આ વાત છે એક સાદા સરળ વ્યક્તિની જેનું નામ છે મૃદુલ. યુવાનીની જમીન પર ડગલા માંડતો એ આકાશે ઊચે ઉડવાના સપના સેવતો પોતાના રુમની બારીમાં બેઠો હતો. હમણાં જ તેને દસમા ધોરણની પરીક્ષા આપી હતી અને દોસ્તો સાથે વેકેશનમાં જવાનાં પ્લાન બનાવતો હતો... એક વર્ષની સખત મહેનત પછી હવે થોડી હળવાશની પળો માણવાની એની અભિલાષા છે તો વ્યાજબીને, ત્યાં અચાનક એના ફોનની રિંગ વાગી અને સપનાની દુનિયામાંથી જાગી જ્યારે મૃદુલે ફોન ઉપાડ્યો તો સામે શેખરનો અવાજ આવ્યો, " ભાઈ કેમ છે? કેવું ચાલે છે તારુ વેકેશન? ક્યાં જવાનો પ્લાન બની રહ્યો છે? "
મૃદુલે જવાબ આપ્યો, " બડી, આ વખતે તો મારે વેકેશનમાં કાશ્મીર જવાની ઈચ્છા છે, સફેદ બરફની ચાદરથી ઘેરાયેલા એ પહાડોનુ આહલાદક વાતાવરણ, લાલમ લાલ સફરજનના મનમોહક એ વૃક્ષો,સૌમ્ય તેકમા શીકારાની સવારી એ મઝા, પશ્મિના શાલની એ બારીક કારીગરી અને સાંસ્કૃતિક કળાનું સુશોભિત ત્યાનું લોકસાહિત્ય.. શું કહું તને યાર જ્યારથી કાશ્મીર વિશે સાંભળ્યું છે હવે તો અહીંયા મન જ નથી લાગતું.. હમણાં જો મને પાખ હોતો ઊડીને પહોંચી જાત... યાર શું કહું તને.. "
સામેથી શેખરનો જવાબ આવ્યો " ઓ શેખચલ્લી જરા સપનાની દુનિયામાંથી બહાર આવો અને શું કાશ્મીર કાશ્મીર કરે છે.. આ ઉમર તો એડવેન્ચર કરવાની છે હું તો જવાનો પ્લાન કરુ છું ત્યાના એટ્રેક્ટિવ બીચો, એન્જોયમેન્ટથી ભરેલી નાઈટ લાઈફ, ડેરીગથી ભરેલા વોટર સ્પોર્ટ્સ અને પબ અને કસીનોની એ પાર્ટીને કેવી રીતે મિસ કરાય... કાશ્મીર છોડ અને રેડી થઈ જા આપણે બે દિવસ માટે ગોવા જઈએ છે નો આરગ્યુમેન્ટ, પ્લાન ઈસ ફાયનલ, તુ અંકલ આન્ટીને મનાવ રાતે તને લેવા આવુ છું "
મૃદૃલ કન્ફયુઝ અવાજમાં બોલ્યો " પણ મારી વાતતો સામ્ભળ , હું ગોવા..
ત્યાં એને વચ્ચે જ ટોકીને શેખર બોલ્યો " નો પર વર હું તને લેવા આવું અને તું મારી સાથે ગોવા આવે છે, ચલ બાય રાતે મળીયે, સી યા" અને તેણે ફોન રાખી દીધો...
મૃદૃલ અને શેખર નાનપણથી જ બેસ્ટ ફ્રેન્ડ, સ્વભાવ બન્નેના ભલે એકદમ ઓપોઝિટ હોય પણ બન્નુ દિલ જાણે એકબીજા માટે જ ધડકતું હોય, હંમેશા એકબીજાની પડખે એકબીજાનો સહારો બની એકબીજાને સાચવી લે એટલે પોતાના પ્લાનને બાજુએ મુકી મૃદૃલ ગોવા જવા તૈયાર થઈ ગયો.
હવે તેની સામે મોટો પ્રશ્ન હતો તેના મમ્મી પપ્પાને મનાવવાનો, મૃદુલના પરીવાર વિશે કહું તો સંસ્કારી મધ્યમ વર્ગીય ધાર્મિક સિદ્ધાંતવાદી વૈષ્ણવ કુટુંબ, ઘરમાં રોજ સવાર સાંજ લાલાની આરતી થાય, તેમનો શણગાર કરી ભોગ ભરાવીને આખું ઘર પાણી પીએ, ઘરમાં ક્યારેય કોઈ ઊચા અવાજે પણ ન બોલે.. ભલે ઘરમાં પૈસાની ભરમાર ન હોય છતાં વડીલોના સંસ્કારની ધરોહર ઉમંગભાઈ અને આરતીબેને જીવથી પણ વધારે સાચવી હતી.મૃદુલને પણ આ જ સંસ્કારની વિરાસત મળી છે, પોતાના સિધ્ધાંતોને વળગી રહી બીજાની લાગણીઓની કદર કરવી, કોઈ પણ જીવમાત્રને લગીરે દુઃખ ન થાય એ પ્રકારનો વ્યવહાર તેને ગળથૂથીમાંથી જ મળ્યો હતો, મોર્ડન વિચારોને અપનાવી પોતાની સ્વતંત્ર વિચારસરણીમાં તેને કેવી રીતે વણી તેવા તેની તાલીમ અને સિન્ચન તેને નાનપણથી જ મળ્યું હતું. તુલસી જળમાં રાખી જ્યાં પ્રસાદનું આચમન થાય એ મમ્મી પપ્પાને ગોવા જવાનું પુછવા માટે પણ મૃદુલની હિમ્મત ન હતી થતી. શું કહેવું તેની ગડમથલ તેના મનમાં ચાલતી હતી, ન તો તે પોતાના જીગર જાન મિત્રનું દિલ તોડવા માંગતો હતો, ન તો તે પોતાના મમ્મી પપ્પાની લાગણીને ઠેસ પહોચાડવા ઈચ્છતો હતો. " આવા લાગણીઓના ધમાસાણ યુદ્ધ વચ્ચે તે ભોજન કરવા ડાયનીંગ ટેબલ પર આવ્યો.