દ્રૌપદી - 1 Pooja Bhindi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દ્રૌપદી - 1

મેં ધીમે-ધીમે મારી આંખો ખોલી અને આસપાસ નજર ફેરવી.મારી ચારેય બાજુ અગ્નિ હતી.કારણકે મારો જન્મ જ યજ્ઞમાંથી થયો હતો, હું ‘યાજ્ઞસેની’ હતી.

મારા પિતા,પાંચાલનરેશ દ્રુપદે પુત્રપ્રાપ્તિ માટે એક યજ્ઞ કરાવ્યો હતો. જેમાં ફળરૂપે મારા ભાઈ સાથે મારી પણ પ્રાપ્તિ થઇ હતી.

હું પાંચાલનરેશની પુત્રી,રાજકુમારી પાંચાલી હોવાથી મને પાંચાલના રાજભવનમાં લઇ જવાઇ.ત્યાં મારા શૃંગાર અને અન્ય જરૂરિયાતો પુરી કરવાં માટે અનેક દાસીઓ ઉપસ્થિત હતી.મારો શૃંગાર થયાં બાદ મેં મારી જાતને પ્રથમવાર દર્પણમાં જોઇ કારણકે મારો તો જન્મ જ યુવાવસ્થામાં થયો હતો.

મારી પાસે બાળપણની સ્મૃતિઓ નહતી,પરંતુ હા, દેવતાઓ દ્વારા બાલ્યાવસ્થાથી લઇને યુવાવસ્થા સુધીનું બધું જ આવશ્યક જ્ઞાન મને વરદાનમાં મળ્યું હતું.

થોડા સમય બાદ મારા સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું.સ્વયંવર જીતવા માટે પ્રતિયોગીએ ધનુષ વડે ઉપર ફરતી માછલીની આંખને તેનું પ્રતિબિંબ જોઇને વીંધવાની હતી.નિસંદેહ આ સ્વયંવર કોઇ શ્રેષ્ઠ ધનુર્ધર જ જીતશે એ નક્કી હતું.

આખરે સ્વયંવરનો દિવસ આવી ગયો.પ્રતિયોગીતામાં ભાગ લેવાં માટે બધા પ્રતિયોગીઓ ઉપસ્થિત થઇ ચુક્યા હતા. અંતે કિંમતી વસ્ત્રો અને અમુલ્ય આભુષણો ધારણ કરી મેં મારું સ્થાન લીધું.

પ્રતિયોગીતા શરૂ કરવામાં આવી. એક પછી એક પ્રતિયોગી મને પ્રાપ્ત કરવાની ઇચ્છા સાથે પોતાના આસનેથી ઉઠતાં ગયા અને નિષ્ફળતા પ્રાપ્ત કરી પોતાનું સ્થાને પાછા બેસતાં ગયાં. આ બધું જોઇ મેં ગોવિંદને પ્રશ્ન કર્યો, “ગોવિંદ,શું આ લક્ષ્ય ભેદવા માટે કોઇ પણ સક્ષમ નથી?”

સખી,"આ લક્ષ્ય ભેદવા માત્ર ત્રણ વ્યક્તિઓ જ સક્ષમ છે, પહેલો હું,બીજા અંગરાજ કર્ણ અને ત્રીજો કુંતીપુત્ર અર્જુન."

જ્યારે સ્વયંવરમાં ઉપસ્થિત કોઇથી પણ લક્ષ્યભેદન ન થયું ત્યારે અંગરાજ કર્ણ પોતાનાં સ્થાનેથી ઉભા થયાં. તેઓએ ધનુષને હાથ જોડી વંદન કર્યું અને એક જ ઝાટકાથી ધનુષ ઉપાડી લીધું.

તેઓની વિદ્યા જોઇને હું અચંબિત થઇ ગઇ. કારણકે એ સમયમાં સૂતને શસ્ત્રવિદ્યા પ્રાપ્ત કરવાનો અધિકાર નહતો,છતાં પણ તેઓએ વિદ્યા હાંસિલ કરી.

પરંતુ જે વિદ્યાથી તેઓ સ્વયંવરમાં ભાગ લેવાં જઇ રહ્યા છે એ વિદ્યા તો તેઓ દ્વારા દુરાચારી દુર્યોધનને સમર્પિત કરવામાંઆવી છે.તો હું તેઓને મારા સ્વયંવર જીતવાની પરવાનગી કેવી રીતે આપું.

“હું સુતપુત્ર સાથે વિવાહ નહીં કરું.”હું બધાની વચ્ચે બોલી ઉઠી.મારા નિર્ણયને માન્યતા આપવામાં આવી.

કુંતીપુત્ર અર્જુન બ્રાહ્મણવેશે આવ્યાં. તેઓએ ધનુષને બે હાથ જોડી વંદન કર્યું.અને ધનુષ ઉપાડ્યું.નીચે પાણીમાં દેખાતાં પ્રતિબિંબને જોઇ તેઓએ જે રીતે ફરતી માછલીની આંખ વીંધી એ જોઇને હું મંત્રમુગ્ધ થઇ ગઇ. બ્રાહ્મણવેશ ધારણ કરેલ કુંતીપુત્ર અર્જુન સ્વયંવર જીતી ગયાં. મારાં તેઓની સાથે વિવાહ થયાં.હું મારા પરિવારજનોની વિદાઈ લઇ આર્ય અર્જુન સાથે માતા કુંતીના આશીર્વાદ લેવાં માટે નીકળી પડી.

