(પાછળ ભાગ માં જોયું કે સ્પર્ધા માં ગયેલા લોકો માં થી એન્જલ અને ધવલ બંને ભુજ માં ફસાઈ જાય છે....)
ધવલ : અરે રે....
એન્જલ : મને ખબર હોત્ત કે અત્યારે જ નીકળવાનું છે તો હું પેહલા થી જ બસ માં બેસી જાત.
ધવલ : મને તો ટેન્સન થાય છે આગળ શું કરીશુ...?
એન્જલ : ફોન કર એ લોકો ક્યાં પહોંચ્યા છે...!
ધવલ : હા.
( રિંગ જાય છે પણ કોઈ ફોન નથી ઉપાડતું..)
ધવલ : ફોન જ નથી ઉપાડતું કોઈ....
એન્જલ : હવે શું કરીશુ મને ઘરે કોણ પહુંચાડશે ?? અહીંયા તો હું કોઈ ને ઓળખતી પણ નથી.
ધવલ : તું શું કરવા ચિંતા કરે છે હું છું ને...
એન્જલ : તું છે એ જ મોટી ચિંતા ની વાત છે મારી માટે તો...!!!
ધવલ : (ગુસ્સા માં ) એક તો મને તારી ચિંતા થતી હતી એટલે તને શોધવા આવ્યો....હું પણ ફસાયો જ છું ને તારી જોડે.... અને હું તારી માટે ચિંતા ની વાત છું.??
એન્જલ : સોરી....પણ મને અત્યારે કઈ સુજતુ નથી.... એટલે!!
ધવલ : જો એક બીજા પર ગુસ્સો કરવાનો કોઈ મતલબ નથી. અત્યારે આપડે બંને ને અહીંયા થી નીકળવાનું છે ઘરે પહોંચવાનું છે... તો બંને એ સાથે રહી ને જ વિચારવું પડશે કે આગળ શું કરવું.
એન્જલ : રાત ના ૨.૩૦ વાગ્યા છે.... અત્યારે અહીંયા શું મળશે.
ધવલ : પેહલા એક કામ કરીયે અંદર જઈએ...પુછિયે એ કોઈ વાહન કરાવી આપે તો....
(બંને જણા અંદર રિસેપ્શન માં જાય છે)
રિસેપ્શનિસ્ટ : તમે લોકો અહીંયા તમારી બસ ??
ધવલ : અમે લોકો અમારી બસ ચુકી ગયા છીએ... અને અમારા મિત્રો જે બસ માં છે એ ફોન નથી ઉપાડી રહ્યા... અમારે અમદાવાદ જવાનું છે...તો તમે કોઈ મદદ કરી શકો અમારી?? ટ્રસ્ટ તરફ થી કોઈ વાહન કે જે અમને અમદાવાદ પહુંચાડી શકે.?
એન્જલ : હા ...મહેરબાની કરી ને અમારું આ કામ કરાઈ આપો.
રિસેપ્શનિસ્ટ : જુઓ અત્યારે રાત્રે તો આવું કોઈ થાય એમ નથી... સવારે તમારી માટે વાહન કરાવી આપીશું જે તમને રેલવે સ્ટેશન સુધી મોકલી આપશે...
એન્જલ : અમે રાત કાઢીસુ ક્યાં...??
ધવલ : હા.. !
રિસેપ્શનિસ્ટ : જુઓ રાત તમે સ્ટાફ રૂમ માં કાઢી શકો છો.. અત્યારે મારી જોડે એની જ ચાવી હાજર છે..
ધવલ : જો એન્જલ આપડી જોડે બીજો કોઈ રસ્તો નથી. સવાર સુધી રાહ જોવાનો.
એન્જલ : હા તારી વાત સાચી છે...
ધવલ : અમને સ્ટાફ રૂમ ની ચાવી આપીદો.
