શ્રાપિત મહેલ - 2 Dharmishtha Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત મહેલ - 2

Episode no. 2

રૂપા ને ફસાવી ને રાજમહેલ સુધી તો લાવવામાં સફળ થઈ ગયા. જયારે રૂપા પુરે પુરા ભાન મા આવી ત્યારે એ પોતાની જાત ને રાજમહેલ ના એક મોટા ઓરડા મા જોઈ રહી હતી. ત્યારે રૂપા ને ખ્યાલ આવ્યો કે એ પોતે રાક્ષસ ના પંજા મા ફસાઈ ચુકી છે. રૂપા ખુબ જ હિંમતવાન હતી. રૂપા પરિસ્થિતિ ને સમજી ચુકી હતી. રૂપા ને પોતાની જાત પર અને માં ભવાની પર પણ પુરે પૂરો વિશ્વાસ હતો. રૂપા સતર્ક હતી. રૂપા જેટલી રૂપાળી હતી એટલી જ બુદ્ધિવાન અને ચતુર પણ એટલી જ હતી. પણ તે છત્તા પોતે ફસાઈ ચુકી હતી. એટલે રૂપા ચિંતા માં હતી કે આ ઉપાધિ માંથી કેવી રીતે બહાર નીકળશે.

રૂપા એ ઘણા પ્રયત્નો કરી જોયા પણ રૂપા ને ત્યાંથી બહાર નીકળવા નો કોઈ માર્ગ જ નહો'તો મળી રહ્યો. રૂપા ઘણી દ્રઢ નિશ્ચયી હતી. રૂપા એ એક નિર્ણય લીધો કે કોઈ પણ સંજોગો મા પોતાની આબરૂ લૂંટાવા નઈ દેય. રૂપા પોતાની આબરૂ લૂંટાઈ એના કરતા મારવાનું પસંદ કર્યુ. અને આખરે રૂપા એ નક્કી કર્યુ કે કોઈ પણ ભોગે રાજા પામરસેન ના હાથ મા નઈ જ આવે.

જયારે રાજા પામરસેન કક્ષ મા આવ્યો ત્યારે એ એકદમ નશા મા હતો. એને જરા પણ ભાન નો 'તું. અને એના મનમાં અને મગજ મા એક જ વાત ફરતી હતી કે કોઈ પણ ભોગે રૂપા ને ભોગવવાની. રૂપા પણ સતર્ક હતી. રાજા પામરસેન રૂપા પર હાવી થવા માટે તૈયાર જ હતો.રાજા પામરસેન એ ઘણી કોશિષ કરી પણ રૂપા પકડ મા આવી સકતી નો 'તી. એટલે અંતે થાકી હારી ને રાજા પામરસેને પોતાની શૈતાની શક્તિ નો ઉપયોગ કરવાનુ વિચારી ને કાલિવિદ્યા ના મંત્રો નુ ઉચ્ચારણ કરવા લાગ્યો. ત્યારે રૂપા ને થયું કે આ મેલિવિદ્યા ના સામે એનું જોર વધુ નહિ ચાલે. અંતે રૂપા એ નક્કી કર્યુ કે અને કક્ષ મા પડેલી કટારી થી પોતાના દેહ નો ત્યાગ કર્યો.

પણ મરતા મરતા એ રાજા પામરસેન ને શ્રાપ આપતી ગઈ. રૂપા એ રાજા પામરસેન ને શ્રાપ આપ્યો કે હંમેશા રાજા પ્રજા ની નિર્દોષ દીકરીઓ ની આબરૂ લૂંટતો હતો. અને જેના જોરે આવા કાર્ય કરતો હતો. એવી આ મેલિવિદ્યા અને કાલિવિદ્યા થી જ રાજા પામરસેન અને રાજમાતા વિદ્યા નુ પતન થાશે. રાજપાટ નષ્ટ થઇ જાશે. કાલિવિદ્યા ની ઉલટ અસર થાશે. અને રાજા પામરસેન નુ મોત એટલું ખરાબ આવશે કે એ મોત માંગે તો મોત પણ નઈ મળે અને જીવન માંગે જીવન પણ ના મળે. રાજા પામરસેન અને એની માતા રિબાઈ રિબાઈ ને મૃત્યુ પામશે. ત્યારે રાજમાતા વિદ્યા ની કોઈ પણ કાળી શક્તિ પણ કામ નહિ આવે. એમની કાળી વિદ્યા પણ ખતમ થઇ જાશે. મર્યા પછી પણ બંનેવ ની આત્મા ને શાંતિ નઈ મળે.આવો શ્રાપ આપીને રૂપા મૃત્યુ પામે છે.

