Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-33


(અકીરા એલ્વિસ પાસેથી ડાન્સ શીખવા માંગે છે.એલ તેની ટેસ્ટ લે છે જેમા તે ખૂબજ સરસ ડાન્સ કરતા એલ ઇમ્પ્રેસ થઇ જાય છે.કિઆરા એલને ફોન કરે છે પણ અકીરા તે કાપી નાખે છે.અહીં કાશ્મીરમાં બરફવર્ષા થાય છે.કિઆરા તેનો આનંદ લઇ રહી હતી તેટલાંમાં એલ્વિસ ત્યાં આવે છે.)

કિઆરાનું હ્રદય એક ધબકારો ચુકી ગયું.એલ્વિસ ખરેખર તેની નજીક આવી રહ્યો હતો.બ્લુ હુડી અને બ્લેક સિક્સ પોકેટ પેન્ટમાં તે હેન્ડસમ લાગી રહ્યો હતો.તે કિઅારાની એકદમ નજીક આવી રહ્યો હતો.બરફ હવે તેજ ગતિથી પડી રહ્યો હતો.એલ્વિસે એક મોહક મુસ્કાન આપીને કિઆરાના ચહેરાને પકડી લીધો અને કિઆરા કઇ સમજે કે વિચારે તે પહેલા તેના હોઠો પર એક ગાઢ ચુંબન કરી લીધું.કિઆરાની આંખો બંધ હતી.

અચાનક તેના ખભા બે હાથોથી પકડીને કોઇ તેને હચમચાવી રહ્યું હતું.
"કિઆરા,બરફ ખૂબજ વધારે પ્રમાણમાં પડી રહ્યો છે.બિમાર પડી જઇશ અંદર જા." અચાનક કિઆરાએ આંખો ખોલી અને દિવસ્વપ્નમાંથી બહાર આવી.પોતે આયાનની સાથે એક છત્રીમાં હતી.આયાને પોતાને એક એકસ્ટ્રા જેકેટ પહેરાવ્યું.

"પાગલ થઇ ગઇ છો.આમ મોંઢામાં બરફ લે કોઇ?તું નાની છોકરી છે?ચલ અંદર જા."આયાને તેને વઢીને અંદર મોકલી.આયાનનું આ બદલાયેલું વર્તન તેને અકળાવતું હતું.

કિઆરા અત્યંત આઘાત પામી.પોતે આવા દિવસ્વપ્નમાં ખોવાઇ ગઇ હતી તે વાતનો વિશ્વાસ નહતો આવતો.તે અહીં આવ્યાં બાદ સતત એલ્વિસના વિચારો અને તેની કલ્પનામાં એટલી ખોવાઇ જતી કે આજે તેને સાવ આવી કલ્પના થઇ.તેના ચહેરા પર શરમની લાલી છવાઇ ગઇ.

"એમણે ફોન કેમ કટ કર્યો હશે?જરૂરી કામમાં હશે?શુટીંગ કરતા હશે?અગત્યની મિટિંગનાં હશે.એલ્વિસ,તમે મારા મનને અને હ્રદયને કાબુ કરી રહ્યા છો."કિઆરા આંખો બંધ કરીને બોલી.

અચાનક તેના રૂમમાં તે છોકરી આવી અને તેણે એલ્વિસના પોસ્ટરને હગ કર્યું અને સુઇ ગઇ.કિઆરાના તનમાં જાણે આગ લાગી ગઇ.તે બહાર ગઇ અને કઇંક લઇને આવી.તે છોકરીને જોઇને હસી અને પોતાના પોકેટમાં રહેલી તે વસ્તું પર પકડ મજબૂત કરી.રાત્રે બધાંના સુઇ ગયા પછી કિઆરા ઊભી થઇ અને તે છોકરી પાસે ગઇ. તે છોકરી ઉંધી સુઇ રહી હતી.કિઆરા શું કરવું તે વિચારી રહી હતી અચાનક તેને એલ્વિસનું પોસ્ટર દેખાયું.તેણે તે પોસ્ટર હળવેથી લીધું અને તે ફેવીક્વિકની વળે તેની પીઠ પર તેની ટીશર્ટ પર ચીપકાવી દીધું.

તે ફેવીક્વિક તે છોકરીના પોકેટમાં જ હળવેથી સરકાવીને કિઆરા સુઇ ગઇ.
"હવે બાકીના દિવસ તું આ પોસ્ટર નહીં જોઇ શકે."
કિઆરા સવારે થવાવાળી ધમાલ વિશે વિચારતા વિચારતા સુઇ ગઇ.