(રિસેપ્શનિસ્ટ જોડે થી ચાવી લઇ ને અમે લોકો સ્ટાફ રૂમ તરફ જવા નીકળ્યા)
(મેં ક્યારે નોતું વિચાર્યું કે અમારી જોડે આ પ્રમાણે ની ઘટના ઘટશે...પણ મનોમન હું ખુશ પણ હતો...કે આ વખતે હું એન્જલ થી થોડો નજીક આવી જઈશ.... કેમ કે ભગવાન એ કદાચ અમારી બંને માટે આ વિચાર્યું હશે...કદાચ મારી માટે એને પોતાની કરવાની એક તક મને આપી હોય. જે હું બિલકુલ ગુમાવા નથી માંગતો)
એન્જલ : કેવો દિવસ છે યાર આજ નો...મને તો નીંદર જ નહિ આવે...
ધવલ : મને પણ....
એન્જલ : શું ??
ધવલ : એટલે આ ટેન્સન માં નહિ આવે એમ...નીંદર. મને તો બૌ જ ભૂખ લાગી છે. તારા પર્ફોર્મન્સ જોવા માં જમ્યો પણ નથી.
એન્જલ : મારી જોડે ચિપ્સ છે... હું તને આપું છું...
ધવલ : (ખુશી ના મારે) વાહ... તારો ખુબ ખુબ આભાર....! તું ના હોત્ત તો મારુ અત્યારે શું થાત ?
એન્જલ : તને ભૂખ લાગી છે અને મારી જોડે પડ્યું છે એટલે આપું ના હોત તો ક્યાં થી આપતી.
ધવલ : સાચી વાત છે..કઈ નહીં તને મારી ચિંતા તો છે એટલી.
એન્જલ : જો કોઈ ફ્લર્ટ કરવાની કે મને ઇમ્પ્રેસ્સ કરવાની કોઈ જરૂર નથી... હું અહીંયા તારી જોડે રોકાઈ છું એ મારી મજબૂરી છે....બરોબર.
ધવલ : (ગમન્ડ તો જતો જ નથી આનો) હા મને ખબર છે. હું કઈ ફ્લર્ટ નથી કરતો બસ માહોલ ને થોડો હળવો કરું છું. બસ.
એન્જલ : તારી કોઈ ઓળખાણ જ નથી અહીંયા...શું કરવાનું ? એક સાધન ના કરાવી શકે તું.
ધવલ : હું અમદાવાદ થી બહાર નીકળ્યો જ નથી આજ સુધી...આતો તારી માટે થઇ ને આટલી હિમ્મત કરી નાખી.
એન્જલ : તું મારુ પર્ફોર્મન્સ જોવા માટે એટલું મોટું રિસ્ક લઇ લીધું... કદાચ હું તને જોઈ જતી ને ગુસ્સો કરી નાખતી કે તને મોઢા પર ચોપડ઼ાઇ દેતી તો... એવી બીક ના લાગી તને ?
ધવલ : તારા ગુસ્સા ની મને આદત છે...મારા મગજ એ તો બૌ જ ના પડી કે ભાઈ રેવા દે ના જઈશ...પણ માન્યું જ નહિ ને મારુ મન.....અને એક બાજુ મને તારી ચિંતા પણ હતી કે કદાચ કૈક થઇ જશે તો તને એકલી તું કેમની બધું હેન્ડલ કરીશ... તો શું મારા જેવો હોય જોડે તો તને તકલીફ નહિ ને. અને જો એવું જ થયું.
એન્જલ : મને કઈ જ ના થાય....બરોબર
ધવલ : ઈમેજીન કર કે કદાચ હું ના હોત્ત અને તું એકલી હોત્ત તો શું કરતી?? મનોમન તને પણ થયું હશે કે હાશ કોઈકે તો છે જોડે...અને હું તો આખી જિંદગી જોડે રેવા તૈયાર છું.
એન્જલ : હા એ વાત તો તારી સાચી છે કે તને જોયા પછી મને મનોમન એમ થયું કે હું એકલી નથી... તો મારો થોડો ડર નીકળી ગયો.
ધવલ : તો પછી.... તારી માટે તો મને મોકલ્યો છે ભગવાન એ.
એન્જલ : શું ???
ધવલ : એટલે અહીંયા ભુજ માં....
એન્જલ : હા..... તો ઠીક.
ધવલ : ખોટું ના કહે તો એક વાત પૂછું....???????
(ભાગ-૨ પૂરો)