પ્રેમ એક અવર્ણનીય અહેસાસ Writer Shuchi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ એક અવર્ણનીય અહેસાસ

પોતાના જુના અને તૂટેલાં સ્ક્રીનવાળા મોબાઈલમાં એ ધ્રુજતા હાથે ટાઈપ કરી રહી હતી કે - 'આઈ લવ યું. પણ...'
ત્યાં જ મમ્મી એ આવી ને મારા હાથ માં થી મોબાઇલ લઇ લીધો.
અને મારી આંખ માં થી આંસુ વહેવા લાગ્યા.
પણ મમ્મી ની આંખો મને ગુસ્સા માં બરાબર લાલ જણાય રહી હતી.
" હું શું કરું?? "
મને સમજાતું ન હતું.
મારી નજર આમ તેમ દોડવા માંડી.
મમ્મી મારા મોબાઇલ માં જોવા માંડી.
મમ્મી : તેં તેને પ્રેમ જ કઈ રીતે કર્યો મીરા?
2 મિનટ રહી નરમ અવાજે મમ્મી એ મને સવાલ પૂછ્યો.
બેસી પડેલી હું ધીમે રહી ને ઊભી થઇ.
મમ્મી અને મારી આંખો મળી.
હવે તેની આંખો માં સાફ ફિકર દેખાય રહી હતી.
મીરા : પ્રેમ તો બસ થઇ જાય છે મમ્મી.
મમ્મી : પણ તું જાણે છે કે......
મીરા : અને એ વાત નો મને ગર્વ છે!!
કે નિશાંત એ દેશ માટે પોતાની જિંદગીને સમર્પિત કરી દીધી છે.
મમ્મી : એ જ વાત નો મને ડર છે દીકરા.
આ બધા માં તારી જિંદગી ક્યાંક ખોવાય જશે.
તું રાત રાત જાગતી રહેશે.
નિશાંત ના આવવાની દિવાસો દિવસ રાહ જોયા કરશે.
અને ક્યાંક જો ખબર પડી કે નિશાંત......
મીરા : મમ્મી હું તારી ફિકર સમજું છું.
મેં મમ્મી ના ખભા પર હાથ મુકતા કહ્યું.
મમ્મી : તો પછી.....
મીરા : તારો ડર તારી જગ્યા પર બરાબર છે.
પણ......
મમ્મી : પણ બણ કશું નહીં....
તારી જિંદગી હું એ રીતે પસાર નહીં થવા દઉં.
મીરા : મમ્મી આ વાત થી તો તારે ખુશ થવું જોઈએ કે તમારા થનાર જમાય દેશ ની સેવા કરી રહ્યા છે.
મમ્મી : તારી કોઈ વાત મારે સંભાળવી નથી.
તું સમજી ને પણ નથી સમજી શકવાની મીરા કે તારા અને નિશાંત ના લગ્ન નો વિચાર કરી ને જ મારી શું હાલત થાય છે.
આ તો એક માતા જ સમજી શકે છે.
તારી પસંદ નો બીજો કોઈ પણ છોકરો હોત તો મારી જરા પણ ના ન હતી.
_________________________________________________

મીરા : હવે મમ્મી ને કઈ રીતે મનાઉ??
અમારો પહેલી નજર નો પ્રેમ છે.
મમ્મી જે કહી રહી છે,
તે બધું યોગ્ય છે.
નિશાંત એ પણ મને આ વાત કરેલી.
કમાલ ની વાત એ છે કે નિશાંત પણ મને મમ્મી જો નહીં જ માને તો તેની સાથે લગ્ન કરવાની ના પાડી રહ્યો છે....

