(કિઆરા અને અર્ચિત વિશે ઊંધુ વિચારી રહેલો વિન્સેન્ટ જ્યારે જાણે છે કે તે બંને ભાઇબહેન છે ત્યારે તેને ખુશીના માર્યા કિઆરાની સામે આવી જાય છે.કિઆરા તેને તેના પ્લાનમાં સામેલ કરે છે.ઘણીબધી મહેનત પછી તેને ખબર પડે છે કે તે રીપોર્ટ કોણે બનાવ્યાં હતા.)
"હેલો,તમને કહું છું.હું અહીં પહેલેથી બેસેલો છું."રોનકે કહ્યું.
"એટલે જ તો અમે અહીં આવ્યા કેમકે તું અહીં બેસેલો હતો.તારું જ કામ છે અમારે."અર્ચિતે કહ્યું.
"મારું શું કામ છે?તમારે જે પણ કામ હોય તે તમે રીસેપ્શન પર કહો.હું તો ઓફિસમાં છું મારું કામ રીપોર્ટ બનાવવાનું છે.જાઓ અહીંથી બીજે ક્યાંય બેસો."રોનકે ગુસ્સામાં કહ્યું.
"અમારે પણ એક રીપોર્ટ જ બનાવડાવવાનો છે."કિઆરા બોલી.
"શું ?રીપોર્ટ બનાવડાવવાનો ના હોય.રીપોર્ટ કરાવવા પડે અને તે જનરેટ થઇને આવે."આટલું કહેતા રોનકનો અવાજ લથડાઇ ગયો.
"ના પણ રીપોર્ટ કરાવાય તેમ નથી કેમકે તેવો તો કોઇ રીપોર્ટ જ નથી થતો."વિન્સેન્ટે કહ્યું.
"એવો કયો રીપોર્ટ છે."રોનકે આશ્ચર્ય સાથે પુછ્યું.
"રોનકજી,આ મારા પતિ છે.અમારે ડિવોર્સ લેવા છે પણ અમારા વચ્ચે કોઇ મજબુત કારણ નથી કે અમને ડિવોર્સ મળે.અમારા લગ્નને બે મહિના જ થયા છે અને હવે લાગે છે કે આખું જીવન સાથે નહીં નીકળે."કિઆરા નાટક કરતા વિન્સેન્ટ સામે ઇશારો કરતા બોલી.
વિન્સેન્ટ ફરીથી કિઆરાના પ્લાનમાં ફસાયો.તેણે કિઆરા સામે આંખો કાઢી.
"તો?"રોનકે પુછ્યું.
"તો રોનકજી,તમે એવો નકલી રીપોર્ટ બનાવી આપોને કે તે ગે છે.તો મને સરળતાથી ડિવોર્સ મળી જાય. "કિઆરાએ કહ્યું.
કિઆરાની વાત પર રોનકને ખાંસી આવી,સેન્ડવીચનો ટુકડો તેના ગળામાં અટકી ગયો.
"આવો કોઇ રીપોર્ટ ના બને.જાઓ અહીંથી નહીંતર સિક્યુરિટીને બોલાવીશ."રોનકે ગુસ્સો કરતા કહ્યું.
"અચ્છા,તો ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસ બેન્જામીનનો ખોટો રીપોર્ટ તો તે બનાવ્યો હતો."અર્ચિતે કહ્યું.
રોનક ઊભો થઇને ભાગવા જતો હતો.કિઆરાએ પેન તેના પાછળ અડાડી અને કહ્યું,"ખબરદાર જો ભાગવાની કોશીશ કરી છે તો.મારી પાસે સાયલન્સર વાળી ગન છે.ચુપચાપ અમારી સાથે ચલ."કિઆરાએ કહ્યું.
કિઆરા,વિન્સેન્ટ અને અર્ચિત તેને હોસ્પિટલના સ્ટોરરૂમમાં લઇ ગયા જ્યાં કોઇ આવતું જતું નહતું.