વહેલી સવારે એલાર્મ વાગ્યા પછી બધી છોકરીઓ વોશરૂમમાં ગઇ.તે છોકરી પણ આવી.તે થોડી મોડી હતી એટલે એકલી આવી હતી.
"અહાના,હવે જોજે મજા આવશે."કિઆરાએ હળવેથી અહાનાના કાનમાં કહ્યું.

તે છોકરીના ટીશર્ટ પાછળ ચોંટાડવામાં આવેલા પોસ્ટરના કારણે વોશરૂમમાં તે હાસીપાત્ર બની ગઇ.બધી છોકરીઓ તેના પર જોરજોરથી હસીરહી હતી.અંતે તેને સમજાયું કે તેની પીઠ પર એલ્વિસનું પોસ્ટર લાગેલું હતું.તેેને અચાનક અનુભવાયું કે તેના ખીસામાં કઇંક છે તે ફેવીક્વિકની ખાલી ટ્યુબ હતી.

અંતે તે પોસ્ટર ફાટી ગયું અને તે છોકરીનું હ્રદય તુટી ગયું.અહીં તેના કારણે ધમાલ થવાથી તે છોકરીને મેનેજમેન્ટ કરવાવાળા સ્ત્રી જોડેથી વઢ સાંભળવી પડી.

કિઆરા,આયાન અને અહાનાની ટ્રેનીંગના વીસ દિવસ પૂરા થયા હતાં.બાકીના દસ દિવસ તેમને અલગ અલગ પ્રકારના હથિયાર વિશેની માહિતી મળવાની હતી પણ પરિસ્થિતિ અને કુદરતને કઇંક બીજું જ મંજૂર હતું.કદાચ આ જ એ ક્ષણ હતી કે જે કિઆરાના જીવનને બદલી નાખવાની હતી.

સાત દિવસ પછી જ્યારે કિઆરાને ફોન કરવાનીતક મળી તો તે તેણે જતી કરી.તે એલ્વિસને ફોન કરવાની હિંમત ના એકઠી કરી શકી.આજથી તેમની અલગ અકગ પ્રકારના હથિયારની ટ્રેનિંગ શરૂ થવાની હતી.અહીં કાશ્મીરમાં બરફવર્ષા ચાલું જ હતી અને છેલ્લા ચોવીસ કલાકમાં ભારે માત્રામાં બરફવર્ષા થઇ.
હતી.મોટાભાગના રસ્તાઓ બરફવર્ષાના કારણે બંધ થઇ ગયાં હતાં.અહીંના લોકો માટે આ પરિસ્થિતિ કઇ નવી નહતી.તે દરવર્ષે આ પરિસ્થિતિને જોવા માટે અને તેમા જીવન જીવવા માટે તૈયાર જ હતા પણ આ વર્ષે ભારે સંખ્યામાં સહેલાણીઓ કાશ્મીર દર્શન કરવા આવ્યાં હતાં.

તેમા ગુલમર્ગ હિમાલયની પીર પંજાલ શ્રેણીમાં કપ આકારની ખીણમાં આવેલું છે, જે શ્રીનગરથી 56 કિમી દૂર 2,650 મીટર (8,694 ફૂટ) ની ઊંચાઈએ છે.ગુલમર્ગમાં સ્કીઇંગ અને અન્ય શિયાળુ રમતો 4,267 મીટર (13,999 ફૂટ)ની ઉંચાઈએ અફરવત શિખરની ઢોળાવ પર કરવામાં આવે છે.

અહીં સ્કીઇંગ કોમ્પીટીશન જે શિયાળામાં થવાની હતી તેની તૈયારી માટે વિશ્વભરમાંથી સ્પર્ધકો આવ્યા હતા.અહીં છેલ્લા ચોવીસ કલાકમાં થયેલી ભારે બરફવર્ષાને કારણે ગુલમર્ગમાં રસ્તાઓ બરફની જાડી ચાદર નીચે ઢંકાઇ ગયા હતાં.વિજળી ગુલ થઇ હતી અને જનરેટર ચલાવવા ડિઝલ પણ પહોંચી નહતું શક્યું.આ વર્ષે થોડી બરફવર્ષા વધુ માત્રામાં થઇ હતી.

