Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-27



(આયાન અને કિઆરા આયાનના ઘરે પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યા હતાં.એલ્વિસ અને કિઅારા એકબીજાથી દુર રહ્યા.અનાયાસે તે બંને આયાનના ઘરે મળ્યાં.કિઆરા અને આયાન તેમના પ્રોજેક્ટ માટે હર્ષવદનના મુવીના શુટીંગ પર તેમના પ્રોજેક્ટ માટે જશે.)

એલ્વિસ અને કિઆરા પોતપોતાની હોશિયારી પર ખુશ થઇ રહ્યા હતાં. આયાન કિઆરા શું કરવા મથી રહી હતી તે સમજવાની કોશીશ કરી રહ્યો હતો જ્યારે વિન્સેન્ટ આવતીકાલે શુટીંગમાં થવાવાળી ધમાલ વિશે વિચારી રહ્યો હતો.બધાં પોતપોતાના વિચારોમાં મહાલતા છુટા પડ્યાં.

બીજા દિવસે એલ્વિસ ખૂબજ ઉત્સાહિત હતો.તેનો પ્લાન કારગત નિવડ્યો હતો.કિઆરા સેટ પર આવશે તે વાત જ તેને રોમાંચિત કરી રહી હતી.તેણે નક્કી કર્યું કે તે કિઅારાને પોતાના મનની વાત કરીને જ રહેશે અને તેને સમજાવશે કે તે જેવી છે તેવી જ સારી છે.

આજે એલ્વિસ ખૂબજ સરસ રીતે તૈયાર થયો હતો.ઓફ વ્હાઇટ કલરનું ડિઝાઇનર ફોર પોકેટ પેન્ટ,તેની પર પીચ કલરનો શર્ટ જેના ઉપરના બે બટન ખુલ્લા હતા.તેની પર પેન્ટના કલરનો જ ડિઝાઇનર જેકેટ.તેણે આજે તેના વાળને ખૂબજ સુંદર રીતે સ્ટાઇલ કરેલા હતાં.તેને આ અંદાજમાં જોઇને વિન્સેન્ટે સીટી મારતા કહ્યું,"વાહ મારા ડેશિંગ સુપરસ્ટાર,આજે તો કિઆરા ક્લિનબોલ્ડ થઇ જશે."જવાબમાં ડેશિંગે એક મોહક સ્મિત આપ્યું.

ફાઈનલી તે લોકો શુટીંગના સ્થળે પહોંચ્યા.ત્યાં તેની અને અકીરાની નજર મળી.અકીરા એલ્વિસને કઇંક કહેવા માંગતી હતી પણ એલ્વિસ તેને ઇગ્નોર કરીને ચાલ્યો ગયો.થોડીક વારમાં એલ્વિસ અને તેના આસિસ્ટન્ટે અજયકુમાર અને અકીરાને કોરીયોગ્રાફી સમજાવીને સ્ટેપ્સની પ્રેક્ટિસ કરાવવા લાગ્યો.

બપોરનો સમય થવા આવ્યો હતો પણ કિઆરા અને આયાન આવ્ય‍ા નહતા.અંતે તેમની પ્રતિક્ષાનો અંત આવ્યો.લંચના સમય પછી એક મોંઘી ગાડી આવીને ઊભી રહી જેમાથી આયાન ઉતર્યો.તેણે બીજી તરફ જઇને કિઆરાને ઉતરવા કહ્યું પણ કિઆરા ના કહી રહી હતી.

થોડીક મિનિટોની આનાકાની પછી કિઆરા ગાડીમાંથી ઉતરી.એલ્વિસની નજર કિઆરાને જોવા તરસી રહી હતી.કિઆરા ગાડીમાંથી ઉતરી.તેને જોઇને એલ્વિસ તેને જોતો જ રહી ગયો.કિઆરાને આ અંદાજમાં પહેલા ક્યારેય નહતી જોઈ.બ્લુ કલરના લોંગ ગાઉનમાં તે કોઈ ફિલ્મી હિરોઈનને ટક્કર મારે તેટલી સુંદર લાગી રહી હતી.પગમાં હિલ વાળા સેન્ડલ પહેર્યા હતા.તેના કાનમાં નાનકડા ડાયમંડ ઇયરરીંગ હતી,તેના વાળ ખુલ્લા હતા.ચેહરો મેકઅપના કારણે નહીં પણ ગુસ્સાના કારણે લાલ હતો.આયાન સામે ઘુરકિયાં કાઢતી તે અંદર આવી.

