હર્ષ- હર્ષિતા ની તન્વી - 3 - છેલ્લો ભાગ સંદિપ જોષી સહજ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હર્ષ- હર્ષિતા ની તન્વી - 3 - છેલ્લો ભાગ

ભાગ - 3

હર્ષિતા હર્ષ અને તન્વી ત્રણેય રેસ્ટોરન્ટ પહોંચી ગયા અને હવે જોઈએ આગળ શું થાય છે.

તન્વી: વાઉ ડેડ! શું મસ્ત રેસ્ટોરન્ટ છે!

આમજ વાતો કરતા ત્રણે જણા અંદર જાય છે જે ટેબલ ખાલી છે તેમાંથી મનપસંદ ટેબલ પર બેસી જાય છે.

વેઈટર મેનુ કાર્ડ અને વેલકમ ડ્રિન્ક આપી જાય છે. હવે બસ મનગમતી વાનગી ઓર્ડર કરીને એની લિજ્જત માણવાની હતી.

તન્વી રેસ્ટોરન્ટમાં આજુબાજુ નજર ફેરવી રેસ્ટોરન્ટની ભવ્યતા જોઈ રહી હતી. એકદમ હળવી રોશની સાથે સીસમના લાકડાની કોતરણી વાળું ફર્નિચર ને જોડે મોડર્ન આર્ટ ના સ્કલ્પચર રેસ્ટોરન્ટની ભવ્યતામાં ચાર ચાંદ લગાડી રહ્યા હતા ત્યારે ધીમા અવાજે વાગી રહેલું રોમેન્ટિક સંગીત મનને તરબોળ કરી દે એવું હતું.

જ્યારે તન્વી રેસ્ટોરન્ટની ભવ્યતા અને મધુર સંગીતને માણી રહી હતી ત્યારે હર્ષ અને હર્ષિતા એકબીજાની સામે જોઈ રહ્યા હતા અને એકબીજામાં ખોવાઈ ગયા હતા.

વેઈટર આ બધામાં વિલન બન્યો હોય એમ આવીને પૂછવા લાગ્યો, સર તમારો ઓર્ડર?

હર્ષ જાણે સફાળો જાગ્યો હોય એમ કહેવા લાગ્યો ઓર્ડર?

હા ઑર્ડર તો ફિક્સ જ છે ને એમાં પૂછવાનું શું. હર્ષિતા સમજી ગઈ એટલે એણે તેનો અને હર્ષનો ઓર્ડર લખાવી દીધો અને તન્વી ને કહ્યું બેટા તારે પણ જે મંગાવવું હોય એ મંગાવી લે.

તન્વી: તમે બેય ક્યારના કઈંક ઇશારામાં વાતો કરો છો, હું વિચારું છું કે તમે જે મંગાવ્યું છે એજ મારી માટે પણ કહી દો.

હર્ષિતા: એવું જરૂરી નથી, તારે જે મંગાવવું હોય એ મંગાવ.

તન્વી: ના એજ ફાઇનલ પાક્કું ������

હર્ષ આવું છું એમ કહી ઉભો થઇ ક્યાંક જાય છે.

વેઈટર થોડીવારમાં એક હાર્ટ શેપ કેક લાવીને ટેબલ પર મૂકે છે, એક મ્યુઝીસીયન ગિટાર લઈને આવે છે અને વગાડવાનું ચાલુ કરે છે. બીજું બધું મ્યુઝીક રોકાવીને રેસ્ટોરન્ટમાં માત્ર ગિટારનો કર્ણપ્રિય અવાજ સંભળાઈ રહ્યો છે. રેસ્ટોરન્ટની રોશની હવે આછી ગુલાબી રંગની છે.