સેનાના જવાનો સતત તેમના બચાવ કાર્યમાં લાગેલા હતા.તેમને ત્યાંથી બહાર કાઢવાના કાર્યમાં હતાં.તે કાર્યમાં મદદરૂપ થવા તમામ ટ્રેઇનીઓને પણ બે ગ્રુપ બનાવીને ત્યાં મોકલવામાં આવ્યાં.ત્યાં સેનાની સાથે દરેક ટ્રેઇની બચાવકાર્યમાં લાગી ગયાં.અહીં આયાન અને કિઆરા એક જ ગ્રુપમાં હતાં.ગ્રુપમાંથી હવે બેબે જણાની જોડીમાં કામકરી રહ્યા હતાં.કિઆરા અને આયાન સતત એકબીજાની સાથે જ હતા.

ગુજરાતમાં રહેલી કિઆરા અને મુંબઇમાં જ જન્મેલો આયાન આવી ઠંડી સહન કરવા ટેવાયેલા નહતા છતાં પણ હિંમતપૂર્વક તે બચાવ કાર્યમાં લાગેલા હતાં.રસ્તા પરથી સતત બરફ મશીન દ્રારા હટાવવામાં આવેલો હતો.સતત ત્રણ દિવસની મહેનત પછી ઘણાબધા લોકોને તેમણે સફળતાથી ગુલમર્ગથી શ્રીનગર મોકલ્યાં.

કિઆરા અને આયાનને માહિતી મળી કે એક ફેમસ વ્યુ પોઈન્ટ પર કોઇ ફસાયેલું છે.તે કોઇને પણ જાણ કર્યા વગર એકલા તેમને બચાવવા નીકળી પડ્યાં.તે એક ફેમસ વ્યુ પોઇન્ટ હતો.જ્યાંથી આખી કાશ્મીરની ઘાટી સરસ દેખાતી હતી.ત્યાં તેમને થોડે દુર આખો માણસ ખુંપી જાય તેટલા બરફ જોવા મળ્યો.તેમણે ખૂબજ તપાસ કરી પણ ત્યાં કોઇ હતું નહીં.

" કિઆરા,મને લાગે છે કે અહીં કોઇ જ નહતું.બની શકે સેનાએ બચાવી લીધાં હોય.ચલ અહીંથી જઇએ આ જગ્યા સુરક્ષિત નથી.આ બરફમાં ખુપીં જવાશે."આયાને કહ્યું.તેણે કિઆરાનો હાથ પકડવા પાછળ જોયું પણ કિઆરા ક્યાંય દેખાઇ નહીં.સાંજ પડી ગઇ હતી અને જલ્દી જ અંધારું થવાનું હતું.આયાન ખૂબજ ગભરાઈ ગયો.ઘણું શોધ્યા બાદ તેને બરફમાં આખી ખુપી ગયેલી કિઆરા દેખાઇ.તેના જેકેટ અને ગમબુટમાં બરફ જતો રહ્યો હતો.તે ઠંડીથી કાંપી રહી હતી.ઊંચાઈ વાળી જગ્યાએ ઓક્સિજનનું સ્તર ઓછું હોય છે અને હવા પાતળી થઇ જાય છે.કિઆરાના શ્વાસ રોકાઇ ગયા હતાં.આયાને તેને મહા મહેનતે બહાર કાઢી.તેને થોડે દુર લઇ ગયો.મદદ માટે કોઇ દેખાયું નહીં.ફોનમાં બેટરી નહતી અને આસપાસ કોઇ નહતું.આયાને તેમને શિખવવામાં આવેલી પ્રાથમિક સારવાર કિઆરાને આપવાનું નક્કી કર્યું.તેને પોતાના મોઢા વળે કિઆરાને ઓક્સિજન આપ્યો.આયાને કિઆરાના શ્વાસ તો પાછા લાવી દીધાં પણ હજી તે ઠીક નહતી.તેણે કિઆરાને પોતાના હાથોમાં ઉંચકી અને તેને લઇને થોડે દુર ચાલ્યો.જલ્દી જ કિઆરાના કપડાં બદલાવવા પડે તેમ હતાં.તે અતિશય ઠંડીના કારણે ધ્રુજી રહી હતી.દુર ચાલ્યા બાદ એક નાનકડું ઘર દેખાયું.જ્યાં તેમણે આશરો લીધો.

