A love come too books and stories free download online pdf in Gujarati

એક પ્રેમ આવો પણ

ગુજરાતનું એક શહેર અમદાવાદ. એકદમ રોનક ભર્યું ને જગમગતું શહેર. એ શહેર જે દિવસ રાત માણસોની ભીડ થી ઉભરાતું રહે છે. સવારથી સાંજ સુધી માણસો પૈસાની પાછળ આમ તેમ ભાગે છે અને રાતે એજ પૈસાની મિજબાની ઉડાવે છે. અને આ શહેરમાં રહે છે રુદ્ર. રુદ્ર એક 25 વર્ષ નો એકદમ સોહામણો યુવાન. 5.9' ની height સાથે એકદમ handsome and new generation નો યુવાન. રુદ્ર દેખાવમાં જેટલો stylish એટલો જ પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતો હતો. બધાની સાથે હંમેશા હસીને વાત કરવાની એની આદતને લીધે બધા એની સામે પ્રેમાળ આંખોથી જ જોતા. રુદ્ર એ MBA માં ગ્રેજ્યુએશન કર્યુ હતું અને તે એક મોટી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર પહોંચી ગયો હતો. 25 વર્ષની ઉંમરમાં જ રુદ્ર એ સારી કમાણી કરીને પોતાનું આગળનું જીવન secure કરી લીધું હતુ એવું કહી શકાય.
સ્વભાવે એકદમ શાંત અને હંમેશા પોતાની જ દુનિયામાં મસ્ત રહેતો. નિત્ય સવારે ઉઠીને એ ગાડી લઈને બહાર જતો જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય. ખુલ્લા મેદાનમાં અને ખુલ્લા આકાશ નીચે તેને ચાલવું ગમતું. ક્યારેક exercise કરતો તો ક્યારેક યોગા કરતો અને વહેલી સવારનો નિર્મળ પવન એના તન અને મનને પ્રફુલ્લિત કરી મુકતો. તન અને મન બંનેને એકદમ પ્રફુલ્લિત કરીને પોતાના કામ પર જતો. 9 થી 5 ની પોતાની જોબ પુરી કરીને ઘરે આવી ને fresh થઈ જતો. બધા youngsters ની જેમ તેને tv કે mobile નો શોખ નહોતો. એ અગાસી પર જઈને બુક્સ વાંચવા બેસી જતો. કિતાબી કીડો કહો કે પુસ્તકપ્રેમી, એ એમાં જ મગ્ન થઈ જતો, અને ક્યારેક તો મોડી રાત સુધી વાંચનમાં જ ખોવાયેલો રહેતો. સાંજે સુરજને ઢળતો જોઈને એ એમા ખોવાઈ જતો અને પછી પોતાનો બાકીનો સમય તેના પરિવારને આપતો. છે ને સાવ અલગ જ માણસ. પણ આવો જ હતો એ. અને આવી જ શાંતિથી એની જિંદગી ચાલતી હતી. જ્યાં સુધી એની દસ્તક ના થઈ, હા તમે બરાબર સમજ્યા.
એક સવારે પોતાની આદત મુજબ એ બહારથી ઘરે આવી રહ્યો હતો. ગાડી એના રોજિંદા રસ્તા પર અગ્રેસર હતી અને તેમાં FM ચાલુ હતું. એવામાં અચાનક જ રુદ્રને એક કોયલના કંઠ જેવો અવાજ સંભળાય છે. "Good morning amdavad" પછી શું થવાનું ? રુદ્ર ખોવાઈ ગયો એ અવાજમાં. રુદ્રને જાણે મોહપાશમાં બાંધ્યો હોય એમ તે મોહિત થઈ ગયો અવાજ પ્રત્યે અને એ અવાજ ધીરે રહીને તેના હૃદયની ધડકનને થમાવી ગયો. તે બસ એક ચિત્તે સાંભળાતો જ રહ્યો અને મનમાં ઊંડેને ઊંડે ઉતારતો ગયો એ અવાજને. અચાનક જ એનો પગ ગાડીની બ્રેક પર લાગ્યો અને ગાડી ચીચીયારી ભર્યા અવાજ કરતી ઉભી રહી ગઈ ત્યારે એ તંદ્રામાંથી બહાર આવ્યો. એ ઘરે પહોચી ગયો હતો પરંતુ ખાલી શરીરથી જ. એનું મન તો બસ એ અવાજના ખયાલોમાં જ ખોવાયેલું હતું.
તે આખો દિવસ FM પર એ અવાજ શોધતો રહ્યો પરંતુ એને સફળતા મળી નહી. તેનું મન એક પણ જગ્યાએ નહોતું લાગી રહ્યું. એ આજે ઓફિસેથી પણ જલ્દી નીકળી આવ્યો. સાંજે એ ઘરે પહોચીને અગાસી પર બુક લઈને બેઠો તો ખરો પણ આજે એનું મન તો ભમતું જ રહ્યું. કોણ હતી એ ? એનું નામ શુ હશે ? રુદ્રને એમ પણ થતું હતું કેમ તે એક અજાણ્યા અવાજ વિશે આટલું વિચારી રહ્યો છે. આટલા વર્ષો સુધી તે ખુબ જ શાંત હતો. કોઈને પણ જોઈને તેને આકર્ષણ પણ નોતું થયું તો પ્રેમ ની વાત તો ઘણી દૂરની હતી. પરંતુ આજે તેના શાંત ચિત્તમાં કોઈએ કાંકરી ફેંકીને વમળો સર્જ્યા હતા અને રુદ્ર એ વમળોમાં પોતે ખેંચાતો જતો હતો.
હજી તો આ બધી ગડમથલ પૂરી થઈ નહોતી ત્યાં 5 ના ટકોરે એ મધૂર અવાજ ફરીથી સંભળાયો. " Hello Ahmedabad. Good Evening. હું છું આપની RJ શિવાંગી અને તમે બધા સાંભળી રહયા છો..." બસ એટલું સાંભળતા જ રુદ્ર કુદીને ઉભો થય ગયો. હા એની માટે આ સહજ ના હતું એવું વર્તન પણ એનાથી થઈ ગયું. એ ખુશ હતો શિવાંગીને ફરીથી સાંભળીને અને ખાસ તો એનું નામ સાંભળીને. બસ પછી તો શું ! શિવાંગી બોલતી રહી અને રુદ્ર મંત્રમુગ્ધ થઈને સાંભળતો રહ્યો. રુદ્ર શિવાંગીના અવાજ અને વાતો સાંભળીને કંઇક બીજી જ દુનિયામાં પોહચી ગયો હતો. રાત્રે જમીને પણ શિવાંગીના જ વિચારો એના મનમાં ફર્યા કરતા હતા, અને આમને આમજ એની આખી રાત નીકળી ગય. સવારે એ થોડો મોડો ઉઠ્યો. થોડું સુસ્તી જેવું પણ એને લાગતું હતું. પણ અચાનક જ શિવાંગીનો વિચાર આવતા એના મનમાં ઝણઝણાટી થઈ ગઈ અને એણે ફટાફટ રેડિયો ચાલુ કરયો. આજે એનું ધ્યાન બીજે ક્યાંય લાગતું ના હતું. ના તો આજુબાજુની ખુશુનુમા હવામાં ના તો exercise માં , અને 7 વાગ્યે એના ઈંતઝારનો અંત થયો ને એને અવાજ સાંભળવા મળ્યો. " Good