્રેમ કે અન્ય કોઇપણ સંબંધના પાયામાં વિશ્વાસ હોય છે.તે ભલે પ્રેમિ-પ્રેમિકાનો હોય,ભાઇ-બહેનનો હોય કે મિત્રોનો હોય.

આ ટ્રેનિંગ દરમ્યાન મને સમજાયું કે પ્રેમ કરવાનો ના હોય તે થઇ જાય.એલ્વિસ માટે બીજી કોઈ છોકરી કઇંક અનુભવે તે વાત મને અંદરઅંદર આખી સળગાવી દેતી.ત્યારે સમજાયું કે આ પ્રેમ છે.તે દરમ્યાન મે અર્ચિત અને વિન્સેન્ટ જેવા ભાઈ અને મિત્રોને પણ મિસ કર્યા.મે આ જુઠાણું તમારા બધાનો મારા પર વિશ્વાસ કેટલો છે તે તપાસવા બોલ્યું

એલ્વિસ સિવાય બધાને વિશ્વાસ થઇ ગયો કે મે આયાન સાથે...હું એવું કેવીરીતે કરી શકું?હું મરી જવાનું પસંદ કરું પણ મારા ચારિત્ર પર આંગળી ઊઠે તેવું ના કરું?કેમ અહાના,અર્ચિત અને વિન્સેન્ટ તમે મારા પર વિશ્વાસ ના કર્યો.મને બહુ દુઃખ થયું.મારા માટે તમે બધાં ખૂબજ ખાસ છો."કિઆરાએ કહ્યું.તેની વાત પર તે લોકો દુઃખી થઇ ગયાં.

"કિયુ,‌આઇ એમ સોરી.આજ પછી તારો આ ભાઇ હંમેશાં તારા પર વિશ્વાસ કરશે અને કોઈને પણ તારો વિશ્વાસ તોડવા નહીં દે.જે થયું તે ભુલી જા.આજે ખૂબજ સારો દિવસ છે.મારી બહેનને પ્રેમ થયો છે.આજે તો સેલિબ્રેશન થવું જોઈએ."અર્ચિત કાન પકડીને બોલ્યો.

"કિઆરા,આઇ લવ યુ યાર.મને તો તારા સિવાય કોઈની સાથે નથી ફાવતું.હવે આવું નહીં થાય."અહાના કિઆરાને ગળે લાગતા બોલી.

વિન્સેન્ટ કિઆરા પાસે જઇને તેનો હાથ પકડીને કહ્યું,"સોરી નહીં કહું,હા પણ એટલું જરૂર કહીશ કિઆરા, મારા અને એલ્વિસના જીવનમાં આવવા બદલ આભાર.અમારા સુના જીવનમાં રંગ ભરવા ખૂબ ખૂબ આભાર.આજસુધી અમે આ દેખાડાની દુનિયામાં ભીડ વચ્ચે પણ એકલા હતાં.તારા આવવાથી અમે હવે એકલા નથી.બસ હવે ગોડને પ્રે છે કે તું જલ્દી એલની વાઇફ બનીને અમારી પાસે આવી જાય.તારા જેવી મિત્ર મેળવીને હું ખૂબજ ખુશ છું."

વિન્સેન્ટની વાત સાંભળીને કિઆરા થોડી ગંભીર થઈ ગઇ.બીજી જ મિનિટે વિન્સેન્ટને એક ફોન આવ્યો.

"અરે ભાઇ કેટલી વાર કીધું કે તે વીડિયોમાં છે તેવું કશુંજ નથી.તે માત્ર એક ડાન્સ છે.એલ પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને ખબર નહીં કોણે તેનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને વાયરલ કરી દીધો."વિન્સેન્ટ ફોન પર કોઇને ખુલાસો આપી રહ્યો હતો.

"કોણ હતું?"એલ્વિસે ગંભીર થઇને પુછ્યું.

"ડેઇલી મુંબઇ ન્યુઝ તરફથી એક મોટો રીપોર્ટર હતો.કંટાળી ગયો બધાને જવાબ આપી આપીને.હવે તો થાય છે કે હું જ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને બધાને કહું કે ભાઇઓ અને બહેનો,તે વાયરલ વીડિયો એક સામાન્ય ડાન્સ છે."વિન્સેન્ટના ચહેરા પર આ કહતા વખતે કંટાળો સાફ દેખાતો હતો.

"આ વાયરલ વીડિયો,શું છે આ બધું?"કિઆરાએ પુછ્યું.વિન્સેન્ટ અને એલ્વિસે એકબીજાની સામે જોયું.
"તે વાયરલ વીડિયોવાળી અને અકીરાવાળી વાત તે કિઆરાને નથી કરી?"વિન્સેન્ટે પુછ્યું.

"ના,સમય જ ના મળ્યો."એલ્વિસે પુછ્યું.