"વિન્સેન્ટ,આ પોપટ જેવું બોલવાનું શરૂ કરે તેનું વીડિયો રેકોર્ડિંગ કરી લેજો."કિઆરાએ કહ્યું.
તે હવે શું કરવાની હતી?તે વાત વિન્સેન્ટ માટે સરપ્રાઈઝ હતી.
"ઓહ જીસસ,આ છોકરી હવે શું કરશે?"વિન્સેન્ટે વિચાર્યું.
કિઆરાએ દુપટ્ટો મોઢે બાંધેલો હતો.તેણે અર્ચિતને ઇશારો કર્યો અને અર્ચિત તથા કિઆરા તેની ઉપર પોતાના કીક બોક્સીંગ અને માર્શલ આર્ટ્સના મુવ્સ અજમાવવા લાગ્યા.માત્ર પાંચ જ મિનિટની ધોલાઇ બાદ તેણે કહ્યું,"મને ના મારો.હું બધું જ જણાવું છું."
કિઆરાએ વિન્સેન્ટને ઈશારો કર્યો,વિન્સેન્ટે મોબાઇલમાં રેકોર્ડિંગ ચાલું કર્યું.
"એક રીપોર્ટર આવ્યો હતો મારી પાસે.તેનું નામ હિરેન હતું.તેણે મને કહ્યું કે એક નકલી રીપોર્ટ બનાવવાનો છે સામે મને પચાસ હજાર રૂપિયા રોકડા તાત્કાલિક મળી જશે.એક નકલી રીપોર્ટ બનાવવો એટલી મોટી વાત પણ નહતી.
તેણે મને નામ કહ્યું એલ્વિસ બેન્જામિન પણ મે તે નામ પર એટલું ધ્યાન ના આપ્યું અને સાવ નકલી રીપોર્ટ બનાવીને આપી દીધો.કાલે રાત્રે જ્યારે આ સમાચાર જોયા ત્યારે હું ખૂબજ ડરી ગયો પણ મે હોસ્પિટલ આવવાનું ચાલું રાખ્યું કેમકે જો મે અચાનક હોસ્પિટલ આવવાનું બંધ કર્યું હોત તોમારા પર શંકા જાત.
મને માફ કરી દો.હું લાલચમાં આવી ગયો હતો."રોનકે રડતા રડતા કહ્યું.
"તારી લાલચની તો..તને ખબર પણ છે.તે સુપરસ્ટાર છે તેની ઈમેજતારા નકલી રીપોર્ટના કારણે ખરાબ થઇ અને તને તો ખબર હોવી જોઇએ કે આવો ટેસ્થ જ નથી હોતો.લાવ તને પણ એવી જગ્યાએ કીક મારું કે તે નકલી રીપોર્ટ તારા માટે અસલી હકીકત બની જાય."કિઆરાએ ગુસ્સામાં કહ્યું.
"સારું એક કામ કર તો તને માફ કરી શકીએ.તે રીપોર્ટર હિરેનને બોલાવ અહીં અને હા ખબરદાર જો તે કોઈ નાટક કર્યા કે ચાલાકી કરી છે તો."અર્ચિતે કહ્યું.
રોનકે ડરતા ડરતા હિરેનને ફોન લગાવ્યો.
"હિરેનભાઇ,રોનક બોલું મને તમને મળવું છે.હોસ્પિટલમાં ચોથા માળે એક સ્ટોરરૂમ છે ત્યાં આવી જાઓ."રોનકે કહ્યું.
"પણ વાત શું છે?"હિરેને પુછ્યું.
"તમે આવો પછી જણાવીશ."રોનકે કહ્યું.તેણે ફોન મુકી દીધો.
"અર્ચિત,તું આનું ધ્યાન રાખ.હું અને વિન્સેન્ટ આવીએ થોડી વારમાં."આટલું કહી કિઆરા વિન્સેન્ટને બહાર લઇ ગઇ.
