ગામડાની ગોરી - પ્રકરણ - 1 Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 61

    ભાગવત રહસ્ય-૬૧   કુંતાજી –દુઃખના દિવસો- અને એ દિવસોમાં પ્રભુ...

  • હમસફર - 22

    અમન તૈયાર થઈ ને નીચે આવે એ જોવે કે રુચી અને વીર હસે અને નાસ્...

  • નિતુ - પ્રકરણ 27

    નિતુ: ૨૭ (યાદ)નિતુને લઈને ઘરમાં બે દિવસ સુધી વર્ષાની મથામણ ચ...

  • કભી ખુશી કભી ગમ

    શ્રી ગણેશાય નમઃ            કભી ખુશી કભી ગમપાત્ર પરિચય  જયંત ...

  • સોનું ની મુસ્કાન - ભાગ 13

    ભાગ ૧૩ આજે એ દિવસ હતો જ્યારે સોનું એ જે ફિલ્મ માં કામ કર્યું...

શ્રેણી
શેયર કરો

ગામડાની ગોરી - પ્રકરણ - 1

"(હું વાત કરું છું ભૂતકાળની આશરે ૪૦ વર્ષ પહેલાની છે ગામડામાં છોકરીઓ માટેની વિચારસરણી ,રહેણી કરણી, પ્રેમની પરિભાષા એ વખતે કેવી હતી એને વ્યક્ત કરું છું ,પ્રેમ એટલે શું! લોકોનો પ્રતિભાવ,અને લોકોની વિચારસરણી .)



ભાગ/1
*******************************

એક નાનું એવું ગામડું શીતળ એની છાય ચારે બાજુ હરિયાળી ને વચમાં વડલાનું ઝાડ અને તેની કિનારે એક સુંદર મજાનો નામ અને ગામમાં નીચેના લોકો રહે છે અને એમાં એક સીતા કરીને એક છોકરી અને તેનો પરિવાર ખુંબ જ નાનો માતા-પિતા અને તેનો ભાઈ પિતાનું નામ મેલાભાઈને માતાનું નામ રેવાબેન અને ભાઈનું નામ રૂડો. અને સીતાના દાદી નું નામ મંગુ હતું.

"સીતાને માતા-પિતાએ ખેતીકામ કરતા હતા અને નાનોભાઇ છ વર્ષનો હતો."

"સીતા દેખાવમાં બે ચોટલા વાળી અને લાલ રંગની રીબીનો નાખે અને બે ચોટલા ઉપર રીબીન નાખી અને હિંચકા જેવી બાધી હોય એવી રીતે એ વખતની હેર સ્ટાઈલ હતી, કેમ ખબર છે! કારણ કે એના માતા પિતા ખેતીકામ કરતા હતા દરરોજ માથું ઓળવવાનો ટાઇમ ના મળે એટલે ફિટિંગમાં બે ચોટલા વાળીને એનો હીંચકો વાળી ફીટ રીબીન ભરાવીને વાળી દેતાં એટલે ભલેને ચાર-પાંચ દિવસ પછી માથું ઓળવું પડે એટલા માટે વખતની હેર સ્ટાઈલ હતી.

સીતા સાતમા ધોરણમાં જ હતી પરંતુ આખા ઘરનું કામ કરતી હતી સવારે જાગીને એના ઘરે પશુ હતા એટલે કે બે ગાય અને એક ભેંસ હતી.એટલે એ પણ એની મમ્મી સાથે વહેલા જાગી જતી હતી. ફળિયું વાળતી કચરા-પોતાં કરતી અને એના નાના ભાઈને પણ રાખતી કારણકે એની માતાતો સવારે વહેલા તૈયાર થઈ ને ખેતરે ચાલી નીકળતી અને ગામડામાં છોકરીઓ નાની હોય પરંતુ કામ તો એને નાનપણથી શીખવા મળે ! એમને કહેવું ના પડે, અનુભવથી નાની બાળકીઓ કામ શીખી જતી હતી એવી રીતે સીતા પણ કામમાં પરોવાઈ જતી અને અભ્યાસ પણ કરતી હતી."