દૂરથી હર્ષને આવતા જોઈ હર્ષિતા આશ્ચર્યથી ઉભી થઇ જાય છે. હર્ષ આજે ફરી એજ સ્ટાઇલ અને અદામાં તેની તરફ આવી રહ્યો છે જેમ 27 વર્ષ પહેલા આવ્યો હતો. પાસે પહોંચતા જ હર્ષે માઇક હાથમાં લઈને કહ્યું,

હર્ષિ ક્યારે 27 વર્ષ વીતી ગયા ખબર જ ન પડી, તે આજથી 27 વર્ષ પહેલાં મારી લવ પ્રપોઝલ સ્વીકારી હતી ત્યારથી આજ સુધી અવિરત તું મને રોજ તારા પ્રેમથી ભીંજવી રહી છે તો આજે ફરીથી આપણી વ્હાલી દીકરી તન્વીની હાજરીમાં કહું છું.

આઈ લવ યુ હર્ષિ. દિવસ જાય એમ હું વધુ ને વધુ તારા પ્રેમમાં ખોવાતો જાવ છું, શું આમજ મને તારા પ્રેમથી રોજ આવનારા વર્ષો ને વર્ષો સુધી ભીંજવતી રહીશ?

હર્ષિતાની આંખો ભીની થઇ ગઇ. એ હવે સમજી ગઈ હતી કેમ હર્ષે તેને આ ડ્રેસ પહેરવાનું કહેતો હતો. હર્ષિતા ખૂબ આનંદિત થઈ ગઈ થોડીવાર માટે તો બધું ભૂલી ગઈ.

હર્ષિતા: હર્ષ 27 વર્ષમાં મને રોજ તારી સાથે પ્રેમ થાય છે અને તારી સાથે રોજ હું એજ આનંદ અનુભવું છું જે પહેલીવાર આઈ લવ યુ કીધું ત્યારે થયો હતો. હર્ષ 27 વર્ષથી આપણે બંને એક બની ગયા છીએ, તું આમજ પૃથ્વીની જેમ મને તારામાં સમાવતો રહેજે હું તને રોજ વરસાદની જેમ ભીંજવતી રહીશ. આઈ લવ યુ મોર એન્ડ મોર એવરી ડે હર્ષ.

બસ આટલું કહેતાં જ આખી રેસ્ટોરન્ટ તાળીઓથી ગુંજી ઉઠે છે અને હર્ષ હર્ષિતાને કપાળે અને ગાલે હળવું ચુંબન કરે છે અને બંને એકબીજાને ભેટી જાય છે, બંને સાથે તન્વીને પણ બોલાવી સરસ ફેમીલી હગ કરે છે અને રેસ્ટોરન્ટમાં હાજર બધાને દિલથી ખૂબ આભાર કહે છે.

આખી રેસ્ટોરન્ટમાં જાણે એકદમ સરસ પ્રેમની સુવાસ મહેકી રહી હતી. કેક કટિંગ કર્યા પછી હર્ષ અને હર્ષિતાએ વેઇટરને કેક બધા ને સર્વ કરી દેવા કહ્યું.

બાકીની વાનગી પણ ટેબલ આવી ગઈ અને ત્રણે જણ જમવા લાગ્યા. તન્વી મોમ ડેડ નો પ્રેમ જોઈ ખૂબ ખુશ હતી એટલે જમતા જમતા પૂછી રહી ડેડ મને ખબર છે એ પ્રમાણે તમારા મેરેજને 21 વર્ષ થયાં તો તમે 27 કેમ કહેતા હતા?

હર્ષ: બેટા 27 વર્ષ પહેલા આજ દિવસે મેં તારી મોમ એટલે કે મારી હર્ષિ ને પ્રપોઝ કર્યું હતું. અમે એકબીજાને ઓળખતા હતા મળતા હતા કોલેજમાં બે વર્ષથી અને અમને બંનેને એકબીજા સાથે મળવું ખૂબ ગમતું અને અમારા વિચારો અને ધ્યેય પણ ખૂબ મળતા હતા. એટલે બે વર્ષ પછી મેં હિંમત કરીને પ્રપોઝ કરી જ દીધું અને મારું જીવન ખુશહાલ થઈ ગયું.