Morning Amdavad " થી શિવાંગી એ ચાલુ કર્યું ને રુદ્ર બસ એના અવાજમાં ખોવાઈ ગયો. રુદ્ર પોતાની ગાડી લઈને ઘરે જાય છે અને રૂમમાં બેસીને શિવાંગીને સાંભળ્યા જ કરે છે. સવારના 10 ક્યારે વાગી જાય છે એની પણ ખબર નહીં રહેતી. જયારે 10 વાગે શિવાંગી બોલવાનું પૂરું કરે છે ત્યારે તે ભાનમાં આવે છે. એ તો સારું હતું કે આજે રવિવાર હતો, નહીંતર office તો આજે એ ભૂલી જ ગયો હતો. પછી જલ્દીથી એ તૈયાર થઈને રૂમમાં બેસી જાય છે અને આજે પહેલીવાર એ પુસ્તકને બદલે ફોન હાથમાં લે છે. તે instgarm ખોલીને શિવાંગીનું પ્રોફાઈલ ખોલે છે અને ચેક કરે છે અને બહુ જ ઓછી મેહનતમાં એને R.J શિવાંગીનું એકાઉન્ટ મળી જાય છે અને એ તરત જ શિવાંગી ને request મોકલી દે છે અને પછી રાહ જોવે છે શિવાંગીના response નો. એ શિવાંગીનું profile check કરવા લાગે છે. શિવાંગીના ફોટોગ્રાફ્સ પર નજર પડતા તે બસ એકધારો જોતો જ રહી જાય છે.
ખુલ્લા વાળ, થોડો શ્યામ ચેહરો, આંખોમાં બસ હળવી કાજલ અને હોઠો પર હળવી લિપસ્ટિક. ને તેના ફોટોગ્રાફ્સ તો જોવો ! સાવ નાના બાળક જેવા, એકદમ મસ્તીખોર. હા, શિવાંગી એવી જ હતી. 10th સુધી તો એનું ધ્યાન ભણવામાં હતું પરંતુ પછી એનું મન ના લાગતું અને એનું મન સાહિત્ય તરફ વળવા લાગ્યું હતું.12th સાયન્સ કર્યા પછી college માં તેણીએ admission તો લીધું પરંતુ સાહિત્યનો સાથ ક્યારેય ના છોડ્યો. ઘરે કોઈને આ ગમ્યું નહોતું અને એ ઘરમાં રહેવા છતાં બધા થી દુર થઇ ગય હતી. એ એની જીંદગીનો એક કડવો ઘૂંટ હતો જે એ રોજે પી રહી હતી અને પોતાના હાસ્ય પાછળ છુપાવી રહી હતી અને તેથી જ તેણીએ અમદાવાદ college માં addmission લીધું. સાથે સાથે સાહિત્ય તરફ પણ ડગલાં માંડ્યા. ત્યારથી જ એને RJ બનવાની ઈચ્છા થઈ આવી અને તેણે એ તરફના પ્રયાસો ચાલુ કર્યા અને આજે 22 વરસની ઉંમરે 4 વર્ષના પરિશ્રમ પછી એ successful RJ બનવામાં સફળ રહી. શિવાંગી રોજે સવારે 7 થી 10 અને સાંજે 5 થી 8 નો શૉ કરતી અને બાકીનો સમય પોતાની જિંદગીને અને સાહિત્યને આપતી. રુદ્રથી એકદમ જ અલગ હતી શિવાંગી, જેટલો રુદ્ર શાંત એટલી જ શિવાંગી નટખટ અને શરારતી. બધી જ વાતોમાં મસ્તી કરવાની આદત. ન તો એને વહેલું સુવુ ગમે ના વહેલા ઉઠવું. બસ આવી જ હતી એ.
એક રવિવારે બપોરે ફ્રી થઈને જ્યારે તે ફોનને હાથમાં લે છે ત્યારે એક પછી એક બધી જ સોશિયલ મિડિયા સાઈટ્સને જોઈ લે છે. તો બીજી તરફ રુદ્રએ Instagram માં શિવાંગીને follow કર્યા પછી એની વિશે આગળ જાણકારી મેળવવા તેને facebook માં શોધે છે. જેવું શિવાંગીનું એકાઉન્ટ મળ્યું કે તરત જ કાંઈપણ વિચાર્યા વગર request મોકલી દેય છે. આ તરફ શિવાંગી Instagram ચેક કરતી હોય છે ત્યારે નવા followers ની લિસ્ટમાં એક નજર ફેરવીને ફોન મૂકે છે ત્યારે જ તેના ફોનમાં Facebook ની notification આવે છે, જે રુદ્રની request હોય છે. આમ તો શિવાંગી આવી request ઉપર ધ્યાન દેતી જ નહી, પણ આ વખતે Instagram અને Facebook માં એક જ વ્યક્તિ રુદ્રનું નામ હોવાથી તેનું ધ્યાન જાય છે. શિવાંગી Facebook ખોલે છે અને રુદ્રની રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી લેય છે એ જોવા માટે કે આ રુદ્ર કોણ છે. કારણ કે રુદ્રનું Instagram નું એકાઉન્ટ પ્રાઈવેટ હોય છે અને શિવાંગીને follow back કરવાની જરાય ઈચ્છા હોતી નથી. શિવાંગી રુદ્રનું Facebook નું એકાઉન્ટ જોતી હોય છે જેમાં રુદ્રના ફોટાઓ હોય છે. હેન્ડસમ તો પહેલેથી જ હતો રુદ્ર, સાથે સાથે તેનો શાંત સ્વભાવ અને નિખાલસતા દેખાઈ આવતી હતી, જેને શિવાંગી બસ જોઈ જ રહી. એવામાં શિવાંગીનું ધ્યાન તેની પોસ્ટ પર જાય છે. રુદ્રની પ્રોફાઈલ નાની શાયરીઓ, કવિતાઓ તથા પુસ્તકોના ફોટોગ્રાફ્સ કે રીવ્યુથી ભરાયેલ હતી. જેમાં થોડી ઘણી રુદ્રએ લખેલી હતી તો થોડી કોઈ સારા કવિ કે લેખક કે શાયરની પંક્તિઓ હતી. આ વસ્તુ શિવાંગીને ગમી, કેમ કે તે પણ સાહિત્યપ્રેમી હતી. પછી શિવાંગી ફોન બંધ કરીને બપોરની ઊંઘમાં સરી પડે છે.
આ બાજુ રુદ્રની નિંદર ઊડી ગઈ, જ્યારે તેણે નોટિફિકેશનમાં વાંચ્યું કે " Shivangi accepted your friend request. " રુદ્ર તરત જ શિવાંગીનું પ્રોફાઈલ જોવે છે. જેવી તેની પોતાની પોસ્ટ હોય છે એવી જ શિવાંગીની પણ હોય છે. રુદ્ર ખૂબ જ ખુશ થાય છે. તેની રીક્વેસ્ટ એક્સેપ્ટ થઈ ગઈ હોય છે અને બંનેના શોખ પણ મળતા હોય છે. રુદ્ર બધી જ પોસ્ટ જોઈ લે છે અને ખુશીના અતિરેકમાં તેને અચાનક શું થાય છે કે તે શિવાંગીને મેસેજ કરી દેય છે અને અમુક પંક્તિઓ લખે છે.
" Hiii.....
ना माँगे कोई मुझसे उनको,
बहोत ही कम है मेरे पास ।
बहोत ही ख़ास है वो मेरे लिए
ज्यादा होता तब भी नहीं बाटता ।।"

