સહજીવન - 2 Chetan Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સહજીવન - 2

ચેતન ભટ્ટ આ જ હતી મારા જીવન ની પહેલી સફળતા .. ખરેખર નહિ એક સફળતા તમને બધાજ ભૂતકાળ ના સંઘર્ષ ને ભૂલી ને જીવન માં આગળ વધવાની પ્રેરણા આપે.....

મારા કલાસ ના બધાજ વિદ્યાર્થી ઓ માટે તો આ એક આશ્ચર્ય પમાડે એવી જ વાત હતી....આજ સફળત એ મને મારા ક્લાસ માં એક એવરેજ વિદ્યાર્થી માં થી હોશિયાર વિદ્યાર્થી તરીકે ઓળખ આપી ....મારા ક્લાસ ની મોટાભાગ ની વિદ્યાર્થિની ઓ હવે મને એક સારા અને હોશિયાર વિદ્યાર્થી તરીકે ઓળખતી થઈ . હવે મારી નોટ્સ પણ માગવાની શરૂઆત થઇ.

આજ અરસા માં મારા ક્લાસ માં વૈશાલી એ ક્રિષ્ના ની ખાસ બહેનપણી . જે ક્લાસ માં સૌથી વધુ હોશિયાર જે ને પાછળ પાડી ને મે આખા કલાસ માં પ્રથમ નંબર મેળવ્યો હતો. આ જે થયું એના મૂળ માં તો ક્રિષ્ના સાથે વધારે નજદીક આવવાનો અવસર મળ્યો ... જે વૈશાલી મને એવરેજ વિદ્યાર્થી માનતી હતી એ જ આજે મારી નોટ્સ માંગતી હતી . અમે ત્રણેય વધારે સમય મળવા લાગ્યા.

અમે જ્યારે મળતા ત્યારે અભ્યાસ ની વાતો સાથે જીવન ના બીજા પાસો વિશે પણ વાતો કરતાં. મારુ ધ્યાન ક્રિષ્ના ને નીરખવામાં જ હતું. મારા ઘર માં પ્રેમ તો ક્યારેય કોઈ એ કર્યો જ નહોતો . એટલે એવું તો વિચારવાનો અવકાશ જ નહોતો . ક્યારેક થતું કે મમ્મી કહી દઈએ પપ્પાને ને તો કહી જ ના શકાય ... મમ્મી મારી વહાલી મમ્મી અમારા ઘર માં એકજ સ્ત્રી કારણ કે અમે પપ્પા ના કુટુંબ થી અલગ રહેતા . અમારા સંબંધો મારા પપ્પા ના કુટુંબ સાથે સામાન્ય જ હતા. બધા મારા પપ્પા ના કુટુંબ ના વ્યક્તિ ઓ મમ્મી ને વધારે પસંદ નહોતા કરતા કારણ કે અમે અલગ રહેતાહતા .... દાદા અને અમારા બા શારદા બા અમને ખુબ પ્રેમ કરતા પણ મારા બાપુજી ના બાળકો કરતા ઓછો જ રહેવાનો એ તો અમ સ્વીકારી જ લીધું હતું. એમને એ વસવસો હતો કે અમારો પરિવાર એમની સાથે રહેતો નથી. અને જ્યાં રહેતા હતા ત્યાં ના વાતાવરણ ને કારણે અમારી વિચારસરણી બદલાઈ ગઇ હતી. અમે એક સ્વતંત્ર અને મુક્ત વિચારસરણી ધરાવતા હતા મારા મમ્મી ના કુટુંબ ના બધાં મુક્ત વિચારસરણી ધરાવતા હતા .

આ સમય દરમિયાન સ્કૂલ માં એક નવો જ આત્મવિશ્વાસ આવ્યો. નવમા ધોરણ ની વાર્ષિક પરીક્ષા માં રિઝલ્ટ આવ્યું. . ત્રીજો નંબર આવ્યો પહેલા નંબર પર આવવા ખુબ મહેનત કરી પણ સફળ ના થયો વૈશાલી જ પહેલા નંબરે આવી . દસમા ધોરણ માં મહેનત ખુબ કરી પણ અફસોસ ધાર્યા ગુણ ના આવ્યા . મારા પપ્પા ના કુટુંબ માં કોઈ દસ પાસ નહોતું થયું એટલે પપ્પાને તથા મમ્મી ને ખુબ ખુશી થઇ કારણ કે મારા બાપુજી ના કુટુંબ માં કોઈ દસ પાસ નહોતું થયુ .

અને રહેતા હતા મીયાગામ માં અને આગળ ધોરણ માં ભણવા માટે કરજણ જવું પડતું તેથી અગિયાર માં ધોરણ માં એન બી હાઈસ્કૂલ બમાં પ્રવેશ લીધો કોમર્સ લાઈન માં. મઝા આવી ખબર નઈ પણ એકાઉન્ટ માં. ભણવા ની મઝા આવી બેલેન્સ શીટ સાથે રમવાની ખૂબ મઝા આવતી. સાથે ક્રિષ્ના એ પણ આર્ટસ મા પ્રવેશ લીધો હતો. બસ એમને જોવાની મઝા આવતી વાત તો બહુ જ પહેલા થી થતી નહિ . એજ અરસા માં અમારા કુટુમ્બ સૌથી પહેલો પ્રસંગ આવ્યો મારા બાપુજી ની સૌથી મોટી દિકરી એટલે હેતલ અમારી બહેન .

વધુ આવતા અંકે..... ક્રમશ

જોડાયેલા રહે જો પ્રથમ વાર પ્રયત્ન કરી રહ્યો છું .,.....