Jivatu Jungle - 1 books and stories free download online pdf in Gujarati

જીવતું જંગલ - 1

ભાગ ૧

વરસાદ ફરી વરસવા લાગ્યો. તેનુ પાણી અમી છાંટણા બની આદિના ચહેરા ઊપર પડતા જ આદિ ઊઠયો. ઊગતી સવારે જ્યારે આદિ ઊઠયો ત્યારે તેને સ્વપ્ને પણ ખ્યાલ નહતો કે એ આ જંગલમાં કેવી રીતે આવી ચડ્યો. તેણે આજુબાજુ બધી બાજુ નજર ફેરવીને જોયુ ત્યારે એ ખરેખર પોતાને જંગલમાં જોઇ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. તેણે અહિથી કેવી રીતે બહાર નીકળવું એ વિચારી રહ્યો હતો.

તેણે ઘ્યાનથી જોયુ કે ખરેખર એ જાગી રહ્યો છે કે સૂતો છે. તેને સમજમાં નોહ્તું આવી રહ્યુ કે આગળ શું કરવું. તે જ્યાં બેઠો હતો ત્યાંથી ઊભો થયો અને આજુબાજુ નજર કરી ફરવા લાગ્યો.

તેના માથામાં જાણે કશોક ભાર લાગી રહ્યો હોય એમ એને લાગી રહ્યું હતું. તેણે આજુબાજુ બે ત્રણ બૂમ પાડી જોઇ. તેને લાગી રહ્યું હતું કે તેઓ જે રિસોર્ટમાં પાર્ટી કરવા ગઇ કાલે સાંજે આવી ચડ્યા હતા કદાચ ત્યાં જ આ કોઇ ભાગ હશે. અહિથી નીકળવા માટે જરૂર કોઇ દરવાજો હોવો જોઇએ.

તેણે પોતાના મિત્રોના નામ લઇ ફરી બૂમો પાડવાનું વિચાર્યું. મેઘા, નિલ, આરવ, આરજુ, ઉમંગ, શ્રુતિ તેણે બધાના નામથી બૂમો પાડવાની ચાલુ કરી. પણ તેના ઉત્તરમાં કોઇ પણ પ્રતિભાવ તેને સામે ન આવ્યો.

આજુબાજુ હવે માત્ર લીલોતરી અને ઘટાદાર વૃક્ષો સિવાય કંઇ નહતુ. તેને બહું આશ્ચર્ય થયું જયારે મોટા મોટા વૃક્ષો ઉપર બેઠેલા પક્ષીઓ જાણે તેને જોઇ ચહેકી રહ્યા હતા. પણ તેણે એ તરફ ઘ્યાન ન આપતા હવે રસ્તો ગોતવાનું વિચારી આગળ વધવાનું નક્કી કર્યું.

તે એ જંગલમાં રસ્તો ગોતતો આગળ વધ્યો અને તેની સામે ઍક ગુફા દેખાણી. જંગલની અંદર ગુફા હોવું સ્વાભાવિક હતું. તેણે નાનપણમાં એવી ઘણી બધી વાર્તા વાંચી હતી.

આદિએ બે મિનિટ વિચાર કર્યો ગુફા જોઇને - જ્યાં સુધી આવી ગુફા હોય ત્યાં શકય છે તેમાંથી પછી કોઈ જીન સામે આવી શકે છે, અથવા પુરાતન કાળમાંથી જીવિત થઇને કોઇ રાક્ષસ અથવા પરીસ્થાનમાંથી કોઇ પરી મળી શકે છે.

હૉય શકે કે પછી એ તેને એ જીન બહાર નીકળવા મદદ કરી શકે છે, અથવા પહેલો રાક્ષસ તેને હેરાન કરી શકે છે અથવા લડાઇ લડવા માટે આવાહન આપી શકે છે અથવા કોઇ પરી એની સામે શર્ત રાખી શકે છે. કંઇ પણ થઇ શકે છે. કારણ કોઇ પણ વાર્તા સત્ય ધટના સ્થળે ક્યારેક બની જ હોય છે !

પણ આજના સમયમાં શું વાર્તા હકીકત બની શકે છે ? શું તેની સાથે જે કંઈ થઇ રહ્યું છે એ હકિકત હશે કે પછી કોઇ ભયંકર સ્વપ્ન ? કારણ હજી પણ હું માની નથી શકતો કે હું કોઇ જંગલમાં ફસાઇ ગયો છું. આદિ ફરી વિચારવા લાગ્યો તે બે દિવસ પહેલાંનો દિવસ યાદ કરવા લાગ્યો.

તેઓ બધા જ મિત્રો આખો દિવસ ઓફિસમાં કામ કરી સાંજે ઓફીસ પછી કૉફી હાઉસમાં મળ્યા. મેઘા, નિલ, આરવ, આરજુ, ઉમંગ, શ્રુતિ જ્યારે મળ્યા ત્યારે તેમણે વાતો કરતા કરતા અચાનક જ પ્લાન કર્યો. બધા છોકરાઓને તો વાંધો ન હતો મિત્રો સાથે જઇ રહ્યા છે કહીને નીકળી શકતા હતા પણ છોકરીઓને ઘરે સાચું બોલીને નીકળવાનું યોગ્ય માન્યું.