અને મેસેજના જવાબની રાહમાં ક્યારે તે ઊંઘમાં પોઢી જાય છે તેની ખબર રહેતી નથી. 3 થી 4 કલાકની ગાઢ ઊંઘ કર્યા બાદ રુદ્ર ઉઠે છે ત્યારે સાંજના 7 વાગ્યા હતા. 2 દિવસથી લગાતાર શિવાંગીના વિચારોમાં ખોવાયેલ હોવાથી તેની ઊંઘ પૂરી થઈ નહોતી, એટલે ઊઠ્યા બાદ રુદ્ર તાજગી મહેસૂસ કરી રહ્યો હતો. ઊઠીને સૌ પ્રથમ તેને શિવાંગી યાદ આવે છે. શિવાંગીનો કોઈ જવાબ આવ્યો કે કેમ એ ચેક કરે તે પહેલા ઘરમાંથી તેને કોઈ બોલાવે છે એટલે રુદ્ર ત્યાં જતો રહે છે.
બીજી બાજુ રવિવાર હોવાથી કોઈ કામ પણ ન હોવાને લીધે શિવાંગી સાંજે 5 વાગે ઊઠીને ફ્રેશ થઈ ફરવા નીકળી જાય છે અમદાવાદની મોજ માણવા, શોપીંગ કરવા તથા એની મનપસંદ રોડ ટ્રિપ કરવા. છેવટે મોડી સાંજે કાકરીયા તળાવે જઈને શાંતિથી બેસી રહે છે. આ બધુ શિવાંગીને બહુ જ ગમતું. હરવા ફરવાનું પૂરુ કરીને રાતે 9 વાગે શિવાંગી ઘરે આવે છે અને રુદ્રનો મેસેજ જોવે છે. આમ તો શિવાંગીને આવા ઘણા બધા મેસેજ આવતા, પરંતુ આ કંઈક અલગ હતો. મેસેજમાં લખેલી પંક્તિઓ તેને ગમી ગઈ. તે મેસેજ લાઈક કરીને સ્માઈલી મોકલીને ફોન મૂકી દેય છે. તો આ તરફ રુદ્રને કંપનીના કામ અર્થે બહાર જવાનું હોવાથી એ રાત્રે જ બધું કામ પતાવવાની ઉતાવળમાં હોય છે.
સવારની ફ્લાઈટમાં રુદ્ર મુંબઈ જવા માટે રવાના થઈ જાય છે. ફ્લાઈટમાં બેસીને એ નિરાંતનો શ્વાસ લે છે અને આંખો બંધ કરી દેય છે. થોડીવારમાં જ એના મનમાં જબકારો થાય છે અને તેને યાદ આવે છે કે એ શિવાંગીને તો ભૂલી જ ગયો. તેને યાદ આવે છે કે તેણે શિવાંગીને મેસેજ કર્યો હતો, તો શું એનો કોઈ જવાબ આવ્યો હશે કે કેમ તે જાણવા રુદ્ર મોબાઇલ ચેક કરે છે. શિવાંગીનો જવાબ તો ગઈ કાલનો જ આવી ગયો હોય છે. આ જોઈને રુદ્ર ખુશ થઈ જાય છે અને શિવાંગીના વિચારોમાં જ ખોવાઈ જઈ આંખો બંધ કરી દેય છે. આખરે ફ્લાઈટ મુંબઈ પહોંચી ગઈ. રુદ્ર એરપોર્ટથી સીધો હોટેલ જાય છે. ફ્રેશ થઈ કામે લાગી જાય છે. તેનું કામ એક દિવસ પૂરતું જ હોઈ સાંજ સુધીમાં તો કામકાજ પૂર્ણ કરીને તે અમદાવાદ પાછો આવી જાય છે. આખો દિવસ કામમાં રચ્યો પચ્યો હોવા છતાં પણ એ બેચેન હતો. આખા દિવસમાં ના તો એણે શિવાંગીને કોઈ મેસેજ કર્યો હતો, ના તેનો અવાજ સાંભળ્યો હતો. તો આ તરફ શિવાંગી પણ પોતાના રૂટીન મુજબ જ આખો દિવસ વ્યસ્ત રહે છે. રાત્રે જ્યારે તે ફ્રી થાય ત્યારે જ સોશિયલ સાઈટ્સ જોતી. એમાં તેને રુદ્રની મુંબઈની સ્ટોરી દેખાય છે, જે આજે જ પોસ્ટ થઈ હોય છે.
આખા દિવસની દોડધામ બાદ રુદ્ર પણ થાક્યો પાક્યો એના બેડ પર પડ્યો હોય છે. તેને ઊંઘ પણ આવી રહી છે, પણ શિવાંગીની યાદ આવતા તેને શિવાંગીને જોવાની ઈચ્છા થાય છે. એ તરત Facebook ખોલે છે, જ્યાં તેને શિવાંગી online દેખાય છે. મનમાં તો ઘણો ખુશ થાય છે શિવાંગીને online જોઈને, પણ તેને મેસેજ કરવો કે નહી તેની ગડમથલમાં હોય છે. અંતે તે મેસેજ કરી જ દેય છે, " હાય..... " આ તરફ શિવાંગીનું ધ્યાન નથી હોતું, તે બીજી પોસ્ટ જોવામાં મશગુલ હોય છે. થોડીવાર પછી તેનું ધ્યાન જાય છે કે રુદ્રનો મેસેજ આવેલ છે. આમ તો પોતાના સ્વભાવ મુજબ તે કોઈ સાથે ચેટ કરતી નહોતી. પરંતુ એક સરખા ઈન્ટરસના કારણે યા તો રુદ્ર પ્રત્યે આકર્ષણને લીધે શિવાંગી તેને રીપ્લાય આપે છે. પણ ત્યાં સુધી તો રુદ્ર સુઈ ગયો હોય છે. ઘણી વાર રાહ જોયા પછી રુદ્રને એમ થાય છે કે મેસેજ કરીને કાંઈ ખોટું તો નથી કર્યું ને ? આવા જ વિચારો કરતા કરતા તે સુઈ જાય છે.
સવારે ઉઠીને જ્યારે રુદ્ર શિવાંગીનો રીપ્લાય જોવે છે તો તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. તે બહુ જ ખુશ થઈ જાય છે અને શિવાંગીને ગુડ મોર્નીગનો મેસેજ કરી દેય છે. પછી પોતાના નિત્ય કામોમાં લાગી જાય છે. 7 વાગ્યા સુધીમાં તેણે બધા કામ પૂરા કરી લીધા અને શિવાંગીનો મધૂર અવાજ સાંભળવા રેડિયો ચાલુ કરી દીધો. ગઈકાલની મુસાફરીનો થાક હોવાને કારણે પોતે ઑફિસ મોડો આવશે એવો સંદેશ પણ એણે પહોંચાડી દીધો જે આજ પહેલા ક્યારેય બન્યું નહોતું. શિવાંગીનો આખો પ્રોગ્રામ સાંભળ્યા બાદ અગિયાર વાગ્યા બાજુ રુદ્ર તૈયાર થઈને ઑફિસ જવા નીકળે છે. ત્યારે જ એને બીજું સરપ્રાઇઝ મળે છે. અગિયાર વાગે શિવાંગીનો " ગુડ મોર્નીગ " નો મેસેજ આવે છે, સાથે સાથે બીજો મેસેજ પણ મળે છે " મારી મોર્નીગ અત્યારે જ થાય છે. " જેની સાથે હસતા ચેહરાવાળા સ્માઈલી સ્ટીકર પણ હોય છે. રુદ્ર આ મેસેજ જોઇને ખુશ થઈ જાય છે અને જવાબમાં સ્માઈલી મોકલી દેય છે. ત્યારબાદ બંનેને કામ આવી જવાથી બંને કામમાં વ્યસ્ત થઈ જાય છે. તમામ કામ આટોપીને નવરા થતા થતા રાતના 10 વાગી જાય છે. રુદ્ર રાતે ફરીથી મેસેજ કરે છે અને શિવાંગીના રીપ્લાયની રાહ જોયા વગર જ તેના વખાણ અને તેના શો ના વખાણ કરતા મેસેજ કરે છે. થોડીવારમાં જ શિવાંગીનો " thank you " નો રીપ્લાય આવે છે. બંને વચ્ચે એકબીજાના પ્રોફેશન વિશે થોડી ઔપચારિક તેમજ થોડી ઓળખાણની વાતો થાય છે. અંતે બંને "Good night " કહીને સુવા જતા રહે છે. ધીરે ધીરે આ તેમનો રોજિંદો ક્રમ બની જાય છે. રોજ રાતે રુદ્ર મેસેજ કરે અને બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થાય. આગળ જતા બંને વચ્ચે રોજિંદા જીવનની વાતો થવા લાગી.