"કિઆરા,હું જણાવું.તારા કાશ્મીર ગયા પછી અકીરા અને તેની મોમ ઘરે આવી હતી.તેમણે માફી માંગી અને એલ્વિસને કહ્યું કે તે તેને ડાન્સ શીખવાડે કેમ કે તેને એક ડાન્સ મુવી માટે ઓડિાશન આપવું હતું અને પોતાના દમથી તેને તે મુવી માટે સિલેક્ટ થવું હતું .

મે ના પાડી પણ તેણે બહુ વિનંતી કરી તો એલ્વિસે કહ્યું કે તે તેની ડાન્સ ટેસ્ટ લેશે અને જો તેનો ડાન્સ એલ્વિસને પસંદ આવશે તો તેને ડાન્સ શીખવશે.અકીરાનો ડાન્સ સરસ હતો.એલ્વિસ તેને ડાન્સ શીખવવા તૈયાર થઇ ગયો.બીજા દિવસથી એલ રોજ અકીરાને એક કલાક ડાન્સ શીખવતો હતો.તેને એડવાન્સ ડાન્સ શીખવતો હતો.મારે કહવું પડશે કે અકીરા ખરેખર ખૂબજ સરસ ડાન્સ કરતી હતી.તે એક સારી સ્ટુડન્ટ હતી.એક દિવસ એલ્વિસ તેને રોમેન્ટિક ગીત પર ડાન્સ શીખવી રહ્યો હતો.આસિસ્ટન્ટ હાજર નહતો એટલે એલ્વિસે તેની સાથે તે ડાન્સ કર્યો.તે ડાન્સ થોડો વધુ પડતો ક્લોઝ હતો.ખબર નહીં કેવીરીતે અને કોણે તેનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો.હવે બધે એ જ વાત ચાલે છે કે એલ અને અકીરા વચ્ચે કઇંક ચાલે છે.હકીકતમાં એલ જ્યારે ડાન્સ કરેને ત્યારે તે તેમા સંપૂર્ણપણે ખોવાઇ જાય છે.તો તેના હાવભાવ એવા જ હોય છે કે તે સાચા લાગે."વિન્સેન્ટે કહ્યું.

"હું તે વીડિયો જોઇ શકું છું?"કિઆરાએ પુછ્યું.વિન્સેન્ટે હકારમાં માથું હલાવીને તેને વીડિયો બતાવ્યો.

"વિન્સેન્ટભાઇ,તમે પોલીસમાં ફરિયાદ કેમ ના કરી?જેણે પણ તે વીડિયો વાયરલ કર્યો હશે તે પકડાઈ જશે.સાયબર સેલ તરત જ સાચો ગુનેગાર તમારી સામે લાવીને ઊભો રાખશે."અર્ચિતે કહ્યું.

"મને આ વીડિયોમાં કશુંજ વાંધાજનક ના લાગ્યું.આ વીડિયોમાં ખાસ દેખાય છે કે તમે તમારા ડાન્સને ખૂબજ પ્રેમ કરો છો પણ."કિઆરા આટલું કહીને અટકી.

"પણ શું?" એલ્વિસે પુછ્યું.

"તમે અકીરાને માફ કેવીરીતે કરી શકો?તેણે તમારા વિરુદ્ધ કેટલું ધૃણાસ્પદ ષડયંત્ર રચ્યું.તમારા વ્યક્તિત્વ પર,તમારા અસ્તિત્વ પર સવાલ ઊઠાવ્યો.તમારા પુરુષ હોવા પર સવાલ ઉઠાવ્યો કેમ?કેમકે તેને તમારી સાથે પોતાનું નામ જોડવું હતું.તમારા પત્ની બનીને તમારી અઢળક મિલકત પર હક જતાવવો હતો.આલિશાન જિંદગી જીવવી હતી.
તમે આટલી સરળતાથી તેને માફ કેવીરીતે કરી શકો?હું તો હજીસુધી નથી કરી શકી.આખા મુંબઇમાં માત્ર તમે એક જ નથી કે જે તેને ડાન્સ શીખવાડી શકે.એલ્વિસ ,માફ કરજો પણ તમે તેને તમારા નજીક આવવાની બીજી તક કેમ આપી?"કિઆરા થોડા ગુસ્સામાં બોલી.

"એક મિનિટ,ડાન્સ મારું પેશન છે.મારી સાધના છે.મારી વર્શીપ છે.મારો ઈરાદો માત્ર તેને મદદ કરવાનો હતો.હું પણ તેના જેવું કરું તો તેનામાં અને મારામાં શું ફરક રહે?આ જ મારું કામ છે.કિઆરા,સમજી તું?"એલ્વિસે પણ થોડા કડક અવાજમાં કહ્યું.

"હા,હું સમજું છું કે આ જ તમારું કામ છે.મને વીડિયોમાં અકીરા સાથે તમારી ક્લોઝનેસથી કોઇ ફરક નથી પડતો પણ અમુક વ્યક્તિને જોઈને સમજાઇ જાય કે તે ક્યારેય નહીં બદલાય.મને તો લાગે છે કે મે તમને ફોન કર્યો હતો તે પણ તેણે જ કાપ્યો હશે અને આ વીડિયો પણ તેણે જ વાયરલ કર્યો હશે."કિઆરાએ કહ્યું.

"આ વીડિયો વાયરલ થયોને પછી મને એવું જ લાગ્યું હતું કે આ કામ તેનું જ છે પણ જ્યારે મે તેને પુછ્યુંને ત્યારે તેણે મને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે તેને હવે માત્ર તેના કેરિયરથી મતલબ છે.તેને મારી સાથે તેનું નામ જોડવામાં કોઇ રસ નથી.મારી પાસે કોઇ સાબિતી નથી કે હું તેના પર આરોપ લગાવું અને આ બોલીવુડ છે અહીં અવારનવાર આવું થતું હોય છે.તો હું વારે વારે તેના માટે પોલીસ ફરિયાદ ના કરી શકું.કિઆરા,આ એક નાની બાબત છે તો આશા રાખું છું કે તું તેને અવગણે."એલ્વિસે કહ્યું.

"કિઆરા,આમપણ કહેવાય છે કે માફી માંગનાર કરતા માફ કરનાર વધુ મહાન હોય છે.એલનું હ્રદય વિશાળ છે તેણે તેને માફ કરી દીધી.તું તેના વિશે ના વિચાર."વિન્સેન્ટે કહ્યું.

"મને મોડું થાય છે.ઘરે દાદાદાદી રાહ જોતા હશે.અર્ચિત,મને ઘરે મુકી જાને."કિઆરાને ખૂબજ દુઃખ થયું.એલ્વિસ હજીપણ અકીરાની સચ્ચાઇ સ્વીકારવા તૈયાર નહતા.તે વાત તેને ખૂબજ તકલીફ આપી ગઇ.

"કિઆરા,હું મુકી જઉંને તને.પ્લીઝ,આપણા બંને વચ્ચે અકીરાને ના આવવા દે.આજે મારા માટે ખૂબજ ખાસ દિવસ છે.મારો વિશ્વાસ કર મારા માટે તારાથી વધારે કશુંજ નથી."એલ્વિસે તેનો હાથ પકડતા કહ્યું.

"એલ્વિસ,મને તમારા પર એટલો જ વિશ્વાસ છે જેટલો તમને મારા પર છે.અહીં વાત વિશ્વાસની નથી.અકીરા જેવી સ્વાર્થી યુવતીઓ ક્યારેય ના સુધરે."કિઆરા એલ્વિસનો હાથ છોડાવીને જતી રહી.

એલ્વિસની ખૂબજ દુઃખી હતો.
"એલ્વિસ સર,તે નારાજ છે,થોડી દુઃખી છે પણ તેનું કારણ એક જ છે કે તે તમને પ્રેમ કરે છે.તેની વાતનું ખરાબ ના લગાડતાં."અર્ચિત આટલું કહીને જતો રહ્યો
*****

"તમે કહ્યું હતું તેમ તે વીડિયો વાયરલ કરી દીધો પણ મને ડર લાગે છે.છેલ્લે જ્યારે એલ્વિસ બેન્જામિન પર ગે હોવાના આક્ષેપ મુકાયા હતા.ત્યારે કિઆરાએ એલ્વિસને નિર્દોષ સાબિત કર્યો હતો.આ વખતે જો હું પકડાયો તો હું તો સાચું બોલી જઈશ અને તમે ફસાઈ જશો.તમારી શું હાલત થશે તે તો ભગવાન જ જાણે." શહેરના એક સાવ સામાન્ય બારનાં ઝાંખા પીળા પ્રકાશવાળા ખૂણામાં બે વ્યક્તિઓ બેસેલા હતાં તેમાના એક વ્યક્તિએ કહ્યું.

"ચુપ રહેને.કોઈ સાંભળી જશે તો?"બીજી વ્યક્તિ બોલી.

"અહીં બધાં દારૂડિયા છે.કોઇને પડી નથી પણ તમને નથી લાગતું કે તમારે અહીં નહતું આવવું જોઇતું?"પહેલી વ્યક્તિએ પુછ્યું.

"એ બધું વિચારવાનું કામ તારું નથી.બધું મારા પ્લાન પ્રમાણે જ થશે.મારો પ્લાન ફુલપ્રુફ અને સોલિડ છે."બીજી વ્યક્તિ હસીને બોલી.

ઝાંખા પીળા પ્રકાશવાળા ખૂણામાં તે બે વ્યક્તિમાં પુરુષ હતો કે સ્ત્રી તે જાણવું અઘરું હતું કેમ કે તે બંને વ્યક્તિએ કપડાં તે પ્રકારના પહેર્યા હતા કે કોઇ તેમને ઓળખી ના શકે.

શું એલ્વિસ અને કિઆરાના પ્રેમમાં અકીરા તિરાડ લાવશે?
એલ્વિસ કિઆરાને કેવીરીતે મનાવશે?
કોણ છે તે વાયરલ વીડિયો પાછળ?
જાણવા વાંચતા રહો.