જાણતા હતા કે મુશ્કિલ હતુ ઘરમાં સાચું બોલવું પણ મા અને બાપને અંધારામાં રાખી ઘરની બહાર રાત વિતાવી યોગ્ય કોઇને પણ ન લાગ્યુ. આમ પણ આજ સુધી ક્યારે પણ એ લોકોએ કોઇ પણ કામ છૂપાવીને નોહ્તું કર્યું અને આમ પણ તેઓ બધા જ સારા મિત્રો હતા કે જૂઠ બોલવું પડે અને આમ પણ બધા નાનપણથી એકબીજાની બાજુમા રહેતા હતા સાથે સાથે એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં અભ્યાસ કરતા હતા.

અંતે બધાના ઘરમાંથી હા પડી અને બધા જ ખુશ થઇને બીજા દિવસે સવારના રિસોર્ટ જવા તૈયાર થઇ નીકળી ગયા. શનિવાર અને રવિવારની રજા હોવાથી બે દિવસ અહિ જ વિતાવવાનું નકકી કર્યુ હતું. શહેરથી દૂર આ રિસોર્ટ હોવાથી તેમણે ઘરેથી વહેલા નીકળી ગયા હતા.

અર્ધે રસ્તે પહોંચ્યા પછી બધાને કકડીને ભૂખ લાગી હતી. તેથી બધા જ એક ધાબા પાસે ખાવા માટે રોકાયા હતા અને રિસોર્ટ પહોંચવા માટે રસ્તો પૂછ્યો હતો. પણ ખબર નહિ કેમ ત્યાં ઉભેલા બધા જ લોકોએ રિસોર્ટનો રસ્તો દેખાડવા નોહાતા માંગી રહ્યા. અંતે એક ઘરડી દેખાતી ડોશીમાએ તેમને રસ્તો દેખાડ્યો અને સાથે સાથે જણાવ્યું કે અગર જંગલમાં ફસાઇ ગયા તો ત્યાંથી ક્યારે પણ બહાર નહિ નીકળી શકો.

બધાને ત્યારે બહુ જ આશ્ચર્ય થયુ હતુ કારણ આખા રસ્તામાં ક્યાંય પણ જંગલ આવ્યું નહતુ. તેઓ બધા જ રિસોર્ટ પહોંચી ગયા હતા અને ખૂબ જ ધાંધલ ધમાલ કરી આખો દિવસ હસતાં હસતાં વ્યતિત કર્યો હતો. રાતના બધાએ સાથે ડિનર કર્યું હતું અને તેના પછી ત્રણે છોકરીઓ પોતાના રુમમાં સૂવા ચાલી ગઇ હતી અને તેઓ ચારેય મિત્રો બહાર આંટો મારવા નીકળ્યા હતા.

જ્યારે એ ચારે મિત્રો રિસોર્ટની બહાર નીકળ્યા હતા ત્યારે જ રિસેપ્શન કાઉન્ટર ઉપર ઊભેલી છોકરી ડયુટી પૂરી કરી ઘરે જઇ રહી હતી અને જતા જતા એટલું જ બોલી હતી," સર આ સમયે આવી અજાણી જગ્યામાં તમે ન ફરો એ જ યોગ્ય રહેશે તમારા બધા માટે. અહિ રાતના સમયે કોઇ પણ બહાર નીકળતું નથી કારણ આ જગ્યા થોડી વિચિત્ર છે."

તેની વાત સાંભળી એ ચારે મિત્રો હસી પડ્યા અને તેમાથી તેમનો મિત્ર નિલ તેની સામે જોઇ બોલ્યો, " બહેન તમે અમને ના પાડો છો તો તમે કેમ અત્યારે બહાર નીકળી રહ્યા છો ? "

નિલની સામે જોઇ એ છોકરી બોલી," અમે નાનપણથી અહિ રહેતા આવ્યા છે અને મારો સમય મોડી રાત્રે પૂર્ણ થાય છે એટલે અમને લોકોને અહિ ઍક રુમમાં રહેવાની પરવાનગી મળેલી છે. અહિ પાછળના ભાગમાં જ અમારા બધા સ્ટાફ માટે રુમ રાખવામાં આવી છે. તો જ્યારે પણ કોઇ કારણસર અમને મોડું થઇ જાય તો અમે અહિ જ રોકાઇ જઇએ છીએ.

આટલું કહી એ જતી રહી હતી. તેની વાતને વધારે ગંભીરતા પૂર્વક ન લેતાં એ ચારે મિત્રો બહાર ગાડી લઇને નીકળ્યા હતા. રાતના સમયે આસપાસનો વિસ્તાર ખૂંદી અર્ધો એક કલાકમાં પાછાં વળવાનું વિચાર્યું હતું એટલે નિશ્ચિત હતા કે અર્ધો કલાકમાં તેઓ બધા જ પાછા આવી જશે.

જયારે તેઓ રીસોર્ટ્ની બહાર નીકળ્યા ત્યારે આકાશમાં સુંદર તારાઓની જાજમ બિછાવી હતી. ચંદ્રમા પણ પોતાની શીતળ ચાંદની પૃથ્વી ઊપર ફેલાવી રહ્યા હતા. મંદ મંદ શીતળ વાયુ વાતાવરણને પુલકિત કરી રહ્યો હતો. આજુબાજુ અંધારું હોવા છતાં પણ તેમને બધું જ સ્પષ્ટ દેખાઇ રહ્યુ હતુ. તે બધાને જ લાગી રહ્યું હતુ કે તેઓ ચાંદની પ્રકાશમાં જ આગળ વધી રહ્યા છે. અચાનક ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલા ઉમંગે ચાલું ગાડીને બ્રેક મારી ગાડી રસ્તામાં વચોવચ ઊભી રાખી દિધી.!

* * * * * * *

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED