દ્રૌપદી - 4 Pooja Bhindi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દ્રૌપદી - 4

ગોવિંદ...ગોવિંદ...ગોવિંદ

મેં મારી આંખો ખોલી.મારી આંખો લાલ થઇ ચુકી હતી.કદાચિત સતત રડવાના લીધે,ક્રોધનાં લીધે અથવા તો પ્રતિશોધની માંગને લીધે.

આ સભામાં મારી સાથે થયેલાં દુરાચાર બાદ હું ખૂબ ક્રોધિત અવસ્થામાં હતી.માતા કુંતી અને માતા ગાંધારી મારી પાસે આવ્યા.

માતા ગંધારીએ મારો ક્રોધ શાંત કરવા,હું કોઈ શ્રાપ ન આપી દવ એમાટે વરદાન માંગવા કહ્યું જેમકે કોઈ નાનુ બાળક રિસાયું હોય અને ભેટ આપવાથી ખુશ થઇ જશે.

તેમનો આ અવાજ ત્યારે કેમ ન ઉઠ્યો જ્યારે તેમનાં પુત્રો અધર્મ તરફ આગળ વધી રહ્યાં હતાં,જ્યારે તેઓના ભ્રાતા શકુની તેઓને અધર્મનાં માર્ગ તરફ ચાલવા પ્રેરી રહ્યા હતાં?

માતા કુંતીએ કહ્યું,"પુત્રી,તું થોડો સંયમ રાખ.તું જ છો જે મારા પુત્રોપર લાગેલ કલંક દુર કરી શકે છે."

આર્યોએ પણ કહ્યું,"પાંચલી અમને માત્ર એક તક આપ, નહીંતર અમારું હૃદય પ્રતિશોધની જ્વાળામાં જીવનભર સળગતું રહેશે."

"સંયમ...હું હજી પણ 'સંયમ' રાખું,ફરીથી 'તક' આપું.આ..આટલું બધું થયું છતાં પણ તમે મારી પાસે આશા રાખો છો."આટલું કહી હું મારો સંયમ ગુમાવી બેસી.માતા કુંતીને ભેટી હું રડી પડી.

...

મને અને આર્યોને બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો.આર્ય ભીમ,આર્ય અર્જુન,આર્ય નકુલ અને આર્ય સહદેવ પોતાની વિદ્યાનું જ્ઞાન વધારવા માટે તપસ્યા કરવા ગયાં જ્યારે હું અને આર્ય યુધિષ્ઠિર વનમાંથી પસાર થતા સાધુ-સંતોની સેવા કરી પુણ્ય એકઠું કરવા લાગ્યા.
...

ધીરે-ધીરે વનવાસનો સમય પુરો થવાં લાગ્યો,તેની સાથે સાથે આર્યોની તપાસ્યા પણ.મામા શકુની અને દુર્યોધન અમારો અજ્ઞાતવાસ નિષ્ફળ બનાવવા અમારા વનવાસના છેલ્લાં દિવસે મારા અપહરણની યોજના બનાવી.

હું અમારી કુટિરની બહાર એકલી હતી.ત્યાં જયદ્રથ આવ્યાં.તેઓ દુષલાનાં પતિ હતાં.તેથી મેં તેઓને આવકારો આપ્યો પરંતુ બદલામાં તેઓએ મને કુદ્રષ્ટિથી જોઇ.તેની કુદ્રષ્ટિ હું સહન ન કરી શકી.

તેણે મારું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આર્ય અર્જુને મારી રક્ષા કરી અને જયદ્રથ ફરીવાર આવી ચેષ્ટા ન કરે એ હેતુથી આર્ય ભીમે જયદ્રથનાં માથાપર બાકીનાં વાળનું મુંડન કરી માત્ર પાંચ ચોટીઓ જ રહેવાં દીધી.

...
અમારો અજ્ઞાતવાસ પુરો થવાને માત્ર અમુક દિવસોની જ વાર હતી.કૌરવો ચારેદીશામાં અમને શોધી રહ્યાં હતાં.પરંતુ અમે અમારી ઓળખાણ બદલી વિરાટરાજ્યમાં રહી રહ્યાં હતાં તેઓની તેને જાણ ન થઇ હતી.અહીં વિરાટરાજ્યમાં કિચક મને હેરાન કરવાનો અને પ્રલોભનો આપવાનો એક અવસર પણ નહતો છોડતો.તેની આ ચેસ્ઠાથી હું અને આર્યો અત્યંત ક્રોધિત હતાં.તેથી અમે બધાએ એક યોજના બનાવી.મેં કિચકનું આમંત્રણ સ્વીકાર્યું.હું તેનાં કક્ષમાં ગઇ જ્યાં આર્ય ભીમ પહેલેથી જ મારા આવવાની રાહ જોઇને છુપાયેલા હતાં.તેઓની વચ્ચે યુદ્ધ ચાલુ થયું.આર્ય ભીમની જેમ કિચક પણ ખૂબ બળવાન હતો.અને બે યોદ્ધાઓ વચ્ચે યુદ્ધ થાય તો અવાજ તો થવાનો જ.

આર્ય અર્જુને અજ્ઞાતવાસ માટે બુહન્નલાનું રૂપ પસંદ કર્યું હતું.તેથી તેઓએ ઉત્તરાને નૃત્ય શીખવવાનાં બહાને જોશ-જોશથી ઢોલક વગાડવાનું ચાલુ કર્યું જેથી સંગીતનાં અવાજની પાછળ યુધ્ધનો અવાજ દબાઇ જાય.અંતે આર્ય ભીમે દુષ્ટ કિચકનો વધ કર્યો.કિચકની સાથે-સાથે થોડાં સમય બાદ અમારાં અજ્ઞાતવાસનો પણ અંત થયો.

હું આજે ખુબ ઉત્સાહિત હતી.આજે મારા આંનદની કોઇ સીમા ન હતી,કારણકે આજે ઘણાં સમય બાદ હું મારા સંતાનોને મળવાની હતી.અંતે મારો ઈંતઝાર પુરો થયો.ખબર નહીં કેટલાં સમય બાદ હું મારા સંતાનોને મળી.મન થતું હતું કે બસ તેઓને નીરખ્યા જ કરું.થોડાં સમય બાદ સુભદ્રા અને આર્ય અર્જુનનો પુત્ર અભિમન્યુ પણ આવ્યો.તે પણ પોતાનાં પિતાની જેમ જ ધનુરવિદ્યામાં શ્રેષ્ઠ હતો.

...

અમારો બાર વર્ષનો વનવાસ પુર્ણ થઇ ચુક્યો હતો અને એક વર્ષનો અજ્ઞાતવાસ પણ સફળ રહ્યો હતો.હવે અમારો હક પાછો મેળવવાનો સમય આવી ચુક્યો હતો.

ક્રમશઃ