એક દિવસ રુદ્ર શિવાંગીને Instagram પર મેસેજ કરે છે, જેનો રીપ્લાય શિવાંગી આપે છે. તથા તેને follow back પણ કરે છે. બંને વચ્ચેની મિત્રતા ધીરે ધીરે વધી રહી હતી. એક દિવસ રુદ્રને ફરી પાછું મુંબઈ જવાનું થયું. તે ફ્લાઈટમાં જઈને પોતાની સીટ તરફ વધે છે. સીટ પાસે પહોંચતા વેંત જ તે નવાઈ પામે છે. રુદ્રની સીટની બાજુની વિન્ડો સીટ પર શિવાંગી બેઠી હોય છે. આ તો રુદ્ર માટે એવું હતું જાણે મંદિરમાં દશૅન કર્યા વગર જ ભગવાન મળી ગયા હોય. તેને હજી પણ પોતાની આંખો પર વિશ્વાસ આવતો એટલે ખાતરી કરવા તે બોલે છે, " શિવાંગી ? " શિવાંગી અવાજની દિશામાં ફરે છે તો સામે રુદ્ર ઊભો હોય છે. બંને એકબીજાને સામસામે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. એકબીજાને સ્મિત કરે છે બેસવાનો આગ્રહ કરે છે. શિવાંગી રુદ્ર તરફ જોઈને કહે છે, " ચાલો, એટલિસ્ટ હવે હું કંટાળીશ તો નહીં. " અને બંને હસવા લાગે છે. શિવાંગી તેની cousin ની સગાઈ હોવાથી મુંબઈ જઈ રહી હતી અને તેને ફ્લાઈટમાં રુદ્રની ભેંટ થઈ જાય છે. તો રુદ્ર તેની કંપનીના પ્રોજેક્ટના કામ અર્થે જઈ રહ્યો હોય છે. પછી બંને બહુ બધી વાતો કરે છે અને અચાનક જ રુદ્ર શિવાંગી પાસે એનો મોબાઈલ નંબર માંગી લે છે. શિવાંગી રુદ્રને ઘણો ઓળખી ગઈ હતી. એને રુદ્ર સારો લાગતો. આમ પણ શિવાંગીને મિત્રો બનાવવાનો શોખ હતો જ. એ નંબર આપી દે છે. રુદ્ર એકદમ જ ખુશ થયી જાય છે. એ બસ શિવાંગીની આંખોમાં જ જોઈ રહે છે. એરપોર્ટની બહાર બંને હાથ મેળવીને છુટા પડે છે અને આખો દિવસ બંને વ્યસ્ત રહે છે. રાતે 8 વાગતા રુદ્ર ફ્રી થાય છે. એ શિવાંગીને કોલ કરવાનું વિચારે છે પરંતુ એ કરતો નથી અને whatsapp માં message કરવાનું વિચારે છે. ત્યાં જ એનું ધ્યાન શિવાંગીની સ્ટેટસમાં મૂકેલ સ્ટોરી પર જાય છે અને તે એમા comment કરે છે. શિવાંગી ફ્રી જ હતી તો તરત જ જવાબ આપી દે છે. બંને થોડી વાતો કરે છે અને રુદ્ર અચાનક જ શિવાંગીને ડીનર માટે પૂછી લે છે. પછી રુદ્રને એમ થાય છે કે ખોટું થઈ ગયું. ત્યાં જ શિવાંગીનો વિચારતા હોય એવા સ્માઈલી આવે છે અને તે " ok " કહી દે છે. રુદ્ર તો એકદમ જ ખુશ થઈ જાય છે. શિવાંગી જ્યાં રહે છે ત્યાં નજીક જ બંને મળવાનું નક્કી કરે છે. શિવાંગી ફ્રેન્ડને મળવાનું કહીને ઘરેથી નીકળી જાય છે.