"હવે ક્યાં જઇએ છીએ આપણે?"વિન્સેન્ટે પુછ્યું.
"ડોક્ટર પાસે.આ વિષયના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે.વિન્સેન્ટ તમે એક કામ કરો.જેવા આપણે આ ડોક્ટરની કેબિનમાં અંદર જઈએ ત્યારે મોબાઇલમાં રેકોર્ડિંગ ચાલું કરીને મોબાઇલ એ રીતે સેટ કરજો કે આપણે જે વાત થાય તે રેકોર્ડ થાય."કિઆરાએ કહ્યું.
"આપણે ત્યાં શું કરવાના છીએ?એ તું પ્લીઝ તારા આવા ખતરનાક અને અટપટા પ્લાન મને કહીને શરૂ કર.અચાનક મને આઘાત લાગે છે."વિન્સેન્ટે દયામણું મોઢું કરીને કહ્યું.
જવાબમાં કિઆરાએ તેની સામે સ્વિટ સ્માઇલ આપી.તે લોકો રીસેપ્શન પર ડોક્ટરની એપોઇન્મેન્ટ લઇને તેમને મળવા ગયાં.
"યસ,મિ.એન્ડ મિસિસ ડિસોઝા.આવો."ડોક્ટરની વાત પર વિન્સેન્ટને ઝટકો લાગ્યો.
"યસ સર.થેંક યુ."કિઆરા બોલી.તે લોકો બરાબર ડોક્ટરની સામે બેસ્યા.કિઅારાના કહ્યા પ્રમાણે વિન્સેન્ટે કેમેરો ઓન કરીને મોબાઇલ ઊંધો રાખ્યો હતો.
"સર,આ મારા હસબંડ છે.સર અમારા લગ્નને બે મહિના જ થયા છે.મારે ડિવોર્સ લેવા છે કેમ કેમને લાગે છે કે તે ગે છે.તેમણે લગ્નથી અત્યાર સુધી મને હાથ પણ નથી લગાડ્યો.સર,મારે તેમનો રીપોર્ટ કરવવો છે કે તે ગે છે કે નહીં."કિઆરાની વાત સાંભળીને વિન્સેન્ટને ફરીથી ચક્કર આવવા લાગ્યાં.
ડોક્ટર હસ્યા અને બોલ્યા,"જુવો બેટા,આવો કોઇ ટેસ્ટ હોય જ નહીં.હા હોર્મોન ટેસ્ટ અને સ્લાઈવા ટેસ્ટ હોય પણ તે એટલે એક્યુરેટ ના હોય."
"સર,કેવી વાત કરો છો તમે.ગઇકાલે જ સમાચારમાં બતાવ્યું કે આ જ હોસ્પિટલમાં એલ્વિસ બેન્જામિને આ ટેસ્ટ કરાવ્યો હતો અને તે ગે છે તેવું રીપોર્ટમાં આવ્યું હતું.કેમકે તે સેલિબ્રીટી છે એટલે તેમના માટે બધું જ થઇ શકે.અમારા સામાન્ય માણસો માટે કશુંજ નહીં."કિઆરા બોલી.
"જુવો બેન,હું પોતે તે વાત માટે આઘાતમાં છું.કેમકે તે રીપોર્ટમાં ડોક્ટરના નામની જગ્યાએ મારું નામ લખેલું છે.મે તેમને ચેક નથી કર્યા.તે મારી પાસે ક્યારેય ઈલાજ કરાવવા આવ્યા જ નથી.આ રીપોર્ટ નકલી છે અને મે આ વાતની ફરિયાદ આગળ કરી છે.જુવો આ રહી ફરિયાદની કોપી.તમે જાઓ અહીંથી પ્લીઝ."ડોક્ટરે આટલું કહીને તે ફરિયાદની કોપી બતાવી.
વિન્સેન્ટ અને કિઆરા ત્યાંથી નીકળ્યાં.
"જોયું,તમારો ડેશિંગ સુપરસ્ટાર આ એકજ વીડિયોથી નિર્દોષ અને નોર્મલ પુરુષ સાબિત થઇ જશે પણ હવે મારે આ બધાની પાછળ કોણ છે તે બહાર લાવવું છે.
હા હું માનું છું કે મહેમાનો સાથે આવું વર્તન ના કરાય પણ જો મહેમાન તમારું અનિષ્ટ કરવા આવ્યા હોય તો તેમને સબક શીખવાડવો પડે.
વિન્સેન્ટ,બની શકે કે તે એલ્વિસના દેખાવ,તેના રૂપિયા અને તેના સ્ટેટ્સ પાછળ હોય.તે ખરેખર એલ્વિસને પ્રેમ કરતી હોતને તો તેને નિર્દોષ સાબિત કરવા પ્રયત્ન કરતી ના કે આવા વાહિયાત આઇડિયા અાપતી.
વિન્સેન્ટ,મે તેને આ રીતે ભગાવી ના હોતને તો આ નાટક દ્રારા તે ધીમેધીમે એલ્વિસના જીવનમાં કબ્જો જમાવી લેત."કિઆરા આટલું કહીને સ્ટોરરૂમમાં ગઇ.
"હા સાચી વાત છે તારી.કિઆરા,અકીરા આવું ના કરી શકે કેમ કે તે એલ્વિસના રૂપિયા ,દેખાવ અને સ્ટેટ્સને પ્રેમ કરે છે.સાચો પ્રેમ તો એલ્વિસને તું કરે છે એટલે જ તો તેને નિર્દોષ અને નોર્મલ સાબિત કરવા આટલી મહેનત કરે છે."વિન્સેન્ટ સ્વગત બોલ્યો.તે પણ સ્ટોરરૂમમાં ગયો.થોડીક જ વારમાં તે હિરેન પણ ત્યાં આવ્યો.
"રોનક,મે તને કહ્યું હતું ને કે હવે મને ક્યારેય ફોન ના કરતો.તો ફોન કેમ કર્યો?શું વાત છે બોલ જલ્દી."હિરેને કહ્યું.
માર ખાઈને બેહાલ થયેલો રોનક કશુંજ ના બોલી શક્યો.
"લાગે છે તને કોઇએ માર્યો છે."હિરેને પુછ્યું.રોનકે હકારમાં માથું હલાવ્યું.
"કોણે?"હિરેને પુછ્યું.
રોનકે પાછળ ઈશારો કર્યો.સ્ટોરરૂમનો દરવાજો અંદરથી બંધ કરી રહેલા વિન્સેન્ટ,કિઆરા અને અર્ચિતે તેનો પરિચય આપ્યો.
"કોણ છો તમે?"હિરેને ગંભીર થઇને પુછ્યું.
"અમે કોણ છીએ તે છોડ.તું થોડીક વાર પછી તારી ઓળખ ભુલી જઈશ."આટલું કહીને કિઆરા અને અર્ચિતે તેના પર તેમના કીક બોક્સીંગ અને માર્શલ અાર્ટ્સના મુવ્સ અજમાવ્યા.
"કેમ મારો છો મને?હું રીપોર્ટર છું."હિરેને કહ્યું.
"અને હું ફ્યુચર આઇ.પી.એસ.તારી હિંમત કેવીરીતે થઇ કોઇના પર સાવ આવો આરોપ લગાવવાની?તને ખબર છે કે તે કોઇની ભાવનાઓ સાથે રમત કરી છે.કોઇની ઇમેજ ખરાબ કરી છે.લાવ તે નકલી રીપોર્ટ હું તારા માટે અસલી કરી દઉં.તને એક કીક એવી મારીશ કે તે નકલી રીપોર્ટ તારા જીવનની અસલિયત બની જશે."કિઆરા ગુસ્સામાં બોલી.
"શું જાણવું છે તમારે?કેમ મારો છો મને?"ગભરાયેલા હિરેને પુછ્યું.
