જીવદયા નું વૃક્ષ વાવીએ Sonali Methaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવદયા નું વૃક્ષ વાવીએ



મારી ઉંમર ફક્ત 9 વર્ષ ની હતી. હું લેશન કરતી તી અને અચાનક બારણે ગાય આવી એટલે હું ધોકો લઈને ગાય ને મારવા ગયી . પપ્પા એ મને રોકી અને કહ્યું કે તું કેમ ગાય ને મારે છે ",મેં કહયું કે એ જતી નથી અને હમણાં મને મારશે તો એટલે...

ત્યારે પપ્પા એ કહ્યું કે જા રોટલી લઇ આવ...પપ્પા એ ગાય ને રોટલી ખવડાવી અને ગાય ને માથે હાથ ફેરવીને પગે લાગ્યા અને મને કહ્યું કે આપણા ઘરે કોઈ પણ આવે ને તો એને પાછા ના કઢાય ગાય તો આપણી માતા છે કોઈ પણ જીવ હોય આપણે તેમની મદદ કરવી જોઈએ...દરેક જીવ માં ભગવાન નો વાસ છે આપણે સૌ લોકો એક જ છીએ...

ત્યારે હું ફક્ત વાત સાંભળતી તી તેનો અમલ મેં બિલકુલ નતો કર્યો. આવતા જતા ક્યાંય પણ કીડી હોય તો હું દવા ઘસીને કીડી ને મારી દેતી.બિલાડી આવી હોય તો ચમ્પલ મારતી.કૂતરું આવ્યું હોય તો એને પણ મારીને ભગાડી દેતી.ગાય આવે તો હું ધોકો લઈને હું ગાય ને દોડાવતી.જીવડાં આવ્યા હોય તો એને હું મારી નાખતી.મારા માં બિલકુલ જીવ દયા નતી.

આ બધું મારા પપ્પા જોઈ રહ્યા હતા.
તેમને મને કંઈજ ના કહ્યું...ચૂપ ચાપ ત્યાંથી જતા રહ્યા.અને હંમેશા જ્યારે પણ ગાય આવી હોય તો પપ્પા રોટલી નાખતા અને કીડી ના દર આગળ બાજરી નો લોટ નાખતા.બિલાડી ને દૂધ આપતા.કબૂતર ને મગ નાખતા.કુતરા ને બિસ્કીટ આપતા .બીજા ઘણા બધા ની મદદ પણ કરતા.

પપ્પા ને હું આવી રીતે 1 વર્ષ થી જોઈ રહી હતી. પપ્પા એવીજ રીતે બધા ની મદદ કરતા તા...એક દિવસ પપ્પા બાર ગામ ગયેલા . હું લેશન કરતી તી અને બારણે ગાય આવી ત્યારે મારા મન માં અને હૃદય માં કરુણા નો ભાવ જાગ્યો મેં ગાય ને ધોકો મારવા ને બદલે ગાય ને રોટલી આપી અને માથે હાથ પણ ફેરવ્યો મને જે આનંદ મળ્યો ને એ સાવ અલગ જ હતો.પછી મેં કીડી ને લોટ ખવડાવ્યો ત્યારે કીડી ને ધ્યાન થી જોઈ રહી હતી એ એક એક લોટ ના કણ ને ઉચકી ને જતી તી... બિલાડી ને દૂધ પણ પાયું...કુતરા ને બિસ્કીટ પણ આપ્યું કબૂતર ને મગ પણ આપ્યા...ગરીબ બાળક આવ્યું તું તો એને જમવાનું પણ આપ્યું.મારા પપ્પા ની કહેલી વાત મને એ દિવસે સમજાણી હતી...મારા પપ્પા સારા કાર્ય કરતા તા અને એમને જોઈને મને પણ પ્રેરણા મળી...

