અનજાન - એક રહસ્ય - 1 Vasava Subh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનજાન - એક રહસ્ય - 1

પ્રકરણ - 1


સી વિ કોલેજ ના વિદ્યાર્થીઓ ને આજે ગાઢ જંગલ માં ટ્રેકિંગ માટે લઈ જવા માં આવી રહ્યા છે . કુલ 45 વિદ્યાર્થીઓ આમાં જોડાયા છે . નીલ કોલેજ નો હોશિયાર અને સવ નો ચાહિતો છોકરો , બધા કાર્યક્રમ માં એની હાજરી અને એનું યોગદાન અચૂક રહે જ , કોઈ પણ પ્રવૃત્તિ માં નીલ ભાગ ન લે એવું બનેજ નહિ . કોલેજ માં બધી છોકરીઓ નો ક્રશ હતો, નીલ દેખાવડો પણ એટલોજ જાણે કોઈ રાજકુમાર !
ટ્રેકિંગ માટે બસ ઉપડે છે અને બધા વિદ્યાર્થીઓ આનંદિત લાગતા હતા ગીતો ગાતા હતા ,મસ્તી કરતા હતા અને સફર ની મોજ માણતા હતા
બસ જંગલ ની બહાર એક હોટેલ આગળ આવી ને ઉભી રહે છે , ત્યાં બધા ઉતરી ને ચા - નાસ્તો કરે છે થોડો આરામ કરે છે અને પછી બીજા દિવસે સવાર ના ચાર વાગ્યા થી એમની ટ્રેકિંગ સરું થાય છે જંગલ ખૂબ જ ગાઢ અને બિહામણું લાગતું હતું એટલા માટે જંગલ માં કોઈ રસ્તો ન ભૂલાય તે માટે એક ગાયs પણ સાથે લીધો હતો આમ એક દિવસ , બે દિવસ , ત્રણ દિવસ ટ્રેકિંગ ચલુજ છે .
મસ્તી માં અને મસ્તી માં નીલ અને તેના કેટલાક મિત્રો નું ગ્રુપ અધ્યાપકો અને અન્ય વિદ્યાર્થીઓ થી છૂટું પડી જાય છે .
નીલ અને તેના મિત્રો જંગલ માં ફર્યા કરે છે પણ તેમને રસ્તો મળતો નથી ઘણા પ્રયત્નો કર્યા બાદ તેઓ એક ઝરણાં નજીક પોહચે છે અને ત્યાં આરામ કરવા નું વિચારે છે.
તે જ સમયે આર. કે કોલેજ માંથી આવેલા વિદ્યાર્થીઓ ની એક ટુકડી જે એમના અધ્યાપકો થી છૂટ પડી ગય હતી તે ત્યાં પોહચે છે ત્યારે એક મોટા પત્થર સાથે અથડાતા મીરાં ના પગ માં મોચ આવી જાય છે અને તે બેહોસ થઈ જાય છે , નીલ અને તેના મિત્રો નો અવાજ સાંભળી ને મીરાં ના મિત્રો માંથી જય નામ નો છોકરો ત્યાં પોહ્ચે છે અને મદદ માંગે છે ,નીલ અને તેના મિત્રો ત્યાં પોહચી ને જોવે છે, મીરાં ના માસૂમ અને આકર્ષક મુખ ને જોઈ ને નીલ સ્તબ્ધ બની જાય છે , મીરાં રૂપ રૂપ નો અંબાર હતી ઘાટીલો દેહ , કાળા રેશમી વાળ ગુલાબી ગાલ અને એટલીજ ચંચળ સ્વભાવ ની હતી મીરાં.