"બોલ,તે એલ્વિસ બેન્જામિન પર આવો આરોપ કેમ મુક્યો?કેમ તેમને આવી રીતે બદનામ કર્યા?કેમ આ ખોટા રીપોર્ટ બનાવડાવ્યા?"વિન્સેન્ટે પુછ્યું.
વિન્સેન્ટે મોબાઇલમાં કેમેરા ઓન કરેલો હતો.
"જણાવું છું પ્લીઝ મને હવે ના મારો.બહુ દુખે છે.અકીરા,મારી માનેલી બહેન છે પણ હું તેને સગી બહેનની જેમ માનું છું.તે બે દિવસ પહેલા મારી પાસે આવી.તે ખૂબજ ઉદાસ હતી.મે તેને પુછ્યું કે શું થયું તો તેણે પહેલા તો કશુંજ ના જણાવ્યું પણ પછી કહ્યું કે તે એલ્વિસને ખૂબજ પ્રેમ કરે છે અને એલ્વિસ જ તેના જીવનનો સાચો પ્રેમ છે.જો તે તેને નહીં મળે તો તે મરી જશે.
મને ખૂબજ દુખ થયું તેની આવી હાલત જોઈને.મે તેને પુછ્યું કે શું હું તેની કોઇ મદદ કરી શકું છું?તો તેની રડતી આંખોમાં ચમક આવી અને તેણે એક પ્લાન જણાવ્યો.તેણે કહ્યું કે એલ્વિસના નકલી રીપોર્ટ બનાવડાવીને કે તે ગે છે તેને હું મારા ન્યુઝચેનલની સોશિયલ મીડિયા સાઇટ પર વાયરલ કરું.બાકી તે જોઇ લેશે.
આગળ તે શું કરવાની હતી.તે મને નહતી ખબર.તેણે મને પાંચ લાખ રૂપિયા આપ્યા.તેમાંથી પચાસ હજાર મે રીપોર્ટ બનાવવા માટે આ રોનકને આપ્યા.બસ મને જેટલી ખબર છે મે તેટલું કહ્યું."હિરેન કણસતા કણસતા બોલ્યો.વિન્સેન્ટ આઘાત પામ્યો.
"કિઆરા,આટલું ઇનફ છે એલ્વિસને નિર્દોષ સાબિત કરવા.ચલ આ બંનેને પોલીસના હવાલે કરી દઇએ."અર્ચિતે કહ્યું.
કિઆરાએ માથું નકારમાં હલાવ્યું.
"એય હિરેન,મારી પાસે સાયલન્સર વાળી ગન છે.તને અને આ રોનકને ઉડાવી દઇશ.જો મારી વાત માનીશ તો બચી જઈશ.બોલ માનીશ?"કિઆરાએ કહ્યું.
"શું કરવાનું છે મારે?"હિરેને ડરતા ડરતા પુછ્યું.
"અકીરાને ફોન કર અને તેને તારા ઘરે બોલાવ.ચલો બધાં હિરેનના ઘરે."કિઆરાએ કહ્યું.
હિરેને અકીરાને ફોન લગાવી સ્પીકર પર રાખ્યો.
"હા અકીરાદીદી,તમારું કામ થઇ ગયું છે પણ તમને મળવું હતું.તો મારા ઘરે આવશો?"હિરેને કહ્યું.
"થેંક યુ,હા ચોક્કસ.હું અડધા કલાકમાં તારા ઘરે પહોંચીશ."અકીરા બોલી.કિઆરાએ આ ફોન રેકોર્ડ કર્યો.તે ગંભીર થઇ ગઇ અને થોડીક ઉદાસ પણ.
શું ચાલી રહ્યું છે કિઆરાના મનમાં?
કેમ તેણે અકીરાને હિરેનના ઘરે બોલાવી?
એલ્વિસ આ હકીકત જાણીને કે અકીરાએ આ બધું કર્યું છે,શું કરશે?
જાણવા વાંચતા રહો.