બંને ડીનર માટે open lounge માં જ મળે છે. આજુબાજુનું ડેકોરેશન અને હળવું સંગીત એક અલગ આકર્ષણ જમાવતું હતું. બંને ડીનર ઓર્ડર કરે છે અને ફરીથી વાતોએ વળગી જાય છે. શિવાંગી હવે રુદ્ર તરફ ખેંચાઈ રહી હતી. બંને આવતી કાલના પ્લાન વિશે ચર્ચા કરે છે. અજાણતા જ બંનેને ખબર પડે છે કે આવતી કાલની બંનેની ફ્લાઈટ એક જ સમય પર હોય છે. પછી બંને છુટા પડે છે. રુદ્ર શિવાંગીને ડ્રોપ કરીને હોટેલ જતો રહે છે. રાત્રે બંને થોડીવાર વાતો કરે છે. પરંતુ થાકના લીધે તરત જ સુઈ જાય છે. બીજે દિવસે સવારે બંને પોતાના કામોમાં વ્યસ્ત થઈ જાય છે. સાંજે બંને 5 વાગે એરપોર્ટ પર મળે છે. ફ્લાઈટને હજી વાર હતી તો બંને કેફેમાં જઈને બેસે છે અને બંને કોફી ઓર્ડર કરીને વાતો કરવા લાગે છે. રુદ્ર શિવાંગીને ખબર પણ ના હોય એ રીતે ત્યાંથી ચોકલેટ્સ લઇ લે છે. બંને ફ્લાઈટમાં બેસે છે. દર વખતે થોડો ઈત્તેફાક થાય કાંઈ. આ વખતે બંનેની સીટ સાથે નહોતી. રુદ્ર તો પેલા નિરાશ થઈ જાય છે. પરંતુ તે સીટની અદલા બદલી કરવાનું વિચારે છે. સદનસીબે શિવાંગીની બાજુમાં રહેલ વ્યક્તિ માની જાય છે. રુદ્ર તો ખુશ થય જ જાય છે, સાથે શિવાંગીના ચહેરા પર પણ હળવી મુસ્કાન આવી જાય છે. થોડીવાર બંને વાતો કરતા હોય છે, ત્યાં રુદ્ર શિવાંગીને ચોકલેટ્સ આપે છે. શિવાંગી તે જોઈને એકદમ જ ખુશ થય જાય છે. અમદાવાદ આવ્યા પછી પણ બંને અવારનવાર મળતા રહે છે. મેસેજની સાથે સાથે કોલ્સ પર વાત થવા લાગે છે. બંને એકબીજા વિશે બહુ બધું જાણવા અને સમજવા લાગે છે. જોતજોતામાં 6 મહિના જતા રહે છે. બંનેના મનમાં એકબીજા માટે કુણી લાગણીઓ જન્મે છે. રુદ્રનું આકર્ષણ ક્યારે પ્રેમમાં પરિવર્તિત થય ગયું તેને જ ખબર ના રહી. શિવાંગી પણ રુદ્ર તરફ ખેંચાઈ ગઈ હતી.