રાજા પામરસેન અને એની માતા એમના ઘમંડ મા રૂપા ના શ્રાપ ને હંસી કાઢે છે. પણ એક નિર્દોષ અને ભોળી છોકરી ની હાઈ એની બદદુવા જરૂર લાગે છે.

રૂપા ના શ્રાપ ની અસર થવા લાગે છે, થોડા દિવસ મા જ રાજા પામરસેન અને એની માતા ની તબિયત બગડવા લાગે છે. બંનેવ માતા અને પુત્ર ના પોતાના હાથ -પગ હલાવી પણ શકતા નહિ. ચાલી પણ શકતા નહિ. જીભ મા લકવો લાગી ગયો હોય એમ બોલી પણ શકતા નહિ.રાજા પામરસેન અને એની માતા રાજમાતા વિદ્યા એ કરેલા કુકર્મો ની સજા મળવાની ચાલુ થઇ ગઈ હતી. ધીરે -ધીરે રાજમાતા વિદ્યા પોતાની મેલિવિદ્યા અને કાલિવિદ્યા ની પુજા પણ કરી શકતા નહિ. બંનેવ પોતાના મગજ નુ સંતુલન પણ ગુમાવી દીધુ હતુ. અંતે રાજા પામરસેન અને રાજમાતા વિદ્યા રિબાઈ રિબાઈ ને પોતાના કર્મો ભોગવી રહ્યા હતા. અંતે રાજા પામરસેન અને રાજમાતા વિદ્યા નુ અપમૃત્યુ થાઈ છે. રાજા પામરસેન ની રૂપા ને ભોગવવાની ઈચ્છા અધુરી રહી ગઈ હોય. એની આત્મા ને શાંતિ મળી નઈ હતી. રાજા પામરસેન જીવતો હતો ત્યારે જ ખુબ ક્રૂર હતો તો મર્યા પછી વધુ ક્રૂર બની ગયો હતો. મર્યા પછી તો રાજા પામરસેન ની દુષ્ટ આત્મા ગામવાસીઓ ને હેરાન કરવા લાગી હતી. રાજમાતા વિદ્યા ની દુષ્ટ આત્મા પણ પોતાના પુત્ર સાથે મળી ને લોકોને ત્રાસ આપવા લાગી હતી. પણ રૂપા ના શ્રાપ ના કારણે બંનેવ ની દુષ્ટ આત્મા મહેલ ની બહાર જઈ શકતી ન હતી.

રૂપા નો જીવ પણ અવગતે ગયો હોવાથી રૂપા ની આત્મા ને પણ શાંતિ મળી ન હતી. રૂપા ની આત્મા સારી આત્મા હતી. રૂપા જયારે હતી ત્યારે પણ એના પિતા ની સાથે ગામ મા રેહનારા દરેક વ્યક્તિ ની સેવા કરતી હતી. રૂપા નો જીવ પરોપકારી જીવ હતો. રૂપા હંમેશા બીજા ની મદદ કરવા તત્પર રહેતી હતી. પણ રૂપા સાથે જે દુસ્કર્મ થયું હતુ એના કારણે રૂપા ની આત્મા ને શાંતિ મળી ન હતી. રૂપા ની આત્મા પણ ભટકતી હતી. રૂપા ના જીવ ને સદ્દગતિ મળી ન હતી.

અચાનક રૂપા ના ગાયબ થવાથી એના પિતા વૈદ્ય પં અને એનો નાનો ભાઈ હંસરાજ ખુબ જ દુઃખી હતા. રૂપા ની શોધ ખોળ બધે જ કરવામાં આવી. ગામ આખા મા બધેજ ખુબ ગોતવાનું ચાલુ કર્યુ . પણ રૂપા ક્યાય મળી નહિ. રૂપા ક્યાય ન મળતા એના પિતા અને એના ભાઈ થાકી ને હારી ચુક્યા હતા.