નીલ જે છોકરી ને રોજ બસસ્ટેન્ડ એ જોતો હતો એ છોકરી આ મીરાં જ હતી નીલ ના હદય માં મીરાં એ પેહલા થીજ જગ્યા બનાવેલી હતી , નીલ મીરાં ના ચેહરા પર પાણી છાંટી ને તેને હોશ માં લાવે છે મીરાં હોશ માં આવી ને પેહલા જ નીલ ને જોવે છે તે થોડી ગભરાય જાય છે પછી મીરાં તેના મિત્રો ને જોવે છે તો તેને થોડી રાહત મળે છે મીરાં ના હોશ માં આવતા જ જય મીરાં પાસે બેસી ને તેના ગાલ પર હાથ મૂકી ને તેને પૂછે છે કે મીરાં તું ઠીક તો છે ને આ જોઈ ને નીલ ને જય ની અદેખાઈ થઇ છે , મીરાં જવાબ આપે છે હા હું હવે ઠીક છું પણ મારા પગ માં મોચ આવી ગઈ છે તો હું ચાલી શકું તેમ નથી .
જય મીરાં ને સહારો આપી ને ઉભી કરવા નો પ્રયત્ન કરે છે પરંતુ જય પાસે ભારે બેગ હોવા થી તે મીરાં ને ઉભી કરી શકતો નથી તો નીલ મીરાં ને સહારો આપી ને ઉભી કરે છે અને તેઓ સાથે સફર શરૂ કરે છે .
નીલ મીરાં ને પોતાની આટલી નજીક જોઈ ને દિલ માં ખુશી થી ઉછાળા મારે છે પણ બહાર થી કઈ દેખવા દેતો નથી રાત થાવ આવી હતી એટલે કોઈ સુરક્ષિત જગ્યા શોધવા બધા જલ્દી જલ્દી ચાલે છે પરંતુ મીરાં થી ચાલતું ન હોવા થી નીલ તેને ઊંચકી લે છે , અને તેઓ રાત થઈ ગઈ હોવા થી એક ઝાડ નીચે રાતવાસો કરે છે આગ સળગાવે છે અને જે કંઈ ખાવા નું હતું તે વેહચી ને ખાય છે ,પછી બધા આરામ કરે છે , સવાર થાય છે બધા સૂતા હોય છે અને નીલ જાગી જાય છે મીરાં ની પાસે પોહચી ને તે મીરાં ના પગને જોર થી કડાકો બોલાવી ને તેની મોચ સરખી કરે છે ,કડાકા ના દુઃખાવા થી મીરાં એક દમ જાગી જાય છે અને જોર થી ચિસ પડે છે મીરાં ની ચીસ સાંભળી ને બધા જાગી જય છે.
જય નીલ ને ખરી ખોટી સંભળાવે છે ત્યારે મીરાં તેને રોકે છે અને કહે છે કે એને તો મારી મોચ સરખી કરી છે તું અને કઈ ના બોલીશ જય ને આ ગમતું નથી પરંતુ તે ચૂપ થઈ જાય છે અને એ દિવસે પણ તે બધા ખૂબ ફરે છે પણ તેમને જંગલ ની બહાર જવા નો રસ્તો મળતો નથી ઉલ્ટા તેઓ વધારે ગાઢ જંગલ તરફ પોહચી જય છે .
હવે રાત થવા આવી હોવા થી તેઓ રાતવાસો કરવા માટે આગ સડગાવવા માટે લાકડા શોધે છે અને આગ સળગાવે છે અને બધા આરામ કરે છે નીલ મીરાં ને જ જોઈ રહ્યો છે અને સ્વપ્ન માં સારી પડે છે રાત્રિ ના બે વાગ્યે આકાશ ને કોઈ અવાજ સંભળાય છે અને તે ઊઠી ને તે જવાજ તરફ જાય છે, કોણ છે ત્યાં ? આવો સાદ પડે છે પણ કોઈ જવાબ આપતું નથી સૂકા પાંદડા પર કોઈ ચાલતું હોય તેવો અવાજ આવે છે આકાશ તે અવાજ તરફ જય છે અને અચાનક તેની સામે કોઈ આવી જય છે અને તેની આંખો ફાટી જાય છે તે પરસેવા થી નહવાય જાય છે ,તેની આંખો માં ભયાનક ડર દેખાય રહ્યો છે .
આખરે કોણ છે એ જેને જોઈ ને આકાશ ની આંખો માં આ ડર દેખાય રહ્યો છે જાણવા માટે વાચતા રહો મારી વાર્તા "અનજાન - એક રહસ્ય".