પરંતુ એક ગેરસમજુતીનાં કારણે મને આશીર્વાદ આપવાનાં બદલે માતા કુંતીએ મને પાંચેય પાંડવોમાં સરખે ભાગે વહેંચવાનો આદેશ આપી દીધો.

મારી વહેંચણી?પાંચ પુરૂષોમાં?એ કંઇ રીતે થઇ શકે.હું દાનમાં મળેલ કોઇ વસ્તું કે અનાજ છું કે મારી વહેંચણી થઇ શકે.શું કોઇ સ્ત્રીનાં ભાગ થઇ શકે?હું આ વિચારમાત્રથી ક્રોધિત થઇ ગઇ હતી.

અમારી સમસ્યાનું કોઈજ સમાધાન મળતું નહતું.અંતે ઋષિ વ્યાસે અમારી સમસ્યા દુર કરવાનો માર્ગ દેખાડ્યો.અને હું પાંચેય પાંડવો સાથે વિવાહગ્રંથિથી જોડાઈ.

અમે બધાએ હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું. ત્યાં પણ મારાં પાંચેય આર્યો સાથેનાં વિવાહ સ્વીકારવાં કોઇ તૈયાર ન હતું.ખુબ તર્કો-વિતર્કો થયાં,મારાં ચરીત્ર પર પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યાં. અંતે અમને ખાંડવપ્રષ્ઠ નામનો વિસ્તાર આપવામાં આવ્યો.

મારા આર્યોએ અથાગ પરિશ્રમથી ખાંડવપ્રષ્ઠ કે જે માણસોનાં રહેવાં માટે હતું પણ નહીં તેને એક સમૃદ્ધ, સુરક્ષિત અને તાકાતવર રાજ્ય ઇન્દ્રપ્રસ્થમાં ફેરવી દીધું.

ધીરે-ધીરે ઇન્દ્રપ્રસ્થની કીર્તિ ચારેકોર વધતી ગઇ.આર્ય યુધિષ્ઠિરને ચક્રવર્તી સમ્રાટ ઘોષિત કરવા માટે રાજસુઇ યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો.યજ્ઞમાં નાના-મોટા રાજ્યોના અનેક રાજાઓ ઉપસ્થિત રહ્યાં.

રાજસુઇ યજ્ઞ ચાલુ હતો.ત્યાં જ શિશુપાલે યજ્ઞ રોકવાનો પ્રયત્ન કર્યો.તેણે મારા આર્યો ઉપર,ગોવિંદ ઉપર અને મહામહિમ ભીષ્મપર પણ આરોપ લગાવ્યા.હદ તો ત્યારે થઇ જ્યારે શિશુપાલે મારા અને ગોવિંદના પવિત્ર મૈત્રીનાં સબંધને અપવિત્ર કહ્યો.

શા માટે?શુ કોઇ સ્ત્રીને પુરૂષમિત્ર ન હોય શકે?શું એક સ્ત્રી કોઇ પુરુષને સખા કહે, કોઇ પુરુષ એક સ્ત્રીને સખી કહે તો તેમની મિત્રતા અપવિત્ર થઇ જાય?

શિશુપાલે પોતાનાં 100 અપરાધ પુરા કરી લીધાં હતાં.તેથી ગોવિંદે પોતાનાં સુદર્શનચક્ર વડે શિશુપાલનું મસ્તક તેનાં ધડથી અલગ કરી નાખ્યો અને દુષ્ટશિશુપાલનો નાશ કર્યો.
પરંતુ તેના લીધે તેમની આંગળી ચિરાઇ ગઇ હતી તેથી મેં મારી સાડીમાંથી એક નાનો વસ્ત્રનો ટુકડો કાપી તેમની આંગળી ઉપર બાંધી દીધો.

સખી,તે તારા વસ્ત્રથી મારો ઘાવ પૂર્યો છે,હું પણ એક વાર તને વસ્ત્ર પૂરાં પાડીશ.

ગોવિંદ,મારે વસ્ત્રની ક્યાં જરૂર પડશે.

જવાબમાં ગોવિંદ માત્ર રહસ્યમયી પરંતુ દર્દભરું હસ્યાં.
ખબર નહીં સખાએ એમ કેમ કહ્યું હશે.મને એક સામ્રાગીને વસ્ત્રોની ક્યાં કમી હોય છે.


કદાચિત ગોવિંદ સમાજમાં વધી રહેલ દુરાચાર જોઇને જાણી ગયા હશે કે દુષ્ટોના અધર્મી નેત્રોથી રક્ષણ માટે એક સ્ત્રીને જરૂર વસ્ત્રોની જરૂર પડશે.