તન્વી: ઓહ માય ગોડ, વાઉ ! મને તો અત્યાર સુધી એમજ કે તમારા અરેન્જ મેરેજ હતા. તમે તો છુપા રૂસ્તમ નીકળ્યા.���

ચલો તમારું પ્રપોઝલ તો સ્વીકાર થઈ ગયું પણ પછી તરત મેરેજ ના કર્યા? મને બધી વાત કરો.

હર્ષ: જો તન્વી બેટા અમને ખબર તો પડી ગઈ કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ એ પ્રેમ માત્ર યુવાનીનો ઉન્માદ છે કે લાગણીસભર સહજીવનમાં ફેરવાઈ શકે એટલો પારદર્શક તથા મજબૂત છે એ સમજવા અમે બંને એ એકબીજાને ટાઈમ આપ્યો. એટલે કે અમે લગભગ છ વર્ષ એકબીજાને પુરેપુરા સમજ્યાં, એકબીજાના પરિવાર અને પરિવારની રહેણીકરણી તથા વડીલોને સમજ્યા.

કોલેજ પુરી કરી સાથે માસ્ટર ડીગ્રી પુરી કરી અલગ અલગ કંપનીમાં જોડાયા. એકબીજાને સમજીને આગળ વધતા રહ્યા.

સમય આવ્યો કે જ્યારે અમને એકબીજાના સારા ખરાબ દરેક પાસાથી પરિચિત થઈ ગયા. એકબીજાના પરિવારમાં ભળી ગયા અને તેના પણ સારાનરસા પાસા સમજી ગયા. ઘણી પરિસ્થિતિ એવી પણ આવી જ્યાં અમે એકબીજા સાથે સંમત નહતા થતા, અમુક વાર તો અમે પંદર પંદર દિવસ સુધી મળી પણ નહતા શક્યા. અમે હવે એકબીજાના સારા અને નબળા તમામ પાસાથી વાકેફ હતાં છતાં પણ રોજ ને રોજ એકબીજાને વધુ ચાહી રહ્યા હતા.

એ સમયે અમને લાગ્યું કે અમે એકબીજા સાથે લગ્નના સહજીવનમાં રહીને આમજ પ્રેમપૂર્વક રહી શકીશું કેમ કે અમે હવે એક જ થઈ ગયા હતા. એટલે અમે પોતપોતાના માતાપિતા સમક્ષ અમારી એકબીજા પ્રત્યે લાગણી અને લગ્નની ઈચ્છા વ્યક્ત કરી. બંને તરફના પરિવાર એકબીજાને નજીકથી સમજતા હતા, જાણતા હતા અને સૌથી ખાસ તેઓ એ જાણતાં હતા કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અમે સાથે સુખમય જીવન જીવી શકીશું એટલે અમારા લગ્ન ધામધૂમથી કરાવી આપ્યા એટલે અમારા લવ કમ એરેન્જડ મેરેજ થઈ ગયા.������

તન્વી: ડેડ ખોટું ન લાગે તો એક વાત પૂછું?

હર્ષ: હા બોલ બેટા જે પૂછવું હોય એ પૂછ.

તન્વી: તમે એકબીજાને આટલા ડેડીકેટેડ છો તો આજે સવારે તમે શોપિંગ મોલ પાસે કારમાં પેલી બ્યુટીફૂલ લેડી સાથે હતા અને ગળે મળી રહ્યા હતા. એ શું હતું?

જે વિચાર્યું જ ન હતું એવા અચાનક થયેલા સવાલથી હર્ષિતા અને હર્ષ બંને એકબીજાની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા અને પછી ગંભીર મુદ્રામાં તન્વી સામે જોઈ ખડખડાટ હસી પડ્યા.

તન્વી: ??