પપ્પા આવ્યા એટલે મેં બધુજ પપ્પા ને કહ્યું હું બહુજ ખુશ હતી મારા મન માં અને હૃદય માં જ્યારે આનંદ ઉત્સાહ સમાતો જ નતો... પપ્પા એ કહ્યું કે મને ખબર હતી કે તું એક દિવસ મારી વાત જરૂર સમજીશ. એટલે જ હું તારી સામે બધા ની મદદ કરતો તો જે થી તું જોઈને શીખે.આપણે હંમેશા સારું કાર્ય કરતું જવાનું લોકો આપણું જોઈને શીખે છે.

મારા પપ્પાએ... એ દિવસે મારા માં જીવ દયા નું વૃક્ષ વાવ્યું તું...

બાળકો ને કેવા સંસ્કાર આપવા તે તેના માતા પિતા પર નિર્ભર હોય છે...દરેક માણસ નું વર્તન , વાણી , સ્વભાવ જ કહી દે છે કે તેને કેવા સંસ્કાર મળ્યા છે

બાળકો ને હંમેશા દયા ,ભાવ , પ્રેમ , આદર
, માન સન્માન , વાણી , ઉદારતા , હિમ્મત , જતુ કરવાની ભાવના ,મેહનત , સ્થિરતા , સહનશીલતા આ બધું શીખવવુ જોઈએ...તોજ તે બાળક ભવિષ્ય માં શ્રેષ્ઠ બનશે...ફક્ત ભણતર ની ચોપડી નું જ્ઞાન આપવાથી તે શ્રેષ્ઠ નથી બનતો ...
Your degree is just a piece of paper your education is seen in your behavior...

એટલેજ કહેવાય છે કે...

"બગડેલા કેસ ને સુધારે એ "વકીલ" કહેવાય છે...પણ કેસ ને બગડવા જ ના દે એ "વડીલ" કહેવાય છે"...

મારી સોસાયટી માં પણ દરેક લોકો ગાય,બિલાડી,કુતરા,કીડી,જીવડાં વગેરે બધા ને ભગાડતા ,મારતા...

હું 18 વર્ષ ની થયી અને મારા માં દયા ભાવ ખૂબ જ વધી ગયો ગાય આવી હોય ને ઘર માં રોટલી ના હોય તો ટામેટા,બટેકા કઇ પણ આપું પણ ગાય માતા ને પાછા ના જવા દઉં.ગાય આવે એટલે અમારા આંગણે આવી ને બેસી જાય પછી પાણી પાઈયે એને વ્હાલ કરીયે ભજન ગાઈએ...

મારુ વર્તન , દયા ભાવ જોઈને સોસાયટી ના સભ્યો માં પણ બદલાવ આવ્યો એમની અંદર પણ કરુણા દયા ભાવ જાગ્યો... હવે એ લોકો પણ દરેક જીવ ની મદદ કરતા થયા છે

મારા પપ્પા ની શીખવેલી વાત થી આજે કેટલાંય જીવ ને ન્યાય મળ્યો છે પ્રેમ મળ્યો છે મદદ મળી છે...

આપણી કમાણી માંથી થી આપણે 20% રકમ દાન કરવું જોઈએ...જેમ કે અપંગ સ્કૂલ માં બાળકો ને મદદ કરવી જોઈએ...ગરીબ બાળકો ને શિક્ષણ મળે તેવી મદદ કરવી જોઈએ...અબોલ જીવ ની રક્ષા માટે તેમના માટે યોગ્ય જગ્યા બનાવી જોઈએ...તેમને ખાવાનું આપવું જોઈએ...વગેરે ઘણી બધી મદદ કરવી જોઈએ...

ભગવાને આપણ ને એટલા યોગ્ય બનાવ્યા છે કે આપણે આપણી બધીજ જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ...શુ આપણે ભગવાન નું આપેલું છે તેમાંથી 20% આપણે બીજા ને ના આપી શકીએ????