કિઆરાનું ધ્યાન એલ્વિસ પર ગયું કે જે અકીરાનો હાથ પકડીને તેને સ્ટેપ્સ ડાન્સ શીખવાડી રહ્યો હતો.કિઆરાને વધારે ગુસ્સો આવ્યો.

વિન્સેન્ટ તેને મળવા માટે ગયો.કિઆરા વિન્સેન્ટને જોઇને ખુશ થઇ ગઇ.તે તેના ગળે લાગી.

"વાહ કિઆરા!તું ખૂબજ સુંદર લાગી રહી છે.મને નહતી ખબર કે તને આ રીતે તૈયાર થવું ગમતું હશે."વિન્સેન્ટે પુછ્યું.

કિઆરાએ ગુસ્સામાં પોતાના વાળની એક લટ ફુંક મારીને ઉડાડી અને કહ્યું,"આ બધું આયાનના બચ્ચાના કારણે થયું.

રોજ કોલેજમાં અમારે બે લેકચર હોય છે અને પછી અમારે પ્રોજેક્ટ પર કામ કરવાનું.મે તો રોજ પ્રમાણે જીન્સ અને તેની ઉપર બ્લુ કલરનું કોલરવાળું ટીશર્ટ પહેર્યું હતું.લેકચર ખતમ થયું અને હું ગેટ તરફ ગઇ જ્યાં મારો ડ્રાઇવર ગાડી સાથે મારી રાહ જોઇ રહ્યો હતો.આયાનનો બચ્ચો મારી પાછળ પાછળ આવતો હતો.તેનું ધ્યાન મોબાઇલમાં હતું.હું બે મિનિટ માટે શુ લેસીસ બાંધવા ઊભી રહી અને તેનું ધ્યાન નહતું કે હું ઊભી રહી છું અને ઇડિયટ મને અથડાઇ ગયો.

તમને ખબર છે વિન હું તેના ધક્કાથી ત્રણ ફુટ આગળ પડી જ્યાં એક નાનકડું કિચડનું ખાબોચિયું બનેલું હતું.મારા બધા કપડાં અને મોઢું કિચડ વાળું થઇ ગયું."

"ઓહ તો તો આયાનને તો બહુ પડી હશે નહીં?"વિન્સેન્ટ હસતા હસતા બોલ્યો.

"હા,એકાદ તો તેને પડી પણ હું કપડાં બદલવા ઘરે જઇ શકું એમ નહતી.તો કોલેજની બાજુમાં જ એક ડિઝાઇનર શોરૂમ હતો.ત્યાંથી મે આ વેશ કાઢ્યો.આ આયાનની પસંદગી છે.કેટલા અનકમ્ફર્ટેબલ છે આ કપડાં.આ બધી મોડેલ્સ અને હિરોઇન કેવી રીતે પહેરતી હશે.હું આટલામાં જ કંટાળી ગઇ."કિઆરા નાકનું ટેરવું ચઢાવતા બોલી.

તેટલાંમાં આયાન આવ્યો.તે કિઆરાને હર્ષવદન પાસે લઇને ગયો.

" આવો ચાર્મિંગ બોય આયાન અેન્ડ બ્યુટીફુલ કિઆરા.હું શું મદદ કરી શકું છું ?"હર્ષવદને પુછ્યું.

"સર,અમને એક પ્રોજેક્ટ મળ્યો છે જેમા અમારે બોલીવુડ અને ક્રાઇમ પર એક રિપોર્ટ બનાવવાનો છે."કિઆરાએ કહ્યું.

"તો સર શું અમને તમે તેના વિશે કઇંક જણાવી શકશો?"આયાને કહ્યું.

"આમ તો હું તમને બોલીવુડનું ક્રાઇમ સાથે કનેક્શન વિશે કેમ જણાવું?પણ તું અપૂર્વનો દિકરો છે એટલે આપણા ઘરનો જ દિકરો.તને મદદ જરૂર કરીશ.