હર્ષિતા: તન્વી શું એ સ્ત્રી એજ હતી જે સામે થી આવી રહી છે?

તન્વી: સામે આવી રહેલ સ્ત્રીને જોઈને, હાં મોમ આજ હતા પણ અહીં કેમ આવે છે?

હર્ષિતા: એ નમીતા છે. અમારી કોલેજની દોસ્ત.

આટલું કહે ત્યાં તો નમીતા પાસે આવી ગઈ.

આવીને હર્ષ અને હર્ષિતા બંનેને પ્રપોઝ એનિવર્સરીની શુભેચ્છા આપી અને તન્વીને હેલો કહ્યું.

ત્રણે જણ ને ગળે મળી ટેબલની ચોથી ખુરશી પર બેસી ગઈ.

નમીતા: સોરી યાર, થોડું મોડું થઈ ગયું આવતા.

હર્ષિતા: કંઈ વાંધો નહીં, તું તારો ઓર્ડર આપી દે શું લઈશ?

નમીતા:બહુ ઈચ્છા નથી, આઈસ્ક્રીમ આવે ત્યારે બધા સાથે લઈશું.

હર્ષિતા: ઓકે ફાઇન.

હર્ષિતા એ તન્વી સાથે પોતાની વાત ચાલુ રાખી...

હર્ષે મને પહેલીવાર પ્રપોઝ કર્યું હતું ત્યારે બાકીની આ બધી વ્યવસ્થા આ નમીતાએજ કરી હતી. એટલે મારા માટે સેમ સરપ્રાઈઝ પ્લાન કરવા....

હર્ષ વચ્ચે બોલી ઉઠ્યો..

આ બધી સરપ્રાઈઝ સેમ રીતે પ્લાન કરવાનું કામ આ વખતે પણ નમીતાને જ આપ્યું હતું. નમીતા એક મોટી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ છે છતાં સમય કાઢીને તેણે આ બધું કર્યું અને અહીં આવી પણ ખરી. એટલે જ સવારે નમીતા સાથે બધું ફાઇનલ થઇ ગયું એટલે હાથ મિલાવી થેન્ક્સ હગ કરી હતી.

હર્ષ અને હર્ષિતા બંને સાથે બોલી પડયા: થેન્ક્સ અ લોટ નમીતા.

આ સમગ્ર વાત દરમિયાન તન્વીએ જોયું કે એના મોમ ડેડ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને અત્યારે પણ એકબીજાનો હાથ પકડીને બેઠા છે. એકબીજાને જોતા જ એમની આંખોમાં ચમક અને ચહેરા પર સ્મિત આવી જાય છે.

તન્વી: વાઉ ડેડ! તમે મારી આંખો ખોલી દીધી. આઈ એમ સોરી મોમ ડેડ.

આટલું કહેતાં જ તન્વી રડી પડી.

હર્ષિતા અને હર્ષે તરત જ ઉભા થઈ એને વચ્ચે બેસાડી વ્હાલ થી છાની રાખી.

હર્ષે કહ્યું કંઈ વાંધો નઈ બેટા, જેને વાતની ખબર ન હોય તેને આવી ગેરસમજ થઈ શકે. સારી વાત એ છે કે તે સમયસર એની સ્પષ્ટતા મેળવી સાચી માહિતી મેળવી લીધી.

તન્વી: માત્ર એની માટે નહીં ડેડ, બીજી વાત ...બીજી પણ એક વાત ..

તન્વી નમીતાની હાજરીમાં બોલતા ખચકાતી હતી એટલે હર્ષે કહ્યું તન્વી તારે જે કહેવું હોય એ ચિંતા કર્યા વગર કહે.

તન્વી: ઓકે ડેડ. તમને કદાચ મોમે વાત કરી જ હશે પણ છતાં હું તમને પણ કહેવા માગું છું.