જે બીજા ના દુઃખ ની કાળજી રાખે છે ને ભગવાન તેના પોતાના જીવન માં દુઃખ નથી આવવા દેતા...જે બીજાના માટે વિચારે છે ને તેને પોતાના માટે વિચારવાની જરૂર નથી પડતી...બસ આપણે ફક્ત સારા કર્મ કરવાના અને ઈશ્વર પર વિશ્વાસ રાખવાનો...

આજે અબોલ જીવ ને જીવતા મારીને તેમને પીડા આપીને તેમનો ખોરાક લેવામાં આવે છે શુ તે અબોલ જીવ ને પીડા નહીં થતી હોય...શુ આ પૃથ્વી પર ખાવાનું નથી તો જીવતા જીવ ને મારીને તેમનો ખોરાક લેવામાં છે...

ભગવાન ક્યારેય ખુશ નથી થતા દરેક જીવ માં ઈશ્વર છે તો અબોલ જીવ ને મારીને આપડે ભગવાન ને પીડા આપીએ છીએ...

શ્રી કૃષ્ણ ભગવાન ને ભગવદ્દ ગીતા માં કહ્યું છે...આધ્યાય 6 શ્લોક 30

યો માં પશ્યતિ સર્વત્ર સવઁચ મયી પશ્યતી
તસ્યાહં ન પ્રણશ્યામી સ ચ મેં ન પ્રણશયતી

અર્થાત:

જે માણસ દરેક જીવ , દરેક જગ્યા એ મને જોવે છે એના માટે હું ક્યારેય એનાથી દૂર નથી હોતો એ જ્યાં ક્યાંય પણ રહે છે મારી કૃપા ની કક્ષ માં રહે છે...

બીજા નું સારું કરવાની વૃત્તિ હોય તો...ઈશ્વર ને પણ મુશ્કેલી માં આપણી મદદ કરવા આવવું પડે છે...

જિંદગી માં બે વાત યાદ રાખજો સમય ખરાબ હોય તો મેહનત કરી લેજો ને જો સમય સારો હોય તો કોઈક ની મદદ કરી લેજો...

આજે માણસાઈ સાવ ઓછી થતી જાય છે...દયા ,કરુણા ઓછી થતી જાય છે

આજના જમાના માં તકલીફ એ છે કે માણસ ને ઈશ્વર નથી મળતો અને ઈશ્વર ને માણસ નથી મળતો...

સંપત્તિ થી લાઈફ સ્ટાઇલ બદલાઈ શકે છે પણ દિલ , દિમાગ , નિયત ,અને કિસ્મત બદલાતા નથી એને બદલવા માટે તો શ્રદ્ધા અને વિશ્વાસ ની સાથે સદવિચાર , સદભાવના અને સદવ્યવહાર આવશ્યક છે...

આત્મા પણ અંદર છે
પરમાત્મા પણ અંદર છે
અને એ પરમાત્મા ને મળવાનો રસ્તો પણ અંદર છે...

દયા એ માનવી નો શ્રેષ્ઠ ગુણ છે...
HELP TO HELPLESS

તમારી કમાણી માંથી 20% આપવું કે નહીં એ તમારા પર નિર્ભર છે...

જય શ્રી કૃષ્ણ...

"ભૂખ્યા કાજે ભોજન બનજો
તરસ્યાનું જળ થાજો
દિન દુખીયા ના આંશુ લૂછતાં
અંતર કદી ના ધરાજો
મારું જીવન અંજલી થાજો"

વૈષ્ણવજન તો તેને રે કહીયે એ જે પીડ પરાઈ જાણે રે...પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે...
અર્થાત :
સાચો માણસ એ જ છે જે બીજા ના દુઃખ ને જાણે અને એમની મદદ કરી ને પણ અભિમાન ના આવે

"घर से निकलो तो थोड़ा खाना साथ ले जाना
दिखे कोई भूखा तो यह खाना उसे खिला देना"

HELP TO EVERYONE
Jay hind 🇮🇳🇮🇳

ચાલો આપણે પણ સારા કાર્ય કરીને બીજા માં જીવદયા નું વૃક્ષવાવીએ...