બધું જ સરસ ચાલી રહ્યું હતું. ત્યાં જ રુદ્રના ઘરે એના લગ્નની વાત થવા માંડે છે અને રુદ્ર અચાનક જ સાંભળે છે કે એની માટે છોકરી ગોતાય રહી હોય છે. એના મમ્મી વટથી કહેતા હોય છે કે " મારો રુદ્ર તો હું કહીશ ત્યાં જ લગ્ન કરશે. પ્રેમલગ્ન જેવું કંઈ અમારા ઘરમાં ના આવે. ભલેને દુનિયા ગમે તેટલી આગળ વધી જાય. " આ સાંભળીને રુદ્રના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. એ જલ્દીથી એના રૂમમાં જતો રહે છે. એની નજર સામે શિવાંગીનો ચેહરો ફરવા લાગે છે. એ બંનેએ સાથે વિતાવેલો સમય રુદ્રને યાદ આવવા લાગે છે અને એની આંખમાં આંસુ આવી જાય છે. એ શિવાંગીથી દુર જવા નથી ઈચ્છતો. પરંતુ રુદ્રને એના મમ્મીના બોલેલા શબ્દો કાનમાં ગુંજવા લાગે છે. રાત્રે એ નથી જમતો કે નથી શિવાંગી જોડે વાત કરતો અને શિવાંગીને યાદ કરતા કરતા જ સુઈ જાય છે અને એ મનોમન નક્કી કરે છે શિવાંગીથી દુર જવાનું. એ શિવાંગીને કોઈપણ પ્રકારની તકલીફ આપવા નહોતો ઈચ્છતો અને બીજા દિવસથી રુદ્ર શિવાંગી જોડે વાત કરવાનું ઓછું કરી દે છે. શિવાંગીને એની કમી વર્તાતી. એ વહેલી સવારથી અડધી રાત સુધી રુદ્રની રાહ જોતી, પણ રુદ્ર હંમેશા તેના કામમાં છ વ્યસ્ત રહેતો. હવે તો શિવાંગીને એમ લાગવા માંડ્યું કે પોતાની કોઈ ભૂલને કારણે રુદ્ર એનાથી દૂર જઈ રહ્યો છે. પરિણામે તે ગુમસુમ રહેવા લાગી. આખો દિવસ એક ખૂણામાં ચૂપચાપ બેસી રહેતી અને વિચાર્યા કરતી. છેવટે એણે રુદ્રને પૂછી જ લીધું, "તમે મને કેમ ઈગ્નોર કરો છો ?"

રુદ્ર: " એવું નથી, બસ હું કામમાં વ્યસ્ત છું." રુદ્ર પાસે વધારે કઈ કહેવાનો સમય નહોતો અને શિવાંગી પાસે સમય નહોતો વધારે સહેવાનો. રુદ્ર સ્વભાવે જેટલો શાંત અને પ્રેમાળ હતો, શિવાંગીને એટલી જ જલદી ગુસ્સો આવતો. આવા જ ગુસ્સામાં એણે પોતાનું બધું ફ્રસ્ટેશન રુદ્ર ઉપર ઠાલવી દીધું. આ ફ્રસ્ટેશનમાં શિવાંગીને ખૂદને નહોતી ખબર કે એ શું બોલી રહી છે કે શું કરી રહી છે. તેણે કોઈ પણ હાલતમાં રુદ્રને દૂર જવા દેવો નહોતો. પોતાના જીવનના કડવા અનુભવોથી એ થાકી ગઈ હતી, જેમાં રુદ્ર શાંતિનું પ્રતિક બનીને આવ્યો હતો. હા એ સ્વાર્થી બની રહી હતી માત્ર રુદ્ર માટે જ. અને આ સમય હતો બંનેની મધ્યે રહેલ કૂણી લાગણીઓને બહાર લાવવાનો. રુદ્ર એના આવા વર્તનથી નારાજ હતો અને ગુસ્સે પણ કે એ શું કામ આવું કરી રહી છે. આખરે શિવાંગીએ પોતાના મનની વાત કહી દીધી. I love you Rudra. શિવાંગી રુદ્રના જવાબની રાહ જોતી રહી અને રુદ્ર એટલું જ કહીને જતો રહ્યો કે, " I love you, but ઘરેથી કોઈ જ નહી માને, કોઈ જ દિવસ નહી. " શિવાંગી સ્થગિત થઈ ગઈ, એનું મન શૂન્યાવકાશ જેવું બની ગયું. એણે એક જ સમયે બે લાગણીઓને મહેસૂસ કરી હતી, ખુશી અને દુઃખ. અંતે દુઃખનું પલડુ ભારે પડ્યું અને તે તુટી પડી. જીવનના કડવા અનુભવોનો સામનો કરીને તે બહાર આવી એને જાજો સમય જ ક્યાં થયો હતો ? કે આ બીજો આઘાત એ સહન કરી શકે ?