ડેડ મને કોલેજનો એક છોકરો પસંદ હતો અને એને પણ હું પસંદ હતી. અમે એકબીજાને લવ કરવા લાગ્યા, ડોન્ટ વરી અમે કોઈ સીમા ઓળંગી નથી. હું એને ત્રણ મહિનાથી ઓળખું છું અને હું અઢાર વર્ષની થઈ ગઈ હોવાથી મારો લાઇફ પાર્ટનર ચુઝ કરવાનો મને અધિકાર મળે છે તેથી હું તેની સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાની હતી. આ વાત મોમ ને ખબર પડતાં એમણે મને ખૂબ સમજાવી પણ હું ન માની.

મને ખબર જ હતી કે મોમ તમને વાત જરૂર કરશે અને તમને ખબર પડશે એટલે તમે વઢશો અને મને મારશો. કદાચ તમે મને બાંધીને એક રૂમમાં પુરી દેશો. કેમ કે મેં આવું બહુ સાંભળ્યું હતું.

જે છોકરા સાથે હું મેરેજ કરવાની હતી એજ મને કહેતો હતો કે ઘરે કઈ વાત ન કરતી નહીંતો એ લોકો તને મારશે, બાંધી દેશે અને આપણા પ્રેમને તોડી નાખશે.

ડેડી પણ તમે કે મોમ કોઈએ આવું ન કર્યું. ઈનફેક્ટ તમે તો મને પૂછ્યું પણ નહીં કે શું વાત છે કે વઢયા પણ નહીં. ડેડ આઈ એમ વેરી સોરી હું બીજાની વાતો સાંભળી ઘરનાંને દુશ્મન માનવા લાગી હતી.

ડેડ સાચું કહેજો કે તમને મોમે વાત કરી હતી ને?

હર્ષ: હા બેટા. હર્ષિએ મને બધી વાત કરી હતી.

તન્વી: તો તમે કંઈજ કીધું નહિ મને, મારવાની કે બાંધવાની તો વાત દૂર તમે મને વઢયા પણ નહીં કે આ વિશે કંઈજ ના કીધું. કેમ ?

હર્ષ: બેટા તું અમારી વ્હાલી દીકરી છે, તને મારવાનું કે બાંધવાનું અમે સ્વપ્ને પણ ના વિચારી શકીએ. તારી ખુશી એજ અમારી ખુશી હોય. હા તું ભૂલ કરતી હોય, ખોટું કરતી હોય તો તને જરૂર કહેવું પડે અને વઢવું પણ પડે કેમ કે એ અમારી જવાબદારી છે. તું પુખ્ત ભલે થઈ ગઈ પણ સમાજની આંટીઘૂંટી ને અસામાજિક તત્વોના છળ સમજવા નાની છે હજી એટલે તને કોઈપણ ખરાબ વ્યક્તિ કે પરિસ્થિતિથી બચાવવી એ અમારી જવાબદારી છે.

બાકી તારી મોમ તને કાલે સરળ રીતે સમજાવી ચુકી, પણ તું ન સમજી. મને વાત ખબર પડી એટલે મેં તને કંઈજ ના કહ્યું કેમ કે મને મારી દીકરીની સમજદારી પર પૂરો વિશ્વાસ હતો.

તું અજાણતાં ભૂલ કરી શકે, પણ બધું જાણીને તો કદી ભૂલ ન કરે. તારી સમજણ, વિવેક, બુદ્ધિ અને અમારા સંસ્કાર પર અમને પૂરો વિશ્વાસ છે.

તન્વી: હંમેશા તમને અને મોમ ને એકબીજાને પ્રેમ કરતા, એકબીજાને આદર કરતા અને સમજદારીથી રહેતા જોયા છે. મને થયું મને પણ મારો આવોજ પ્રેમ મળી ગયો. તમારા પ્રેમના મજબુત મૂળિયાં ને સમજ્યા વગર પાયા વગર મારા પ્રેમની ઇમારત ચણવા નીકળી હતી. મને સાચો પ્રેમ શુ કહેવાય એ હવે ખબર પડી.