બોલીવુડ અને ક્રાઇમનો સંબંધ એવો મજબુત છે જાણેકે વર્ષો જુના દોસ્તો.સિક્કાની બે બાજુની જેમ એકબીજા સાથે સંકળાયેલા છે.બોલીવુડની મોટાભાગની ફિલ્મોમાં અંડરવર્લ્ડના બે નંબરના રૂપિયા લાગેલા છે.આ બધાં મોટા મોટા હિરો,હિરોઈનો,ડાયરેક્ટર અને પ્રોડ્યુસર તેમના ઈશારા પર નાચતા હોય છે.
તે સિવાય ડ્રગ્સ,હાલમાં આ ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું દુષણ બની ગયું છે.અમુક હિરો કે હિરોઇન જ્યાં સુધી નશોના કરેને ત્યાંસુધી એકટીંગ જ ના કરી શકે.
આ ડ્રગ્સ ક્યાંથી આવે છે?અંડરવર્લ્ડમાંથી.તેમના વગર બોલીવુડનું કોઇ અસ્તિત્વ જ નથી."

હર્ષવદનજીએ તેમને તેના વિશે ઘણાબધા ઉદાહરણ અાપીને સમજાવ્યું.
"ઓહ વાઉ!થેંક યુ સર.ઘણુંબધું ઉપયોગી જાણવા મળ્યું."કિઆરા આ બધાં પોઇન્ટ પોતાના લેપટોપમાં લખતા બોલી.

"હજી એક મહત્વનો મુદ્દો છે.જેના વિશે આ સેટ પરના ત્રણ લોકો વિસ્તૃત માહિતી આપી શકશે.એલ્વિસ,અકીરાની માઁ મધુબાલા અને અમારા સેટના સૌથી ઉંમરલાયક સ્પોટદાદા."હર્ષવદને કહ્યું.

"કયો મુદ્દો?"

"કાસ્ટીંગ કાઉચના નામે સ્ત્રીઓનું શોષણ.એલ્વિસ ખરેખર સોનાના હ્રદયનો માણસ છે.તને ખબર છે તે કેટલાય વર્ષોથી આ દુષણ નાબુદ કરવા એકલા હાથે લડે છે.અકીરાને અજયકુમારના ચંગુલમાંથી તેણે જ મુક્તિ અપાવી.તો પણ અકીરાએ આવું કર્યું.તને ખબર છે તેણે અકીરાને મારા માટે,મારું નુકશાન ના થાય તેના માટે માફ કરી.ઘણાબધા રૂપિયા લાગેલા છે મારા.જો હવે અકીરાને કાઢુ તો ખૂબજ નુકશાન થાય.હિ ઇઝ ગ્રેટ મેન."

કિઆરા એલ્વિસના ગુણો વિશે સાંભળીને ખૂબજ ખુશ થઇ.તે લોકો ત્યાંથી નીકળ્યાં.

"કિઆરા,તું મધુબાલાજીને મળ અને હું એલ્વિસજીને મળું."આયાન કિઆરાને એલ્વિસથી દુર રાખવા માંગતો હતો.કિઆરાના મનમાં કઇંક બીજું જ ચાલતું હતું.

તેણે આયાનની વાત માની અને તે અકીરાની વેનિટીવેન તરફ ગઇ.તેની અંદરની તોફાની કિઆરા જાગી ગઇ.તેણે બેગની અંદર એક નાનકડી પડીકી પર હાથ મુક્યો.તેણે દરવાજો ખખડાવ્યો.મધુબાલાએ દરવાજો ખોલ્યો સામે કિઆરાને જોઇને મોઢું બગાડ્યું.તેટલાંમાં જ હર્ષવદનનો ફોન આવ્યો.તેમણે કહ્યું કે કિઆરાને તેના કાસ્ટીંગ કાઉચના અનુભવ વિશે જણાવે.

મધુબાલા તેને કમને અંદર લઇ ગઇ.તેણે જોયું કે ડાન્સ રિહર્સલ કરીને આવેલી અકીરા કપડાં બદલી રહી હતી અને પછી તે મેકઅપ કરાવશે.
"જી મધુબાલા આંટી,સરે કહ્યું કે તમે કાસ્ટીંગ કાઉચ વિશે જણાવશો."કિઆરાએ પુછ્યું.આ નામ સાંભળતા જ મધુબાલાની સામે તેની ભુતકાળની કડવી યાદોં આવી ગઇ.જે તેની આંખમાં આંસુ લાવી ગઇ.

