છેલ્લી રાત નો જાદુ - 1 Dhaval Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

છેલ્લી રાત નો જાદુ - 1

(ગુજરાત ની મોટી યુનિવર્સિટી ની પ્રતિસ્પર્ધા નું આયોજન કરેલ હતું જેમાં અમારી કોલેજ ના ગાન વિદ્યાર્થી ઓ એ ભાગ લીધેલો હતો.)
(જેનું આયોજન ગુજરાત ના ભુજ માં કરેલું હતું)
(સવારે નીકળી ને રાત્રે સ્પર્ધા હતી જે પતાવી ને બીજે દિવસ સવારે નીકળવાં હતું)
(હું એટલે ધવલ જેના અમુક મિત્રો એ સ્પર્ધા માં ભાગ લીધેલો હતો)
(ધવલ એક તરફી પ્રેમ કરી રહ્યો હતો એ પોતે પણ આ સ્પર્ધા માં હતી જેનું નામ એન્જલ હતું.)

સવારે બસ આવી ગયી અને બધા બેસી ગયા....ભુજ જવા માટે.
મારે એન્જલ ને જોવી હતી તો ડ્રાઈવર ને થોડા પૈસા આપી ને એની જોડે સપોર્ટ તરીકે બેસી ગયો.
(એન્જલ પોતે પોતાના ભણવા કે બીજી સ્પર્ધા માં અવ્વલ હતી .... પોતાની જાત પર થોડો ગમન્ડ પણ હતો)

સાંજે અમે લોકો ભુજ પહુંચી ગયા.... હું એન્જલ થી દૂર રેતો હતો કેમ કે જો એ મને જોઈ જાય તો કદાચ એને એમ થાય કે હું એની પાછળ પડ્યો છું. તો પછી એ મારી પાર ગુસ્સે થઇ જાય.

હું દૂર ઉભો રહી ને એન્જલ ની સ્પર્ધા ધ્યાન થી જોતો હતો...આજ જોવા માટે તો હું અહીંયા આવ્યો હતો.

સ્પર્ધા પુરી થયી તો રાત્રે જ નીકળવાનું નક્કી થયું.... બધા લોકો બસ માં બેસી ગયા પણ કોઈ ની નજર ના પડી કે એન્જલ હજુ નથી આવી પણ મારી નજર પડી.... હું ડ્રાઈવર ને કીધા વગર જ એને શોધવા નીકળી પડ્યો.... મને એ મળી નહિ.... પછી મને એમ કે કદાચ એ બસ માં બેસી ગયી હશે તો હું બહાર આવ્યો તો બસ નીકળી ગયી હતી..... મનોમન હું ગભરાઈ ગયો કે હવે શું થશે... હું કેમનો ઘરે પહુચીસ....હું મારા મિત્રો ને ફોન જ કરવા જાઉં છું તો સુ જોઉં છું

એન્જલ અંદર થી બહાર આવી રહી હોય છે.... હું સંતાઈ ગયો.... બસ ને ના જોતા એ ટેન્સન માં આવી જાય છે....ફોન લગાવે છે પણ કોઈ ઉપાડતું નથી...વધારે ટેન્સન માં આવી જાય છે.... એને જોઈ ને મારો બીક દૂર થઇ જાય છે.... પણ મન માં થોડા વિચાર પણ આવે છે કે એ ગુસ્સે ના થઇ જાય....
મારા થી એનું દુઃખ જોવાયું નહિ અને વિચાર કાર્ય વગર જ એની જોડે પોચી ગયો....
એ મને ત્યાં જોઈ ને એક દમ શોક થઇ ગયી.....

એન્જલ : તું અહીંયા ????
ધવલ : માફ કરજે....તને મેં દુઃખી જોઈ એટલે હું તારી સામે આવ્યો નહિ તો હું તારી સામે ના આવત કેમ કે તને ગમતું નથી એટલે,
એન્જલ : એક તો બસ પણ ગયી છે ને અને એક બાજુ તું મારી જોડે.... હું કેવી રીતે ઘરે પોચીસ ....પણ તું કેમ અહીંયા બસ ને રોકી ને ના રખાય જો તું અહીંયા મારી પાછળ પાછળ આવ્યો છું તો (ગુસ્સા માં )
ધવલ : મારી વાત તો સંભાળ પણ
એન્જલ : સુ સાંભળું હું હે ....તું જયારે પણ મારી જોડે હોય છે મુસીબત ને બંને મારી જોડે આવી જાઓ છો.
ધવલ : મને એક ૫ મિનિટ તો આપ....
એન્જલ : સુ છે બોલ....
ધવલ : જ્યારે આ પ્રોગ્રામ માં તે ભાગ લીધો ત્યાર થી મારા મન માં હતું કે હું તને ખબર ના પડે એમ તારું પર્ફોમન્સ જોઉં....એટલે હું બસ વાળા જોડે સપોર્ટ માં તને ખબર ના પડે એમ આવી ગયો...પછી જયારે રાત્રે જવાનું નક્કી થયું તો હું તો બસ માં આવી ગયો હતો પણ મને ખબર પડી કે તું નથી આવી તો હું તને અંદર શોધવા ગયો....પછી બહુ રાહ જોઈ તું ના મળી તો મને એમ કે તું બસ માં આવી ગયી હોઇસ એટલે હું પછી અહીંયા આવ્યો તો બસ નીકળી ગયી હતી.... પણ થોડી વાર રહી ને તું પણ બહાર આવી તો હું સંતાઈ ગયો ને પછી તારી પરેશાની મારા થી જોવાઈ નહિ એટલે હું બહાર આવ્યો એ પણ હિંમત કરી ને...પણ મને એ નથી સમજાતું કે તું કેમ આટલી લેટ બહાર આવી....
એન્જલ : મને એમ કે સવારે જવાનું છે તો હું રૂમ માં હતી.. પણ પછી બહાર નીકળી તો ખબર પડી કે કોઈ છે જ નહીં.... તો તરત જ બહાર આવી તો સુ જોઉં છું કે બસ જ નથી.
ધવલ : પણ અનનોઉન્સમેન્ટ તો થયું હતું કે અત્યરે નીકળવાનું છે....
એન્જલ : મારા ભાઈ સાથે વાત ચાલુ હતી તો મારા ધ્યાન માં જ ના આવ્યું આ અનનોઉન્સમેન્ટ.