નાનપણથી માત્રને માત્ર પ્રેમ માટે જ એ તરસતી રહેતી. જેમ જેમ મોટી થઈ, સમજતી થઈ, તેમ તેમ પ્રેમ જ તેના માટે સર્વસ્વ બનતો ગયો. "એક પ્રેમાળ ઘર" જ એનું સપનું બની ગયું. રુદ્રની સાથે હોય ત્યારે જીવનની બધી કડવી યાદો, એ કશ્મકશ, બધું જ ભૂલી જાતી. પણ હવે રુદ્ર જ એનાથી દૂર જઈ રહ્યો હતો, બસ એ ટૂટી ગઈ. ઘરનો એક ખૂણો ગોતીને બસ દિવસ અને રાત રડતી રહી. એ નહોતી સમજી શકતી કે આટલા ઓછા સમયમાં કેમ એ બંને આટલા નજીક આવી ગયા. સામે રુદ્ર પણ એટલો જ દુઃખી હતો એની શિવાંગીથી દૂર જવાને કારણે. છેવટે બંને એકબીજા સાથે વાત કરવાનું નક્કી કરે છે. રુદ્ર સમજાવી રહ્યો હતો પણ શિવાંગીને કંઈ જ નહોતું સમજવું. સ્વભાવથી જિદ્દી તો હતી જ, એટલે તેણે જિદ પકડી હતી. અંતે તેણે રુદ્રને કંઈક કહ્યું જે સાંભળ્યા પછી રુદ્ર પાસે કોઈ જવાબ નહોતો. રુદ્ર કદાચ જાણતો હતો કે ઘરેથી કોઈ નહીં માને અને એટલે જ એણે શિવાંગી થી દૂર રહેવાનું સ્વીકાર્યું હતું but રુદ્ર કદાચિત શિવાંગીને જાણતો નહોતો.

શિવાંગી: " રુદ્ર ઘરે હું વાત કરીશ. મને બસ એકવાર વાત કરી લેવા દે. તું વચ્ચે કંઈ જ ના બોલતો. તને મારા પર આટલો વિશ્વાસ પણ નથી ? "

રુદ્ર શું બોલે ? કઈ રીતે સમજાવે ? શિવાંગીની આ વાત સાંભળીને રુદ્ર અવઢવમાં હતો, તેમ છતાં આ જિદ્દી છોકરીને જોઈને એ હસતો હતો. " કેટલી જીદ્દી છે આ છોકરી ? " રુદ્રના મનમાં બસ આ જ સવાલ ભમતો હતો. શિવાંગી એ કદાચિત આ રીતે બંને વચ્ચે આવેલા અંતરને દૂર કરી દીધું હતું. ચિંતામાં તો એ પણ હતી કે શું કરશે ? કેવી રીતે કરશે ? પરંતુ આ કર્યા વગર શિવાંગી હાર માનવા તૈયાર નહોતી. આમ પણ કંઈક એવું હતું જે શિવાંગીને આ કરવા માટે મજબુર કરી રહ્યું હતું. એ દિવસ પછી બંને નો પ્રેમ દિવસેને દિવસે વધતો જ ગયો. હવે એકબીજાથી દૂર જવાનો ડર નહોતો, એટલે બંને એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગ્યા. બંને રસ્તાઓ ઉપર ફરતા, તો ક્યારેક કલાકો સુધી સાબરમતીના કિનારે બસ એમ જ બેસી રેતા. શિવાંગીને આમ બેસી રેવું ખૂબ જ ગમતું એટલે રુદ્ર હોંશે હોંશે એમ કરતો. બંને આવી જ રીતે એકબીજાના સાનિધ્યમાં સમય વિતાવતા અને આવનાર ભવિષ્યના સપનાઓ જોતા. આવા જ એક દિવસે રુદ્ર શિવાંગીને કહે છે, " શિવાંગી, કાલે આપણે મમ્મી પપ્પાને મળવાનું છે. " જેના પ્રતિઉત્તરમાં શિવાંગી " ઓકે." બોલે છે.

એ બસ આટલું જ બોલી શકી. એણે ઘણું કહેવું હતું, ઘણું પૂછવું હતું. પણ રુદ્ર જોડે રહીને એ પણ ધીરજ રાખતા શીખી ગઈ હતી. એ આખી રાત બંને જાગતા રહ્યા. ઘણી વાતો કરવી હતી પણ બંને એ જ વિચારોમાં ખોવાયેલા રહ્યા કે કાલે શું થશે ? અને આમને આમ જ આખી રાત વિતી ગઈ. બીજા દિવસે સવારે રુદ્ર શિવાંગીને એના માતાપિતા પાસે લઈ જાય છે. રુદ્રના માતાપિતા કાંઈપણ પૂછે યા રુદ્ર કાંઈપણ બોલે એ પહેલા જ શિવાંગી બોલવાનું શરૂ કરે છે. (રુદ્રને રસ્તામાં જ કહી દીધું હોય છે કે તું કઈ નહિ બોલતો.)

શિવાંગી: " મમ્મી પપ્પા, તમને બંનેને બસ એક જ વાત કહેવા માંગુ છું. મને અને રૂદ્રને અહીં જોઈને તમે એ સમજી ગયા હશો કે હું શું કહેવા માગું છું. હું બસ તમારી છોકરી બનવા માંગુ છું. એક મા નો સાથ અને પિતાનો હાથ મળી રહે એવું માંગુ છું. હું આજે ફક્ત મારી અને રુદ્રની નહીં પરંતુ આપણી બધાની વાત કરવા માંગુ છું. મારે તમારી બધાની સાથે રહેવું છે. મા નો પ્રેમ ભર્યો સાથ અને પિતાનો પ્રેમભર્યો હાથ મને હંમેશા જોઈએ છે. હું તમારી એ જ નટખટ રાજકુમારી બની ને રહેવા માંગુ છું, જેની તમે હંમેશા ઈચ્છા રાખી હોય. રુદ્ર તમારો એકનો એક દીકરો છે, તો શું તમે મને તમારી રાજકુમારી તરીકે સ્વીકારશો ? બસ બીજું તો કંઈ નહીં કહેવું. આખરી નિર્ણય તમારો જ રહેશે. જેમાં કોઈ એક શબ્દ પણ નહીં બોલે. "

રુદ્રના માતા-પિતા ને શિવાંગી ના શબ્દો સ્પર્શી તો ગયા પણ ક્યાંક એમનો અહંકાર હજી વચ્ચે આવતો હતો. ક્યાંકને ક્યાંક એટલે જ તેઓ આ વાતને સ્વીકારી નહોતા શકતા. રુદ્રના માતા-પિતાએ આવેશમાં આવીને એક નિર્ણય લીધો. તેમણે શિવાંગીનો હાથ રુદ્રના હાથમાં પકડાવીને કહી દીધું, " તમે બંને આ ઘર છોડીને જતા રહો. તમે બંને સાથે રહી શકો છો પણ અમારી સાથે નહીં. " રુદ્રને આજ વાતની બીક હતી અને રુદ્ર કઈ બોલવા જાય તે પહેલા શિવાંગી એ તેને હાથ પકડી રોક્યો. તે એવું કરવા જઈ રહી હતી જેની કલ્પના કોઈએ ન કરી હોય.

