મારી કવિતા - 1 Jay Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી કવિતા - 1


(મિત્રો આપની સમકક્ષ મેં લખેલી કેટલીક કવિતા રજૂ કરી રહ્યો છું, આશા રાખું કે તમે વાંચશો અને તમારો કીંમતી પ્રતિભાવ રજૂ કરશો...)


1). ચકલી

"હા એ બેસતી મારા ઘર ના દ્વારે;
હતી મારે મન એ ખજાનો મજાનો."

"મારા નાનપણ નીયાદો નો હતો એક જ સંગ;
એક ચકલી ને એક મારા દોસ્ત."

" ચી ચી કરતી જોઈ ને મુજ હરખ નઈ સમાતો.,
આજે એનો અવાજ, શાને કેમ મુંઝાયો."

"મારા સવાર ના શમણું ની હરેક પળ હતી તું દોસ્ત ;
નથી હવે એ શમણું કે નથી એ ચકલી."

" ગર્વ છે અમને કે હા એ બેસતી મારા ઘર ના દ્વારે;
પણ છે એક જ દુખ ભીતર, નથી એ ચકલી કે નથી એ દોસ્ત."

" તારો વૈભવ એ તારાં આંગણ ની ગાડી ને બાઇક;
મારે મન રજવાડું એ ચકલી ને ખિસકોલી. "

" હું છું હયાત ને છે એ મગ ચોખા ને એજ ફળિયું;
બસ એક ખોટ છે મારા રજવાડાં ની એ ચકલી ને એ દોસ્ત. "

" હવે નથી એ જિંદગી ને નથી એ મજા;"
હજુ છું હું પણ હયાત ને આ ફળિયું…"
છે આ ઘર ને છે તે જ વૃક્ષ."

" બસ નથી એક ચકલી ને નથી એક દોસ્ત ;
બસ નથી એક ચકલી ને નથી એક દોસ્ત."(આજ લગભગ 5 વર્ષ પહેલાં મેં વિશ્વ ચકલી દિવસ નિમિતે ;મારા થકી થોડીક લાઇન ચકલી વીસે લખી હતી,


જેના થકી મેં મારો લખવાનો સફર શરૂ કર્યો હતો,


જે તે સમયે લખ્યો હતો એમ જ આપની સમક્ષ રજૂ કરું છું આશા રાખું કે આપ સૌ વાંચશો ને આપનો મંતવ્ય જણાવશો, આ કવિતા ઘણા સમય પેલા ની હોવાથી આપ સૌ ભૂલો ને અવગણવા વિનંતી.......)

- Dr Jay Dave


2)સરખામણી

હું પણ પહાડ સમકક્ષ થઈ બેઠો છું, છે ભીતર છે જ્વાળામુખી ને ચહેરા પર સ્મિત લઈ બેઠો છું.


હું પણ વાદળ સમકક્ષ થઈ બેઠો છું, જાણું છું કે નથી મારું કોઈ અસ્તિત્વ છતાં જિંદગી ના આકાશ માં છવાય ને બેઠો છું.


હું પણ દરિયા સમકક્ષ થઈ બેઠો છું કૈંક કેટલાય વમળો હૈયા ના તળીયે લઈ બેઠો છું.


હું પણ એ ચાંદ સમકક્ષ થઈ બેઠો છું, સુંદર ચહેરા પાછળ અનુભવ ના કડવા ડાઘ લઈ બેઠો છું.


હું પણ ફૂલ સમકક્ષ થઈ બેઠો છું, ઝાકળ ના ટીંપા ને બદલે અપેક્ષાઓ નો બોજો લઈ બેઠો છું.


હું પણ એ પિંજરા ની પક્ષી સમકક્ષ થઈ બેઠો છું, લાગણીઓ ના શમણાની સાથે નજર કેદ થાય બેઠો છું.


હું પણ એક મૃગ સમકક્ષ થઈ બેઠો છું, મંઝિલ ને પામવાની ઝંખના સાથે અધીરો થઈ બેઠો છું.


હું પણ હતો એક સમયે વસંત ની ખિલેલી કૂંપળ, હાલ યાદો ની એ પાનખર થઈ બેઠો છું,

હું પણ હતો એક સમયે મદમસ્ત ઝરણું, હાલ તળિયા ઝાટક થઈ બેઠો છું.


આમ તો નથી કોઈ અસ્તિત્વ તારું JD છતાં પણ તું માણસ થઈ બેઠો છું...

- Dr Jay Dave


3)જિંદગી નુ વર્ણન માત્ર એક લાઇન માં....


દરેક ક્ષણે ક્ષણે થતી આશા ની ક્ષણભંગુર અવસ્થા છતાં હિંમત ના હારી ને કઈ મળશે કે નહિ તેનો વિચાર કર્યાં વગર, માત્ર ને માત્ર દોડતા રહી ને મંજિલ મળી પણ જાય પણ તેનો અસ્વવશો રહી જાય ને, જે ખરેખર પામવાની લાહ માં ભાગ્યા જ કર્યા એ રસ્તા માં જ ક્યાંક રહી ગયું ને, જ્યારે સમજાય કે હવે બધું સમાપ્ત થાય રહ્યું છે, ત્યારે પણ આશા ના હારી ને રહી ગયેલા સમય ને ખુશી થી જીવવાનું નક્કી કરેલ એટલે જ જિંદગી...


-🖊️ Dr Jay Dave