એક છોકરી મમ્મી ની જાન ,પપ્પા ની શાન,
છતાંય દુનિયા ના પ્રશ્નો થી છે પરેશાન...
" દુનિયા ના પ્રશ્નો..?"
સપનાઓ એ પણ જોઈ શકે છે સાકાર એ પણ કરી શકે છે, બરાબરી એ પણ લઈ શકે છે...પણ એના માટે એને સામનો કરવો પડે છે એક પ્રશ્ન નો કે દુનિયા છું કહેશે...અને વાત બસ માત્ર ત્યાં આવીને જ અટકી જાય છે
યાર જવા દે ને છોકરી છે એ શું કરશે?
અરે ૧૨ સુધી તો બહુ છે એ આગળ ભણી ને સુ કરશે?
અરે આ પ્રશ્ન તમે કરો છો ? શું તમે આગળ ભણી આઇપીએસ કે પીએસઆઈ ના બની શક્યા એટલે..? અરે એ કદાચ આગળ ભણી તમારા થી આગળ નીકળી જશે એનો ડર તો નથી ને? કે પછી ગરમાગરમ જમવાનું કોણ બનાવી આપશે એની ચિંતા..?શું નથી ને આ પ્રશ્નો નાં જવાબો...?
અરે રેવા દે છોકરી છે આ ફિલ્ડ માં ના જ જવાય...
એવું કેમ, તમે પણ જાણો છો કે આજે છોકરીઓ દરેક જગ્યા ઉપર પોતાની ફરજ બજાવી જ રહી છે તો આ સવાલ ક્યાં સુધી વ્યાજબી લાગે છે...કે પછી એ છોકરાઓની બરાબરી કરી શકે એ તમને હજમ નથી થતું?ફિલ્ડ કંઇ છે એ કંઇ મેટર નથી કરતું, તમારી મેન્ટલી ટી જ ત્યાં અટકી રહી છે...
અરે, ટ્રાવેલિંગ આ કેવી રીતે કરશે...?આ પ્રશ્ન કરતા પહેલા વિચાર નાં આવ્યો કે અવકાશ માં જનાર પહેલી વ્યક્તિ કલ્પના ચાવલા હતી અને એ પણ એક છોકરી જ હતી ને કેમ..?છોકરીઓ છોકરા સાથે ખભે ખભો મિલાવીને બધું જ કરી શકે છે વાત માત્ર હિંમત થી તમારા આવા નકામા પ્રશ્નો નો સામનો કરવાની જ છે...અને એની સાથે પણ આજે છોકરીઓ આગળ નીકળી જ ગઈ છે....
૩ કલાક નો સફર આ કેમનો કરશે? કેમ ૩૧ દિવસ ૧૪ કલાક અને ૫૪ મિનિટ ની અંતરિક્ષ માં સફર કરનારી એક છોકરી જ હતી ને...ડર એનામાં નથી હોતો પણ એને લોકો જીવતો કરે છે, બાકી મોત ને સાથે લઈ જનારી એક દીકરીનું સાહસ જ આ બતાવી દે છે કે એક છોકરી ધારે તો કંઇ પણ કરી શકે છે....
મોડેલિંગ તો થાય જ નહિ યાર દુનિયા શું કહેશે?
પહેરશે એ શોર્ટ્સ કપડાં...નાં યાર બધા લોકો જોશે... .. ટોપ મોડલ માં ભાગ લઈ જીતનાર ભારત દેશ ને પ્રેસંટ કરનાર મિસ વર્લ્ડ ૧૯૯૪ નો કિતાબ જીતનાર એશ્વર્યા રાય બચન પણ એક છોકરી જ હતી એ પણ કોઈની દીકરી જ હતી...વાત કપડાં ની ના કરો જ્યારે ખરાબી તમારી નજર માં હોય...
જો એ ૯ તો ૫ ની જોબ કરશે તો આ ઘરનું કામ કોણ કરશે?બસ આ એકમાત્ર કારણ હોય શકે કે તમે એમને રોકી શકો...અને એક સ્ત્રી કામ સાથે પણ ઘરનું ધ્યાન રાખી શકે છે એ પણ પુરુષ થી પણ સારી રીતે બસ એને પરિવાર નો સાથ મળવો જોઈએ તો એ સપના પણ સાકાર કરશે અને ઘર પણ...એ જ વાત મિશન મંગળ માં વિદ્યા બાલન ના કિરદાર પરથી શીખવા મળે છે ...
આટલા બધા પ્રશ્નો નો સામનો કરીને પણ એક સ્ત્રી હવે ઘરની ચાર દિવાલ માં નથી એ જ એની સફળતા છે....માત્ર એટલું જ કહેવા માંગીશ કે સવાલ કરતા પહેલા એને સમજો...અને એક સ્ત્રી ને સફળ થવા માટે કે એના સપનાં પૂરા કરવા માટે એનો પરિવાર એની પડખે ઉભો હોય....અને આ દુનિયા ના દરેક પ્રશ્ન ના જવાબ એ એની સાથે આપી શકે એટલું જ એના માટે કાફી છે...બાકી તમે પણ જાણો છો અને હું પણ કે ના આમ ની સોચ બદલાશે ના નજરિયો કે ના એમના પ્રશ્નો.........