ત્રીસ દિવસ એટલે કે એક મહિનો વીતી ગયો હતો.આજે ટ્રેનિંગ પતાવીને દરેક ટ્રેઇની પોતપોતાના ઘરે જવાના હતાં.આયાન અને કિઆરાને બેસ્ટ પરફોર્મન્સ માટે ગોલ્ડ મેડલ મળ્યો.સાથે બચાવ કામગીરીમાં અદભુત મદદ માટે તેમને સેનાના ચિફ તરફથી પ્રોત્સાહન અને સર્ટિફિકેટ મળ્યું.કામમાં વ્યસ્ત કિઆરા એકપણ વાર ઘરે કે એલ્વિસને ફોન ના કરી શકી.

મુંબઇ ડોમેસ્ટિક એરપોર્ટ પર એલ્વિસ,વિન્સેન્ટ અને દાદુ આવ્યાં હતાં.આજે એક મહિનાનો વનવાસ સમાપ્ત થયો હતો.તે ફુલોનો બુકે લઇને કિઆરાને લેવા આવ્યો હતો.

દાદુએ એલ્વિસને મળવાનું અને તેની સાથે વાત કરવાનું ટાળ્યું.તે જોઈને એલ્વિસ અને વિન્સેન્ટને આશ્ચર્ય થયું.

"એલ,આ દાદુને શું થયું?તે નારાજ જણાય છે.મને લાગે છે આપણે તેમને તેનું કારણ પુછવું જોઈએ."વિન્સેન્ટે કહ્યું.

દાદુ તેમનાથી થોડે દુર ઊભા હતાં.શ્રીરામ શેખાવત એલ્વિસે તેમનો અને કિઆરાનો ફોન કાપ્યો તે વાતથી નારાજ નહતા પણ તેણે ફ્રી થઇને કોલ કરવો જોઇતો હતો તેવું તેઓ માનતા હતાં.જે તેણે નહતો કર્યો.આટલા દિવસમા તેણે એકવાર પણ તેમને કોલ નહતો કર્યો.

"નમસ્તે દાદુ,કેમ છો તમે?"એલ્વિસ અને વિન્સેન્ટે પુછ્યું.

શ્રીરામ શેખાવતે હકારમાં માથું હલાવીને માત્ર હા કહ્યું.

"દાદુ,શું થયું,મારાથી કોઇ ભુલ થઇ ગઇ?નારાજ છો?"એલ્વિસે પુછ્યું.

"અમે કયા અધિકારથી નારાજ થઇએ.આમપણ છેલ્લા પંદર દિવસથી જે સમાચાર વાંચું છું તે જોઇને મને તારું તેમ કરવાનું કારણ સમજાઇ ગયું."નારાજ શ્રીરામ શેખાવતે જણાવ્યું કે કિઆરાએ જે એક ફોન તેને કરવાની પરવાનગી આપી હતી તે તેને કર્યો હતો.તેમણે તે ફોન વાળી સમગ્ર વાત જણાવી.

"વોટ!કિઆરાએ મને ફોન કર્યો હતો.મને ખરેખર ખબર નથી.હું તે દિવસે ડાન્સ શીખવાડી રહ્યો હતો કોઇએ તે ફોન કાપી નાખ્યો હશે.સોરી દાદુ.મારો વિશ્વાસ કરો.ગમે તેવી ઇમર્જન્સી કેમ ના હોય તમારો કે કિઆરાનો ફોન હું ક્યારેય ના કાપું.ટ્રસ્ટ મી."એલ્વિસની વાત પર શ્રીરામ શેખાવતને વિશ્વાસ આવ્યો.તેમણે એલ્વિસના ખભે હાથ મુક્યો.

બરાબર તે જ સમયે કિઆરા આવતી દેખાઇ પણ તે દ્રશ્ય જોઇને એલ્વિસ,વિન્સેન્ટ અને શ્રીરામ શેખાવતને ઝટકો લાગ્યો.કિઆરા અને આયાનના હાથ એકબીજાના હાથમાં હતાં.કિઆરાની એક એક આંગળીઓમાં પોતાની આંગળીઓ ખૂબજ મજબૂતાઈથી આયાને મુકીને તેનો હાથ પકડ્યો હતો.આયાનના ચહેરા પર વિજયી સ્મિત હતું અને કિઆરાનો ચહેરો ઝુકેલો હતો.

શું થયું હશે પંદર દિવસમાં એલ્વિસ અને અકીરાની ડાન્સ ટ્રેનિંગમાં?
શું કિઆરા અને એલ્વિસની પ્રેમકહાનીમાં આયાન મુકશે પૂર્ણવિરામ?
જાણવા વાંચતા રહો.