રૂપા ના આમ અચાનક ગાયબ થયા પછી, થોડાક જ દિવસો મા રાજા અને રાજમાતા ની તબિયત બગડવા મંડી હતી. બંનેવ ની તબિયત બગડવાના કારણે રાજમહેલ મા રૂપા ના પિતા જે વૈદ્ય અને પંડિત હતા એમને બોલવામાં આવ્યા બંનેવ નો ઈલાજ માટે. જયારે વૈદ્ય પં જસરાજ એ બંનેવ ને તપાસ્યા ત્યારે જ એમને ખબર પડી ગઈ હતી કે આ બીમારી લાઈલાજ છે તેમ છતાં વૈદરાજ હોવાથી જડીબુટ્ટી ઓ આપી જોઈ પરંતુ આ સ્વાસ્થ્ય તો રૂપા ના શ્રાપ ના કારણે બગડ્યું હોવાથી કોઈ જડીબુટ્ટી ની અસર થાતી ન હતી. છેવટે વૈદ્યરાજ રાજમહેલ મા થી નીકળી જાય છે. વૈદરાજ જયારે રાજમહેલ મા થી પાછા નીકળતા હતા ત્યારે ત્યાંના નોકરો ચાકરો ના ગણગણાટ થી વૈદ્યરાજ ને ખબર પડી જાય છે કે એમની દીકરી સાથે કેટલો અન્યાય થયો અને કેવી રીતે એમની દીકરી એ કેટલું અને કેવું કેવું દુઃખ વેઠ્યું હતુ.

રૂપા ના પિતા પં હંસરાજ આ સચ્ચાઈ સાંભળી ને ખુબ દુઃખી દુઃખી થઇ ગયા હતા. ખુબ ભારે મને ત્યાંથી નીકળી ગયા. રાજમહેલ થી નીકળ્યા બાદ એમના ઘરે જતા હતા..

ત્યારે એમને એવુ લાગવા માંડ્યું કે પોતે ચાલે છે ત્યારે એની સાથે કોઈ છે અને એમની સાથે જ ચાલી રહ્યું છે. પં હંસરાજ ખુબ જ ડરી ગયા. પણ હિંમત ભેગી કરીને ચાલવાનું ચાલુ જ રાખ્યું. પણ થોડાક આગળ ચાલ્યા ત્યાં તો પાછળથી કોઈના પગરવ નો અવાજ આવવા લાગ્યો. એમણે હિંમત કરીને તરત જ પાછળ વળી ને જોયું તો ત્યાં કોઈ ન હતુ. પં હંસરાજ ને થયું કે આ કદાચ એમનો વહેમ હશે.પણ બે - ત્રણ ડગલા આગળ ચાલ્યા હશે ત્યાં જ વાતાવરણ મા અચાનક બદલાવ થવા લાગ્યો. એકદમ જોર જોર થી પવન ફૂકાવા લાગ્યો. એકદમ કાળા કાળા વાદળ થવા લાગ્યા, જાણે હમણાં જ ધોધમાર વરસાદ પડવાનો હોય. એકદમ ગાજ-વીજ થવા લાગી. પવન જોર જોર થી ફૂકાવા લાગ્યો . નરી આંખે કાંઈ જ દેખાતું ન હતુ. રૂપા ના પિતા પં હંસરાજ ખુબજ ગભરાવા લાગ્યા. અને વિચારવા લાગ્યા કે હમણાં તો વાતાવરણ એકદમ ચોખ્ખું હતુ તો આમ અચાનક વાતાવરણ મા બદલાવ કેવી રીતે આવી ગયો. હજુ તો રૂપા ના પિતા કાંઈ સમજવાની કોશિશ કરતા હતા ત્યાં તેમને એક અવાજ આવ્યો જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં એમણે જોયું પણ પવન એટલો જોર થી આવતો હતો અને પવન ના કારણે ધૂળ ની ડમરી ઓ ઊડતી હોવાથી એમણે સરળતાથી દેખાતું ન હતુ. પણ થોડી વારે એક સફેદ ઓળો એકદમ એમના નજીક આવી ને ઉભો રહી ગયો. પં હંસરાજ એકદમ ડરી ગયા. પં હંસરાજ કાંઈ વિચારે ત્યાં સુધી મા તો એ સફેદ ઓળો માનવ આકૃતિ મા પરિવર્તિત થવા લાગ્યો. અને ધીરે - ધીરે એ માનવ આકૃતિ રૂપા ના રૂપ માં પરિવર્તિત થઈ ગઈ. આ બધુ અચમ્બા થી પં હંસરાજ જોયા કરતા હતા. અને જયારે એ સફેદ ઓળો રૂપા ના રૂપ માં પરિવર્તિત થઇ ગયો ત્યારે પં હંસરાજ ને ખુબ આંચકો લાગ્યો અને રૂપા ને આવી રીતે જોઈ ને ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગ્યા અને ત્યાંજ બેસી ગયા. એમને આમ રડતા જોઈ રૂપા ની આત્મા એમના પાસે આવી ને પિતા ની બાજુ મા બેસી ગઈ અને પિતા ને રડતા જોઈ એકદમ ભાવુક થઇ ગઈ અને પિતા ને સાંત્વના આપવા લાગી. પિતા - પુત્રી બંનેવ ના આંખ માંથી આંસુ ની ધારા વહેવા લાગી. ત્યારે પં હંસરાજ પોતાની પુત્રી ની આવી અવદશા જોઈ ને એકદમ ભાવવિમૂઢ થઇ ગયા. અને પૂછવા લાગ્યા કે રૂપા આ બધુ કેવી રીતે થઇ ગયુ. ત્યારે રૂપા એ રડતા - રડતા પોતાની આપવીતી જણાવી.

