Jaguar - 12 books and stories free download online pdf in Gujarati

જેગ્વાર - 12

પ્રકરણ ૧૨

પેલા અજાણ્યા માણસનો ચહેરો મારીમારીને રાજે એટલો કદરૂપો કરી દીધો હતો કે રુદ્રને તો જોઈને જ ધ્રાસકો લાગ્યો, ચકિત નજરે જોઈ રહ્યો. એટલામાં જેગ્વારે એન્ટ્રી કરીને પુછ્યું 'ઓલ ઈઝ વેલ?' રુદ્ર કંઈ જ ન બોલી શક્યો. સાથે સાથે રાજ પણ આવતા બોલ્યો સર મેં નાર્કો ટેસ્ટ માટે અરજી કરી છે કંઈ પ્રોબ્લેમ? 'ના...ના... બસ તમારા હાથમાં ચાવી મૂકી છે તેનો ઉપયોગ કરી લો. તાળું તમારે શોધવાનું છે શોધી લો' અર્જુન બોલ્યો. આ સાંભળી રાજ તો તત્વ નિર્ણય કરવા લાગ્યો.
'જેઠાજીને જેટલી બબીતાજી મળવી મુશ્કેલ છે એટલુ મુશ્કેલ કામ આપ્યું હો' રાજ રમૂજ કરતા બોલ્યો.
જેગ્વ અધ્ધ વચ્ચે જ અટકી 'સર કોઈ તાળાની ચાવી ગુમ થઇ હોય તો તે નવી બનાવી શકાય પરંતુ આતો તમે ચાવી શોધી આપીને તાળું કઇ રીતે શોધું' પુછતા રાજ બોલ્યો. એરે કોઈ કાર્ય બને તો તેનું કારણ હોય જ છે. 'જબાબ પણ ત્યાંથી જ મળે જ્યાં સવાલનુ ઉદભવ સ્થાન હોય' અર્જુને વળતો જવાબ આપ્યો.
રાજ તો પોતાના મનને જ સમજાવતો હોય તેમ કંઈક બબડતો બોલ્યો બરાબર મુશ્કેલીમાં ફસાયો આ સાલી ચાવી છે શું ને તેનું તાળું શોધું..?
સર આ કેસ તો મારા થી હેન્ડલ નહીં થાય તમે જ તમારી ચાવીનુ તાળું શોધો.
'બસ મિ.રાજ હારમાની લીધી' અર્જુન કોઈકને ફોન જોડતાં જોડતા બોલ્યો.