"સમય વીતતો ગયો અને સીતા સોળ વરસની થઈ ગઈ"

"સીતાના રહેણી કરણીમાં ફેરફાર થવા લાગ્યા ને તૈયાર થવાનું ગમવા લાગ્યું વારંવાર માથું ઓળાવવા લાગી દર્પણમાં એનો ચહેરો જોયા કરતી અને એને નિહાળવા લાગી એને પોતાને તૈયાર કરવી ખૂબ ગમતી નથી હવે તો એ એની મમ્મી સાથે પણ માગણી કરતી કે મારે નવા કપડાં લેવા છે એને કપડાં પણ ખૂબ શોખ જાગ્યો."

"પહેલાના જમાનામાં ઘરે દરજી બેસાડવામાં આવતા એટલે પહેલાં ઘરમાંથી જે વડીલ હોય તે કાપડનો તાકો લઈને આવે ,બધાના કપડાં એકસરખા તાકામાંથી શીવી દેવાતા, દરજી મશીન લઈને આવી જાય બે દિવસ ઘરે બેસાડી દેવાનો અને એક તાકામાંથી બધાં જ કપડાં તૈયાર થઈ જાય ,કોઈને એવું પૂછવામાં આવતું નહિ કે ગમે છે કે નહીં, બે દિવસ પછી દરજીએનું મશીન લઈને ઘરે જતો રહે ."

"સીતાએ એની "માં"ને કહ્યું મારે નવા કપડાં લેવા છે હવે તો હું સાથે આવવા માગું છું અને મારી પસંદગીના લેવા માગું છું"

"હું પણ તારા પિતા સાથે જતી નથી કપડાં લેવા ,અને તારે કેમ જવું છે !એ જે તાકો લાવે એમાંથી તારા અને મારા તેમજ તારા ભાઈના કપડા બની જશે અને આપણે જવાનું ન હોય અને બહુ સારા પણ ના લાગીએ. તારા પિતાની સાથે તને ફરવા મોકલું તો મંગુબા તને ખબર છે ને!

" એ જમાનામાં છોકરીએ બહાર નીકળતી નહીં ઘરમાં જ રહેવાનું હોય અને ઘરમાં જ કામ કરવાનું હોય , એ જમાનામાં છોકરીઓએ કોઈ સારું માથુ ઓળવ્યું હોય પાવડર લગાવ્યો હોય તો તરત જ કહી દે કે તમારે ક્યાં નાટકમાં જવાનું છે?"

સીતાએ કહ્યું પરંતુ "માં" હવે તો મારી પસંદગીના કપડાં મને પહેરવા દેને, મને મારી પસંદગીના કપડાં પહેરવા ખુબ જ ગમે છે અને પિતાજી તો એક તાકો લઈને આવે છે એમાં તો આપણા બધાના કપડા સીવવાના એક જેવા લાગે છે મને તો એમ થાય કે જાણે કે આપણે બધા એક નાટક કંપનીમાં કામ કરતા હોય એને એવું લાગે છે"

"તારી બધી જ બહેનપણીઓના પિતા જ કપડાં લાવે છે અને દરજી બેસાડીને એમના માપના નથી સીવી દેતા ,એ કોઈ દિવસ એમના પિતાની સાથે જતાં જોઈ છે .અને તું તારી પસંદગીના કપડાં લેવા માટે જીદ પકડીને બેઠી છે."

"સીતાએ કહ્યું હું આ વખતે ઘાઘરી અને શર્ટ નથી સીવડાવવા માટે મારે તો આ વખતે ડ્રેસ સીવડાવવો છે."

"તને વળી ક્યાંથી ડ્રેસ સીવડાવવા નો શોખ જાગી ગયો છે આપણાં ગામડામાં તો છોકરીઓની છે ચણીયો અને ઉપર બુશકોટ પહેરે છે તારે એ જ પહેરવાનું છે."

"મેં આપણી બાજુમાં લીલા માસી છે એમની ભાણી શહેરથી આવી છે એ ડ્રેસ પહેરે છે કેટલી સરસ લાગે છે"

"એ " ના" જોઈ મોટી ડ્રેસ પહેરવાવાળી છાની માંની ઘરમાં જઈને કામ કર, તારી મા એ બગાડી છે, આખો દાડો ભટકી ખાય છે અને કામ કરતા તો શિખવાડયું નથી, ઘરમાં કેટલો બધો કચરો પડ્યો છે અને તમને પણ રેવા વહુ ખબર પડતી નહીં ,છોડી ને બગાડી રહ્યા છો.આવીને મંગુબા એ ધમકાવી નાખ્યા"

" સીતા રડતી રડતી ઘરમાં ચાલી ગઈ..

વધુ ભાગ /2