હર્ષ: તને એ છોકરો ગમતો હોય તો એને અમારી સાથે મળાવ, આપણે તેના ફેમીલી ને મળીએ. એકબીજાને સમજીએ જીવનના ધ્યેય અને મૂલ્યોનો એકબીજા સાથે સેતુ બાંધીએ.

તન્વી: રડતા રડતા, ના ડેડ. મારે હવે એની સાથે કોઈજ સંબંધ નથી રાખવો. ઈનફેક્ટ મેં એને બ્રેકઅપનો મેસેજ પણ કરી દીધો છે ને કદી મળવાની કોશિશ ન કરવાની સૂચના પણ આપી દીધી છે.કેમ કે જે માણસ ત્રણ મહિનાની રિલેશનમાં મારા માતાપિતા વિરુદ્ધ મને ઉશ્કેરી શકે એ મને સાચો પ્રેમ ન જ કરતો હોય.

હર્ષ: સારું બેટા. ભવિષ્યમાં કંઈપણ આવી વાત હોય તો જેમ આજે દોસ્તની જેમ કરી એમ જ વાત કરજે, હાં પણ પહેલેથી આમ છેલ્લે છેલ્લે નહિ. હું ને તારી મોમ હંમેશા તારી સાથે જ હોઈશું અને તારી ખુશી એજ અમારી ખુશી.

વી આર વેરી પ્રાઉડ ટુ હેવ ડોટર લાઈક યુ કે તું કેટલી નિખાલસતાથી આટલી મોટી વાત સમજી ગઈ.

તન્વી: ડેડ મોમ હું બહુ લકી છું કે મને તમારા જેવા પ્રેમાળ અને કેરિંગ પેરેન્ટ્સ મળ્યા. આઇ લવ યુ બોથ. હવે કદી આવી ભૂલ નહિ કરું. મારુ પૂરું ધ્યાન સ્ટડી અને કરિયર પર આપીશ.

આટલુ કહેતા હર્ષની આંખો ભીની થઇ ગઇ એટલે તન્વી અને હર્ષિતા એને ભેટી પડ્યા અને સરસ નિખાલસ ફેમિલી હગ થઈ ગઈ.

થોડીવાર સુધી કોઈ હલ્યું નહિ એટલે નમીતા બોલી ઉઠી વાહ વાહ મને તો ભૂલી જ ગયા.

આ સાંભળતા જ બધા હસી પડ્યા અને નમીતા પણ બધાને ગળે મળી.

નમીતા: ચલો આજે આઈસ્ક્રીમ મારી તરફથી ��� પણ હવે ભૂખ લાગી છે.

સરસ મજાનો આઈસ્ક્રીમ ખાઈ નમીતા ને ખૂબ આભાર કહી એક સરસ પરિવાર ફરી હસતો રમતો ઘરે જવા નીકળી ગયો.

તન્વી: ડેડ પેલા રેસ્ટોરન્ટના વાઉચરનું શું થયું?

હર્ષ: ������ કઇ મફતમાં ના મળે..એવા કોઈ વાઉચર હતા જ નહીં ���

ઘરે પહોંચી તન્વી સુઈ ગઈ પછી હર્ષિતા હર્ષ ને કહી રહી, હર્ષ આજે તે ફરી સાબિત કરી દીધું કે તારાથી વધુ સારું મને કોઈ મળી જ ન શકે.

હર્ષ: હર્ષિ પ્રેમ. તારા પ્રેમથી સારું કંઈ છે જ નહીં. બંને સાથે બોલી ઉઠ્યા આપણી તન્વી.

મધુર સંગીત વાગી રહ્યું છે ને એક સુખી પરિવાર એક થઈ રહ્યો.

 

સમાપ્ત

પ્રસ્તુતિ : સંદિપ જોષી (સહજ)