અને કહી રહ્યો છે : હું એક સૈનિક છું.
અમારી જિંદગી નો કોઈ ભરોસો નથી હોતો.
એક પળ માં છે અને બીજા પળ માં બધું શૂન્ય.
અમે પણ નથી જાણતા હોતા કે નવી સવાર નો સૂરજ અમને જોવા મળશે કે નહીં.
પહેલા તો હું પણ તને એવું જ કહીશ કે.....
મીરા : શશશશ.....
મીરા નિશાંત ના મોઢાં પર હાથ મૂકી દે છે.
મીરા : બસ, મને તો પ્રેમ થઇ ગયો છે.
તેં મલકાય છે.
નિશાંત : પ્રેમ માં આંખો બંધ નહીં કર.
મીરા : હું ખુલ્લી આંખે સપના જોય રહી છું.
નિશાંત : એવા સપના ના જો,
જે પુરા ના થઇ શકે.
મીરા : શું કામ પૂરા ના થઇ શકે??
નિશાંત : મારો પહેલો પ્રેમ આ ધરતી ની હરિયાળી, ખુશી ક્રાંતિ અને સુરક્ષા છે.
એના થી વધુ મહત્વ નું.....
મીરા : બહુ સારી રીતે જાણું છું તને.
તારો પહેલો પ્રેમ આપણો દેશ છે.
એ તારી દિવાનગી છે.
અને તારી આ દીવાનગી એ મને તારી દીવાની બનાવી દીધી છે.
હવે તું કાંઈ પણ કહે....
મને આ અમૂલ્ય અહેસાસ એ હમેશાં માટે તારી બનાવી દીધી છે.
નિશાંત : તું એવું તે શું કરે છે કે આગળ મારી પાસે કાંઈ બોલવા માટે રહેતું જ નથી.
મીરા હસે છે.
નિશાંત : આમ તો તું પણ મારા હાસ્ય નું એક કારણ બની ગઈ છે.
મીરા : આમ તો????
નિશાંત : હા....
તે મીરા ની આંખો માં જોય છે.
મીરા : આમ તો????
નિશાંત : તું શું મને આમ જોય છે????
મીરા ફરી હસી પડે છે.

મોબાઇલ ની રીંગ વાગતા મીરા તેના વિચારો માં થી બહાર આવે છે.
મીરા : નિશાંત નો ફોન!!!!
તે ચહેકી ઉઠે છે.
મીરા : હેલો....
નિશાંત : હાય....
મીરા - નિશાંત : કેમ છે તું??
બન્ને હસે છે.
નિશાંત : પહેલા તું કહે....?
મીરા : હું તારા વિશે જ વિચારતી હતી.
નિશાંત : હંમ... શું વિચારતી હતી?
મીરા : મમ્મી.....
નિશાંત : નથી માની રહ્યા....
મીરા : આ પણ એક કેવો અહેસાસ છે કે આપણ ને બોલ્યા વિના જ એક બીજા ના મન ની વાત તરત જાણી લઈએ છીએ.
મીરા મલકાય છે.
નિશાંત : આ અવરાણીય અહેસાસ છે મીરા.
જે ઘડી માં રોમ રોમ ને ઉત્તેજિત અને શાંત પણ કરી દે છે.
મીરા : સંભાળ ને, તું ક્યારે આવી રહ્યો છે??
નિશાંત : ખબર નથી.
મીરા : ઠીક છે.
નિશાંત : એક વાત કહું તને?
મીરા : હા બોલ....
નિશાંત : ખરેખર તો અમારા કરતાં અમારા પરિવાર જનો ઘણી વધારે હિંમત વાળા હોય છે.
જે દર વખતે અમને પ્રોત્સાહન આપે છે.
અને ના જાણે કેટ :કેટલી લાગણીઓ પોતાના આંસુઓ સાથે વહાવી દે છે.
જે કદાચ કદી અમે નથી જાણી શકતા.
એ ડર, એ ગુસ્સો, એ જુસ્સો, એ હસતાં હસતાં રડવું, એ રડતાં રડતાં હસવું, એ ઇચ્છાઓ મનમાં દબાવી દેવી.
પુછવા છતાં નહીં કહેવી.
મીરા : બસ નિશાંત, મમ્મી સામે રોકેલા આંસું છલકાવીશ કે શું??
મમ્મી સિવાય ફક્ત તું જ છે.
જેની સામે હું મારું દિલ ખુલ્લું મૂકી શકું છું.
નિશાંત : તારું સોના નું દિલ.
મીરા : સોના નું દિલ તો તારું છે.
નિશાંત : ઓહ હા!!
તારું દિલ તો.....
મીરા : બસ હવે બહુ થયું....
નિશાંત : કોઇ ને શરમ આવે છે????
મીરા : નિશાંત!!
નિશાંત : મીરા!!
સાંભળી ને મીરા ને હસવું આવી જાય છે.
નિશાંત : બસ આ રીતે હસતી રહેજે.
હું આવ ત્યાં સુધી.
પછી મમ્મી સાથે વાત કરી લઈશું કે તમારી દીકરી તમારી પાસે જ રહેવાની છે.
મીરા : નિશાંત આ શું????
નિશાંત : મારો તો આખો પરિવાર તું જ છે.
મીરા : મમ્મી ને હજુ એ વાત ની ખબર નથી....
નિશાંત : કે હું એ જ આશ્રમ નો એક છોકરો છું જ્યાં તારા મમ્મી બળકો ને ભણાવવા આવતા હતા.
મીરા : હા.
નિશાંત : કહી દેજે....
આ વખતે તો મારે હા જ સાંભળવી છે.
મીરા : મારે પણ નિશાંત!!
બન્ને ખુશ થાય છે.

~ By Writer_shuchi_