રૂપા એ બધુ જ વિગતવાર એના પિતા ને જણાવ્યું કે રૂપા ની આત્મા ને શાંતિ મળી ન હતી. એ પણ એના પિતા ને જણાવ્યું કે રાજા પામરસેન અને એની માતા રાજમાતા વિદ્યા ની જે હાલત થઇ છે એ એના શ્રાપ ના કારણે જ થઇ છે. રૂપા ના પિતા પં હંસરાજ રૂપા ને ખુબ જ દુઃખી થઇ ને પૂછે છે કે એની આત્મા ને શાંતિ કેવી રીતે મળશે. એની આત્મા ની શાંતિ માટે શુ કરવું જોઈએ.

રૂપા એ એના પિતા ને જણાવ્યું કે એણે આત્મહત્યા કર્યા બાદ રાજા પામરસેને એના શરીર ને રાજમહેલ ની પાછળ જે જંગલ છે ત્યાં એક જગ્યા એ ખાડો ખોદી ને દાટી દીધુ છે. ત્યારે વૈદરાજ જણાવે છે કે રૂપા તારા અંતિમ સંસ્કાર અમે વિધિવત કરીશું. ત્યારે રૂપા એના પિતા ને જણાવે છે કે પોતાના અંતિમસંસ્કાર થયાં પછી પણ એમની આવતી પેઢી મા કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી નહિ પડે. અને પોતે પાછી આજ કુટુંબ મા જન્મ લેશે. વૈદરાજ રૂપા ની આવી દશા જોઈને ખુબ - ખુબ દુઃખી થયાં હોવા છતાં પણ આમ રૂપા ની આત્મા ને ભટકતી નથી જોઈ સકતા. ક્યારે પણ કોઈ પણ માં -બાપ પોતાના બાળકો ને હેરાન પરેશાન નથી જોઈ સકતા. માં - બાપ પોતાના બાળકો ને કોઈપણ જાતની પરેશાનીઓ થી દૂર રાખવા માટે કાંઈપણ કરી શકે છે.

વૈદરાજ આમ રૂપા ને આશ્વાસન આપીને દુઃખી મનથી પોતાના ઘરે જાય છે. ઘરે જઈ ને રૂપા ની માં અને એના ભાઈ ને બધી વાત કરે છે. રૂપા ની આવી દશા સાંભળી ને રૂપા ની માં પોક મૂકી ને રડવા લાગે છે. અને નાનો ભાઈ પણ પોતાની મોટી બહેન ની આવી હાલત જોઈ ને ખુબ દુઃખી થઈ જાય છે. પણ રૂપા ના પિતા હિંમત કરી ને બધી વાત ગામવાસીઓને કરે છે. આ વાત સાંભળી ને ગામવાસીઓ નો ક્રોધ સમાતો નથી. આમ ગામવાસીઓ ગુસ્સા મા રાજા પામરસેન અને એની માતા રાજમાતા ને રાજમહેલ માં જ જીવતા સળગાવા માટે મસાલો લઈને રાજમહેલ સુધી પહોંચે છે. અને રાજમહેલમાં આગ લગાવી દે છે. અને રાજમહેલ ની પાછળ ના જંગલ માંથી રૂપા ના શવ ને જ્યાંથી ડાયટો હતો ત્યાંથી કાઢી ને વિધિવત અને પૂર્ણ સમ્માન ની સાથે અગ્નિદાહ આપે છે. રાજમહેલ ને આગ લગાડ્યા પછી આખો રાજમહેલ અને એમાં રહેતા રાજા અને એની માં રાજમાતા જે પહેલેથી જ અસ્વસ્થ હતા એ બંનેવ પણ આમાં બળી ને ભળથું થઇ જાય છે. આમ રાજા અને એની માં ને શરીર માંથી તો મુક્તિ મળી જાય છે પણ એમ ની આત્મા ને શાંતિ મળતી નથી. અને એ બંનેવ ક્રૂર દુષ્ટ આત્મા ગામવાસીઓ ને ત્રાસ આપવાનું ચાલુ કરે છે. પણ રૂપા ના શ્રાપ ના કારણે બંનેવ ની દુષ્ટ આત્મા મહેલ ની બહાર આવી નથી શકતી, પણ મહેલની આજુ બાજુ માંથી કોઈ પણ પસાર થાઈ કે કોઈ પણ વટેમાંરગુ પણ પસાર થાઈ તો તેમને પોતાના ડરાવના અવાજો થી ડરાવતા હતા અને આવીરીતે ડરાવી ને ત્રાસ આપવા મંડે છે.

આમ બધા ગામવાસી ઓ ખુબ કંટાળી જાય છે. એટલે બધા ગામવાસીઓ ભેગા થઈ ને નક્કી કરે છે કે બે ગામ દૂર એક એવા વૃદ્ધ રહે છે જે આવી અઘટિત ઘટનાઓ વિશે જાણતા હોય. અને આવી મુશ્કેલીઓ નો હલ બતાવી શકે. એટલે ત્યાં દેહરી ગામ ના મુખી અને રૂપા ના પિતા વૈદરાજ પં હંસરાજ અને અમુક ગામ ના મોટા માણસો ભેગા થઈ ને વૃદ્ધ ને મળવા જાય છે અને ત્યાં જઈ ને ગામ પર આવી પડેલી વિપદા કહી સંભળાવે છે. અને જણાવે છે કે એમના ગામ પર એમના જ ક્રુર રાજા અને એની માતા ની દુષ્ટ આત્મા એ એમના ગામવાસીઓને કેવી રીતે હેરાન - પરેશાન કરી મુક્યા છે. એમના ગામની દરેક દીકરીઓ પરણવાની ઉંબરે પહોંચે ત્યાં તો માંદી પડી જાય અને મૃત્યુ પામે અને અચાનક જ ખેતર માં ઘર - વપરાશ જેટલું જ અનાજ રહે છે બાકી ના અનાજ ને આપો - આપ આગ લાગી જાય છે અને જો કોઈ ગામવાસી રાજા ના ખંડેર થઈ ગયેલા મહેલ ની આજુ - બાજુ માં થી પસાર પણ થાઈ તો તે વ્યક્તિ ગાયબ થઇ જાય છે. આમ, એ વૃદ્ધ ને પોતાની આપવીતી જણાવી ને એમને વિનવે છે કે આમાંથી કેવી રીતે મુક્તિ મળશે એનો ઉપાય જણાવો.

ત્યારે એ વૃદ્ધ કહે છે કે એ રાજા અને એની માતા ની દુષ્ટ આત્મા નુ કાંઈ જ બગાડી શકે એમ નથી. કારણકે એ બંનેવની દુષ્ટ આત્મા ખુબજ શક્તિશાળી છે. એ બંનેવ જ્યારે જીવતા હતા ત્યાર થી મેલિવિદ્યા અને કાલિવિદ્યા ના જાણકાર હતા. આના કારણે મર્યા પછી જ્યારે આત્મા સ્વરૂપે છે ત્યારે એમની શક્તિ માં ઘણો વધારો થયો છે. એટલે એ વૃદધે કહ્યું કે આ બંનેવ ની દુષ્ટ આત્મા ને પોંહચી વળવા માટે કોઈ મોટા અને વધુ શક્તિશાળી તાંત્રિક ની જરૂર પડે એમ છે.

ત્યારે દેહરી ગામવાસીઓ કેહવા લાગ્યા કે એ લોકો એવા કોઈ તાંત્રિક ને નથી જાણતા તો આ મુશ્કેલી માંથી છુટકારો કેવી રીતે મળશે? ત્યારે એ વૃદ્ધ જણાવે છે કે, "થોડે દૂર એક જંગલ છે આ જંગલ ખુબ ગાઢ છે. અને જંગલના એકદમ મધ્ય માં એક ગુફા છે જ્યાં એક અઘોરીબાબા રહે છે અને જે ઘણા વર્ષો થી તપ કરે છે. તો તમે ત્યાં જાવ એટલે એ તમને તમારી મુશ્કેલીઓ થી નીકળવાનો ઉપાય ચોક્કસ બતાવશે."

આમ દેહરી ગામ ના લોકો એ વૃદ્ધ બાબા એ જે જંગલ ની વાત કરી હતી ત્યાં જવાનુ નક્કી કરે છે અને જંગલ જવા માટે એ વૃદ્ધબાબા ની આજ્ઞા લે છે. અને આશીર્વાદ માંગે છે. એ વૃદ્ધબાબા આશીર્વાદ આપે છે અને કહે છે કે, " તમારી મનોકામના પુરી થાય. " આમ બધા જંગલ તરફ જવા રવાના થાય છે. અને જેમ એ વૃદ્ધબાબા એ જણાવ્યું એ પ્રમાણે જંગલ ના મધ્ય માં આપ્યા પણ એમને કોઈ ગુફા દેખાતી નથી. એટલે બધા વિચારમાં પડી જાય છે કે આ ગુફા ક્યાં ગઈ પણ બધા વિચાર ને થોડું હજી આગળ વધે છે ત્યાં થોડી દૂર એક ગુફા દેખાય છે ત્યારે એ બધા રાહત નો શ્વાસ લે છે કે છેવટે એ ગુફા સુધી પોંહચી ગયા. પણ ત્યાં આજુ બાજુ કોઈ દેખાતું નથી. એટલે બધા ગામવાસીઓ વિચારમાં પડી જાય છે કે હવે શુ કરવું? પણ પછી બધા વિચારે છે કે બધા મળીને ભેગા થઇ ને એ ગુફા ની અંદર જાશે, એમ બધાએ નક્કી કર્યા મુજબ બધા એક પછી એક ગુફા મા જવા મન્ડે છે. તો ત્યાં એક તપસ્વી બાબા જે એક પગે ઉભા રહી ને તપ કરતા હતા એ દેખાય છે. એ તપસ્વી બાબા ના ચેહરા પર અપારશક્તિ અને અનેરું તેજ દેખાય છે. ત્યાં બધા ગામવાસી ઓ હાથ જોડી ને ઉભા રહી ને બાબા ને તપ માંથી બહાર નીકળવાની રાહ જોઈ ને ઉભા રહે છે. ત્યાં તો એ આઘોરીબાબા ની આંખ બંધ હોવા છતાં પણ એ ગામવાસીઓ ને સંબોધે છે, અને આવકાર આપે છે. અને જણાવે છે કે ગામવાસીઓની મુશ્કેલીઓ જાણે છે અને કેવી મુશ્કેલીઓ નો સામનો કરે છે. અને ગામવાસીઓ ને કેટલું સહન કરવું પડે છે.

ગામવાસીઓ આ સાંભળી ને ગદ ગદ થઇ જાય છે. ગામવાસીઓ હાથ જોડી ને આવી પડેલી મુશ્કેલી માંથી નીકળવાનો ઉપાય પૂછે છે, ત્યારે અઘોરીબાબા જણાવે છે કે આમાં એક યુવતી ની શુદ્ધ આત્મા તમારી સહાય કરશે. અને અઘોરીબાબા જાતે પોતે અમાસ ની રાત્રે આવવાનું વચન આપે છે, અને જણાવે છે કે આ દુષ્ટ આત્મા ઓ ને પોંહચી વળવા એ પોતે લગતી વળગતી વિધીઓ કરશે. કારણકે આ બંનેવ દુષ્ટ આત્મા ઓ મેલિવિદ્યા ના જાણકાર જ નહિ પરંતુ આમાં પારંગત પણ છે. એટલે એ દુષ્ટ આત્માઓ ને વશ કરવા પોતે જાતે જ ગામમાં આવશે.આ સાંભળી ને ગામવાસીઓ ખુબજ ખુશ થઇ ને ગામ પરત આવે છે. અને એ દિવસ ની પ્રતીક્ષા કરે છે, જયારે અઘોરીબાબા એ આવવાનું વચન આપ્યું હતુ. અઘોરીબાબા એ અમાસ ના દિવસે ગામમાં આવશે અને એ ખંડેર થઇ ગયેલા મહેલ માં અમાસ ના રાત્રે હવન - વિધિ કરીને એ બંનેવ દુષ્ટ આત્મા ને વશ મા કરી લેશે.