"મે બોલીવુડમાં હિરોઈન બનવાના સપના સાથે પગ મુક્યો હતો પણ હું હંમેશા એક સાઇડ હિરોઈન બનીને રહી ગઇ.તે સમયે મને ઘણીબધી ઓફર આવી હતી કે એક રાતનું કોમ્પ્રોમાઇઝ અને મોટી ફિલ્મ પણ મારું મન નહતું માનતું.તે સિવાય સેટ પર હિરો,ડાયરેક્ટર અને ડાન્સ દાદાના અણછાજતા સ્પર્શનો સામનો તો કરવો જ પડતો.બસ મે કોમ્પ્રોમાઇઝ ના કર્યું એટલે હું રહી ગઇ."
"તો તમે આટલું સહન કર્યું છતાં પણ તમારી દિકરીને આ જ ફિલ્ડમાં કોમ્પ્રોમાઇઝ કરવા કેમ મોકલી?"કિઆરાના વેધક પ્રશ્ન સાંભળી તે આઘાત પામી અને એક્સક્યુઝ મી કહીને અંદર જતી રહી.કિઆરાને જે તકની રાહ હતી તે આટલી સરળતાથી મળશે તે નહતું વિચાર્યું.અકીરા વોશરૂમમાં ફેશવોસ કરવા ગઇ હતી.કિઆર જલ્દી તેના મેકઅપ ના સામાન રાખ્યો હતો ત્યાં ગઇ.તે પડીકી ખોલીને અકીરાના બધાંજ મેકઅપના બ્રશ પર પડીકીમાં રહેલા પાવડર લગાવ્યો અને તેના મેકઅપમાં તે પાવડર છાંટી અને પાછી પોતાની જગ્યાએ બેસી ગઇ.

અહીં આયાન એલ્વિસના વેનીટીમાં આવ્યો.એલ્વિસ રીલેક્ષ થઇ રહ્યો હતો.
"એલ્વિસ સર,હર્ષવદન સરે કહ્યું કે તમેકાસ્ટીંગ કાઉચ વિશે મને જાણકારી આપશો."આયાને કહ્યું.

"યે આ ગયા બકરા સામને સે કટને કે લીયે.તેરા ક્યાં હોગા રે આયાન.મારી કિઆરાની નજીક જવાની કોશીશ કરીશ?"એલ્વિસ મનમાં ખુન્નસથી બોલ્યો.

"અરે દોસ્ત,બધું જ જણાવું તને પણ તું બેસ તો ખરા.પહેલા ચા નાસ્તો કે કઇ થઇ જાય.અપૂર્વ ક્યારેય મને જમાડ્યા વગર નથી મોકલતા.તને હું નાસ્તો તો કરાવી શકુંને?અરે વિન્સેન્ટ,ચા નાસ્તા માટે છોટુંને કહે તો."એલ્વિસે વિન્સેન્ટને કહ્યું.વિન્સેન્ટ તેની વાત સમજી ના શક્યો.તેણે છોટુંને કહ્યું.છોટું પણ જાણે વિન્સેન્ટના ફોનની રાહ જોતો હોય તેમ બીજી જ ઘડીએ ચા ,વડાપાઉં,પિઝા અને ઘણુંબધું લઇને આવ્યો.છોટુંના ચહેરા પરની સ્માઇલ વિન્સેન્ટ સમજી ના શક્યો.

"સર,આની કઈ જરૂર નહતી."આયાને ખચકાતા ખચકાતા કહ્યું.

એલ્વિસે આયાન પાસે બેસીને કહ્યું,"તું નહીં ખાય તો મારે તને મારા હાથેથી ખવડાવવું પડશે."આટલું કહીને એલ્વિસે વડાપાઉં તેના મોંઢામાં ઠુસ્યું.

લગભગ એકથી દોઢ કલાક પછી.....
પુરા સેટ પર અફરાતરફીનો માહોલ હતો.ડાયરેક્ટ અને સ્પોટદાદા સહિત બધાં દોડાદોડીમાં હતાં.
એલ્વિસ તેની વેનીટીવેનની પાછળ ગુસ્સામાં કિઆરાને શોધતો હતો અને કિઆરા ગુસ્સામાં એલ્વિસને શોધતી હતી.

અંતે તે બંનેએ એકબીજાને શોધી લીધાં.તે બંને ગુસ્સામાં એકબીજાને ઘુરી રહ્યા હતાં.

શું થયું હશે સેટ પર?
કિઆરા અને એલ્વિસ કેમ એકબીજાને ગુસ્સામાં ઘુરી રહ્યા હતા?
કિઆરા અને એલ્વિસની આ ટ્વિસ્ટેડ લવસ્ટોરી કેવીરીતે શરૂ થશે?

જાણવા વાંચતા રહો.