પહેલી નજર નો પ્રેમ - ભાગ-1 Bhargav Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલી નજર નો પ્રેમ - ભાગ-1

પહેલી નજર નો પ્રેમ એટલે . ? શું ખરેખર પહેલી નજરે પ્રેમ થાય શકે ખરો . ? કે પછી એ પહેલી નજરે થયેલો પ્રેમ એ પ્રેમ નહી માત્ર વહેમ હોય છે આવા ઘણા વિચારો યુવકો ના મન માં રોજ આવતા હોય છે ,

લોકો કહે છે કે એ તો જેને પ્રેમ થયો હોય ને એને ખબર હોય કેમ થાય . કોઈ ફિલ્મ ની જેમ બધું શાંત થાય જાય ઘડિયાળ પણ પોતાનો સમય પોતાની જગ્યા એ રોકી દે અને માત્ર અને માત્ર એના હવા ની લહેર ની સાથે લહેરાતી ઝુલ્ફો એ તલવાર બની ને રદય ના આ છેડે થી ઓલે છેડે સુધી વાર કરી જાય અને એ વાર પણ વારંવાર અનુભવ કરવાનું મન થાય ,

પછી થી બસ મંદિર પણ એ અને મસ્જિદ પણ એ અને એની અંદર નો ભગવાન અને અલ્લહા પણ એ ... બસ આવી અનુભૂતિ થાય અને સીધા સપાટ રોડ પર પ્રેમી નામ ની ગાડી એ પ્રતિયોગિતા માં ઉગે .... તો આવીજ એક સાપ્તાહિક વાર્તા ક્રમ લય ને આવું છું , જેમાં એક પ્રીતમ જે પોતાની પ્રિયતમા ને પ્રથમ વખત જોઈ રહ્યો છે ... અને એની દિલ ની ધડકનો તમારે કાને પડશે … .


ત્યારે તમને પણ એ અનુભૂતિ થશે .. આ સાપ્તાહિક આવતા રવિવાર થી રોજ રવિવારે મૂકવામાં આવશે . આશા કે તમને આનંદ આવશે ...



પહેલાાઅંક ની શરૂઆત

સવાર - સવાર માં વહેલા ઉઠી ફ્રેશ થય ને જાણે કોઈક બોલીવુડ ફિલ્મ નો હીરો હોય એવો તૈયાર થાય ને નીકળે છે . કોલેજ પહોંચતાં ગેટ પર ઊભી ને કઈક વિચારે છે એટલા માં જ તેની નજર પેલી પારે બસ થી ઉતરતી પેલી છોકરી પર જાય છે.જાણે બસ બધું કહી જાય છે રદય ના ધબકારા વધેલ , મોટું ખુલ્લું , આંખો નું મટકું માર્યા વિના બસ નજર એક દમ એના સામી છે .. ત્યારે બીજી પાર થી કોઈક ની ગાડી નું હોર્ન સંભળાય છે અને મમ્મી નો અવાજ આવે છે કે ઉઠ ને ભાવેશ કોલેજ ના પહેલા દીવસે જ મોડું જવું છે શું . ? ને બસ સપનું તુટી જાય છે ........ હવે ભાવેશ ઉઠી ને પોતાની આંખો ને ખોલી અને આળસ લેય છે . અને સાથે જ તેને આજે આવેલ સપના વિશે વિચારે છે ... મમ્મી તેને કહેછે કે

ભાવલા શું રોજ તો વહેલો ઉઠે છે આજે જ કેમ મોડું થય ગયું ... એમ કહી ને મજાક કરતા કહે છે "કે કોઈક છોકરી નું સપનું આવ્યું હસે નય ... "

ત્યાંતો ભવલા નું મોટું લાલ- લાલ થાય જાય છે અને કહે છે રહેવાદો ને મમ્મી સવાર - સવાર માં શું હેરાન કરો છો ... ત્યાં મમ્મી ચાલ્યા જાય છે અને આ વિચારો માં ને વિચારો માં નાહી - ફ્રેશ થય તૈયાર થાય છે . નાસ્તો કરી મમ્મી ને પગે લાગે છે અને પિતા ના ફોટો પાસે માથું નમાવી ચાલ્યો જાય છે ..

હવે તે કોલેજ પર પહોંચે છે અને ગેટ પર પહોંચતાં ની સાથેજ સપનું યાદ આવે છે અને તે ઉભો રહી જાય છે . અને પોતાના સપના વિશેષ વિચારતો હોય તો ત્યાં બીજી પાર એક બસ આવે છે ...

ક્રમશ

આવીજ બીજી રચનાઓ વાંચવા માટે અનુસાર... અને મને પ્રોત્સાહન આપો આપને આ અંક ગમ્યો હશે સમય ના અભાવે અંક થોડોક નાનો છે પરંતુ બીજનો અંક માં એ કમી નહી રહે ...