એણે રુદ્ર નો હાથ તેના મમ્મી પપ્પાના હાથમાં આપ્યો અને કહ્યું, " મમ્મી પપ્પા હું નવો સંબંધ જોડવા માંગો છું પણ જુના સંબંધો ને તોડીને નહીં. એકલા રહેવું હોત તો વાત જ ક્યાં હતી. પણ અહીંયા વાત સાથે રહેવાની છે. " એમ કહીને તે ચાલતી થાય છે. રુદ્ર તેની પાછળ જાય છે અને તેની સામે જોઈ રહે છે. રુદ્ર કઈ બોલવા જાય તે પહેલા જ શિવાંગી એને સ્ટેચ્યુ કહી દે છે. બંને થોડીવાર આંખોથી જ વાતો કરે છે. બંનેની આંખો વહી રહી હોય છે અને શિવાંગી ત્યાંથી ચાલતી થાય છે. રુદ્ર તેને બસ જતા જોઈ રહ્યો. રુદ્રા ના માતા પિતા પણ શિવાંગીને જતા જોઈ રહ્યા. કદાચ એમણે પણ આવું નહોતું વિચાર્યું.

યુદ્ધમાં હારેલા રાજાની જેમ પોતાનું બધું જ હારીને શિવાંગી એકલી રોડ પર એકદમ નિરાશ બનીને ચાલતી હોય છે. હવે એના જીવનમા કઈ જ બાકી રહ્યું નથી. ઘરે આવ્યા બાદ બેડ પર એક નિર્જીવ ની માફક એ ઢળી પડે છે. બીજી તરફ રુદ્ર પણ એકદમ ખામોશ થઈ જાય છે અને ઘરના એક ખૂણામાં બેસી રહે છે. કોણ જાણે બંનેમાં ક્યાંથી આવી ધીરજ આવી હશે કે બંને કંઈ જ ન બોલ્યા. શિવાંગી તો ક્યાં આવી હતી ? એનામાં બધી ધીરજ રુદ્ર એ જ ભરી હતી. રુદ્રના મમ્મી-પપ્પા પણ રુદ્રને આમ જોઈને દુઃખી થાય છે. બીજે દિવસે સવારથી રુદ્ર ઉઠ્યો ત્યારનો બસ કામ કરતો હતો. કાંઈ જ બોલવાનું નહીં. જાણે હંમેશા માટે મૌન રાખ્યું હોય એમ. પણ ના, એના શબ્દોનું કારણ શિવાંગી હતી. પણ હવે એ એની સાથે નહોતી, તો એના શબ્દો ક્યાંથી હોય ? શિવાંગી તો હજી એના ટેડીબેર સાથે બેડ પર જ પડી હતી. આજે તેણે બધું જ ગુમાવ્યું હતું. રુદ્ર, પોતાના સ્વપ્નો, પોતાનો વિશ્વાસ બધું જ. આજે તે એક દમ ખાલી થઈ ગઈ હતી. બીજી બાજુ રુદ્રના માતાપિતા તેને આમ જોઈ શકતા નથી. તેમને વારંવાર શિવાંગીના શબ્દો યાદ આવે છે અને તેઓ એક નિર્ણય લે છે.

રુદ્ર તેના માતાપિતા સાથે શિવાંગીના ઘરે જાય છે. સાંજનો સમય થતો હતો તોય શિવાંગી ગઈ કાલની નિર્જીવની જેમ પડી હતી. રુદ્ર તેને જોઈને ખૂબ જ દુઃખી થાય છે. એની નટખટ શિવું એક નિર્જવ વસ્તુ જેવી બની ગઈ હતી. રુદ્ર હજી કઈ બોલે કે કઈ કરે તે પહેલા રુદ્રના મમ્મી આગળ વધે છે અને શિવાંગી પાસે જઈ તેની બાજુમાં બેસી ગયા અને ખૂબ જ પ્રેમથી એની માથે હાથ ફેરવવા લાગ્યા. આમ થવાથી શિવાંગી અચાનક જ તંદ્રામાંથી જાગી જાય છે અને ત્યાં ઉપસ્થિત સૌ સામે આશ્ચર્યથી જોઈ રહે છે. રડીરડીને સોજી ગયેલી આંખો અને નિસ્તેજ ચહેરો જોઈને રુદ્રની આંખોમાં આંસુ આવી ગયા. શિવાંગી રુદ્ર તરફ જોવે છે જાણે કંઈક સમજવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જ રુદ્રના મમ્મી શિવાંગીના માથે હાથ ફેરવતા ફેરવતા બોલે છે, " અમે અમારી રાજકુમારીને લેવા આવ્યા છીએ. અમારી રાજકુમારી અમને અમારી સાથે જોઈએ છીએ. " શિવાંગી થોડીવાર રુદ્ર તો થોડીવાર રુદ્રના મમ્મી તરફ અચરજ ભરી નજરે જોઈ રહે છે. રુદ્ર શિવાંગી તરફ જોઈ મૂક સંમતિ આપતો હોય એમ માથું હલાવે છે. આ જોઈને શિવાંગીની આંખોમાં હર્ષના આંસુ આવી જાય છે અને તે રુદ્રના મમ્મીને વળગી જાય છે.


એક પ્રેમ આવો પણ.

બીજા રસપ્રદ વિકલ્પો