અર્જુને પેલા સાઈબર ક્રાઇમ બ્રાન્ચને ફોન કરી માહિતી મંગાવી, રાજને ઓર્ડર આપતા કહ્યું જ્યારે બનાવ બન્યો ત્યારે જે જે વ્યક્તિ હોટલમાં હતા તેમને બધાને બોલાવો, અને આમને ખુરશી પર બરાબર બેસાડો.
હોટલ પર આવેલા તમામને એ રીતે ગોઠવ્યા કે પેલો અજાણ્યો શખ્સ કોઈ વ્યક્તિને ન જોઈ શકે. પરંતુ આવેલા તમામ લોકો અજાણ્યા માણસને જોઈ શકે અને સાંભળી શકે એવી રીતે એક પારદર્શક કાચની બીજી તરફ ગોઠવ્યા. તે કાચની ખાસીયત અે હતી કે બહાર થી બધું જોઈ શકાય પરંતુ અંદરથી બહાર કંઈ જ ન જોઈ શકાય એક દિવાલ સરીખું લાગે.
અર્જુને રુદ્રને કહ્યું તું તારા પપ્પાને કોલ કરીને પુછ તે ક્યાં છે. રુદ્રએ તુરંત જ કોલ કર્યો બટ અનરીચએબલ કોલ બતાવે છે. 'ટ્રાય ટુ બી કંટીન્યુ...' અર્જુને કહ્યું.
હોટલ પરના એક એક માણસને વારા ફરતી તે શખ્સનો ચહેરો બતાવ્યો પરંતુ તે દિવસે તો માસ્ક પહેરેલું હોવાથી કોઈ વ્યક્તિ તેને ઓળખી ન શકી તો સાબિત કરવું થોડું મુશ્કેલ થઈ પડ્યું.
બેંક સાઈડ નેક ટેટુ જ એક માત્ર નિશાની સિવાય કંઈ જ નિશાની કે કોઈ કડી મળતી ન હતી.
અર્જુનને તો શરૂઆત થી ખબર હોય તેમ ધડાકો કર્યો.
જ્યારે મેં મીડિયાવાળા સાથે વાત કરીને પુછ્યું હતું કે તમને આ લોકેશન અને એડ્રેસ કોણે આપ્યું હતું ત્યારે જ અંદાજ આવી ગયો હતો. લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું તો તે હોટલનું જ હતું. હોટલના માલિક તો મારા સામે આજીજી કરતાં હતાં તો તે તો ત્યાં મીડિયાવાળાને ન બોલાવી શકે એ તો વિશ્વાસ હતો. રુદ્ર, હાં રુદ્ર જ છે આ માસ્ટર પ્લાન ઘડનાર.
રુદ્રને તો તમ્મર ચડી ગઇ. લાગણીના આવેશને અટકાવી સખત આઘાત થી બોલ્યો. હું, હું શા માટે કોઈ વ્યક્તિને વાક્ય પૂરું કરે તે પહેલાં જ અધ વચ્ચે જ સુવર્ણા બોલી, રુદ્ર તું...તું આવું કરીશ હતાશ હૈયે નિરાશ ભર્યું અથાગ ગંભીર ગહન થી વિશાદભાવે તાકતી અંતરના ઉમળકો ઓકતી ફસડાઈ ને ફર્શ પર પટકાઈ.
રુદ્ર પોતાની વાત રજૂ કરે તે પહેલાં તો મલ્હાર, સૌમ્યા, સુવર્ણા બધાં જ પોતપોતાની તકરાર કરવા લાગ્યા. સુવર્ણા ત્યાં એ જ પરિસ્થિતિમાં બેઠી છે ત્યાં જ મલ્હાર બોલવાનું શરૂ કરી દીધું. તને શેની જરૂર હતી? પૈસાની તો રેલમછેલ હતી કે નય ? પ્રેમ કરવા વળી પણ તારી સાથે હતી. તારે જિંદગીથી શું જોઈએ ? એક વાર માગ્યું હોતતો મારો જીવ તને અર્પણ કરી દેત. વાક્ય પૂરું કરે તે પહેલાં તો સૌમ્યાએ પણ બોલવાનું શરૂ કર્યું. રુદ્ર તમે બંને તો લંગોટિયા મિત્રો છો, યાર છો ત્યારે તારે આવું કરવાની શી જરૂર પડી? એક વખત તારા હ્રદયને પૂંછ કોઈ એવી જગ્યા જ્યાં તમે સાથે હર્યા ફર્યા ન હોય. એવું રમત નું મેદાન બતાવ જ્યાં તમે એક સાથે મસ્તીમાં પડ્યાં ન હોય. 'હસી ખુશીના માહોલમાં રહ્યા પછી મારાથી આ કાળા વાદળ નહીં જોવાય' ઉભી થતાં સુવર્ણા બોલી.
' મારી વાત તો સાંભળો' રુદ્ર જોરથી ત્રાડૂકયો. મારા પર જુઠો આરોપ ન લગાવો મિ.અર્જુન હું માનું છું કે ફોન મારી પાસે હતો પરંતુ મેં કોઈ મીડિયા નથી બોલાવી. મારો મોબાઈલ ચેક કરાવી શકો છો. બે સીમકાર્ડ છે પરંતુ એતો અમારો બિઝનેસ એવો છે એટલે રાખવા પડે તમે બધા મારા પર વિશ્વાસ કરો મેં કંઈ જ નથી કર્યું.
એ બધાની વાત શરૂ હતી તો રાજે ધીમે થી જેગ્વારની પાસે જઈને કાનમાં પુછ્યું 'સર આમાં તાળું કઈ રીતે શોધવું.?' એટલામાં જ પેલા સાઈબર ક્રાઇમ બ્રાન્ચ માંથી કોલ આવ્યો. 'મીડિયાવાળા સાથે વાત કરનારનુ લોકેશન ટ્રેસ મળી ગયું છે હું તમોને સેન્ડ કરું છું' ઓકે
ધીમે ધીમે જેગ્વારના માઈન્ડમાં તાળું મળતું હોય તેવા અણસાર આવી રહ્યા હતા.
આ માણસનું બેંક સાઈડ ટેટુ ને રુદ્રના બીઝનેસ કાર્ડનું સિમ્બોલ સમાન છે. જો રુદ્ર તાળું નથી તો નક્કી આ માણસે જ કંઈક કર્યું છે. ચહેરાની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે.
હવે જેગ્વાર અસલ સ્વરૂપમાં આવ્યો હોય એમ પેલા માણસના વાળ પકડી સીધો ટેબલ પર પટકીને જોરથી પુછે છે તમારે બોલવાનું શરૂ કરવું છે કે હજુ રિમાન્ડ લેવી પડશે? જેગ્વારની ત્રાડથી જ પેલાં પારદર્શક કાચ પાછળ ઉભેલા બધા ખૂબ જ ડરી ગયા.
રુદ્ર પણ પોતાના પર લાગેલા ખોટાં આરોપથી ખૂબ જ દુઃખી હતો. પરંતુ નિરાશા વચ્ચે હાસ્ય ફેલાવનાર રાજ આજે પણ પોતાની મસ્તીમાં મગ્ન ગાઈ રહ્યો હતો
'કભી કભી, ઐસે દિયોસે લગ હતી જાતી આગભી. ધુલે ધુલે સે આંચલો મેં લગભી જાતે દાગભી....'
'મેરા નહીં હૈ વો દિયા જો જલ રહા હૈ મેરે લિયે...મેરી તરફ ક્યું એ ઉજાલે આયે હૈ ઈનકો રોકીયે...'
કંઈક યાદ આવ્યું હોય તેમ ફરી રુદ્ર પાસે જઈ રુદ્રને કાનમાં કંઈક પુછ્યું. આ બધું પેલો અજાણ્યો શખ્સ જોઈ રહ્યો છે પરંતુ બોલવા રાજી જ નથી. અર્જુન એને એટલો માર્યો કે પેલો માણસ બેભાન થઈ ઢળી પડ્યો. ફરીથી તેને ખુરશી પર બરાબર બેસાડીને જેવો જેગ્વાર તેના માથાનાં વાળ પકડે છે કે જેગ્વારના હાથમાં શું આવ્યું...


આગળ શું થશે જાણવા માટે જોડાયેલા રહો આ સ્ટોરી "જેગ્વાર" સાથે આગળનો ભાગ ખૂબ જ જલ્દી પ્રકાશિત કરવામાં આવશે.

ક્રમશઃ......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED