કેવિન છેલ્લા બે કલાક થી સતત ધરાની રાહ જોતો હતો, અને વરસાદ જેવો માહોલ પણ હતો. વિજળી ના અવાજ , પવનના સુસવાટા અને ભીની માટીની સુગંધ સાથે આતુરતાથી ઘરા ની રાહ જોવાઈ રહી હતી.
વારંવાર કેવિન ના મનમાં વિચાર આવતા હતાં કે ધરા કેવી હશે ? જેટલી ફોટામાં દેખાય છે એટલી જ સુંદર કે તેનાથી પણ વધું સુંદર હશે. વારંવાર ઘડિયાળ સામે અને રસ્તા સામે જોતો કેવિન ધરા ના વિચારોમાં ખોવાયેલો હતો.
જ્યારે પહેલી વાર ફોન પર વાત થઈ ત્યારે ધરા એ કહ્યું હતું કે તે બ્લેક ડ્રેસ પહેરીને આવશે , અને ધરા ને ખુશ કરવા કેવિન પણ બ્લેક ટીશર્ટ અને બ્લુ જીન્સમાં એકદમ હીરો ની જેમ તૈયાર થયો હતો. હાથમાં ઈમ્પોર્ટેડ ઘડિયાળ , બ્રાન્ડેડ શુઝ , ગોગલ્સ અને ટીશર્ટ પર એક 𝓶𝓻.𝓱𝓪𝓷𝓭𝓼𝓸𝓶𝓮 ની પ્રિન્ટ માં કેવિન પળ પળ ત્યાં ઉભેલી દરેક છોકરી ના દિલ જીતી રહ્યો હતો.
પણ જેના માટે તે તૈયાર થઈને આવ્યો હતો, તે જ લેટ હતી. અચાનક જ તેને બ્લેક ડ્રેસમાં તેનાથી થોડે દુર એક છોકરી દેખાય છે. શોર્ટ બ્લેક ડ્રેસ , ખુલ્લા વાળ , બ્લેક સેન્ડલ અને એને એની સુંદરતા જોઈ કેવિન એના પર મોહિત થઈ ગયો હતો. એને જોયા પછી કેવિન મનોમન વિચારતો હતો કે આજ ધરા હોવી જોઇએ.
ધરા કેવિન ને ફોન કરે છે અને કેવિન ને તેની લોકેશન પુછે છે. થોડીવારમાં જ ધરા કેવિન ને શોધી લે છે ,કેવિન ધરા ની સુંદરતા જોઇને તેમાં ખોવાઈ જાય છે. થોડીવાર પહેલાં કેવિને જે છોકરી જોઈ હતી ધરા તે જ છોકરી હતી.
ધરા ની એ સુંદર આંખો , ગુલાબી ગાલ , નાજુક હોઠ અને હોઠ પર નું એક નાનું કાળું તીલ , એની સુંદરતામાં ચારચાંદ લગાવતાં હતાં. તેને એકવાર જોયા પછી કેવિન ને તેની સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો. તે બસ તેને જ જોઈ રહ્યો હતો. તેના પર થી નજર જ હટાાાા શકતો ન હતો.
પણ અચાનક જ ત્યાં ધોધમાર વરસાદ ચાલુ થઈ જાય છે. કેવિન ઘરા ને ખેંચીને બાજુમાં રહેલી નાની ટી-સટોલ પર લઈ જાય છે. તેમની આસપાસનું વાતાવરણ એકદમ રોમેન્ટિક થઈ ગયું હતું, એકદમ મુવીના કોઈ સીન ની જેમ. અને ટી-સ્ટોલ પર એક મસ્ત ગીત વાગી રહ્યું હતું.....
सांसों में बड़ी बेकरारी
आँखों में कई रत जगे
कभी कहीं लग जाये दिल तो
कहीं फिर दिल ना लगे
अपना दिल मैं ज़रा थाम लूं
जादू का मैं इसे नाम दूं
जादू कर रहा है, असर चुपके चुपके
दो दिल मिल रहे हैं...
दो दिल मिल रहे हैं
मगर चुपके चुपके
सबको हो रही है
खबर चुपके चुपके........
આ ગીત સાથે બંને ના હૃદય પણ જોડાવા લાગ્યા હતાં , વાતચીત કર્યા વગર બંનેની આંખો એ દરેક વાત કરી લીધી હતી. પણ જેવો કેવિન ધરા ની નજીક જાય છે તેમ તરત જ ધરા વરસાદ ના પાણીમાં પલળવાં ટી સ્ટોલ ની બહાર આવે છે ,
અને વરસાદ નો આનંદ માણે છે. વરસાદ ધરાા નો પહેલો પ્રેેમ. વરસાદમાં તે બધું જ ભુલી જાતી. અને તે વરસાદમાં રસ્્તા વચ્ચે પલળવા લાગે છેે.
અચાનક જ ત્યાં કોઈક ગાડી આવીને ધરા ને ટકકર મારી દે છે ,અને ધરા નું ત્યાં જ મૃત્યુ થાય છે. કેવિન આ બધું માત્ર જોતો જ રહી ગયો અને બંને ની એ પહેલી મુલાકાત આખરી મુલાકાત બની ને રહી ગઈ.....